પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સાફલ્યગાથા

4/30/2024 12:13:26 PM

તા.૧૨/૦૧/૨૦૧૫ થી તા.૧૮/૦૧/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧)    ગોધરા તાલુકા પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૮/૧૫ સી.આર.પી.સી. ૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે       રણીયાભાઇ રૂપસીંગભાઇ મોહનીયા રહે.ઉંડાર, સીમોડા ફળીયું તા.ધાનપુર જી.દાહોદ નાઓને     સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ તા.૧૫/૧/૧૫ ના ક.૧૮/૧૫ વાગે એલ.સી.બી. પોલીસ     ધ્‍વારા અટક કરી સદર આરોપીના અંગ કબજા માંથી જડતી તપાસમાં સદરી ઇસમ પાસેથી         અનુક્રમે (૧) ચાંદીની ત્રણ શેરોવાળી સાંકળી નંગ-૧ કિ.રુ.૫૦૦૦/- (ર) ચાંદીના છડા જોડ-    ૧ આઠડા ભાતના કિ.રૂ.૪૬૧૦/- (૩) રોકડ રૂ.૧૫૦૦/- (૪) બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/-         એમ મળી કુલ કિ.રૂ.૧૨,૧૧૦/- નો મુધ્‍દામાલ શંકાસ્‍પદ હાલતમાં સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.

                ઉપરોકત કબજે કરેલ મુધ્‍દામાલ સબંધે સદર આરોપીની સઘન પુછપરછ કરતા     આજથી પાંચેક દિવસ ઉપર પોતે તથા તેની સાથેના (૧) શંકર મલસીંફ દહમા      રહે.કાલીયાવાડ તા.ધાનપુર (ર) લાલસિંહ હિમસીંગ મોહનીયા રહે.ઉંડાર તા.ધાનપુર (૩)        પરેશ ભાભોર બાપનું નામ ખબર નથી રહે.છરછોડા તા.ગરબાડા (૪) રાણીયા રૂપસીંગભાઇ     મોહનીયા રહે.ઉંડાર તા.ધાનપુર તથા બીજા માણસો શંકર મલસીંગ રહે..દહમા કાલીયાવાડ    નાનો માણસો લાવેલો તે માણસો સાથે મળી ગોધરા શહેર માં જાફરાબાદ વિસ્‍તારમા        આવેલ સોસાયટીમાં બંધ મકાનોના દરવાજાને મારે તાળુ તોડી મકાનો માંથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે નીચે મુજબના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ થયેલ છે.

                (૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.૩/૧૫ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

                (ર) પાવાગઢ પો.સ્‍ટે.ફ.૩૬/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦

                (૩) રાજગઢ પો.સ્‍ટે.ફ.૮૫/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુ.

                (૪) પાવાગઢ પો.સ્‍ટે.ફ.૫૪/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબ

                (૫) હાલોલ પો.સ્‍ટે.ફ.૧૮૨/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪ મુજબ

(ર)    ગોધરા શહેર એ ડીવી પો.સ્‍ટે. સ્ટેશન ડાયરી નં.૧૧/૧પ ક.રર/૦૦  કામે  મહેન્દ્રકુમાર      છત્રસીહ બારીયા રહે.ગદુકપુર નેશફળીયુ તા.ગોધરા હાલ રહે.બામરોલી રોડ  મારૂતીનગર ગોધરા  નાઓને સીઆરપીસી ક.૪૧(૧)(ડી)  મુજબ અટક  કરી  તેઓના    કબજામાંથી રીક્ષાના ટાયરો રીગ  સાથે કુલ-૬  કિ.રૂ.૯૦૦૦/- નો  મુદામાલ         સીઆરપીસી કલમ  ૧૦ર  મુજબ પો.ઇન્‍સ. ગોધરા શહેર એ ડીવીઝન ધ્‍વારા કબજે લેવામાં         આવેલ છે.

(૩)     સુરત ખટોદરા પો.સ્‍ટે ફ.ગુ.ર.નં-૧૩૧/૧૨ ઇ.પી.કો ક.૩૦૨, ૨૦૧, ૧૧૪ મુજબ ગુનનો નાસતો       ફરતો આરોપી રામુભાઇ શંકરભાઇ ચૌહાણ રહે.માણકેલા તા.સાવલી જી.વડોદરા નાને      પો.ઇન્‍સ. હાલોલ નાઓ ધ્‍વારા સી.આર.પી.સી. ક. ૪૧(૧)આઇ મુજબ અટક કરી સુરત       કટોદરા પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.

(૪)    ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા         પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે        સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા        અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૫) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૨/૧/૨૦૧૫ થી તા.૧૮/૦૧/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૩૯૮ એન.સી. ફરીયાદ,  ૭૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૭૯,૩૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

 (૧)   કાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૭/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૩/૦૧/૧૫ ક.૧૯/૧૫ મોજે જંત્રાલ ગામે આરોપીઓ (૧) દિલીપસિંહ ઉર્ફે કાળીયો વજેસિંહ પરમાર (૨) વિઠ્ઠભાઇ પુંજાભાઇ રાઠોડ બન્ને રહે.જંત્રાલ તા.કાલોલ નાઓએ એકબીજાની મદદગારીથી પ્રોહિ પ્રતિબંધક એરીયામા આરોપી નં.૧ નાએ પરપ્રાંતિય ઇગ્લીશ દારૂના ૭૫૦ મી.લી.ની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮ કિં.રૂ.૩,૬૦૦/- તથા ૫૦૦ મી.લી.ની ટીન બિયર નંગ-૧૨૦ કિં.રૂ.૧૨,૦૦૦/- તથા ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૩૭૦ કિં.રૂ.૧૮,૫૦૦/- મળી કુલ રૂ.૩૪,૧૦૦/- નો મુદામાલ આરોપી નં.૨ ના ખેતરના શેઢા ઉપર રાખી આરોપી નં.૧ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર)    શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.ગુ.ર.નં.૧૬/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૧)બી, ૮૧ મુજબના કામે તા.૧૫/૧/૧૫ ક.૧૬/૦૦ વાગે મોજે સગરાડા ગામે આરોપીઓ (૧) ગણપતભાઇ નાનાભાઇ બારીઆ (૨) ભારતભાઇ રયજીભાઇ બારીઆ બન્ને રહે.સગરાડા આબલી ફળીયા તા.શહેરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે બીયરનો જથ્થો પેટીઓ નંગ-૯૬ જેના ઉપર માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૬૦૫ એમ.એલ. ની બોટલો નંગ-૧૧૫૨ કિ.રૂ.૧,૧૫,૨૦૦/- નો પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૩)    રાજગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૭/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૬/૧/૧૫ ક.૨૩/૪૫ મોજે પાલ્લા ગામે રાજગઢ ખરોડ રોડ ઉપર આરોપીઓ (૧) મેહુલસિહ રાજેન્દ્રસિંહ ચાવડા રહે.કોટાલી તા.સંખેડા જી.છોટાઉદેપુર (ર) વનરાજસિહ ભારતસિહ દોડીયા રહે.કોટાલી તા.સંખેડા જી.છોટાઉદેપુર (૩) વીરેન્દ્ર ઉર્ફે ભુરીયો રંગીત ચાવડા રહે.ભુખી તા.કાલોલ (૪) સંજય ઉર્ફે ત્રીભો  રહે.આથમણા તા.કાલોલ (પ) કાળુ  દેસીગ રાઠવા રહે.ઝોજ સીગલ તા.જી.છોટાઉદેપુર નાઓએ પોતાના કબજાની જીપ નં.જીજે ૬ એફ.સી ૮૪૯૫ માં પરપ્રાન્તીય ઇગ્લીશ દારૂનો જથ્થો વગર પાસ પરમીટે લાવી (૧) માઉન્ટ ૬૦૦૦ બીયર ની બોટલ નંગ ૩૬૦ કી.રૂ.૩૬,૦૦૦/- (ર) બેગપાઇપર ફાઇન વ્હીસ્કી ના કવાટરીયા ૧૮૦ એમ.એલના નંગ ૩૮૪ કી.રૂ.૨૮,૮૦૦/- (૩) રોયલ  સ્ટ્રોન્ગ વ્હીસ્કી ૭૫૦ એમ એલ ની બોટલ નંગ ૭૨ કી.રૂ.૨૧,૬૦૦/- (૪) હન્ટર સુપર સ્ટ્રોન્ગ બીયર ટીન ૫૦૦ એમ એલના નંગ ૭૨ કી.રૂ.૭૨૦૦/- (પ) ઇન્પેકસ ગ્રીન વ્હીસ્કી ૧૮૦ મીલીના કવાટર નંગ ૧૯૨ કી.રૂ.૯૬૦૦/- (૬) બેગ પાઇપર કવાટર ૧૮૨ મીલીના નંગ ૧૪૪ કી.રૂ.૭,૨૦૦/- (૭) પ્રીયમીય લેમન ફેસ વોન્ટેડ ફન્ટી ૧૮૦ મીલીના કવાટર નંગ ૪૮ કી.રૂ.૨,૪૦૦/- સદરહુ મુદામાલ સાથે આરોપી નં.૧, ૨ નાઓ આરોપી નં.૫ પાસેથી ઇગ્લીશ દારૂનો જથ્થો લાવી પકડાઇ જઇ તથા આરોપી નં.૩,૪ નાઓ મદદગારી કરી તથા આરોપી નં.૧ ની અંગ ઝડતીમાંથી રૂ.૧૨,૦૦૦/- તથા આરોપી નં.ર ની અંગ ઝડતીમાંથી ૧૨,૪૦૦/- તથા  જીપ નં.જીજે ૬ એફસી ૮૪૯૫ કીમત રૂ.૩,૦૦,૦૦૦/- કુલ કિમત રૂ.૪,૩૭,૨૦૦/- સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી., સી.પી.આઇ. હાલોલ તથા પો.સ.ઇ. રાજગઢ નાઓએ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૪)    મોરવા(હ) પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૪/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૮/૧/૧૫ ક.ક.૦૮/૦૦ વાગ્યે મોજે સાલીયા રેલ્વે ફાટક પાસે આરોપી ગોવિદભાઇ બલુભાઇ બારીયા રહે.શનીયાડા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ પ્રોહી પ્રબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના કબજાની સફેદ કલરની પીકઅપ ગાડી નં.જીજે.૧૭.ટીટી.૫૦૮ મા પરપ્રાતીય બનાવટની જુદીજુદી કંપનીઓની કુલ ખાખી પુઠ્ઠાની પેટીઓ નંગ-૫૯૫૨ કિ.રૂ.૨,૯૭,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ભરી લઇ આવતા પોલીસ ના વાહન ચેકીંગ દરમ્યાન પોતાના કબજાની બોલેરો પીકઅપ ગાડી નં.જીજે.૧૭.ટીટી.૫૦૮ મળી  કિ.રૂ.૩,૫૦,૦૦૦/- તથા મુધ્‍દામાલ મળી કિ.રૂ.૬,૪૭,૬૦૦/-ના પ્રોહી જથ્થા સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૫)    શહેરા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૯/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૭/૧/૧૫ ક.૨૩/૫૫ વાગ્યે મોજે અણીયાદ ગામે મેકસ જીપ ગાડી નં.જીજે.૭.ટીટી.૯૯૩૧ ના ચાલક ડ્રાયવરે પોતાના કબજાની મેકસ ગાડીમાં ગે.કા રીતે પરપ્રાતીય બનાવટની ઇગ્લીશ દારૂના કવાર્ટરીયા ૧૮૦.મી.લી ની કુલ ૧૧ પેટીઓ જેમા કવાર્ટરીયા નંગ-૫૨૮ કિ.રૂ.૨૬,૪૦૦/- તથા જીપ ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મળી કુલ કિ.રૂ.૧,૨૬,૪૦૦/- પ્રોહી પ્રબંધક એરીયામા લઇ આવતા જીપ ગાડી મુકી ડ્રાયવર(ચાલક) નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧)    શહેરા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૬/૧૫ ગુ.રા.પશુ  સુધારા અધિનીયમ-ર૦૧૧ ની ક.૫, ૬ક,  (૧) (ર) (૩), ૮, ૧૦, ૧૧ તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેનો કાયદો ૧૧ ડી.ઇ.એચ.એફ મુજબના કામે તા.૧૫/૧/૧૫  ક.ર૩/૩૦ વાગે મોજે શહેરા બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) ઇકબાલ હુસેન લીયાકત  હુસેન  જાતે જમાદાર રહે.પોપટપુરા તા.ગોધરા (ર) અલ્લાઉદીન કુંત્બુદીન જાતે શેખ રહે.બારીઆ કસબા હાલ રહે પોપટપુરા તા.ગોધરા (૩) હનીફ  ઉર્ફે લાલો યાકુબ હયાત રહે સાતપુલ નવા મહોલ્લા ગોધરા (૪) શબ્બીર યાકુબ હયાત રહે સાતપુલ નવ મહોલ્લા ગોધરા નાઓએ  આરોપી નં.૧ અને ર ની ટ્રક  ગાડી નંબર જી.જે  ૧૭  વાય-ર૦૮૬માં ગે.કા બળદો નંગ-૧૦ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ના બળદો આરોપી નં ૩, ૪ ના કતલખાને લઇ જતા  એસ ટ્રકની  કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તથા આરોપીઓની અંગ ઝડતી માંથી મળેલ મોબાઇલ નંગ-ર કિ.રૂ.૧૦૦૦/- તથા  રૂ.૧૦૦/- ના દરની ચલણી નોટો નંગ-૪ કિ.રૂ.૪૦૦/- મળી  કુલ કિ.રૂ.,૯,૫૧,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી  પો.સ.ઇ. શહેરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર)    ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬/૧૫ ઇ.પી.કો.ક. ૩૩૨, ૧૮૬, ૫૦૬(૨), ૫૦૪, ૪૨૭, ૨૭૯, ૧૧૪ તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ધ) ૬, ૬(ક)૮, ૧૦ જી.પી.એ.ક.૧૧૯ તથા એમ.વી.એ.ક. ૧૮૪, ૧૭૭ મુજબના કામે તા.૧૫/૧/૧૫ ક.૨૨/૩૫ વાગે મોજે દરૂણીયા બાયપાસ ઢોલી ફળીયા તળાવ પાસે આરોપીઓ (૧) યામીન ઇશાક હશન ઉર્ફે કાનકટ્ટો રહે.ગોન્દ્રા ગોધરા (૨) અબ્દુલ રઉફ હાજી હુસેન બદામ ઉર્ફે સઉદ હાજી રહે. ગેની પ્લોટ ગોધરા (૩) ૪૦૭ ટેમ્પા નં.જીજે ૧૭ ટીટી ૬૮૩૩ નો માલીકના નામઠામની ખબર નથી. જેઓએ મોધા બળદ ૪૦૭ ટાટા ટેમ્પા નં.જીજે ૧૭ ટીટી ૬૮૩૩માં ગે.કા. રીતે બળદ નંગ-૭ ભરી કતલ કરવાના ઇરાદે ભરીને ગોધરા ગેની પ્લોટના સઉદ હાજી નાઓએ મંગાવેલ હોય જે એક બળદની કિ.રૂ.૫,૦૦૦/- ગણી કુલ બળદ નંગ-૭ની કિ.રૂ.૩૫,૦૦૦/- તથા ટેમ્પાની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૨,૩૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે રાખી પોલીસ પકડવા જતા પોલીસ ઉપર કાચની ખાલી બોટલો ફેકી તેમજ લોખંડનો સળીયો વીઝી પોલીસ સાથે ઝપાઝપી કરી બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પોલીસની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી ધરપકડથી બચવા હુમલો કરી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્સ ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા