પંચમહાલ જીલ્લામાં તા.૦૯/૦૭/૨૦૧૮ થી તા.૧૫/૦૭/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.
વોન્ટેડ પકડયા-૦૬
(૧) (૧) રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૩૬/૨૦૧૪ ઇ.પી.કો. ક.૪૫૪, ૪૫૭, ૩૮૦, ૪૧૧, ૧૧૪ મુજબ (ર) રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૧/૨૦૧૫ ઇ.પી.કો. ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી રાકેશભાઇ દલપતભાઇ પરમાર રહે.નાંદરખા તા.કાલોલ નાને તા.૯/૦૭/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી રાજગઢ પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.
(ર) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૮૨/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબના ગુનાના વોન્ટેડ આરોપી અર્જુનભાઇ ચંદુભાઇ ડાભી રહે. બોરીયાવી તા.શહેરા નાને તા.૧૦/૦૭/૨૦૧૮ ના ક.૮/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) દામાવાવ પો.સ્ટે.III ૧૩૯/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧ મુજબના કામે તા.૦૯/૦૭/૨૦૧૮ ના ક.૧૪/૨૦ વાગે મોજે.ઘોઘા મંદીર ફળીયામા આરોપીઓ (૧) ગણપતભાઇ નવલાભાઇ બારીયા રહે.ઘોઘા મંદિર ફળીયુ. તા.ઘોઘંબા જિ.પંચમહાલ (૨) નારસીંગ દલસીંગ બારીયા રહે.માંડવ તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના રહેણાક મકાનમાં પરપ્રાંતીય દારૂની કંપની શીલ બંધ કુલ બોટલો નંગ–૧૩૨૫ મળી કિ.રૂા.૭૦,૩૦૦/- નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી અને આરોપી નં.(૨) નાએ ફોર વ્હીલ માં આપી જઇ એક બીજાએ મદદગારી કરી પોલીસની રેઇડ દરમ્યાન આરોપી નં.૧ નાનો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી આર.આર.સેલ પોલીસ મહાનિરીક્ષક શ્રી, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) હાલોલ ટાઉન પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૩૬/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨), ૮૧ મુજબ ના કામે તા.૧૦/૦૭/૧૮ ક.૨૨/૪૫ થી ક.૨૩/૪૫ સુધી મોજે.કંજરી ચોકડી ઉપર આરોપી GJ-06-LN-9251 નો ચાલક તથા તેની પાછળ બેઠેલ ઇસમ જેના નામઠામ જાણતા નથી તેઓએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં ગેરકાયદેસર રીતે પોતાના કબજાની ટુ વ્હીલર એવીએટર ગાડી નં.GJ-06- LN-9251 ની ઉપર ત્રણ થેલા માં પ્લાસ્ટીકના ૧૮૦ મી.લી. ના ક્વાર્ટરીયા નંગ-૩૬૦ કિં.રૂા.૩૦,૬૦૦/- તથા ગાડી ની કિં.રૂા.૩૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૬૦,૬૦૦/- નો મુદ્દામાલ મુકી એકબીજાની મદદગારી કરી નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) જાંબુઘોડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૨૦/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(૨) મુજબ ના કામે તા.૧૧/૦૭/૨૦૧૮ ના ક.૧૮/૩૦ વાગે આરોપી બજાજ ડીસ્કવર મો.સા.નં.GJ.6 CQ.623 નો ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની મો.સા. ઉપર બે વિમલના થેલામાં પરપ્રાન્તીય બનાવટનો ઇંગ્લીશ દારૂના ૭૫૦ મીલીના બોટલો નંગ-૭૮ કિ.રૂ.૨૩,૪૦૦/- તથા ટીન બીયર નંગ-૨૪ કિં.રૂ.૨,૪૦૦/- તથા બજાજ ડીસ્કવર મો.સા કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૮૦૦/-નો મુદ્દામાલ છોડી નાસી જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૮૩/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૧૩/૦૭/૧૮ ક.૧૨/૩૦ વાગ્યે મોજે.સંતરોડ સાલીયા ગામે હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) રમેશભાઇ ઉર્ફ બલું ચંદુભાઇ ઠાકોર રહે.ભાટીયેલ ઇન્દીરા નગરી નવાપુરા તા-પેટલાદ જી.આણંદ (૨) સાજીદ મીયા બચુમીયા મલેક રહે.હાડગોડ ઇન્દીરા નગર કોહીનુર સોસાયટી તા.જી.આણંદ (૩) સુરેશ ઉર્ફ ટાઇગર રાજુભાઇ મારવાડી રહે.એકતા હોટલ પાછળ સામરખા ચોકડી તા.જી.આણંદ નાઓએ પોતાના કબજાની સી.એન.જી.રીક્ષા નં.જી.જે.૨૩ એકસ.૮૬૮૭ માં સફેદ પુઠ્ઠાની પેટીઓ નંગ-૧૨ જેમા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૫૭૬ કિં.રૂ.૨૮,૮૦૦/- તથા મોબાઇલ ફોન. નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા પ્રોહી જથ્થો એક જગ્યા એથી બીજી જગ્યાએ હેરફેર કરવા માટે ઉપયોગ માં લીધેલ સી.એન.જી. રીક્ષા નં.જી.જે.૨૩ એકસ.૮૬૮૭ ની કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૯,૩૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.