પંચમહાલ જીલ્લામાં તા.૧૮/૦૨/૨૦૧૯ થી તા.૨૪/૦૨/૨૦૧૯ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુન્હો ડીટેકટ-૦૧
(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧/૨૦૧૯ ઇ.પી.કો. ક.૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના કામે તા.૨૫/૧/૨૦૧૯ ક.૩/૩૬ થી ક.૪/૦૪ વાગે મોજે.મારૂતી નગર બામરોલી ગોધરા ખાતે અજણ્યા બે ચોર ઇસમોએ ફરીયાદીના બંધ મકાનના દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી તીજોરી તોડી નાખી અંદરથી સોના-ચાંદીની તથા રોકડ રકમ મળી કુલ રૂ.૮,૯૮,૨૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ ગયા વિ. બાબતે ગુનો રજી કરવામા આવેલ આ કામે ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૯/૨૦૧૯ તા.૨૧/૦૨/૨૦૧૯ મુજબના કામે સામાવાળા (૧) અનસ મુસા સમોલ ઉર્ફે અન્નુ રહે. જહુરપુરા શાક માર્કેટ ગોધરા (ર) સોયેબ ઉર્ફે કવાલ સીદ્દીક શેખ રહે. સાતપુલ મુસ્લીમ સી સોસાયટી અકસા મસ્જીદ પાસે ગોધરા નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)એ મુજબ તા.૨૧/૦૨/૨૦૧૯ ના ક.૧૫/૩૦ વાગે અટક કરી તેના કબજામાંથી સોનાના દાગીના કિ.રૂ.૨,૬૨,૫૦૦/- તથા હુન્ડાઇ કંપનીની ગેટઝ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂ.૬૦૦૦/- એમ મળી કુલ કુલ રૂ.૪,૬૮,૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમોને વિશ્વાસમાં લઇ ઉંડાણપુર્વક ધનિષ્ઠ પુછપરછ કરતા તેઓ પાસેથી મળી આવેલ ઉપરોકત સોનાના દાગીના આજથી એકાદ મહીના ઉપર પકડાયેલા ઉપરોકત બંને ઇસમો તથા તેઓની સાથેના હાલમાં નહી પકડાયેલ (૧) અબ્દુલ રહીમ યામીન સાઇ ઉર્ફે સૈયો તથા (ર) અકરમ યામીન સાઇ ઉર્ફે સૈયો બંને રહે. મેદા પ્લોટ ગોધરા એમ મળી કુલ-૪ ઇસમોએ ભેગા થઇ ઉપરોકત પકડાયેલ ગાડીનો ઉપયોગ કરી ગોધરા બામરોલી રોડ ઉપર આવેલ મારૂતી નગર બાલાજી વન ફલેટના બીજા માળે આવેલ બંધ મકાનનુ તાળુ તોડી તે મકાનમાં પ્રવેશ મકાનમાં આવેલ તીજોરીના લોક તોડી તીજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબુલાત કરેલ છે અને તે ચોરીના દાગીના પૈકીના ઉપરોકત સોનાના દાગીના ચોરીનો મુદ્દમાલ હોવાની હકીકત જણાવેલ છે જે અંગે તપાસ કરતા ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનો ગુનો તા.૨૬/૦૧/૨૦૧૯ ના રોજ દાખલ થયેલ હોય જે અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
વોન્ટેડ પકડયા-૦૨
(૧) ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે.ફ.ગુ.ર.નં-૦૨/૨૦૧૮ ઇ.પી.કો કલમ. ૩૦૭ ,૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮ ,૧૪૯, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એકટ ક.૧૩૫ તથા અનુસુચીત જાતિ પ્રબંધક ૩(૧), આર, એસ, ૩(૨),આઇ મુજબના ગુન્હાના કામે ના.ફ વોન્ટેડ આરોપી બેન જેબુનનીશા યાકુબ ચાંદા રહે.સાતપુલ નવીરોજી હોટલ પાછળ વેજલપુર રોડ ગોધરા તા.ગોધરા જી.પંચમહાલનાની ઉપરોકત ગુન્હામાં વોન્ટેડ હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે સદર આરોપી બેન તેના ઘરે હાજર હોવાની પાકી બાતમી આધારે તા.૧૮/૦૨/૨૦૧૯ ના ક.૧૧/૩૫ વાગ્યે મોજે ગોધરા નવીરોજી હોટલ પાછળ સાતપુલ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક કરી આરોપી બેનને આગળની વધુ તપાસ માટે ગોધરા શહેર બી ડિવી.પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૨). ગોધરા શહેર એ ડીવિ.પો.સ્ટે.ફ.ગુ.ર.નં-૩૫૭/૨૦૦૮ ઇ.પી.કો કલમ.૪૬૭, ૪૬૮ વિગેરે મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મુકેશભાઇ બબાભાઇ પટેલ રહે. વડાગામ ગુજરાતી સ્કુલ ની સામે તા.ધનુસરા જી.અરવલ્લી નાનો ઉપરોકત ગુન્હામાં છેલ્લા સાડા દસ વર્ષ થી નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે સદર આરોપી ગોધરા ખાતે આવવાનો હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૨૦/૦૨/૨૦૧૯ ના ક.૧૨/૩૦ વાગ્યે મોજે ભુરાવાવ ચોકડી ગોધરા મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે ગોધરા શહેર એ ડીવિ.પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૭ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) મોરવા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૪૬/૦૧૯ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૧૮/૦૨/૨૦૧૯ ક.૦૮/૪૫ વાગ્યે મોજે.સાલીયા સંતરોડ હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) સંદીપકુમાર સુભાષભાઇ પરમાર ઉ.વ.૨૭ મુળ રહેવાસી કરમ્બા નવીપરી ફળીયુ તા.ઝાલોદ જી.દાહોદ હાલ રહે.રૂપાખેડા મુનીયા ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ (૨) પ્રદીપભાઇ મગનભાઇ દહમા ઉ.વ.૨૧ રહે.ટાંડી નિશાળ ફળીયુ તા.ઝાલોદ જી.દાહોદ નાઓએ એક સફેદ કલરની નંબર વગરની બોલેરો ગાડી ના ચાલક ડ્રાઇવર નાએ પોતાના કબજાની નંબર વગરની બોલેરો ગાડીમાં વચ્ચેની સીટના ભાગે તથા પાછળની સીટના ભાગે ખાખી પુઠાની પેટીઓ તથા વિમલના થેલામા ભારતીય બનાવટનો પરપ્રાંન્તીય ઇંગ્લીશ દારૂની અલગ-અલગ કંપની ૭૫૦ તથા ૧૮૦ મી.લી.ની કાચ તથા પ્લાસ્ટીકની નાની –મોટી બોટલો નંગ-૫૬૪ કિં.રૂ.૧,૩૦,૭૪૦/- નો પ્રોહી જથ્થો આ કામના આરોપી નં.૧,ર નાએ ઉપરોકત ગાડીમાં ભરી એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરા-ફેરી કરવા જતા આ કામના આરોપી નં. ૧,ર નાઓ પકડાઇ જતા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૨ કિં.રૂ.૪૦૦૦/- તથા સફેદ કલરની નંબર વગરની બોલેરો ગાડી જેનો એન્જીન નંબર GRJ4H89268 તથા ચેસીસ નંબર MA1XE2GRKJ5J16205 ની કિં.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૮,૩૪,૭૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં. ૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) વેજલપુર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૩૮/૨૦૧૯ ગુજરાત પ્રોહી એકટ ક.૬૫-એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬ બી મુજબના કામે તા.૧૯/૦૨/૨૦૧૯ ના ક.૧૪/૩૦ થી ક.૧૯/૪૫ વાગ્યા દરમ્યાન મોજે.ખડકી ગામની સીમમાં ગોધરા વડોદરા રોડ ઉપર આવેલ ટોલનાકા પાસે આરોપીઓ (૧) નિશાન ઇવાલીયા ગાડી નં.GJ-12-CD-3039 નો ડ્રાયવર રાહુલ ઉર્ફે બીરજુ ઉદેસીહ સોલંકી ઉવ-૨૬ રહે.જાલોન તલાવડી પાસે તા.મેઘનગર જી.જાબુઆ મધ્યપ્રદેશ (૨) સ્વીફટ ડીઝાયર કાર નં-GJ-07-BB-0309 નો ડ્રાયવર રાજકુમાર ઉર્ફે રાજુ મણીલાલ ગુગલીયા જાતે જૈન ઉવ-૩૩ રહે.સહકાર નગર આંબાવાડી ગરબાડા રોડ દાહોદ જી.દાહોદ (૩) પારસ સોની રહે.બાજના તથા રતલામ મધ્યપ્રદેશ જેનુ પુરુ નામ સરનામુ મળેલ નથી (૪) રોશની વા/ઓફ અનિલ જેના મો.નં. ૯૯૭૪૮૫૮૧૧૭ રહે. વડોદરા જેનુ પુરુ નામ સરનામુ મળેલ નથી તેઓએ આરોપી પારસ સોની રહે.બાજના તથા રતલામ મધ્યપ્રદેશ જેના મો.નં. ૯૯૨૪૪ ૦૦૫૫૯ નાએ નિશાન ઇવાલીયા ગાડી નં.GJ-12-CD-3039 ગાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારુની કુલ બોટલો નંગ-૨૩૫ કિ.રૂ.૭૦,૫૦૦/- નો જથ્થો વોન્ટેડ આરોપી રોશની વા/ઓફ અનિલ જેના મો.નં. ૯૯૭૪૮૫૮૧૧૭ રહે.વડોદરા નાને આપવા માટે મધ્યપ્રદેશ રાજ્ય માંથી ભરાવી આપતા અને સ્વીફટ ડીઝાયર કાર નં.GJ-7-BB-0309 ના આરોપી ડ્રાયવર રાજકુમાર ઉર્ફે રાજુ મણીલાલ ગુગલીયાને આ નિશાન ઇવાલીઆ ગાડીનું પાયલોટીંગ કરી વડોદરા ખાતે રોશની W/O અનિલ ને આપવા માટે રવાના કરતા નિશાન ઇવાલીયા ગાડીનો આરોપી નં.-૧ નાનો પોતાના કબજાની સદર ગાડીમાં સદર વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમીટે લઇ આવતા અને સ્વીફટ ડીઝાયર કાર ના ડ્રાયવર આરોપી નં.-૨ સદર નિશાન ગાડીનું પાયલોટીંગ કરતા દરમ્યાન પકડાઇ જતા તેઓના કબજા માંથી ભારતીય બનાવટની વિદેશી દારુની કુલ બોટલો નંગ-૨૩૫ કિ.રૂ.૭૦,૫૦૦/ તથા તેઓની અંગ ઝડતી માંથી મળેલ કુલ રોકડા રૂ.૩૯૭૫/- તથા મોબાઇલ ફોન-૨ કિ.રૂ.૪૦૦૦/- તથા નિશાન ઇવાલીયા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા સ્વીફટ ડીઝાયર કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા ટોલ પહોચ-૨ તથા ગાડી નંબર GJ-12-CD-3039 માંથી મળેલ કાગળો કિ.રૂ.૦૦ તથા એલ.એન.કી-૧ તથા બીજી બે ચાવી કી.રૂ.૦૦ મળી કુલ રૂપીયા કુલ રૂ.૧૦,૭૮,૪૭૫/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનિટરીંગ સેલ, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) શહેરા પોસ્ટે પ્રોહી ગુ.ર.નં.૬૮/૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ. ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૨૦/૦૨/૧૯ ના ક.૦૩/૩૦ વાગ્યે મોજે.ચાંદણગઢ ગામે આરોપી સ્કોર્પીઓ ગાડી નં. જી.જે.૨૪ એ.૧૬૦૫ નો ચાલક તથા બીજો એક ઇસમ નામઠામ જણાયેલ નથી તેઓએ પોતાના કબજાની સ્કોર્પીઓ ગાડી નં.જી.જે.૨૪ એ.૧૬૦૫ બંનેએ એક બીજાના મેળાપણાથી સ્કોર્પીઓ ગાડીમાં ભારતીય બનાવટ નો ઇગ્લીશ દારૂની તથા બીયરની બોટલ નં.૨૪૧ કિ.રૂ.૩૯,૦૪૦/- તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન નંગ–૧ કિ.રૂ.૧૦૦૦/- તથા સ્કોર્પીઓ ગાડીની કિ.રૂ.૩,૫૦,૦૦૦/- મળી કૂલ કિ.રૂ.૩,૯૦,૦૪૦/- નો મુદામાલ મુકી નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦/૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૨૧/૦૨/૧૯ ના ક.૧૮/૦૫ વાગ્યે મોજે.સેગવા ગામે બારીયા ફળીયામા આરોપી સુરજબેન મનહરભાઇ પટેલ રહે.સેગવા બારીયા ફળીયુ તા.ગોધરા નાનીએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ તથા બીયર ની અલગ અલગ માર્કાની બોટલો નંગ- ૨૪૯ કિ.રૂ.૨૬,૬૯૦/- નો પ્રોહી મુદામાલ ગેરકાયદેસરનો રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) કાંકણપુર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૪૦/૧૯ પ્રોહી ક.૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૨૨/૦૨/૨૦૧૯ ક.૦૩/૩૦ થી ક.૧૧/૩૦ વાગે મોજે.ખજુરી ગામના નીલગીરી ના જંગલમા આરોપીઓ (૧) દોલતસિહ મોહનસિહ રાવત ઉ.વ.૩૦ રહે.રાવલી ગુઆર, મંન્ડાવર રોહીડા તા:ભીમ જી.રાજસમંદ. રાજસ્થાન (૨) હરેન્દ્રભાઈ રાવત(રાજપુત) રહે,પીપળીનગર તા.ભીમ જીલ્લો રાજસમંદ રાજસ્થાન મો.નં. -૬૩૬૭૦૨૨૩૯૧ તથા બીજો નંબર ૭૦૭૩૪૦૦૪૫૬ (૩) એક માલ લેવા આવનાર જાડીયા સરખો માણસ જેનુ નામ સરનામુ કે મોબાઈલ નંબર મળી આવેલ નથી. (૪) માલ ઉતારનાર આઠેક અજાણ્યા માણસોએ પકડાયેલ ટાટા ગાડી નં-RJ-30-GA-7434 નો ડ્રાઈવર દોલતસિહ મોહનસિહ રાવત તથા રાજસ્થાન ખાતેથી ઈંગલીશ દારૂ મોકલનાર હરેન્દ્રભાઈ રાવત(રાજપુત) તથા એક માલ લેવા આવનાર જાડીયા સરખો માણસ જેનુ નામ સરનામુ કે મોબાઈલ નંબર મળી આવેલ નથી તથા માલ ઉતારનાર આઠેક અજાણ્યા માણસો એ ભેગા મળી પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે પાસપરમીટ વગરનો ભારતીય બનાવટના વિદેશી દારુ કૂલ પેટી નંગ-૬૭ તથા છુટા નંગ-૦૨ મળી કૂલ નંગ-૮૦૬ જે તમામની કિં.રૂ.૩,૨૨,૪૦૦/- તથા ટાટા ગાડી નં- RJ-30-GA-7434 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા કાપડની ગાસડી નંગ.૩૯ કિમત રૂ.૩૯,૦૦૦/- મોબાઈલ ફોન નંગ-૨ કિં.રૂ.૧,૦૦૦/- તથા રોકડ રૂ.૫૩૨૦- તથા ગાડીના કાગળો, બીલ્ટી, એકરાર નામુ , ટોલટેક્ષ પાવતી,આધારકાર્ડ,ડ્રાઈવીંગ લાયસંસ,એટીએમ કાર્ડ વિગેરે કિમત રૂ.૦૦/- તથા તાડપત્રી નંગ-૦૧ કિંમત રૂ.૧૦૦/- તથા રસ્સી નંગ-૦૧ કિંમત રૂ.૧૦૦/- મળી કૂલ કિંમત રૂ.૧૮,૬૭,૯૨૦/- મુદ્દામાલ ભરી લાવી હેરાફેરી કરી દારુનો જથ્થો ઉતારી આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૬) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૬/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એ. ૬૫ઇ, ૮૧, ૮૨, ૮૩ ૯૮(ર) મુજબ ના કામે તા.૨૩/૦૨/૨૦૧૯ ક.૦૬/૫૫ ના સુમારે મોજે. કેવડીયા ગામની સીમમાં હાઇસ્કુલ નજીક આરોપીઓ (૧) પ્રવિણ સરદારભાઇ પગી રહે.મંગાલીયાણા તા.શહેરા (ર) નિલેશભાઇ રમેશભાઇ ભાભોર રહે. રણીયર કળવી ફળીયુ તા.ઝાલોદ જી.દાહોદ (૩) દિનેશ પ્રભાતભાઈ પગી રહે.મંગાલીયાણા તા.શહેરા બોલેરો ગાડી નં.જી.જે.૧૭ એ.એચ.૭૬૧૨ નો ચાલક (૪) ફોરચુનર ગાડી નં.જી.જે. ૦૨ એ.પી ૫૬૬૪ નો ચાલાક નાઓએ પ્રોહી પ્રતિબંઘક વિસ્તારમાં ગે.કા રીતે પોતાના કબજાની ફોરચુનર ગાડી નંબર જી.જે. ૦૨ એ.પી ૫૬૬૪ કિં.રૂ.૨૫,૦૦૦૦૦/- માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ - બીયર ની પેટીઓ નંગ-૫૦ બીયરના ટીન તથા પ્લાસ્ટીકના કવાટરીયા મળી કુલ બોટલો નંગ-૨૧૧૨ કિં.રૂ.૧,૯૦,૦૮૦/- નો ભરાવી લઇ વહન કરી લઇ આવી કેવડીયા ગામની સીમમાં આવેલ હાઇસ્કુલ નજીકમાં આવેલ ખેતરોમાં લઇ આવી સદર દારૂનો જથ્થો નાશી જનાર દિનેશભાઇ પ્રભાતભાઇ પગી રહે.મંગલીયાણા ગોપી તાશહેરા તથા પકડાયેલ ઇસમ પ્રવિણ સરદારભાઇ પગી રહે.મંગાલીયાણા તા.શહેરા નાઓ બોલેરો ગાડી નં.જી.જે. ૧૭ એ.એચ.૭૬૧૨ ની કિં.રૂ.૫,૦૦૦૦૦/- ની લઇ આવી દારૂની પેટીઓ ભરી તમામે એકબીજાનું મેળાપણુ કરી ગુનાહીત કાવતરૂ રચી તેઓ પણ સદર જગ્યા ઉપર આવી ફોરચયુનર ગાડી માંથી બોલેરો ગાડી માં દારૂ નો જથ્થો હેર ફેર કરવાની પેરવી કરતા દરમ્યાન પોલીસ રેઇડ દરમ્યાન આરોપી પ્રવિણ સરદારભાઇ પગી રહે. મંગાલીયાણા તા.શહેરા તથા નિલેશભાઇ રમેશભાઇ ભાભોર રહે.રણીયર કળવી ફળીયુ તા ઝાલોદ જી દાહોદ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૭) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૫૭/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૮૨, ૮૩, ૯૮(ર) મુજબના કામે તા.૨૩/૦૨/૨૦૧૯ ક.૭/૩૦ વાગે મોજે.રણછોડપુરા ગામે રેલ્વે ગરનાળા પાસે આરોપીઓ (૧) બળવંતભાઇ પારસીંગભાઇ પટેલ રહે. કેલીયા ખેડા ફળીયુ તા. દેવગઢ બારીયા જી. દાહોદ (ર) પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતભાઇ પટેલ રહે. વેજલપુર નાયક ફળીયુ તા. કાલોલ (૩) અનીલભાઇ નટવરભાઇ બારીઆ રહે. વેજલપુર નાયક ફળીયુ તા. કાલોલ (૪) દીતાભાઇ શનુભાઇ ભાભોર રહે. ધનાર પાટીયા તા. ધાનપુર જી.દાહોદ (૫) દીલીપ ઉર્ફે ટીનો ઉદેસિંહ સોલંકી રહે. ભાદરોલી ઘોડા તા.કાલોલ (૬) પ્રવિણ ઉર્ફે.ગુલીયો રામસિંહ ચૌહાણ રહે.ભાદરોલી ઘોડા તા.કાલોલ નાઓ એમ ત્રણેય જણા ભેગા મળી મોટર સાયકલથી પાયલોટીંગ કરી સુમો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૮ જેમાં નાની મોટી બોટલો નંગ-૧૧૪૦ કિ.રૂ. ૧,૪૯,૩૪૦/- નો પ્રોહી મુદ્દામાલ ધાનપુર તાલુકાના ધનાર પાટીયા ગામે રહેતા દીતાભાઇ શનુભાઇ ભાભોર નાઓ પાસેથી લાવી ગોધરા તાલુકાના ભાદરોલી ઘોડા ગામે રહેતા દીલીપ ઉર્ફે ટીનો ઉદેસિંહ સોલંકી તથા પ્રવિણ ઉર્ફે.ગુલીયો રામસિંહ ચૌહાણ રહે.ભાદરોલી ઘોડા તા.કાલોલ નાઓએ મંગાવેલ હોય આપવા જતા સુમો ગાડી કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- તથા મોટર સાયકલ કિ.રુ.૫૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૫,૪૯,૩૪૦/- ના મુદ્દામાલ સાથે નં. ૧,૨,૩ નાઓ પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) હાલોલ ટાઉન પો.સ્ટે.સે.૧૯/૧૯ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૯/૦૨/૨૦૧૯ ક.૧૨/૪૫ થી ક.૧૩/૩૫ વાગે મોજે-ગુજરાત હાઉસીંગ બોર્ડની સામે ખુલ્લાં મેદાનમાં આરોપીઓ (૧) પ્રિયાક રાજનકુમાર શાહ રહે- મેઇન બજાર પોલીસ સ્ટેશન પાછળ હાલોલ (૨) વિપુલકુમાર દીલપભાઇ પંચાલ રહે-૮૩ પાશ્વનાથ સોસાયટી વડોદરા રોડ હાલોલ (૩) રોહીતકુમાર વિજયસિંહ ચાવડા રહે-ઉમા સોસાયટી કંજરી રોડ હાલોલ (૪) વિશાલકુમાર રાજેશકુમાર ચૌહાણ રહે-એલ/૪૫ ગુજરાત હાઉસીંગ બોર્ડ બસ સ્ટેન્ડ પાસે હાલોલ નાઓ પૈકી આરોપી નં.(૧) થી ૪ નાઓએ પત્તા પાના વડે પૈસાનો જુગાર રમતાં પકડાઇ જતા તેઓની અંગઝડતીમાંથી રૂા.૧૧,૬૧૦/- તથા દાવ ઉપરથી મળી આવેલ રૂા.૧,૩૦૦/- મળી કુલ રૂ.૧૨,૯૧૦/- તથા પત્તા પાના નંગ-૫૨ કિં.રૂા.૦૦/-મળી તથા ઉપરોકત ઇસમો પાસેથી મળી આવેલ ત્રણ મો.સા.ની કુલ કીમત રૂ-૫૫,૦૦૦/- ગણી કુલ તમામ જુગારના મુદદામાલની કિ.રૂ.૬૭,૯૧૦/- સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૯/૨૦૧૯ જુગારધારા ક.૧૨અ મુજબના કામે તા.૧૯/૦૨/૨૦૧૯ ક.૧૮/૨૦ વાગ્યે મોજે.ઓરવાડા ગામની સીમમાં પાનમ નદીના પટમાં આરોપીઓ (૧) યુસુફભાઇ આદમભાઇ બોદું ઉવ ૫૫ રહે.નાટાપુર તા મોરવા(હ) (ર) રમેશભાઇ રણજીતભાઇ પટેલ ઉવ.૪૪ રહે. સંતરોડ ખેડા ફળીયુ તા. મોરવા(હ) (૩) બાધરસિહ મોહનસિહ તડવી ઉવ ૩૯ રહે. ગામડી તા.દે.બારીઆ જી.દાહોદ (૪) પરેશભાઇ હરીશભાઇ પઢીયાર રહે. સંતરોડ તા મોરવા(હ) નાઓ પૈકી આરોપી પરેશભાઇ હરીશભાઇ પઢીયાર નાએ પોતાના આર્થીક ફાયદા સારૂ ઓરવાડા ગામની સીમમાં પાનમ નદીના પટમાં કંતાન પાથરી પોતાના મળતીયા માણસો મારફતે પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી મિલન, કલ્યાણ, ટાઇમ નાઇટ મીલન મેન રતન નો વરલી મટકાનો આંક ફરકનો આંક લખી લખાવડાવી જુગાર રમતા રોકડ રૂ.૧૨,૫૭૦/- સાથે ત્રણ ઇસમો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.