તા.૦૫/૧૦/૧૫ થી તા.૧૧/૧૦/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
- કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૮/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી વિજયસિંહ અર્જુનસિંહ ચૌહાણ રહે.બેઢીયા તા.કાલોલ જી.પંચમહાલ નાને તા.૦૬/૧૦/૨૦૧૫ ના ક.૧૪/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અટક કરી કાલોલ પો.સ્ટે.મા સુપ્રત કરવામા આવેલ છે.
- ગોધરા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૫/૧૦/૨૦૧૫ થી તા.૧૧/૧૦/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૧૭૪ એન.સી. ફરીયાદ, ૧૨૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૫૨,૭૨૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
- પ્રોહીબિશનની કરેલ સારી કામગીરી
(૧) રાજગઢ પ્રોહી ગુ.ર.નં ૨૨૩/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫એ ઇ,૧૧૬ બી મુજબના કામે તા-૭/૧૦/૧૫ કલાક-૨૧/૧૫ મોજે લાબડાધરા ત્રણરસ્તા ટાવર પાસે આરોપી એક બોલેરો પીકઅપ ગાડી નં જી.જે. ૦૬ એ યુ ૨૩૩૯ ના ચાલક નામઠામ જાણવા મળેલ નથી તેણે બોલેરો પીકઅપ ગાડીમા પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગરપાસ પરમીટે વિદેશી બનાવટની બીયર ટીન નંગ-૪૫૬ કિ.રૂ.૪૫,૬૦૦/- તથા પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૦૮ કિ.રૂ.૩૨,૪૦૦/- તથા કવાટરીયા નંગ-૪૮ કિ.રૂ.૨૪૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- કુલ રૂ.૩,૮૦,૪૦૦/- નો મુધ્દામાલ રાખી બોલેરો ગાડી મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.ન.૨૮૪/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી4 ૮૧ મુજબના કામે તા.૯/૧૦/૧૫ ક ૧૨/૦૫ થી ૧૩/૦૦ વાગે મોજે ગોધરા બસ સ્ટેન્ડ સામે આરોપી નં. (૧) શાંતાબેન તે વિનુભાઇ મગનભાઇ ભુરીયાની પત્ની રહે.બોરખેડા રાબડીયા ફળીયું તા. જી.દાહોદ તથા આરોપી નં. (ર) નાશી જનાર તેનો પતિ વિનુભાઇ મગનભાઇની ભુરીયા રહે.બોરખેડા રાબડીયા ફળીયું તા.જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે મોજે ગોધરા બસ સ્ટેન્ડ પોતાના કબ્જામા કપડા ભરવાના ચાર થેલાઓમાં બરોડા તરફ જતી બસોના સ્ટેન્ડવાળા બાકડા ઉપરથી જુદી જુદી બ્રાન્ડના કાચના તથા પ્લાસ્ટીકના કવાટરીયા કુલ નંગ-૩૬૨ કિ.રૂા.૨૭૭૫૦/- ના મુદામાલ સાથે આરોપી નં.૧ ની પકડાઇ જઇ તથા નં.૨ નો નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી
(૧) કાલોલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૩૦/૧૫ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક. (ક) (ખ) ૬(ક) તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૮/૧૦/૧૫ ક.૧૦/૩૦ મોજે કાલોલ આશ્યાના સોસાયટી બાવળીયાના ઝાડોમાં આરોપી મહેબુબખાન અઝીઝખાન પઠાણ રહે.આશ્યાના સોસાયટી કાલોલ નાઓએ વગર પાસ પરમીટે પોતાના કબજામાં બળદોને ટુકડા દોરડાથી ગળાના ભાગે તથા પગે ક્રુરતાપુવૅક બાંધી મુગા પશુઓને કતલ કરવાના ઇરાદે લઇ જતાં વાછરડા નગ-૫ તથા બળદ નંગ-૩ મળી કી.રૂ.૩૦,૦૦૦/- ના મુદામાલ રાખી પોલીસ તથા પંચોને જોઇ છોડી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.