પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:23:00 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૯/૦૫/૨૦૧૭ થી તા.૦૪/૦૬/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

ગુન્‍હા ડીટેકટ - ૦૨

(૧) જાંબુઘોડા પો.સ્‍ટે.ફ.ગુ.ફર.નં.૦૪/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૦૨, ૨૦૧ મુજબનો ગુન્‍હો તા.૨૮/૦૩/૨૦૧૭ ના રોજ મોજે.કકરોલી ગામે બનેલ હતો. આ કામે મરણજનારને કોઇ અજાણ્‍યા ઇસમોએ ગળાના ભાગે ધમાહના વેરાથી ગળુ દબાવી મોત નીપજાવી લાશને કકરોલી ગામના સીમામા આવેલ ઝાડીમા ફેકી દઇ પુરાવાનો નાશ કરેલ વિ. મતલબનો ગુનો દાખલ થયેલ આ કામે ગુનવાળી જગ્‍યાની વિઝીટ કરી નિરીક્ષણ કરવામા આવેલ અને ગુનાના કામે ટીમ વર્કમા કામગીરી કરી બાતમીદારો થી બાતમી હકીકત મેળવી ઇલેકટ્રોનીક સર્વેલન્‍સ આધારે તપાસ કરી બાતમી હકીકત મેળવી આ કામે આરોપી માધુભાઇ ઉર્ફે બકો ગલીયાભાઇ નાયક રહે.ચાચક માલુન ફળીયા તા.બોડેલી જી.છોટા ઉદેપુર નાને તા.૦૩/૦૬/૨૦૧૭ ના ક.૨૧/૧૫ વાગે અટક કરી ખુનનો અનડીટેકટ ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(ર) કાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૬૩/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનો ગુન્‍હો તા.૩૦/૦૫/૨૦૧૭ ક.૦૨/૦૦ વાગે મોજે.કાલોલ જી.આઇ.ડી.સીમા બનેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સ્‍ટે.ઙા એન્‍ટ્રી નં.૧૧/૨૦૧૭ સી.આર.પી.સી. ક.૧૦૨, ૪૧(૧)ડી મુજબના કામે અસ્‍પાક અબ્‍દુલ્‍લા ઝબા રહે.ઘંત્‍યા પ્‍લોટ મુન્ના વે બ્રીજની પાછળ ગોધરા નાને તા.૩૧/૦૫/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી તેના કબજા માથી શંકાસ્‍પદ હાલતમા (૧) એક મોનીટર વિપ્રો કંપનીનુ (ર) સ્‍ટીલના ડ્રાઇવ્‍હીલ નંગ-ર (૩) વાલ્‍વ નંગ-૧ (૪) એલ્‍યુમીનીયમ ઉપર રબર ચઢાવેલ વાયરોનુ બંડલ નંગ-૧ (૫) સફેદ ધાતુના એક બાજુ ગોળાકારવાળા આશરે બે ફુટ જેટલી લંબાઇના કુલ-૧૫ નંગ ટુકડા એમ મળી કુલ-૧,૦૭,૪૫૦/- નો મુધ્‍દામાલ કબજે કરવામા આવેલ.

સદરહુ ઇસમનુ ઇન્‍ટ્રોગેશન કરી ઉંડાણપુર્વક પુછપરછ કરતા પોતે તથા પોતાની સાથેના વિક્રમ પરમાર રહે.ઘુસર તા.ગોધરા નાઓએ ભેગા મળી કાલોલ જી.આઇ.ડી.સી મા આવેલ ગેટ પાસેના ગોડાઉનના શટરનુ તાળુ તોડી રાત્રીના વખતે ચોરી કરેલાની કબુલાત કરેલ હોય જે અંગે ઉપરોકત ગુનામા ચોરીમા ગયેલ મુધ્‍દામાલ તથા આરોપીને  કાલોલ પો.સ્‍ટે.મા ગુનાના કામે સોપી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.

  • કાલોલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૫૧/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાના કામનો નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી જયપાલ ઉર્ફે બોડો પ્રવિણસિંહ પરમાર (ઠાકોર) રહે.ગઢ ભીખાપુરા તા.જેતપુર પાવી નાઓને પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા તા.૦૪/૦૬/૨૦૧૭ ના ક.૧૪/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી કાલોલ પો.સ્‍ટે. સુપ્રત કરવામા આવેલ છે.
  • શહેરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૪૮/૧૫ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ પોકસો એકટ ક.૪ મુજબના ગુન્‍હાના કામનો નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી અશ્વિનભાઇ ઇશ્વરસિંહ સોલંકી રહે.અણીયાદ તા.શહેરા નાને પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ગોધરા ધ્‍વારા તા.૦૩/૦૬/૧૭ ના રોજ ક.૦૪/૧૫ વાગે મોજે.મોરબી મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ માટે શહેરા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • શહેરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.ન.૧૩૧/૦૯ ઇ.પી.કો.ક. ૩૭૯, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૨૦૧, ૧૧૪ મુજબના ગુનાનો નાસ્‍તો ોફરતો આરોપી સહાબુદીન યાકુબમીયા કાજી રહે.શહેરા કાજીવાડ તા.શહેરા નાને તા.૦૧/૦૬/૧૭ ના રોજ ક.૨૧/૩૦ વાગે પો.સ.ઇ. શહેરા ધ્‍વારા અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    શહેરા પ્રોહી ગુ.ર.નં.૧૬3/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫ઇ,  ૮૧  મુજબના કામે તા.૩૧/૫/૧૭ ના ક.૩/૧૫ વાગે મોજે.ભુરખલ ગામે તળાવના કિનારા પાસે આરોપીઓ (૧) ભુપતભાઇ સોમાભાઇ (૨) રમેશભાઇ સરદારભાઇ (૩)  દીલીપસિહ ઉર્ફે દીપો ભુપતભાઇ તમામ પરમાર(બારીઆ) રહે.ભુરખલ તા.શહેરા  નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં તળવાના કિનારા નજીક એકબીજાના મેળાપીપણાથી ઇગ્લીશ દારૂ બીયરની પેટીઓ નંગ-૪૪ તથા છુટા કવાટરીયા નંગ-૨૬ મળી કૂલ નાની મોટી બોટલો નંગ-૭૮૨ કિ.રૂ.૨,૨૭,૦૦૦/- નો  પ્રોહી મુદ્દામાલ રાખી તથા એક કાળા કલરની પેશન પ્લસ મેા.સા. કિ.રૂ,૨૦,૦૦૦/- સાથે આરોપી નં.૧ નાનેા પકડાઇ જતા પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર)       વેજલપુર પ્રોહિ ગુ.ર.નં.૭૭/૧૭ પ્રોહિ કલમ ૬૫ઇ, મુજબના કામે તા.૦૧/૦૬/૧૭ ક.૧૪/૩૦ વાગે મોજે.તાર બોરડી ગામે સ્મશાન પાસે ખેતરમાં આરોપી સુરેશસિંહ પ્રતાપસિંહ ચૌહાણ  રહે.તારબોરડી તા.ગોધરા  નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બાજરીના પુળાઓ નીચે ઇગ્લીંશ દારૂ બીયરની પેટીઓ નંગ-૨૫ માં નાની મોટી બોટલો નંગ-૩૦૦ કિ.રૂ.૩૬,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ જોઇ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     વેજલપુર પ્રોહ ગુ.ર.નં.૭૮/૧૭ પ્રોહ.૬૫ઇ, ૮૧, ૮૩ મુજબના કામે  તા.૦૨/૦૬/૧૭ ક.૧૯/૪૫ વાગે મોજે.વેજલપુર પેટ્રોલપંપ સામે નાયક ફળીયામાં આરોપીઓ (૧) સંજયભાઇ કાંતીલાલ બારીયા રહે.વેજલપુર નાયક ફળીયુ તા.કાલોલ (૨) વિરેન્દ્રસિંહ નરવતસિંહ ચૌહાણ રહે.બેઢીયા ધુળાખાતુની મુવાડી તા.કાલોલ (૩) હરીસિંહ બળવંતસિંહ ચૌહાણ રહે.રીંછીયા તા.કાલોલ  નાઓ પાસે ઇગ્લીંશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૬૪૮, કુલ કિ.રૂ.૧,૦૩,૨૦૦/- તથા સીલ્વર કલરની સ્કોર્પીયો ગાડી નં. GJ-6-CM-9581 કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- તથા આરોપીની અંગ ઝડતીમાંથી મળેલ મોબાઇલ નંગ-૨, કિ.રૂ. ૩.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૫.૦૬.૭૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૪)     હાલોલ પો.સ્‍ટે. પ્રોહી ૧૯૮/૨૦૧૭ પ્રોહી એક્ટ ક. ૬૫(એ)(ઇ), ૮૧ મુજબના કામે તા.૦૩/૦૬/૨૦૧૭ ક.૧૭/૦૦ વાગે  મોજે.રાણાવાસ હાલોલ ખાતે આરોપીઓ (૧) નીતીનકુમાર કનુભાઇ રાણા (૨) સંજયકુમાર મનુભાઇ રાણા બંને રહે. રાણાવાસ હાલોલ તા.હાલોલ જી.પંચમહાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજામાં વેચાણ કરવા માટે (૧) ૭૫૦ મી.લી.ની રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી બોટલ નંગ-૬ કિં.રૂા.૨૪૦૦/- (૨) ૭૫૦ મી.લી.ની મેક ડોલ્સ રીસર્વ વ્હીસ્કી બોટલ નંગ-૯ કિં.રૂા.૩૬૦૦/- (૩) ૧૮૦ મી.લી.ની રોયલ સ્ટેગ રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી પેટી નંગ-૩ બોટલ નંગ-૧૪૪ કિં.રૂા.૧૪,૪૦૦/-  (૪) ૧૮૦ મી.લી.ની રીટઝ ગોલ્ડ રીસર્વ વ્હીસ્કી બોટલ નંગ-૪૬ કિં.રૂા.૪૬૦૦/- (૫) ૧૮૦ મી.લી. રોયલ્સ પ્રીમીયમ કંટ્રી લીકર પેટી નંગ-૧ બોટલ નંગ-૪૮ કિં.રૂા.૪૮૦૦/- જે કુલ બોટલ નંગ-૨૫૩ કુલ કિં.રૂા. ૨૯,૮૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)     દામાવાવ III ૯૨/૨૦૧૭  પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ, ૮૧, ૮૨ મુજબના કામે તા.૩/૬/૨૦૧૭  ક.૧૧/૧૫ વાગે મોજે.સિમલીયા ત્રણ રસ્તા રોડ ઉપર આરોપીઓ (૧) બલસીંગભાઇ ભીમસીંગભાઇ રાઠવા રહે.મીઠીબોર તા.જી.છોટાઉદેપુર (૨) ભાવાભાઇ ચંદલાભાઇ નાયક રહે.નાની વડોઇ પટેલ ફળીયુ તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) (૩) દીલીપભાઇ નારલીયાભાઇ રાઠવા રહે ભુરીઆંબા તા.કઠ્ઠીવાડા જીલ્લો અલીરાજપુર (એમ.પી.) (૪) દલપતભાઇ ઉર્ફે ડકો  કનુંભાઇ  રાઠવા રહે. નવાગામ બાંધેલી તા.હાલોલ જી.પંચમહાલ (૫) એમ.પી કઠ્ઠીવાડાના સરકારી દારૂ ના ઠેકાના માલીક તથા વહીવટદાર નાઓ ભેગા મળી એક બીજાના મેળાપીપણા થી  પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે ઝાયલો પીકપ ગાડી નં.જીજે ૧૭ ટીટી ૩૩૩૩ ની મા પરપ્રાંતીય બનાવટના દારૂ તથા બીયર નો જથ્થો ભરેલ નાની મોટી બોટલો નંગ–૬૩૬ ની કિમત રૂ.૭૮,૬૦૦/- તથા ઝાયલો પીકપ ગાડીની કી.રૂ.૩,૦૦,૦૦૦/- તથા ત્રણેય આરોપીઓ ની અંગ ઝડતી કરતા ચાર મોબાઇલ ફોન તથા રોકડ રૂપીયા મળી કી.રૂ.૧૪,૫૦૦/- મળી કુલ કી. રૂ.૩,૯૩,૧૦૦/- નો મુદ્દામાલ લઇ આરોપી નંબર ૧ થી ૩ નાઓ વહન કરી લઇ આવી આરોપી નં-૪ નાઓને આપવા જતા આરોપી નં-૧ થી ૩ નાઓ  મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૬)     હાલોલ પ્રોહી ગુ.ર.નં.૧૮૪/૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧ મુજબના કામે તા.૨૯/૫/૧૭ ક.૧૫/૩૦ મોજે ધનસર  આંટા  ગામની  સીમમાં તળાવ પાસે  આરોપીઓ (૧) ગીરીશભાઇ  રાજુભાઇ  પરમાર  રહે.ધનસરઆટા  તા.હાલોલ (ર) દીપક  ઉર્ફે  દીપો  ઉર્ફે  દકો  કનુભાઇ  રાઠવા  રહે.બાંધેલી તા.હાલોલ નાઓએ પ્રોહી  પ્રતિબંધક એરીયામાં  ગે.કા.રીતે પોતાના  કબજામાં  વેચાણ કરવા  માટે  પરપ્રાતીય  દારુની  ૭૫૦  મી.લીની  પ્લાસ્ટીકની ગોવા  સ્પીરીટ  ઓફ  સ્મુથનેસની પેટીઓ નંગ-૧૯  જે બોટલો નંગ-૨૨૮  કિ.રૂ.૪૫,૬૦૦/-  તથા ૫૦૦  મીલીની  કીંગ ફીશર  સ્ટ્રોગ  પ્રીમીયમ  ટીન  બીયર  ની પેટીઓ  નંગ-૭  જે ટીન નંગ-૧૬૮  મળી કુલ  પેટીઓ નંગ-૨૬  જે કુલ  બોટલો  નંગ-૩૯૬   જે કુલ  કિ.રૂ.૬૨,૪૦૦/-  નો મુદામાલ  મુકી  નાસી  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ નાઓ ધ્‍વારા  કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

ઢોર અતિક્રમણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    મોરવા(હ) પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૫૧/૧૭  ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.પ(ક) (ખ), ૬, ૬(ક) (૧) (ર) (૩), ૮, ૧૦ તથા  ઇ.પી.કો.  કલમ ૧૧૪  તથા જી.પી એકટ ક.૧૧૯ તથા એમ.વી.એકટ ૩, ૧૮૧, ૫૬(૧) ૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૦૧/૦૬/૧૭  ક.૧૨/૧૫  વાગ્યે મોજે.મોરવા(હ) (નાંગલોદ)  ચોકડી પાસે રોડ ઉપર આરોપીઓ (૧) સદદામ મુસ્તાક રહીમ ઉ.વ.૧૯ રહે.નાટાપુર મસ્જીદ ફળીયુ તા.મોરવા(હ) તથા તેનો કલીનર (ર) ઇશાક યુસુફ બોદુ ઉ.વ.૧૯ રહે.નાટાપુર મસ્જીદ ફળીયુ તા.મોરવા(હ) જી.પંચમહાલ નાઓએ એકબીજાની મદદગારીથી પીકપ ડાલામાં બળદો નંગ-૨, ભેંસ નંગ-૧ તથા પાડો નંગ-૧ મળી કુલ પશુઓ નંગ-૪ કિં. રુ.૪૦,૦૦૦/- ના કતલ  કરવાના ઇરાદે ભરી લાવી ઉપરોકત પીકપ ડાલામાં  ખીચોખીચ ભરી એકબીજાના પગે, મોઢાના ભાગે તથા ગળાના ભાગે દોરડા વડે ક્રુરતાથી બાંધી ત્રાસદાયક રીતે ભરી, પીકપ ડાલામાં પાણી તથા ઘાસચારો નહી રાખી કતલ કરવાના ઇરાદે લઇ જતાં આરોપી નં.૧ તથા નં- ર નાઓ પીકપ ડાલા નં.જી.જે.૧૮.એ.ટી.૧૨૪૩ ની કિંમત.રુ. ૩,૦૦,૦૦૦/-  તથા મોબાઇલ ફોન નંગ-૧  કિં.રૂ.૨૦૦૦/- તથા પશુઓ નંગ-૪ ની કિં.રુ.૪૦, ૦૦૦/- મળી કુલ રુ.૩,૪૨,૦૦૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર)       જાંબુઘોડા પો.સ્ટે. II ગુ.ર.નં.૬/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ની કલમ ૫, ૮, ૯,૧૦ IPC ૧૧૪ મુજબના કામે તા.૩૦/૫/૧૭ ના ક. ૭/૩૦ વાગે   મોજે.ભીલ ડુગરા ત્રણ રસ્તા ઉપર આરોપી આઇસર ગાડીનં.GJ 18 AT 0676 નો ડ્રાઇવર,  કલીનર  નાઓએ ગાડીમા ભેસો નં ૧૪ ભરી પશુઓને ઘાસ-ચારો કે પાણીની સગવડ નહી રાખી ટુકા ટુકા દોરડાઓ વડે બાંધી પોતાના કબજાની આઇસર ગાડી મુકી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.   

(૩)    વેજલપુર  સે.ગુ.ર.નં.૪૦/૧૭ ગુ.પ.સં.સુ.અધિ. ૨૦૧૧ ની કલમ ૫, ૬, ૬(ક) (૧) (૨) (૩) (૧૦) (૧૧), ઇ.એલ.ડી, જી.પી.એક્ટ ૧૩૫, મુજબના કામે તા.૩૦/૦૫/૧૭ .૦૬/૪૫ વાગે ખડકી ટોલનાકા પર આરોપી ઇન્ડીગો ગાડી નં.GJ-7-AG-3563 ના ચાલકે પોતાની ગાડીમાં ગાયો નં-૨, કિ.રૂ.૪૦.૦૦૦/- કતલ કરવાના ઇરાદે કોઇક જગ્યાએથી ગાડીમાં ખીચોખીચ ભરી ગાયો ને ગળામાં તેમજ પગોમાં ટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક બાંધી ઘાસચારો તથા પાણી ની સુવિધા નહિ રાખી ગાયો ની કિ.રૂ. ૪૦.૦૦૦/- તથા ઇન્ડીગો ગાડી ની કિ.રૂ. ૨.૦૦.૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૨.૪૦.૦૦૦/- ના મુદ્દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)     વેજલપુર સે.ગુ.ર.નં.૪૫/૧૭ ગુ.પ.સં. સુધારા અધિ.૨૦૧૧ ની કલમ ૫(ખ), ૬(ક), ૮, તથા જી.પી.એક્ટ ૧૧૯ તથા ઇ.પી.કો. કલમ ૧૧૪, મુજબના કામે તા.૦૪/૦૬/૧૭ .૧૧/૧૫ વાગે મોજે.કાનોડ ફાટક રસ્તા ઉપર  આરપી મફતભાઇ ભુરાભાઇ નાયક  રહે.ધંતેજ તા.સાવલી જી.વડોદરા નાએ મુંગા પશુઓ બળદ નંગ-૨, કિ.રૂ.૨૦,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે કતલખાને લઇ જતા એકબીજાના ગળામાં તેમજ પગોમાં ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી લઇ જતા આરોપી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવા મા આવેલ છે.

જુગાર ધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    વેજલપુર સે.ગુ.ર.નં.૪૩/૧૭ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૦૧/૦૬/૧૭ ક.૧૭/૧૫ મોજે.વેજલપુર સરકારી દવાખાના પાછળ ખેતરોમાં આરોપીઓ (૧) ચમન મુલચંદ કલવાણી રહે.ગોધરા સિવીલ હોસ્પીટલ (૨) હોતચંદ વેવારીમલ કેશવાણી રહે. ગોધરા પાણીની ટાંકી બાવચાવાડ (૩) ઐયુબ ઉર્ફે ડીગો હમીદ પથીયા રહે.વેજલપુર હોળી ચકલા તા.કાલોલ (૪) બિલાલ હમીદ પથીયા રહે.વેજલપુર નાના મહોલ્લા તા.કાલોલ (૫) રહેમતઉલ્લા મનોવર પઠાણ રહે.વેજલપુર હોળી ચકલા તા.કાલોલ (૬) યુસુફ હમીદ પથીયા રહે.વેજલપુર હોળી ચકલા તા.કાલોલ (૭) રસીદ મહંમદ કડવા રહે.વેજલપુર નાના મહોલ્લા તા.કાલોલ (૮) હેમદ હુસેન સફી બળફવાલા રહે.ગોધરા રહેમતનગર લીલેસરા (૯) મનીષભાઇ ઇન્દ્રકુમાર દેવજાણી રહે.ઝુલેલાલ સોસાયટી ગોધરા (૧૦) હસમુખ હિરાલાલ પરમાર રહે.બહારપુરા ગોધરા (૧૧) દિલીપ તેજુમલ સાવધાની રહે.ઝુલેલાલ સોસાયટી ગોધરા  નાઓએ પાના પત્તાનો જુગાર રમતા પકડાઇ ગયેલ ઉપરોક્ત ઇસમો પાસેની અંગઝડતી ના રૂ. ૫૮.૮૦૦/- તથા દાવ ઉપરના રૂ. ૧૧.૭૨૦/- તથા મોબાઇલ નંગ-૧૩, કિ.રૂ. ૨૩.૫૦૦/- તથા મો.સા. નંગ-૬, કિ.રૂ. ૧.૮૫.૦૦૦/- તથા પાના પત્તાની કેટ નંગ-૬, કિ.રૂ. ૦૦/- નો મળી કુલ કિ.રૂ. ૨.૭૯.૦૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર)     ગોધરા શહેર એ ડીવી. સે.૧૦૫/૧૭ જુગાર ધારા ક.૧૨અ મુજબ ના કામે તા.૩/૬/૧૭ ક.૧૭/૪૫ મોજે.કૃષ્ણ સિનેમાના રોડ પર શામળાજી હોસ્પીટલની સામે આરોપીઓ (૧) વિજયસિંહ નાનુસિહ ઠાકોર (૨) અશ્વિનભાઇ મનુભાઇ પરમાર (૩) હુસેનભાઇ મુસાભાઇ હસન (૪) હસમુખકુમાર કાળીદાસ પટેલ (૫) સાદિક હનીફ ઇતારા (૬) અબ્દુલ કરીમ મહમદ શેખ (૭) ફીરોજ ફારૂક શેખ (૮) મુસ્તાક અહમદ સલાટ બુઢા તમામ રહે.ગોધરા નાઓ ભેગા મળી એકબીજાની મદદગારીથી પોતાના અંગત આર્થિક લાભ મેળવવાના હેતુસર ગોધરા કુષ્ણ સિનેમા તરફના રોડ ઉપર શામળાજી હોસ્પીટલની સામે આવેલ તેલંગ હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં દિવાલને અડીને ખુલ્લામાં લાલ ભુરા રંગની પટાવાળી નેટની આડમાં બાંધી તથા પોતાના નોકરો રાખી તેમજ કેટલાક માણસો ભેગા કરી વરલી મટકાના આંક ફરકના આંકડા લખી પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડતા આ.નં.૧ થી ૮ ની અંગ ઝડતીમાંથી તપાસ કરતા રોકડા રૂ.૧૩,૨૦૦/- તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ આંક ફરકના આંકડા  લખેલ પાવતી નંગ-૫ કિ.રૂ.૦૦ તથા કલીપ બોર્ડ સાથેના પાટીયા નંગ-૩ કિ.રૂ.૦૦ તથા લાલ ભુરા રંગની પટાવાળી નેટ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- એમ મળી કુલ રૂ.૧૩,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.      

 

 

 

 

(રાજેન્‍દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા.