પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:42:03 PM

તા.૧૩/૦૬/૨૦૧૬ થી તા.૧૯/૦૬/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

  • અમારી સુચના માર્ગદર્શન મુજબ દામાવાવ પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ.  શ્રી પી.એલ.વાઘેલા તથા પોલીસ સ્‍ટાફના માણસો સાથે દામાવાવ પો.સ્‍ટે. વિસ્‍તારમા વાહન ચેકિંગ નાકાબંધી મા હતા દરમ્‍યાન બોર ગામે જતા સામેથી કાંટુ ચોકડી તરફથી એક મારૂતી ફ્રન્‍ટી ગાડી નં.જીજે-૧૭ સી-૫૦૯૨ ની આવતા તેને રોકવાનો પ્રયત્‍ન કરતા મારૂતી ફ્રન્‍ટી ગાડીનો ચાલક દુરથી પોલીસને જોઇ તેની મારૂતી ફ્રન્‍ટી ગાડી રોડની કિનારી પાસે ઉભી રાખી નાશી ગયેલ જેથી મારૂતી ફ્રન્‍ટી ગાડી પાસે જઇ જોતા તેમા ડ્રાઇવર સીટની પાછળ અંદરના ભાગે કંતાનના થેલા ઓઢાડેલ જણાતા કંતાનના થેલા હટાવી જોતા અંદર ખેર ના છાલ કાઢી નાખેલ પીસ પાડેલ લાકડા નંગ-૧૦ ભરેલ મળી આવેલ. જેથી સદર મારૂતી ફ્રન્‍ટી નો ચાલક તેના વાહનમા વગર પાસ પરમીટે ખેરના લાકડા ભરી વહન કરી લાવતો હોવાનુ જણાતા સદર ખેરના લાકડા નંગ-૧૦ જેનુ વજન આશરે ૨૮૦ કિલો જેની કિ.રૂ.૯૦૦૦/- જેટલી મળી આવેલ હોય જેથી સદરહું મારૂતી ફ્રન્‍ટી મા ભરેલ લાકડા સાથે મારૂતી ફ્રન્‍ટી ગાડી રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર શ્રી રાજગઢ ઘોઘંબા તરફ યોગ્‍ય કાર્યવાહી કરવા સારૂ મોકલી આપી સારી કામગીરી કરવામા આવેલ છે.

 

  • હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૮/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૯૩, ૩૦૨, ૪૫૦, ૧૧૪ તથા જી.પી.એકટ ક. ૧૩૫ મુજબનો ગુનો ગઇ તા.૦૬/૦૬/૨૦૧૬ ના ક.૧૩/૪૫ ના સુમારે મોજે.હાલોલ સ્‍ટેશન રોડ ઉપર આવેલ કિશન જયેશ આંગડીયા પેઢીમા બનેલ છે. અને સદર ગુનાના કામે આરોપીઓએ લુંટ કરવાના ઇરાદે આંગડીયા પેઢીની ઓફીસમા પ્રવેશ કરી બાબુભાઇ મગાજી પ્રજાપતિ ને છરા જેવા તિક્ષ્‍ણ હથિયારથી લુંટ કરવાના ઇરાદે પેટના ભાગે ગંભીર ઇજા કરી લુંટ ની કોશીષ કરી ખુન કરેલ હોય જે સબંધે બાતમી હકીકત મેળવી ગુનાનું પંગેરૂ શોધી કાઢી આ ગુનાના કામે નીચે મુજબના આરોપીઓને પકડી તા.૧૯/૦૬/૨૦૧૬ ના ક.૧૪/૦૦ વાગે અટક કરાવડાવી અનડીટેકટ ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી., એસ.ઓ.જી., હાલોલ પો.સ્‍ટે. ધ્‍વારા  ડીટેકટ કરવામા આવેલ છે.

(૧)    હસુમખ મુલાજી પ્રજાપતિ ઉ.વ.૩૦ રહે.જી-ર૮, મીરા સોસાયટી, ગણેશ વિધાલયની સામે , વરાસીયા રીંગરોડ, વડોદરા મુળ રહે.ગામ પાડીવર તા.જી.શીરોહી, રાજસ્‍થાન

(ર)    હિતેશ ભલારામ રાવ ઉ.વ.ર૩ રહે.જશંવતપુરા, તા.જશવંતપુરા જી.ઝાલોર , રાજસ્‍થાન

(૩)    રાકેશભાઇ રાજુભાઇ માછી ઉ.વ.૧૯ રહે.કિશનવાડી, વડોદરા

(૪)    હીરાલાલ ઉર્ફે જાડીયો મફતલાલ તુરી (બારોટ) ઉવ.ર૬ રહે.વાળાભઉ જી.તા.જશંવતપુરા, જી.ઝાલોર, રાજસ્‍થાન 

  • કાલોલ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૨૯/૧૫ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ મુજબના ગુનાનો નાસ્‍તો ફરતા આરોપી સુખાભાઇ પોચાભાઇ ભરવાડ (ર) શીવાભાઇ રઘુભાઇ ભરવાડ, (૩) લક્ષ્‍મણભાઇ વેલજીભાઇ ભરવાડ (૪) ગગજીભાઇ પોચાભાઇ ભરવાડ રહે.મલાવ પાટુવાડા ફળીયું તા.કાલોલ નાઓને તા.૧૪/૦૬/૨૦૧૬ ના રોજ પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી કાલોલ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૩/૦૬/૨૦૧૬ થી તા.૧૯/૦૬/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૮૯૪ એન.સી. ફરીયા, ૮૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૩૪,૩૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.  

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧) દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૭/ર૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે  તા.૧૭/૦૬/૧૬ ક.૭/૩૦ વાગ્યે મોજે ગોદલી વેદા ચોકડી પાસે આરોપીઓ (૧) બીપીનભાઇ ભગડાભાઇ રાઠવા રહે.ગોદલી કાસલી ફળીયા ધોધંબા (૨) રાકેશભાઇ રહે.ધોધાદેવ (૩) રંગીતભાઇ રતનસિંહ પટેલ રહે.ગોયા સુંડલ તા.ધોધંબા (૪) સંદીપકુમાર રામલાલ જયસ્વાલ રહે.ગોયા સુંડલ તા.ધોધંબા નાઓએ પોતાના કબજાની મો.સા. ઉપર પર પ્રાતિય બનાવટના ૧૮૦ મી.લી.ના કવાટરીયાની પેટીઓ નંગ-૧૪ માં કવાટરીયા નંગ-૬૭૨ જેની કિ.રૂ.૩૩,૬૦૦/- તથા પકડાયેલ બજાજ પ્લેટીના મો.સા. નં.જીજે ૧૭ એઆર ૮૧૯૭ ની કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૩,૬૦૦/- ની પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે રાખી લઇ આવી વાહન ચેકીંગ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી આર.આર.સેલ , ગોધરા તથા પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(ર) હાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૭૪/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એઇ મુજબ તા.૧૮/૦૬/૧૬ ક.૦૫/૩૦ વાગે મોજે હાલોલ કાળીભોઇ ત્રણ રસ્તા  પર આરોપી સફેદ કલરની બોલેરો પીકઅપ ડાલુ નં.GJ 06 AV 2056 નો ચાલક નામઠામ જણાવેલ નાએ પોતાના કબજાના સફેદ કલરનુ બોલેરો પીકઅપ ડાલુ નં.GJ 06 AV 2056 માં પરપ્રાંતીય વિદેશી દારૂની ૧૮૦ મી.લી. ની ક્વાટરીયાની પેટી નંગ-૪૪ જે કુલ નંગ-૨૧૧૨ જેની કિં.રૂા.૧,૬૮,૯૬૦/- નો મુદ્દામાલ પ્રોહી પ્રતીબંધક એરીયામાં ગે.કા. રીતે ભરી આવતા નાકાબંધી દરમ્યાન પીકઅપ ડાલુમાં ભરેલ પ્રોહી મુદ્દામાલ તથા પોતાના કબજાનુ વાહન પીકઅપ ડાલુ જેની કિં.રૂા.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૬,૬૮,૯૬૦/- નો મુદ્દામાલ મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. .   

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર