પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:14:36 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૧/૧૧/૨૦૧૯ થી તા.૧૭/૧૧/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

નાસ્તા ફરતા પકડેલ આરોપીઓ-૦૫

(૧) દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૮/૨૦૧૯ ઇ.પી.કો. ક.૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૮૬, ૪૨૭, ૫૦૪, ૫૦૬(ર) વિગેરે મુજબના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મોસીન ફારૂક પીતળ રહે.ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા ગોધરા નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૧૪/૧૧/૨૦૧૯ ના ક.૧૩/૧૫  વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી દામાવાવ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૨) દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૮/૨૦૧૯ ઇ.પી.કો. ક.૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૮૬, ૪૨૭, ૫૦૪, ૫૦૬(ર) વિગેરે મુજબના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઇમરાન ફારૂક પીતળ રહે. ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા ગોધરા નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૧૪/૧૧/૨૦૧૯ ના ક.૧૩/૧૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી દામાવાવ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૩) કાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૨૨/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એ. ૬૫ઇ. ૮૧ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મનહરભાઇ ઉર્ફ લાલુ છત્રસિંહ જાદવ રહે.અડાદરાનું રિંછા ફળીયા તા.કાલોલ જી પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી તા.૧૩/૧૧/૨૦૧૯ ના ક.૧૮/૦૫ વાગ્‍યે મોજે.ચાલાલી ચોકડી વેજલપુર તા.કાલોલ મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સકોડ ગોધરા નાઓ દ્વારા અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે કાલોલ પો.સ્ટે.માં સોંપવામાં  આવેલ છે. 

(૪) મોરવા(હ) પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૦/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૪૪, ૩૬૫, ૩૬૭, ૩૬૮, ૩૭૬એબી, ૩૭૪, ૫૦૬(૨), તથા પોકસો ક.૬, ૧૨, ૧૭ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી નં (૧) રાજુભાઇ શંકરભાઇ પારગી તથા નં.(૨) સુમલીબેન વા/ઓ શંકરભાઇ નાથાભાઇ પારગી બન્નેરહે. વાડોદર નદી ફળીયુ તા.મોરવા(હ) જી.પંચમહાલ નાઓ ઉપરોકત ગુન્હામાં નાસતા ફરતા હોય જેથી અંગત બાતમીદાર થી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ  ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા તા.૧૬/૧૧/૨૦૧૯ ના ક.૧૬/૩૦ વાગ્‍યે મોજે.જવાનગઢ તા.ઇડર જી.સાબરકાંઠા મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે મોરવા(હ) પો.સ્ટે.માં સોંપવામાં  આવેલ છે.           

  પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૧૨

(૧) મોરવા પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૭૪/૦૧૯ પ્રોહી એક્ટ  ક.૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨) તથા ઇ.પી.કો ક.૨૭૯ એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૧૧/૧૧/૧૯ ક.૦૮/૦૦ વાગ્યે મોજે.માતરીયા ગામે નાયક ફળીયામા આરોપી સફેદ કલરની ઇન્ડીગો ગાડી નં.જી.જે.-૨૦ એ ૯૦૭૩ ના ચાલક ડ્રાઇવર નાઓએ પોતાના કબજાની ઇન્ડીગો ગાડીમાં વચ્ચેની સીટના ભાગે ખાખી પુઠ્ઠાની પેટીઓ નંગ -૪ માં ભરેલ ભારતીય બનાવટના હેવડર્સ ૫૦૦૦ માર્કાના ૫૦૦ મી.લી.ના ટીન બીયરની બોટલો નંગ-૯૬ ની કિં.રૂ.૧૫,૩૬૦/- તથા  ગાડીની પાછળની ડીકીમા ભરેલ રોયલ સિલેકટ ડીલક્ષ માર્કાની ખાખી પુઠ્ઠાની પેટીઓ નંગ-૧૪ માં ભરેલ ભારતીય બનાવટના ૧૮૦ મી.લી.ના રોયલ સિલેકટ ડીલેકક્ષ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના ર્ક્વાટરીયા નંગ-૬૭૨ ની કિં.રૂ.૬૭,૨૦૦/- તથા રોયલ સ્ટેજ માર્કાની ખાખી પુઠાની પેટીઓ નંગ-ર મા ભરેલ ૧૮૦ મી.લી.ના રોયલ સ્ટેજ વ્હીસ્કી માર્કાના કાચના કવાટરીયા નંગ-૯૬ કિ.રૂ.૧૯,૬૮૦/- મળી કુલ પેટીઓ નંગ-૨૦ માં ભરેલ ઇંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના તથા કાચના ર્ક્વાટરીયા તથા ટીન બીયર ની કુલ બોટલો નંગ-૮૬૪ ની કુલ કિ.રૂ.૧,૦૨,૨૪૦/- નો પ્રોહી જથ્થો ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરી પોલીસની નાકાબંધી દરમ્યાન ઇગ્લીશ દારુનો જથ્થો ભરેલ ગાડી રોડની સાઇડમા થઇ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ નાસવા જતા તેનો પીછો કરતા માતરીયા ગામે નાયક ફળીયામા આવેલ આર.સી.સી.રોડ ઉપર ઇન્ડીગો ગાડીને લોક મારી નાસી જતા ઇન્ડીગો ગાડી નં.જી.જે.૨૦ એ ૯૦૭૩ જેનો ચેસીસ નંબર MAT607341EPC09151 તથા એન્જીન નંબર 475IDT14CVYP14690  ની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૦૨,૨૪૦/- નો મુદ્દામાલ મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) કાલોલ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૩૩૩/૨૦૧૯ ગુજરાત પ્રોહીબીશન સુધારા અધિનિયમ-૨૦૧૬ ની ક.૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨) મુજબના કામે તા.૧૧/૧૧/૨૦૧૯ ક.૨૧/૧૫ વાગ્યે મોજે.મલાવ ચોકડી પાસે આરોપી અક્ષયકુમાર ભવરસિંહ ડાભી રહે.રાજપુત ફળીયા, ધામની કુકા, ધમની કુક થાના.રાણાપુરા ડી.જાબુઆ એમ.પી નાએ પ્રોહી પ્રતિબધંક એરીયામાં પોતા કબ્જાની કાળા કલર ફોર્ડ એન્ડાવર્ડ ગાડી નંબર જી.જે.૧.એચ.પી.૯૪૬માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય  બીયરની પેટીઓ નંગ-૨૨ તથા બીજા છુટા બીયરો મળી કુલ નંગ-૧૦૦૮ કિ.રૂ.૧,૦૦,૮૦૦/- તથા ફોર્ડ ગાડીની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તેમજ વી.વો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૩૫૦૦/- મળી કુલ રૂ.૯,૦૪,૩૦૦/-ના મુદામાલની હેરાફેરી દરમ્યાન મલાવ ચોકડી પાસે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) હાલોલ ટાઉન પો.સ્ટે. પ્રોહી.૩૭૯/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬(બી), ૯૮(ર) તથા ઇ.પી.કો. ક.૪૬૫, ૪૭૧ મુજબના કામે તા.૧૩/૧૧/૨૦૧૯ ક.૦૪/૦૦ થી ક.૧૯/૦૦ વાગ્યા દરમ્યાન  મોજે.પાવાગઢ- હાલોલ બાયપાસ રોડ ઉપર આરોપીઓ (૧) જુગનુ ગોવિંદલાલ ભાવસાર, રહે.ઉદયપુર, આયડ, કોઠારીઓનો મહોલ્લો, વોર્ડ નં.૧૭ તા.ગીરવા, જી.ઉદયપુર, રાજસ્થાન (ર) મુરલી શિવનારાયણ જોષી, રહે.ઉદયપુર, પ્રતાપનગર, હનુમાન મંદીર પાસે, તા.બડગાવ, જી.ઉદયપુર, રાજસ્થાન (૩) ભુપેન્દ્ર પિયુષકુમાર આમેટા, રહે. ઉદયપુર, દિલ્હી ગેટ, વોર્ડ નં.૫૦, શીવ મંદીર પાસે, તા.ગીરવા, જી.ઉદયપુર, રાજસ્થાન (૪) મુકેશદાસ સોહનદાસ સોમી, રહે. દુદર, ધારોદ, તા.સલુમ્બર, જી.ઉદયપુર, રાજસ્થાન (૫) સુરેશ ભીમા સાલવી, રહે. દુદર, ધારોદ, તા.સલુમ્બર, જી.ઉદયપુર, રાજસ્થાન (૬) અજીમખાન ઉર્ફે અશરીફખાન, રહે.આસપુર, જી.ડુગરપુર, રાજસ્થાન (૭) કાળુ સીંધી, જેના પુરા નામ-સરનામાની ખબર નથી જેનો મો.નં.૭૨૪૦૫૧૮૭૦૦ છે તે (૮) ટાટા ટીગોર RJ-03 નો ડ્રાઇવર જેના નામ સરનામાની ખબર નથી. (૯) હોટલ ક્રીષ્ના ઉપર પ્રોહિ મુદ્દામાલ ભરેલ ગાડીઓ આપનાર ડ્રાઇવરો (૧૦) વડોદરાથી પ્રોહિ મુદ્દામાલ મંગાવનાર અજાણ્યો ઇસમ નાઓએ ઉપરોકત પકડાયેલ ગાડીઓમાં દારૂની હેરા-ફેરી કરી, નં.૬ થી ૮ નાએ પાયલોટીંગ કરી તથા નં.૯ નાઓએ પ્રોહિ મુદ્દામાલ ભરેલ ગાડીઓ સપ્લાય કરી તથા નં.૧૦ નાઓએ પ્રોહિ મુદ્દામાલ મંગાવી એમ તમામ આરોપીઓએ પ્રોહિ પ્રતિબંધક વિસ્તારમાં કોઇપણ પાસ-પરમીટ વગર પ્રોહિ મુદ્દામાલનુ વહન કરી/ કરાવી, સપ્લાય કરી, મંગાવી અને ખોટા રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટો પોતાના કબજા ભોગવટાની ગાડીઓમાં લગાડી તેનો સાચા તરીકે પોલીસ બાતમીથી બચવા સારૂ ઉપયોગ કરી, એકબીજાની મદદગારી કરી નંબર-૧ થી ૫ નાઓ રેઇડ દરમ્યાન ઉપરોકત ખોટી નંબર પ્લેટો લગાડેલ ગાડીઓમાં  ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂની બોટલ, કુલ નંગ-૧૩૧૬  કિ.રૂ.૫,૨૬,૪૦૦/- તથા  અંગ ઝડતીના કુલ રોકડા રૂ.૨,૭૭૦/- તેમજ  મોબાઇલ ફોન નંગ-૦૭ ફરિયાદમાં જણાવ્યા મુજબના કિ.રૂ  ૧૮,૦૦૦/- તથા  આઇ-૨૦ ગાડી, ડસ્ટર ગાડી અને ઝાયલો ગાડી કુલ ગાડી નંગ-૦૩ કિ.રૂ.૧૭,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૨,૪૭,૧૭૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ તથા નં.૬ થી ૮ નાઓ રેઇડ દરમ્યાન નાસી જઇ તથા નં.૯,૧૦ નાઓ હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનિટરીંગ સેલ, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)  દામાવાવ પો.સ્ટે. પ્રોહી.૨૧૨/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ ઇ, ૧૧૬(બી), ૯૮(ર) ૮૧ મુજબના કામે તા.૧૩/૧૧/૨૦૧૯ ક.૧૩/૩૦ વાગે મોજે.પાંચ પથ્થરા રોડ તરફ જતા રૂપારેલ ગામે સાતળીયા ફાટક પાસે જતા આરોપી સિલ્વર ગ્રે કલરની સ્કોરપીઓ ગાડી નં-જી.જે.૧૧ એસ ૪૬૯૧ના ચાલક તથા તેની સાથેનો બીજો એક ઇસમ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયા મા વગર પાસ પરમીટે પોતાના કબજાની ભોગવટાની ઉપરોકત સિલ્વર ગ્રે કલરની સ્કોરપીઓ ગાડી નં-જી.જે.૧૧ એસ ૪૬૯૧માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કાચના કવાટરીયાની પેટી નંગ-૦૩ જેમા કવાટરીયા નંગ-૧૪૪ કિ.રૂ ૧૪,૪૦૦/- તથા પ્લાસ્ટીકની પેટીઓ નંગ-૨૫ જેમા પ્લાસ્ટીકના કવાટરીયા સીલબંધ નંગ-૧૨૦૦ કી.રૂ.૯૬૦૦૦/- નો મળી કુલ રૂ.૧,૧૦,૪૦૦/- તથા સ્કોરપીઓ ગાડીની કિ.રૂા.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.પ,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ સાથે સ્કોરપીયો ગાડી રોડની સાઇડમા ઉભી રાખી સ્કોરપીયો ગાડીનો ચાલક તથા તેની સાથેનો બીજો એક ઇસમ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫) દામાવાવ પો.સ્ટે.પ્રોહી.૨૧૪/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૧૩/૧૧/૨૦૧૯  ક.૨૦/૧૫ વાગે મોજે.રૂપારેલ ગામે વળાંકમાં આરોપીઓ (૧) જયભાઇ મગનભાઇ બારીઆ રહે.હાલ વડોદરા કારેલીબાગ જલારામ નગર- ઘર નંબર ૯૪ વડોદરા મુળ રહે.હવેલી તા.જાંબુઘોડા (૨) રમેશભાઇ બાલુભાઇ મેડા મુળ રહે.પીપેરા મેડા ફળીયું તા.ધાનપુર જી.દાહોદ નાઓએ પોતાના કબજાની પલ્સર મોટર સાયકલ ઉપર પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૭૫  કુલ કિ.રૂ.૨૭,૨૨૫/-નો વહન કરી લઇને આવતા પોલીસની રેઇડ દરમ્યાન તેઓના કબજાની પલ્સર મોટર સાયકલ ગાડી નં. જી.જે.૦૬ એલ.એન ૬૨૬૫ ની કિ.રૂા.૩૦.૦૦૦/- મળી કુલ રૂા.૫૭,૨૨૫/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬) વેજલપુર પો.સ્ટે.પ્રોહી. ગુ.ર.નં.૩૫૫/૧૯ પ્રોહી ક.૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના કામે તા.૧૪/૧૧/૧૯ ક:૧૮/૦૦ વાગ્યે મોજે.ચલાલી ગામે આરોપીઓ (૧) અજયસિહ તખતસિહ ચૌહાણ રહે.ચલાલી ડેરી ફળીયુ તા.કાલોલ (૨)  દિવ્યરાજસિહ ઉર્ફે રાજા ઉમેશસિહ ચૌહાણ રહે.મહેલોલની મુવાડી તા.ગોધરા (૩)  જયદિપ ઉર્ફે ભયો તખતસિહ ચૌહાણ રહે.ચલાલી તા.કાલોલ નાએા ભેગા મળી  પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે શનાભાઇ ચૌહાણના ખેતર નજીક આવેલ  કોતરમાં ડાંગરના ઘાસમા છુપાવી રાખેલ ઇગ્લીશ દારુની ૧૮૦ મી.લી. ના  પ્લાસ્ટીકના કવાટર નંગ-૪,૪૧૬, કિ.રૂ.૨,૨૦,૮૦૦ /-  તથા પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીસ્કી ના ૭૫૦ મી.લી. ના કાચના હોલ નંગ-૧૨૦, કિ.રૂ.૪૮,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૮,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મુકી પોલીસ ની રેઇડ દરમ્યાન નં.૧,૩ નાઓ નાસી જઇ તથા નં-૨ નાઓ  હાજર નહિ મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭) દામાવાવ પો.સ્ટે. પ્રોહી.૨૧૫/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬(બી), ૯૮(૨) મુજબના કામે તા.૧૪/૧૧/૨૦૧૯ ક.૧૯/૪૫ વાગે મોજે.દેવલીકુવા પાસે આર.સી.સી રોડ ઉપર આરોપી કિરણભાઇ ગણપતભાઇ બારીઆ રહે.મુળ મસવાડ તા.હાલોલ હાલ રહે.અરાડની મુવાડી તા.હાલોલ નાઓએ તેઓના કબજાની સફેદ કલરની ટાટા સુમો ગાડી નં.જી.જે.૬ ઇડી ૪૬૧ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની પેટીઓ મળી કુલ પેટીઓ નંગ-૧૨ તથા છુટા પ્લાસ્ટિકની બોટલો તથા પતરાના ટીન બીયર મળી કુલ બોટલો નંગ-૧૦૧૬ ની કુલ કિ.રૂા.૧,૮૨,૨૪૦/- નો મુદ્દામાલ વહન કરી લઇ આવતા સદર સફેદ કલરની ટાટા સુમો ગાડી નં.જી.જે.૬ ઇડી ૪૬૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૮૨,૨૪૦/- મુદ્દામાલ નાકાબંધી દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૮) દામાવાવ.પો.સ્ટે. પ્રોહી.૨૧૬/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬(બી), ૯૮(૨) મુજબના કામે તા.૧૫/૧૧/૨૦૧૯ ક.૧૫/૦૦ વાગે મોજે.દામાવાવ ચોકડી પાસે રોડ ઉપર આરોપી સંજયભાઇ માણેકચંદ જયસ્વાલ રહે.રીંગનોદ નવા બજાર  તા.સરદારપુર જી.ધાર એમ.પી નાઓએ તેઓના કબજાની ગોલ્ડન કલરની મારૂતિ ફન્ટી ગાડી નં.જી.જે.૦૬ જેજે ૩૨૫૪ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની પેટીઓ નંગ-૦૭ જે પેટીઓમાં પ્લાસ્ટિકના કવાટરીયા નંગ-૩૩૬ ની કિ.રૂા.૨૮,૫૬૦/- નો મુદ્દામાલ વહન કરી લઇ આવતા સદર ગોલ્ડન કલરની મારૂતિ ફન્ટી ગાડી નં.જી.જે.૦૬ જેજે ૩૨૫૪ કિ.રૂ.૫૦,૦૦૦/- નો મળી કુલ કિ.રૂા.૭૮,૫૬૦/- મુદ્દામાલ નાકાબંધી દરમ્યાન સદર મારૂતિ ફન્ટીગાડીનો ચાલક પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૯) હાલોલ ટાઉન પો.સ્‍ટે.પ્રોહી.૩૮૧/૧૯ પ્રોહીબિશન એક્ટ ક.૬૫(એ)(ઈ), ૯૮(૨) મુજબના કામે તા.૧૫ /૧૧/૧૯ ક.૨૨/૧૫ થી ક.૨૩/૧૫ મોજે.કંજરી રોડ દર્પણ સોસાયટીની સામે આરોપીઓ (૧) ધર્મેશભાઈ રામસિંહ પરમાર રહે.મઠીયાપુરા ગોલા ગામડી ખેતરમાં તા.હાલોલ જી.પંચમહાલ મુળ રહે. કંજરી લીમડી ચોકની બાજુમાં .હાલોલ જી.પંચમહાલ નાએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં ગેરકાયદેસર રીતે વેપાર ધંધો કરવા સારૂ પોતાના કબજાની મો.સા. નં.GJ-17-BC-9225 કિં.રૂા.૩૦,૦૦૦/- ની ઉપર ૭૫૦ મી.લી.ની રોયલ નાઈટ મેલ્ટ વ્હીસ્કી બેચ નં.009 OCT 2019 જેના ઉપર ૪૨.૮% વી.વી. ૨૫ ઓંશ પ્રુફ લખેલ લખેલ છે જેની ઉપર કિં.રૂા.૩૫૫/- લખેલ છે. તે કુલ નંગ-૭૨ જેની કુલ કિં.રૂા.૨૫,૫૬૦/- ની હેરાફેરી કરતા પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૧૦)   હાલોલ રૂરલ  પો.સ્ટે. પ્રોહી.૩૪૭/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી મુજબના કામે તા.૧૬/૧૧/૨૦૧૯  ક.૧૩/૧૫ વાગે  મોજે.વીટોજ ગામ ની સીમમા આરોપી ભયલાલભાઇ થાવરભાઇ રાઠવા રહે.વિટોજ તા.હાલોલ નાએ પ્રોહી પ્રતિંબધક એરીયામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ના પ્લાસ્ટીક ના હોલ કુલ નંગ-૧૭૪ કિ. રૂા.૬૧,૭૭૦ /- નો તેના કબ્જા વીટોજ ગામ ની સીમમા આવેલ મકાઇ ના ખેતર મા રાખી હોય પોલીસ ની રેઇડ દરમ્યાન હાજર મળી નહી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા  નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૧૧)   રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં-૨૪૮/૧૯ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), મુજબના કામે તા-૧૬/૧૧/૧૯ ક.૧૬/30 વાગ્યે, મોજે.સરસવા ગામે, ઉત્તર ફળીયામાં આરોપી વિજયભાઇ આપસીંગભાઇ રાઠવા રહે.સરસવા, ઉત્તર ફળીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ પોતાના કબજા ભોગવટાના ઘરની પાછળ આવેલ મકાઇના વાવેતરવાળા ખેતરમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુની રોયલ સીલેકટ વ્હીસ્કીની ૭૫૦ મીલીની પેટીઓ નંગ-૨૪ જેમાં કુલ બોટલ નંગ-૨૮૮ કુલ કિમત રૂ.૧,૦૫,૧૨૦/- નો પ્રોહી જથ્થો સંતાડી રાખી પોલીસની રેઇડ દરમ્યાન પોતાના ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૧ર)    રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં-૨૫૦/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨) મુજબના કામે  તા.૧૭/૧૧/૨૦૧૯ ના ક.૧૯/૩૦  વાગ્યે મોજે.ઘોઘંબા મલાવ ફળીયા ગામે  આરોપી અર્જુન ઉર્ફે બોખી ભલસિંહ ચૌહાણ રહે.મલાવ ફળીયુ ઘોઘંબા તા.ઘોઘંબા જિ.પંચમહાલ  નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા ગે.કા. રીતે પોતાના કબજાની અલ્ટો કાર નં. GJ 06 DG 8932  તથા પોતાના કબજા ભોગવટાના વખારીયા ઘરમા  ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની  જુદા-જુદા માર્કાની પ્લાસ્ટીક તથા  કાચની નાની-મોટી બોટલો તથા ટીન બિયર કુલ નં-૮૯૩ કિ.રૂ.૨,૧૭,૯૩૦/- મળી  તથા અલ્ટો કારની કિ.રુ.૬૦,૦૦૦/- મળી  કુલ કિ.રૂ.૨,૭૭,૯૩૦/- નો મુદ્દામાલ મળી આવી પોલીસની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૨  

(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સે.ગુ.ર.ન.૨૧૦/૧૯ જુગારા ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૬/૧૧/૧૯ ક.૨૨/૧૫ મોજે.વાગડીવાસ મંદિર પાછળ ખુલ્લ્લામા આરોપીઓ (૧) કમલેશભાઇ મનહરલાલ જાતે રાસધારી રહે-લીલાશા સોસાયટી પાવર હાઉસ સામે ભુરાવાવ ગોધરા (૨) સુનીલભાઇ સુભાષભાઇ દેસરાણી રહે.ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ ગોધરા (૩) મનીષભાઇ દિલીપભાઇ રેલવાણી રહે.ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ ગોધરા (૪) અશોકકુમાર મોહનદાસ જાનકીયા રહે.મુળ રહે.શહેરા સીધી સોસાયટી હાલ રહે.ઝુલેલાલ સોસાયટી ગોધરા (૫) ચીમનભાઇ શંકરભાઇ અસારી રહે.ભુરાવાવ ડોડપા ફળીયુ ગોધરા (૬) કરણભાઇ ઉમંગભાઇ રામવાણી રહે.શિવશકિત સોસાયટી યોગેશવર રોડ ભુરાવાવ ગોધરા (૭) નરેશભાઇ ભોજરાજ દેસરાણી રહે.ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ ગોધરા (૮) ગણપતભાઇ શાકરભાઇ મકવાણા રહે.ભુરાવાવ ડોડપા ફળીયુ ગોધરા નાઓએ ખુલ્લી જગ્યામાં જાહેરમાં પાના પત્તા વડે  જુગાર રમી રમાડતા તેઓની અંગ ઝડતીમાંથી મળેલ જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૧૦,૪૩૦/- તથા મોબાઇલ ફોન નં.૬ કિ.રૂ.૧૮,૦૦૦/-તથા દાવ ઉપરથી રુ.૭,૬૩૦/- તથા ગંજી પાના પતા નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૩૬,૦૬૦/- નો મુદ્દામાલ  સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવી પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.ન.૨૧૨/૧૯ જુગારા ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૭/૧૧/૧૯ ક.૧૮/૪૫ મોજે.જાફરાબાદ દશામા ફાટક પાસે ખુલ્લામા આરોપીઓ (૧) વિજયભાઇ અંબાલાલ મારવાડી રહે.કપડવંજ સરકારી ગોડાઉન પાછળ વચલા મહોલ્લા તા.ગોધરા (૨) વિજયભાઇ પ્રતાપભાઇ ભીલ રહે- જાફરાબાદ દશામા ફાટક પાસે મારવાડીવાસ તા.ગોધરા (૩) ભરતભાઇ ધનાભાઇ ભીલ રહે- જાફરાબાદ દશામા ફાટક પાસે મારવાડીવાસ તા.ગોધરા (૪) દિનેશભાઇ કાનાજી ભીલ રહે- જાફરાબાદ દશામા ફાટક પાસે મારવાડીવાસ તા.ગોધરા (૫) દિપકભાઇ અરવિંદભાઇ ભીલ રહે- જાફરાબાદ દશામા ફાટક પાસે મારવાડીવાસ તા.ગોધરા નાઓએ જાહેરમા પાના પત્તાનો હારજીત નો જુગાર રમી રમાડી કુલ રૂ.૧૩,૫૦૦/- મુદ્દામાલ સાથે પોલીસ ની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવી પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૨  

(૧) રાજગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૫૦/૧૯ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની ક.૬(એ), (૪)(૩), ૮(૨) ઇ.પીકો ક.૪૨૯, ૪૨૭  મુજબના કામે તા.૧૧/૧૧/૨૦૧૯  ના ક.૦૭/૩૦  દરમ્યાન મોજે.ઉંડવા  ગામે, રોડ ઉપર આરોપી  જી.જે ૧૭ ટી ૭૧૨૭ ના ૪૦૭ ટેમ્પાનો ચાલક/માલીક જેનુ નામઠામ મળી આવેલ નથી તે નાઓએ ટેમ્પામાં ગાયો તથા બળદોને કતલ કરવાના ઇરાદે પગ તથા ગળામાં ટુકાટુકા દોરડાઓ વડે બાંધી ખીચો ખીચ ભરી ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી ગાય તથા બળદ કુલ નંગ-૧૧ કિમત રૂ.૧,૨૫,૦૦૦/-તથા ૪૦૭ ટેમ્પાનો રજી. નં. જી.જે.૧૭ ટી ૭૧૨૭ ટેમ્પાની કિમત રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૫,૦૦૦/- નો મુદૃામાલ રાખી તેમજ  જે પૈકી ગાય નંગ ૧ તથા બળદ નંગ ૨ ને મરણ ગયેલ હાલતમા રાખી  કતલ કરવાના ઇરાદે ભરી લાવી તેમજ જરૂરી વ્યવસ્થા નહી રાખી પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન ટેમ્પોનો ચાલક/માલીક સ્થળ ઉપર હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) જાંબુઘોડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૭/૨૦૧૯ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૬(એ), ૪(૩), ૮(૨) તથા જી.પી.એકટ ક-૧૧૯ તથા ઇ.પી.કો. ક-૨૭૯, એમ.વી.એકટ ક-૧૭૭ મુજબના કામે તા.૧૪/૧૧/૨૦૧૯ ના ક.૧૯/૧૫ મોજે-કણજીપાણી ગામે કોતરપાસે રોડ ઉપર આરોપીઓ (૧) પિયુષભાઇ ગોપાલભાઇ રાઠવા રહે-શિવજીપુરા મંદિર ફળીયુ, તા-બોડેલી તથા   (૨) સોમનાથ કંચનભાઇ રાઠવા રહે-વાલોઠી, તા-બોડેલી, જી-છોટાઉદેપુર તથા તેના મિત્ર નાઓએ મુગા પશુઓ વાછરડા નંગ-૬ કુલ કિ.રૂ.૩૦,૦૦૦/- ને ટાટા એ.સી (પીકઅપ) નં-જીજે-૦૬-એ.ટી.-૯૩૨૫ માં કતલ કરવાના ઇરાદે ક્રૂરતા પુર્વક એકબીજાના ગળમા તથા પગોમા ટુકાટુકા દોરડાથી ખીંચોખીચ બાંધી પાણી કે ઘાંસ ચારાની કોઇ વ્યવસ્થા  નહી રાખી પુરઝડપે ચલાવી ટાટા એ.સી (પીકઅપ) કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા