પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:23:37 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૪/૧૨/૨૦૧૮ થી તા.૩૦/૧૨/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૮

(૧)     હાલોલ પો.સ્ટે ફ.ગુ.ર.નં ૩૭/૧૯૯૪ ઇ.પી.કો  કલમ ૩૯૫,૩૯૭ વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી  ગોકળભાઇ ભાઇલાલભાઇ નાયક રહે.સરપંચ ફળીયુ ડેસર તા.હાલોલ જી.પંચમહાલનાનો  છેલ્લા ૨૪ (ચૌવીસ)  વર્ષ થી ઉપરોકત લુટ ધાડના ગુન્હામાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી  સોનીપુર બસ સ્ટેશન તા.હાલોલ ખાતે આવવાનો હોવાની પાકી બાતમી આધારે પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૨૭/૧૨/૨૦૧૮ ના ક.૧૭/૫૦ વાગ્‍યે મોજે સોનીપુર બસ સ્ટેશન મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  હાલોલ ટાઉન પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.

(૨)     દામાવાવ  પો.સ્ટે એમ.કેસ .નં ૦૧/૨૦૧૭ ઇ.પી.કો  કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ તથા પોકસો  કલમ ૪,૧૭ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી ભીખાભાઇ  મગનભાઇ  બારીયા રહે.ગોયાસુંડલ તા.ઘોઘંબા જી.પંચમહાલનાનો છેલ્લા એક વર્ષ થી ઉપરોકત અપહરણના ગુન્હામાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી  તેના ઘરે હાજર હોવાની પાકી બાતમી આધારે પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૨૯/૧૨/૨૦૧૮ ના ક.૦૦/૨૫ વાગ્‍યે મોજે ગોયાસુંડલ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  દામાવાવ પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.

(૩)    રાજગઢ પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૫૨/૧૨ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી ઇન્દુ લક્ષ્મણભાઇ નાયક રહે.ડેસર કાછલા ફળીયુ તા.હાલોલ જિ.પંચમહાલ નાઓને તા.૨૯/૧૨/૨૦૧૮  ક.૧૩/૧૫ વાગ્યે પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓએ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે રાજગઢ પો.સ્ટે. નાઓને સોંપવામા આવેલ છે.

(૪)    વેજલપુર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૩૨/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબના મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી રમેશભાઇ નાગજીભાઇ ડામોર રહે.મોટી ખરોડ નીચવાસ ફળીયું તા.જી.દાહોદ નાઓને તા.૨૯/૧૨/૨૦૧૮ ના રોજ પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.

(૫)    શહેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૫૧/૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(ર), ૮૧ મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી શૈલેષભાઇ સુરસીંગભાઇ બારીયા રહે.કથાગર વસઇ ફળીયુ તા.ફતેપુરા જી.દાહોદ નાને પો.ઇન્સ. શહેરા નાઓ દ્વારા તા.૨૯/૧૨/૧૮ ના ક.૧૭/૪૫ વાગે અટક કરવામા આવેલ છે.

(૬)    મોરવા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૮૦/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૧, ૯૮(ર) મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી શૈલેષભાઇ ઉર્ફે શકો અર્જુન સોલંકી રહે.વિજોરા (ટુવા) તા.ગોધરા નાને પો.સ.ઇ. મોરવા નાઓ દ્વારા તા.૨૮/૧૨/૧૮ ના રોજ અટક કરવામા આવેલ છે.

 

 

(૭)    હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૨૫/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી રાકેશભાઇ મડીયાભાઇ નિનામા નાઓને પો.સ.ઇ. મોરવા નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી માટે હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓને સોંપવામા આવેલ છે.

(૮)    હાલોલ ટાઉન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૪/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ મુજબના ગુનાના નાસતો ફરતો આરોપી રાજેશભાઇ મનુભાઇ ગઢવી રહે.ફુલાપાર્ક સોસાયટી હાલોલ નાને પો.ઇન્સ. હાલોલ રૂલર પો.સ્ટે. નાઓ દ્વારા તા.૩૦/૧૨/૧૮ ના રોજ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હાલોલ ટાઉન પો.સ્ટે.ને સોંપવામા આવેલ છે.  

આમ્સૅ એકટ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) હાલોલ ટાઉન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૩૨/૨૦૧૮ આમ્સૅ એકટ ક.૨૫(૧-બી), (એ), ૨૭(૧)(ર), ૨૯ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના કામે  તા.૨૬/૧૨/૧૮ ના ક.૧૨/૪૫ થી ક.૧૩/૩૦ વાગે મોજે.આંબાવાડીયુ કરીમ કોલોની પાસે આરોપીઓ (૧) કલીમ મસુદખા પઠાણ રહે.જમાલપુર હમદર્દ નગર તા.જી.અલીગઢ ઉત્તર પ્રદેશ (ર) ગુડ્ડુ પઠાણ ઉ.વ. ૫૫ થી ૬૦ આશરાનો વ્યકિત રહે.ગામ રાઠા થાણા જવા તા.જી.અલીગઢ (યુ.પી) નાઓએ આરોપી નં.૧ ની પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો તથા જીવતા કારતુસ લાવી પ્રતિબંધક વિસ્તારમા પોતાના અંગ કબજામા દેશી હાથ બનાવટનો કટ્ટો તથા જીવતા કારતુસ રાખી ઉપયોગ કરી વગર લાયસન્સે કારતુસ નંગ-૪ કિ.રૂ.૪૦૦/- તથા ફુટેલી કારતુસ નંગ-૧ કિ.રૂ.૦૦/- તથા દેશી હાથ બનાવટનો કટ્ટો કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૪૦૦/- નો મુદ્દામાલ આરોપી નં.ર ની પાસેથી ખરીદી લાવી કટ્ટો તથા કારતુસ સાથે પકડાઇ જઇ જીલ્લા મેજી.શ્રી પંચમહાલ ગોધરા નાઓના જાહેરનામાનો ભંગ કરી આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) મોરવા પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૯૮/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર)  મુજબના કામે  તા.૨૬/૧૨/૧૮ ક.૧૩/૪૫ વાગ્યે મોજે.નાટાપુર ગામે ચોકડી પાસે રોડ ઉપર આરોપી એક સીલ્વર કલરની ફોક્સ વેગન જેટા ગાડી નં. જી.જે.-૨-એ.પી.-૯૪૪૯ નો ચાલક નાએ પોતાના કબજાની ઉપરોક્ત નંબરની ગાડીની ડીકીમાં ભારતીય બનાવટની સફેદ પુઠ્ઠાની રોયલ સીલેક્ટ પેટીઓ નંગ-૩૦ કવાટરીયા નંગ-૧૪૪૦ કિં.રૂ.૧,૨૯,૬૦૦/- નો પ્રોહી જથ્થો ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરી પોલીસની નાકાબંધી વાહન ચેકીંગ દરમ્યાન સદરહુ સીલ્વર કલરની ફોક્સ વેગન જેટા ગાડી નં. જી.જે.-૨-એ.પી.-૯૪૪૯ ની જેનો એન્જીન CLC021378  તથા ચેસીસ નંબર  WVWG101K6AA552755 ની મુકી નાસી જતા સદરહુ ફોક્સ વેગન જેટા ગાડી નં.જી.જે.-૨-એ.પી.-૯૪૪૯ ની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી મળી કુલ કિં.રૂ.૪,૨૯,૬૦૦/- નો મુદ્દામાલ મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર) રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૪૩/૧૮ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ ના કામે તા.૨૮/૧૨/૨૦૧૮ ક.૧૬/૦૦ મોજે.રાજગઢ ચોકડી ઉપર આરોપીઓ રાજેશભાઇ જામસિગભાઇ રાઠવા રહે.આંબાખુટ ઉચાબેડા, મોટુફળીયુ તા.ઘોઘંબા જી.પંચમહાલ (૨) અલીઅકબર સલીમભાઇ તીનવાલા રહે.વાડી, બદરી મહોલ્લા, વડોદરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે આરોપી નં-૧ ના પોતાની કબજાની ઓપેલ કોરશા સીલવર કલરની ફોરવ્હીલ ગાડી જેનો રજી. નંબર જી.જે.૬ એ.બી.૮૪૦૫ નીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂના રીટઝના કાચના ક્વાર્ટરીયા ૧૮૦ મીલીના નંગ-૨૪૦ કિ.રૂ.૨૪,૦૦૦/- તથા  ૫૦૦ મીલી માઉન્ટસ ૬૦૦૦ ના ટીન બીયર નંગ-૧૨૦ કિ.રૂ.૧૨,૦૦૦/- તથા ૭૫૦ મીલીના પ્લાસ્ટીકની કીંગ વ્હીસ્કી બોટલો નંગ-૮૪ કિંમત રૂા.૩૨,૩૪૦/- મળી કુલ રૂ. ૬૮,૩૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઓપેલ કોરસા ફોરવ્હીલ ગાડીની કિ.રૂ. ૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૮,૩૪૦/- નો મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં એકબીજાની મદદગારીથી ગે.કા.નો લઇ આવતા નાકાબંધી દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૯/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫ઇ, ૬૫એ મુજબના કામે તા.૩૦/૧૨/૧૮ ના ક.૧૭/૩૦ થી ૧૮/૩૦ વાગ્યે મોજે.મીઠાલી ગામે આરોપી ગણપતભાઇ વીરાભાઇ બારીઆ રહે.મીઠાલી તા.શહેરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના રહેણાક ઘરના માળીયા ઉપર ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના કવૉટરીયાની પેટી નંગ–૧૩ કિ.રૂ.૩૧,૨૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) રાજગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૨૪૬/૧૮ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી) મુજબ ના કામે તા.૩૦/૧૨/૧૮ ક.૨૧/૩૦ વાગ્યે, મોજે.ગરમોટીયા  ગામે આરોપી લખીયો ઉર્ફે લક્ષ્મણભાઇ બચુભાઇ રાઠવા રહે.ગરમોટીયા ગામે આવેલ ડેમના કિનાર ઉપર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટીકની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૪૨ કિં.રૂા.૧૬,૧૭૦/- તથા ટીન બીયરની ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ-૧૨૦ કિં.રૂા.૧૨૦૦૦/- મળી કુલ ઇંગ્લીશ દારૂ તથા ટીન બીયરની કુલ બોટલ નંગ-૧૬૨ કુલ કિં.રૂા.૨૮,૧૭૦/- નો પ્રોહી જથ્થો પોતાના આર્થિક ફાયદા સારૂ પ્રોહી પ્રતિબંધક એરીયામાં લાવી સગેવગે કરતા રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુ્દ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ અધિનિયમ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) વેજલપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૧૮/૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૫(૧)(૧-એ), ૬(ખ), ૮(ર), ૮(૪), ૧૦ તથા ઇ.પી.કો.ક.૪૨૯, ૧૧૪ મુજબના કામે તા.૨૯/૧૨/૨૦૧૮ ક.૯/૩૦ થી ક.૧૦/૩૦ વાગે મોજે.સરકારી દવખાના પાસે રોડ ઉપર આરોપીઓ (૧) અમીના ઇબ્રાહીમ મહંમદ પાંડવા (ર) શોકત અબ્દુલ રહીમ પાડવા ઉર્ફે ધોગો (૩) ખાલીદ અબ્દુલ રહીમ પાડવા તમામ રહે.વેજલપુર મોટા ઘાંચીવાડ તા.હાલોલ નાઓએ ભેગા મળી ગૌ-વંશ વાછરડા ના આગળ પાછળ ના પગો દોરડા થી બાંધી મોઢું દબાવી રાખી તીક્ષ્ણ હથિયાર વડે ક્રુરતા પુર્વક કતલ કરી આરોપી નં.૧ નાની ગૌવંશ માંસનો વેપાર કરવા સારૂ થેલીમા વેચવા સારુ લઇ જતા ગૌવંશ વાછરડાનુ માંસ (મટન) ચાર (૪) કિલો જેની કિ.રૂ.૧૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

.   

 (ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા.