તા.૧૧/૮/૨૦૧૪ થી તા.૧૭/૦૮/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
(૧) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૨/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી અસરફ મહંમદ યુસુફ મેંદા રહે.ગોહયા મહોલ્લા ગોધરા નાને તા.૧૩/૮/૧૪ ના ક.૧૬/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(આઇ) મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી વેજલપુર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
(ર) અરવલ્લી જીલ્લાના મોડાસા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૫/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી અબ્દુલ રહીમ યામીન સાંઇ ઉર્ફે નાનો રહે.ગોધરા મેદા પ્લોટ નાને તા.૧૫/૮/૧૪ ના રોજ ક.૧૭/૩૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧ર/૧૪ તા.૧૫/૮/૧૪ ક.૧૭/૪૫ વાગે નોંધ કરાવી મોડાસા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
(૩) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૨/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી અસરફ મહંમદ યુસુફ મેંદા રહે.ગોહયા મહોલ્લા ગોધરા નાને તા.૧૩/૮/૧૪ ના ક.૧૬/૪૫ વાગે અટક કરી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા (૧) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૦/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯, (ર) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૬/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ (૩) હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૪/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦, ૩૮૪, ૩૭૯, ૧૧૪ મુજબના ગુના કરેલાની કબુલાત કરતા ઉપરોકત ગુના અનડીટેકટ હોય જે ગુના એલ.સી.બી. પોલીસ ધ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.
(૪) શહેરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૩/૧૪ ઇ.પી.કો.ક. ૩૦૨, ૩૦૭, તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાના કામે ટુંક સમયમા આરોપીને એલ.સી.બી. પોલીસ ધ્વારા તા.૧૪/૮/૧૪ ના ક.૧૬/૩૦ વગો શોધી કાઢી અટક કરવામાં આવેલ છે.
(૫) રાજગઢ પો.સટે.ફ.ગુ.ર.નં.૧૨૩/૧૩ ઇ.પી.કો.ક. ૩૯૫, ૩૯૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ગોપસીંગ નરસુભાઇ રહે.તંબોડીયા સજોઇ તા.ધાનપુર જી.દાહોદ નાને તા.૧૪/૮/૧૪ ના ક.૨૧/૧૫ વાગે પો.સ.ઇ. રાજગઢ ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૬) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૭/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫(ખ), ૬(ક), (૧), (ર), (૩) તથા ઇ.પી.કો.ક. ૪૨૯, ૨૭૯, ૧૧૪ વિ. મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ફકીરચંદ ગાજી લાલજી રાઠોડ રહે.વોર્ડ નં.૩ તા.જી.મનસોર એમ.પી. નાને તા.૧૨/૮/૧૪ ના ક.૧૧/૪૫૮ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૭) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૬/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫(ક)(ખ), ૬(ક), (૧), (ર), (૩) ક, ૮, (૪) તથા ઇ.પી.કો.ક. ૪૨૯, ૨૭૯, ૧૧૪ વિ. મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી મૌલીન તૈયબ હયાત રહે.ગોન્દ્રા ગોધરા શહેર નાને તા.૧૪/૮/૧૪ ના ક.૧૨/૩૦ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૮) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૮/૧૪ સી.આર.પી.સી. ક.૪૧(૧) ડી , ૧૦૨ ના કામે વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ ઇસમ યુનુસ ઇશાક મણકી રહે.ગોહયા મહોલ્લા ગોધરા નાનો એક મો.સા. નં.જીજે-૧૭ એડી-૫૨૬૫ કિ.રૂ.૧૫,૦૦૦/- ની લઇ આવતા સદર મો.સા. ના કોઇ આધાર પુરાવા રજુ ન કરતા સદર ઇસમ તા.૧૭/૮/૧૪ ના રોજ પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા અટક કરવામાં આવેલ છે. અને મુધ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે લેવામા આવેલ છે.
(૯) હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૮૭/૧૨ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી અકબરભાઇ ગુફરભાઇ ઘાંચી રહે.કુંભારવાડા તા.હાલોલ નાને તા.૧૧/૮/૧૪ ના ક.૧૯/૩૫ વાગે પો.ઇન્સ. હાલોલ ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૧૦) ગોધરા શહેર એ ડીવી પો.સ્ટે. ફ.ગુ.ર..ન.૧૦૬/૧ર ઇ.પી.કો. કલમ ૩૬૩ ૩૬૬ ૩૭૬ ૧૧૪ મુજબના નાસતા ફરતા આરોપી વિનોદભાઇ હેમાભાઇ મંડોર રહે. કંકુ થાભલા તા. ગોધરા નાઓને તા.૧૩/૮/૧૪ ક.૧૯/૪૫ વાગ્યે પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૧૧) ગોધરા શહેર એ ડીવી પો.સ્ટે. ફ. ગુ.ર..ન. ૪૦/૧૦ ઇ.પી.કો. કલમ ૪ર૦ ૪૦૬ ૧ર૦બી મુજબના નાસતા ફરતા આરોપી કીરણભાઇ વજીરભાઇ પટેલ રહે. આસ્મા ખત્રી ફળીયુ તા.પારડી જી.વલસાડ નાઓને તા.૧૭/૮/૧૪ ક.૧ર/૩૦ વાગ્યે પો.ઇન્સ. ગો.ટા. એ ડીવીઝન ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૧ર) અરજદાર વિઠ્ઠલભાઇ વલ્લભ દાસ શાહ રહે.પ્રભાકુંજ સોસાયટી ગોધરા નાઓની મોટર સાયકલ નં.જીજે-૧૭ એ.એલ.-૯૯૯૮ ની દાહોદ રોડ ઉપર ભવાની સ્વીટમાર્ટ પાસે પાર્ક કરેલ જે મોટર સાયકલ ત્યાં નહી મળતા પોલીસ ચોકી ઉપર આવતા હાજર પોલીસ માણસોએ અરજદાર સાથે સ્થળ ઉપર મોકલતા ત્યાં બીજી એક મોટર સાયકલ નં.જીજે-૧૭ જી-૬૧૦૮ ત્યાં પડેલ હોય તે લઇ આવી પોલીસ વિભાગ તરફથી એપ્લીકેશન એકલવ્યમાં મળી આવેલ વાહનની વિગત નાંખતા વાહન માલીક નાથાલાલ ગોરધનદાસ પટેલ રહે.કાછીયાવાડ ગોધરાની માલીકીની જણાઇ આવતા તરતજ સદર સરનામે પોલીસના માણસો મોકલતા ત્યાંથી મોટર સાયકલ નં.જીજે-૧૭ એલ-૯૯૯૮ મળી આવતા પોલીસ ચોકી ઉપર લઇ આવી અને એક જ પ્રકારના મોટર સાયકલ હોય ભુલથી ચાવી લાગી જતા પોતાની મો.સા.ને બદલે બીજાની મો.સા. લઇને જતો રહેવાની હકીકત જણાય આવેલ
આમ પોલીસ વિભાગ તરફથી લોન્ચ કરવામાં આવેલ એકલવ્ય એપ્લીકેશન આધારે તાત્કાલીક વાહન માલીક સબંધી માહિતી મળતા સત્વરે કાર્યવાહી કરતા વાહન અડધા કલાક માં શોધી કાઢી માલીકોને અરસ પરસ સોંપવામાં આવેલ છે.
(૧૩) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
(૧૪) વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૧/૦૮/૨૦૧૪ થી તા.૧૭/૦૮/૨૦૧૪ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૬૪૨ એન.સી. ફરીયાદ, ૯૬ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૮૨,૫૫૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
v તા.૧૧/૦૮/૨૦૧૪ થી તા.૧૭/૦૮/૨૦૧૪ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્ધને તેના વાલીવારસને સોપેલ હોય
(૧) મોરવા પો.સ્ટે.જાણવાજોગ નં.૧૯/૧૪ ના કામે તા.૭/૭/૧૪ ના રોજ ગુમથનાર નયનાબેન W/O ભારતસિંહ બદજીભાઇ પારગી રહે.શ્રીજી સોસાયટી ગોધરા મુળ રહે.વિરણીયા તા.મોરવા જી.પંચમહાલ નાનીને તા.૧૪/૮/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
v કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
v પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો (તા.૧૧/૮/૧૪ થી તા.૧૭/૮/૧૪)
(૧) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૮૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬(૧)બી મુજબના કામે આરોપી રયજીભાઇ સડુભાઇ નાયક રહે.મોટાઓરા તા.સંતરામપુર નાઓએ રમજીની નાડ ગામે રમજી નાડ થી લુણાવાડા તરફ જતા ડામર રોડના ગરનાળા નીચે પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૧૨૦૦ કિ.રૂ.૬૦,૦૦૦/- નો મુધ્દામાલ સંતાડી રાખી પોલીસની રેઇડ જોઇ નાશી જતા પો.સ.ઇ. શહેરા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(ર) રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૬/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ., ૧૧૬બી મુજબના કામે આરોપી ધર્મેશભાઇ નરેશભાઇ જયસ્વાલ રહે.ઘોઘંબા બસસ્ટેન્ડ પાછળ ઘોઘંબા નાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૧૧૫૨ કિ.રૂ.૧,૪૧,૮૪૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ જોઇ નાશી જતા એલ.સી.બી. પોલીસ ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૩) રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ., ૧૧૬બી ૮૧ મુજબના કામે આરોપી હીરો પેશન પ્રો. મો.સા. નં.જીજે-૬ એચ-એ-૬૧૯૨ નો ચાલક ડ્રાઇવર તથા હીરો પેશન પ્રો. મો.સા. નબર વગરનો ચાલક ડ્રાઇવરે એકબીજાના મેળાપીપણાથી પોતાની મો.સા. ઉપર કંતાનના થેલાઓમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૫૧૬ કિ.રૂ.૩૬,૦૦૦/- તથા બંને મો.સા. ની કિ.રૂ.૯૬,૦૦૦/- નો પ્રોહી જથ્થો લઇ આવી પોલીસ ને જોઇ જતા ઉપરોકત મુધ્દામાલ મુકી નાશી જતા પો.સ.ઇ. રાજગઢ ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v જુગારના શોધી કાઢેલ કેસો (તા.૧૧/૮/૧૪ થી તા.૧૭/૮/૧૪)
(૧) હાલોલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૫૨/૧૪ જુગારધારા ક.૪, ૫ મુજબના કામે આરોપી (૧) ભાવીનકુમાર ગુણવંતભાઇ પટેલ રહે.કંજરી પટેલ ફળીયા તા.હાલોલ નાઓએ પોતાના કબજાના મકાનમાં આરોપીઓને જુગાર રમવા બોલાવી ગંજી પાના પત્તા વડે હારજીત નો જુગાર રમી રમાડી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા બીજા કુલ-૭ આરોપીઓ પાસેથી કુલ રૂ.૧,૧૫,૧૮૫/- નો મુધ્દામાલ મળી આવતા પો.ઇન્સ. હાલોલ ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v પશુ સંરક્ષણ અંગેની કરેલ સારી કામગીરી (તા.૧૧/૮/૧૪ થી તા.૧૭/૮/૧૪)
v વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૧/૧૪ ઇ.પી.કો.ક. ૪૨૯ તથા ગુજરાત એનીમલ પ્રીવેન્સન એકટ ૧૯૫૪ ની ક.૫, ૯, ૧૦, તથા ગુજરાત એનીમલ પ્રીવેન્સન એકટ ૨૦૧૧ ના સુધારાની ક.૬(ક), ૮ મુજબના કામે આરોપી (૧) વાસીદભાઇ મહંમદભાઇ નફીસ કુરેશી રહે.મીરઝાપુર અમદાવાદ (ર) લાલાભાઇ પઠાણ રહે.બહેરામપુરા અમદાવાદ નાઓએ પોતાના કબજાના આઇસર ટેમ્પા નં.જીજે-ર૪ યુ-૧૯૧૫ માં મોટા પશુઓના માસના ટુકડાઓ આશરે ૬ ટન કિ.રૂ.૨,૪૦,૦૦૦/- ના પોતાના આર્થીક ફાયદા માટે ભરી લાવી એકબીજાની મદદગારીથી માંસનું પરીવહન કરતા આરોપી નં.૧ નાઓ પાસેથી મો.ફોન નંગ-૧ કિ.રૂ.૧,૦૦૦/- તથા આઇસર ટેમ્પાની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ના મુધ્દામાલ સાથે આરોપી નં.૧ નો પકડાઇ જતા પો.સ.ઇ. વેજલપુર ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૫૫/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક. ૫, ૬, ૮, ૯ તથા પ્રાણી ક્રુરતા અધિનિયમ-૧૯૬૦ ની ક.૩૮(૩) તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે બાબુભાઇ ખોડાભાઇ ચરણીયા રહે.લસબણીયા તા.ગોધરા (ર) શનાભાઇ કરસનભાઇ સરણીયા રહે.મોટા રણછોડપુરા નાઓએ એક સફેદ કલરની દુબડી ગાયને મારઝુડ કરી ત્રાસ દાયક રીતે ખેંચતાણ કરી ત્રાસ આપી કતલખાને લઇ જતા પકડાઇ જતા પો.ઇન્સ. ગોધરા તાલુકા નાઓ ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v મોરવા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૬૭/૧૪ ઇ.પી.કો.ક. ૨૭૯ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ તથા મુંબઇ પશુ સંરક્ષણ અધિનિયમ-૧૯૫૪ ની ક.૫, ૬, ૮ તથા પશુ પ્રતયે ઘાતકીપણુ અટકાવવાની ૧૯૬૦ ની ક.૧૧(૧), ડી, ઇ, એફ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક. ૬(ક) મુજબના કામે આરોપી (૧) મહેબુબ અબ્દુલ સત્તાર ટુંકા ઉ.વ.૩૮ રહે. વેજલપુર , લીલેસરા રોડ ગોધરા (ર) હુઝેફા મોહમંદ કાલુ ઉ.વ.૨૧ રહે.પોલન બજાર ગોધરા ,તા.ગોધરા ,જી.પંચમહાલ (૩) સલીમ રસુલ રામપુરીયા રહે.કુવાઝર , તા.મોરવા (૪) ઇમરાન મહમંદ કાલુ રહે. અબ્રાહમ મસ્જીદની બાજુમા પોલન બજાર ,ગોધરા ,જી.પંચમહાલ (૫) મહમંદ હનીફ અબ્દુલ સલામ યાયમન તથા (૬) ઇકબાલ અબ્દુલ સલામ યાયમન રહે.રાજન મસ્જીદની બાજુમાં,મીઠીખાન મહોલ્લા, ગોધરા, જી.પંચમહાલ નાઓએ એકબીજાની મદદગારી કરી આરોપી નં.ર નાએ ટેમ્પો નં.જીજે-ર ટી-૯૧૫૦ માં મુંગા પશુઓ જેમાં બળદો નંગ-ર તથા વાછરડી નંગ-ર, ગાયો નંગ-ર મળી કુલ-૬ પશુઓ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા ટેમ્પાની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૧૮,૦૦૦/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જઇ તથા આરોપી નં.૩ નાએ સદર પશુઓ ભરી આપી તથા આરોપી નં.૪ થી ૬ નાઓએ કતલખાને કતલ કરવા માટે મંગાવી ગળામાં તથા પગે ક્રુર રીતે હલન ચલન ન કરી શકે તે રીતે બાંધી ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી કતલ કરવાના ઇરાદે કતલ ખાને લઇ જતા પકડાઇ જતા પો.સ.ઇ. મોરવા ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v સુરક્ષાસેતુ અંગે કરેલ કામગીરીની વિગત (તા.૧૧/૮/૧૪ થી તા.૧૭/૮/૧૪)
(૧) પો.ઇન્સ. હાલોલ ધ્વારા તા.૧૨/૮/૧૪ ના રોજ વી.એમ. હાઇસ્કુલ હાલોલ ખાતે મહિલા સશકિતકરણ અંતર્ગત ભ્રુણ હત્યા તથા બેટી બચાવો અન્વયે ભવાઇનો ક્રાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
(ર) પો.સ.ઇ. શહેરા ધ્વારા તા.૧૪/૮/૧૪ ના રોજ શહેરા આંગણવાડીની છોકરીઓને ભજન હરીફાઇ રાખી પ્રોત્સાહીત કરવામાં આવેલ છે.
(૩) પો.સ.ઇ. શહેરા ધ્વારા તા.૧૫/૮/૧૪ ના રોજ મોરવા (રેણા) , વાઘજીપુર તથા નાંદરવા સ્કુલમાં દેશ ભકિતના ગીતોની હરીફાઇ રાખી સ્કુલના બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવેલ છે.
(રાઘવેન્દ્ર વત્સ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર