પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:13:28 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૪/૧૨/૨૦૧૭ થી તા.૧૦/૧૨/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

ગુના ડીટેકટ-૦૨

 (૧)   ઝઘડીયા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૬/૨૦૧૭ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબનો ગુનો તા.૦૪/૧૨/૨૦૧૭ ક.૨૦/૦૦ થી તા.૦૫/૧૨/૨૦૧૭ ક.૦૮/૦૦ વાગે મોજે.મુલંદગામે તા.ઝઘડીયા તા.જી.ભરૂચ. ગામે ફરીયાદીની ટ્રક નંબર જી.જે.૧૬ ડબલ્યુ ૧૩૫૦ ની સાહેદના ઘર આગળ પાર્ક કરી જમી પરવારી સુઇ ગયેલ જે ટ્રક કિ.રૂ.૫,૦૦,૦૦૦/-  કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિગેરે મુજબનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૦૮/૨૦૧૭ તા.૦૬/૧૨/૨૦૧૭ મુજબના કામે સામાવાળા યાકુબ અબ્દુલ સત્તાર પથીયા ઉર્ફે. યાકુબ વેજલીયો રહે.સાતપુલ સોસાયટી ગોધરા તથા કાસમ અબ્દુલ મજીદ મણકી ઉર્ફે. કાસમ કાલીયો રહે. ગોહ્યા મહોલ્લા ગોધરા નાઓ પોલીસની નાકાબંધી દરમ્યાન પોતાના કબજાની એક કોફી કલરની ટ્રક જેનો રજી. નંબર જી.જે.૧૬ ડબ્લ્યુ ૧૩૫૦ જેનો ચેચીસ નંબર જોતા MAT373155B1K26067 તથા એન્જીન નંબર જોતા 697TC69KYY127594 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- નો છોડી નાસી ભાગેલ હોય જેથી ઉપકરોકત ટ્રકને શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ટ્રક બાબતે તપાસ કરતા સદરી ટ્રક ભરૂચ જિલ્લાના ઝઘડીયા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૬/૨૦૧૭ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની ટ્રક હોય જે અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(ર)    સમા પો.સ્ટે. .ગુ..નં.૧૦૧/૨૦૧૭ .પી.કો. ૩૭૯ મુજબના ગુનો તા.૩૦/૧૧/૨૦૧૭ ક.૧૩/૩૦ વાગે મોજે.પ્રિત પાર્ટી પ્લોટ પાછળ સમા તા.જી.વડોદરા મુકામે ફરીયાદીનુ ટ્રેક્ટર ટ્રોલી સાથેનુ ફરીયાદીના ખેતર સમા કેાનાલ સામે પ્રિત પાર્ટી પ્લોટ પાછળ મુકેલ હતુ જે ટ્રેક્ટર ટ્રોલી સાથેનુ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમે ચોરી કરી લઇ ગયા વિગેરે મુજબનો ગુનો રજી કરવામા આવેલ છે. આ કામે કાલોલ પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૦૬/૨૦૧૭  સી.આર.પી.સી. ક.૧૦૨, ૪૧(૧) ડી. ના કામે () રાજેશ ઉર્ફે રાજુ ભાયલાલભાઇ રાઠવા રહે.ડેરોલ ગામ ખારવા ફળીયુ તા-કાલોલ નોઓને સી.આર.પી.સી. ક. ૪૧(૧)ડી મુજબ તા.૦૮/૧૨/૨૦૧૭ ના ક.૧૩/૩૦ વાગે અટક કરી  ઉપરોક્ત ઇસમના કબજામાંથી એક મહેન્દ્ર કંપનીનુ લાલ કલરનુ ટ્રેક્ટર  ટ્રોલી સાથેનુ જેનો રજીસ્ટ્રેશન નંબર જી.જે.૧૭ ડી.૪૮૧૭ ચેચીસ નંબર જોતા RFV2050 નો તથા એન્જીન નંબર જોતાં RFV2050નો લખેલ છે. તથા સદરી ટ્રેક્ટરની ટ્રોલીનો નંબર જોતા રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી. તેમજ ચેચીસ નંબર અવાચ્ય છે. જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/-  ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા તેઓના કબજામાંથી મળી આવેલ ટ્રેક્ટર  ટ્રોલી સાથેનુ ઉપરોક્ત પકડાયેલ ઇસમ તથા તેનો મિત્ર રાકેશભાઇ બળવંતસિંહ સોલંકી રહે.વરસડા નિશાળ ફળીયુ તા.હાલોલ એ રીતેના બન્ને જણા ભેગા મળી ત્રણેક દિવસ અગાઉ વડોદરા સમા કેનાલ પાસે પ્રિત પાર્ટી પ્લોટ નજીકથી ઉપરોક્ત ટ્રેકટર-ટ્રોલીની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા વડોદરા શહેરના સમા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૦૧/૨૦૧૭ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનાના કામે ચોરીમાં ગયેલ તે જ ટ્રેકટર હોવાનુ તપાસમાં જણાઇ આવેલ છે. જે અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા  ડીટેકટ કરવામા આવેલ છે.    

વોન્ટેડ પકડયા-૦૨

(૧)     રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૮૩/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી અજીતભાઇ ઉર્ફે ચપો અનોપભાઇ પરમાર રહે.ભાણપુરા તા.ઘોઘંબા નાઓને તા.૦૫/૧૨/૨૦૧૭ ના ક.૧૮/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી રાજગઢ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(ર)     હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૭/૧૯૯૯ ઇ.પી.કો.ક. ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા બી.પી.એકટ ક.૧૩૫ વિ. મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી પ્રતાપભાઇ ઉર્ફે પ્રભાત ઉર્ફે પાતરી મંગાભાઇ વાદી હાલ રહે.જાંબુઘોડા આંબા વાડીયુ મુળ રહે.મારૂવા તા.હાલોલ જી.પંચમહાલ નાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામના વોન્ટેડ આરોપીને તા.૦૭/૧૨/૨૦૧૭ ના રોજ ક.૧૮/૦૫ વાગે મોજે.જાંબુઘોડા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ધ્વારા અટક કરી આગળની વધુ તપાસ માટે હાલોલ ટાઉન પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે. 

  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી  કુલ-૦૨ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) રાજગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૧૦/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબ ના કામે તા.૫/૧૨/૧૭ ક.૧૩/૩૦ વાગે મોજે.રાજગઢ ચોકડી ગામે રોડ ઉપર આરોપીઓ (૧) રાજેશભાઇ ડાહયાભાઇ મકવાણા (૨) જશવંતભાઇ ભલાભાઇ હરીજન નં.(૧), (૨) રહે.ઇન્દીરા આવાસ ભાણપૂરા તા.ઘોઘંબા (૩) રમેશભાઇ ગાંગાભાઇ મકવાણા રહે.પહેલુ ફળીયુ ભાણપૂરા તા.ઘોઘંબા (૪) બાબભાઇ દલાભાઇ મકાણા રહે.ડેરી સામે ભાણપૂરા તા.ઘોઘંબા તથા ડ્રાઇવર (૫) મઝરઅલી અહેમદઅલી મકરાણી રહે.રાજગઢ તા.ઘોઘંબા (૬) શૈલેશભાઇ ઉર્ફે જાદવો શાભાઇભાઇ પરમાર રહે.ભાણપુરા તા.ઘોઘંબા (૭) લાલાભાઇ જશવંતભાઇ બારીયા રહે.આકલી તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાઓએ ટાટા એ.સી. ગાડીમા પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની છુટી પ્લાસ્ટીકની બોટલો ૭૫૦ મી.લી. નંગ-૨૩૩ કીંગ સ્પેશીયલ વ્હીસ્કીના માર્કાની કિ.રૂ.૬૯,૯૦૦/- ની તથા ટાટા એસી ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૯,૯૦૦/- ના મુધ્દામાલ સાથે આરોપી નં.૧ થી ૪ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) દામાવાવ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૧૨/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮,(૨),૮૧ મુજબ ના કામે તા.૦૮/૧૨/૧૭ ક.૦૨/૧૫ મોજે.કોઠાયડી ગામે રોડ ઉપર આરોપી મો.સા નં.જીજે ૧૭ એપી ૫૩૪૯ નો ચાલક તથા તેની પાછળ બેઠલ ઇસમ નાઓએ પરપ્રાંતીય  ઇગ્લીશ દારૂ ના ૧૮૦ મી.લી.ના કવાટરીયા નંગ- ૪૦૦ કિ.રૂ.૩૨,૦૦૦/- નો મુધ્દામાલ મો.સા. સાથે મુકી આરોપીઓ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 (રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા.