પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:24:10 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૪/૦૮/૨૦૨૦ થી તા.૩૦/૦૮/૨૦૨૦ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. ‍

ગન્હો ડીટેકટ-૦૧

(૧)    શહેરા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૦૦૫૨૦/૨૦૨૦ ઇ.પી.કો ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કામે તા.૧૧/૦૪/૨૦૨૦ ક.૧૨/૦૦ થી તા.૧૨/૦૪/૨૦૨૦ ક. ૮/૦૦ દરમ્યાન મોજે.હાંસેલાવ બસ સ્ટેન્ડ પાસે આ કામના ફરીયાદી તથા સાહેદ ની કરીણાયા તથા મોબાઇલની દુકાનના શટરના તાળા તોડી કરીયાણાનો સરસામાન તથા મોબાઇલ ફોન, કોમ્પ્યુટર સેટ તથા કેમેરા મળી કુલ રૂા.૨૯૫૦૦/- ના મુદૃામાલની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા વિ . બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ હતો. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી   નં.૯/૨૦૨૦ તા.૨૯/૦૮/૨૦૨૦ મુજબના કામે સામાવાળા મુનાવર ઉર્ફે મુન્નો યુસુફ મીઠા રહે. ઇટલીનીવાડી દારૂ સલામ મસ્જીદ પાસે ગોધરા નાઓને  સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી. મુજબ તા.૨૯/૦૮/૨૦૨૦ ક.૧૨/૩૦ વાગે અટક કરી તેના રહેણાંક ઘરમાંથી એલ.સી.ડી. ટીવી, ચાઇના બનાવટના મોબાઇલ ફોનો, યુ.પી.એસ., કેસલેસ સ્વાઇપ ડીવાઇસ, એલ.ઇ.ડી. મોનીટર એમ મળી કુલ  કિ.રૂ.૪૨,૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત આરોપીની ઘનિષ્‍ઠ પુછપરછ કરતા હકીકત જણાવેલ કે પોતે તથા તેની સાથેનો શેહઝાદ ફઝલ હયાત રહે. ઇટલીનીવાડી દારૂ સલામ મસ્જીદ પાસે ગોધરા નાઓે બંને ભેગા મળી ગયા ઉનાળામા પાંચમા મહીનામાં લોકડાઉનના સમય વખતે રાતના સમયે ઓપ્ટરા કાર નંબર જી.જે. ૦૬ સી.બી. ૨૦૧૨ માં બેસી ગોધરાથી નીકળી શહેરા નજીક હાંસેલાવ ચોકડી પાસે બે દુકાનના શટરના તાળા તોડી તે બંને દુકાનોમાંથી ચોરી કરેલ તે ચીજ વસ્તુ પૈકીની ઉપરોકત પકડાયેલ ચીજ વસ્તુ હોવાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા શહેરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૦૦૫૨૦/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

પકડેલ નાસતા ફરતા આરોપીઓ-૦૪   

(૧) વેજલપુર  પો.સ્ટે. સી. પાર્ટ.ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૧૩૬/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબના ગુનાના કામે  નાસતો ફરતો વોન્ટેડ આરોપી જયેશકુમાર ઉર્ફે લાલો ગોપાલભાઇ પટેલ રહે.રોડ ફળીયુ મહુલીયા તા.ગોધરા નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૨૪/૦૮ /૨૦૨૦ ના ક.૧૩/૦૦ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી વેજલપુર પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૨) (૧) ગોધરા તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૪૨૦૦૨૦૩/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ (૨) ગોધરા તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૪૨૦૦૨૦૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪  મુજબના ગુનાના ગુનાના કામે  નાસતો ફરતો વોન્ટેડ આરોપી  દીલીપભાઇ પર્વતભાઇ નાયક રહે.ચંચેલાવ તા.ગોધરા  નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારાતા.૩૦/૦૮/૨૦૨૦ ક.૧૦/૧૫ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી ગોધરા તાલુકા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે

(૩) મોરવા (હ) પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ , પોકસો કલમ ૧૨ મુજબના ગુન્હાના કામનો ના.ફ./વોન્ટેડ આરોપી  વિજયભાઇ ઉર્ફે કરણભાઇ ભોપતભાઇ આયડી રહે.મોટા બામણા તા.મોરવા (હ) જી.પંચમહાલનાનો ઉપરોકત અપહરણના ગુન્હાના કામે નાસતો  ફરતો/વોન્ટેડ  હોય  જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી તા.૨૪/૦૮/૨૦૨૦ ના રોજ મોજે. વરણામા તા.જી.વડોદરા મુકામેથી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓ દ્વારા હસ્તગત કરી આરોપી તેમજ ભોગબનનારને આગળની  વધુ તપાસ માટે મોરવા (હ)  પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

(૪) વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ , પોકસો કલમ ૪ મુજબના ગુન્હાના કામનો ના.ફ./વોન્ટેડ આરોપી  રાજેન્દ્રસિહ બળદેવસિહ ઠાકોર રહે.વ્યાસડા તા.કાલોલ જી.પંચમહાલ નાનો ઉપરોકત અપહરણના ગુન્હાના કામે નાસતો  ફરતો/વોન્ટેડ  હોય  જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી તા.૨૫/૦૮/૨૦૨૦ ના રોજ મોજે રાજચરાડીયા તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર મુકામેથી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓ દ્વારા હસ્તગત કરી આરોપી તેમજ ભોગબનનારને આગળની  વધુ તપાસ માટે વેજલપુર પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.            

પ્રોહીબિશન ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૦૪

(૧)     દામાવાવ.પો.સ્ટે PART (C) 11207077200307/2020 પ્રોહી એક્ટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨),  ૧૧૬(બી) મુજબના કામે તા.૨૪/૦૮/૨૦૨૦ ના ક.૧૬/૧૫ વાગે મોજે.માલુ ફાટક ત્રણ રસ્તા પાસે આંકલવા જતા રોડ ઉપર આરોપી હીરો એચ એફ ડીલક્ષ મોટર સાયકલ નંબર જી.જે.૧૭ બી.એફ ૪૯૭૧ નો ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની હીરો એચ એફ ડીલક્ષ મોટર સાયકલ નંબર જી.જે.૧૭ બી.એફ ૪૯૭૧ ની ઉપર  સીટની બન્ને બાજુએ કંતાનના થેલાઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની ૭૫૦ એમ.એલ.ની રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કીની બોટલો નંગ-૫૦ તથા ૧૮૦ એમ.એલ ના કવાટરીયા નંગ-૪૮ કુલ બોટલો નંગ-૯૮ કિ.રૂા.૨૬૭૯૦/- નો તથા મોટર સાયકલ ની કિમત રૂા.૨૫૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૫૧૭૯૦/- નો મુદામાલ સાથે આ કામના આરોપી વહન કરી લઇ આવતા મોટર સાયકલ રોડની સાઇડમાં ઉતારી નાખી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     દામાવાવ.પો.સ્ટે PART (C) 11207077200308/2020 પ્રોહી એક્ટ ક.૬૫(એ)(ઇ),  ૯૮(૨), ૮૧, ૧૧૬(બી), મુજબના કામે તા.૨૪/૦૮/૨૦૨૦  ક.૧૬/૩૦ વાગ્યે મોજે.સીમલીયા નદીના પુલ ઉપર આરોપીઓ (૧) કિશનભાઇ નગજીભાઇ ભાભોર ઉવ.૨૫ રહે.સરસોડા, સીમોડ ફળીયુ તા.ગરબાડા (૨) સુરમલભાઇ છગનભાઇ બારીઆ ઉ.વ.૩૫ રહે.સરસોડા, ખરાડ ફળીયુ તા ગરબાડા (૩) અકીલ બાદશાહ જેનો મો.નં.૭૭૭૭૯૫૭૫૩૪ રહે.આંણદ (૪) સેજાવાડા એમ.પી ના દારૂભરી આપનાર ઠેકેદાર નાઓએ ગે.કા રીતે પ્રોહી પ્રતિબંઘક એરીયામાથી ઇગ્લીશ દારૂ રોયલ બાર પ્રીસટીગ ગ્રીન વ્હીસ્કી ની ખાખી કલરની પુઠ્ઠાની ૫૩ પેટીઓ તથા છુટા કવાટરીયા નંગ-૯૬ મળી કુલ કવાટરીયા નંગ.૨૬૪૦ કિ.રૂા.૨,૭૭,૨૦૦/- ગણી શકાય  તથા એક તુફાન ગાડી રજી.નં.GJ-17 W-3842 ની કિ.રૂા.૨,૦૦,૦૦૦/- તથા એક આઇટેલ કંપનીનો મોબાઇલ કિ.રૂા.૫૦૦/- મળી કુલ રૂા.૪,૭૭,૭૦૦/- ના મુદ્દામાલ વગર પાસ પરમીટે વહન કરી લઇ આવી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     પાવાગઢ પો.સ્ટે. સી ગુ.ર.નં.૧૧૨૦૭૦૫૦૨૦૦૦૪૫૧/૨૦૨૦ પ્રોહિ  કલમ  ૬૫ઇ, ૬૫એ, ૮૧, ૧૧૬(બી)  મુજબના કામે તા.૨૬/૦૮/૨૦૨૦ ના ક.૨૦/૪૫ વાગે મોજે.નવા ઢીકવા ગામે આરોપીઓ (૧) રમેશભાઇ સબુરભાઇ રાઠવા (૨) મંજુલાબેન w/o રમેશભાઇ સબુરભાઇ રાઠવા બંને રહે.નવા ઢીકવા તા.હાલોલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં એકબીજાની મદદગારીથી પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ ૯૭ કિ.રૂા.૨૬,૯૦૫/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂા.૫૦૦/- તથા લાઇટ બીલ કિ.રૂા.૦૦/૦૦ મળી કુલ રૂા.૨૭,૪૦૫/- નો મુદામાલ સાથે આરોપી નંબર-૨ ઘરે હાજર મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૪)     કાલોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૭૦૩૬૨૦૦૮૪૬/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૨૮/૦૮/૨૦૨૦ કલાક ૧૫/૩૦ વાગે મોજે- હીરો કંમ્પની રોડ ઉપર મધવાસ ગામે આરોપીઓ (૧) નરવતભાઇ મગનભાઇ રાઠવા ઉ.વ.૩૧  (૨) હરીશભાઇ સીમલાભાઇ રાઠવા ઉ.વ.૨૬ બંન્ને રહે.ગોરાડા દેવફળીયું તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓએ પોતાના કબ્જાની ટાટા એ.સી.  (છોટા હાથી) ગાડી નંબર જી.જે.૧૭.ટી.ટી.૫૭૩૫ ઉપર ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના પ્લાસ્ટીકના બોટલ નંગ-૬૬ કિ.રૂ.૩૧,૬૮૦/- તથા ટાટા એ.સી.(છોટા હાથી) ગાડીની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૫૧,૬૮૦/- નો મુદામાલ હેરાફેરી દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૧

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.૧૧૨૦૭૦૦૨૦૧૦૯૩/૨૦૨૦ જુગારધારા ક.૪, ૫ મુજબના કામે તા.૨૪/૦૮/૨૦૨૦  ના ક.૧૮/૦૦ વાગે મોજે.અબા મસ્જીદની પાછળ ઉપલીવાડી મકાનમા આરોપીઓ (૧)  ખાલીદ ઉર્ફે ફટાકી હુશેન ભાગલીયા રહે.સિગ્નલ ફળીયા રોડ રોયલ હોટલની બાજુની ગલીમા ગોધરા (૨) આશીફ યુસુફ મીઠા રહે.મીઠીખાન મહોલ્લા દારૂ સલામ મસ્જીદની બાજુમા ગોધરા (૩)મોઇનુદ્દીન સિકંદરમીયા મલેક રહે અંગારી ગામ પહાડીયા તા ગલતેશ્વર જી ખેડા (૪) મોહમદખાન ઉર્ફે  બીડી શેરઅલીખાન પઠાણ રહે ખાડી ફળીયા કુદરતશાના તકીયા ગોધરા (૫) ઇનાયત કલા રહે કાલા પેટ્રોલ પંપ સામે ગોધરા તથા (૬) સલામભાઇ મલા જેનુ સરનામુ ખબર નથી (૭) રઇશ હુશેન મીઠા રહે.અબરાર મસ્જીદ પાછળ ઉપલી વાડી ગોધરા નાઓએ પાના પત્તાથી હાર જીતનો જુગાર રમી રમાડી જુગાર રમવાના પાના પત્તા નંગ-૫૨ તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૧૯,૦૦૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૧,૪૫૦/- મળી કુલ રોકડા રૂ.૩૦,૪૫૦/- તથા પકડાયેલ ઇસમો પાસેથી અંગ ઝડતી દરમ્યાન કબજે લીધેલ મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૧૮,૫૦૦/- તથા દાવની બાજુમા પડેલ મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- તથા પાના પત્તા નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ જે કુલ મળી  રૂ.૪૯,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ ધારા હેઠળ કરવામા આવેલ કેસ-૦૨

 (૧)    ગોધરા શહેર એ ડીવી.પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૦૭૦૨૫૨૦૧૪૫૩/૨૦૨૦ ઇ.પી.કો. ક.૨૭૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪ તથા ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૭ ની ક.૬(ક)(૪), ૮(૪), ૧૦ તથા પશુ ક્રુરતા અધિ.કલમ ૧૧(૧) (ડી), (ઇ), (એફ) તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા-૨૬/૦૮/૨૦૨૦ ના ક.૧૮/૩૦  સુમારે  મોજે.પરવડી બાયપાસ પાસે રાવજી પટેલના ફાર્મ પાસે રોડ ઉપર આરોપીઓ (૧) રંગીતભાઇ બુધાભાઇ પરમાર રહે-કંકુથાંભલા તળાવ ફળીયુ તા-ગોધરા (૨) મુકેશભાઇ ચંન્દ્રસિહ ગણાવા રહે-કંકુથાંભલા તળાવ ફળીયુ તા-ગોધરા (૩) તાહીર અબ્દુલ્લા મફત રજાક મફત રહે- હઠીલા પ્લોટ ગોધરા નાઓને અતુલ શકિત ટેમ્પા નં- GJ-07-TT-8978મા એક ગૌવંશ (ગાય)ને કતલ કરવાના ઇરાદે પગ તથા ગળામાં ટુકા-ટુકા દોરડાઓ વડે બાંધી તેઓના કબજાનો ઉપરોકત અતુલ શકિત ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ગાડીમાં એક ગૌવંશ ભરી લાવી જે એક ગાયની  કિ.રૂ.૨૦,૦૦૦/- તથા એક અતુલ શકિત ટેમ્પો જેનો રજી.નં.જોતા GJ-07-TT-8978  કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૧,૨૦,૦૦૦/-નો મુદામાલ રાખી ઉપરોકત આરોપીઓ પૈકી નં-૧,૨ નાઓ પકડાઇ જઇ ગૌવંશ કતલ કરવાના ઇરાદે  મંગાવી એક બીજાએ મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવી પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     દામાવાવ પોલીસ સ્ટેશન Part(B) 11207077200313/2020 ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૭ ની કલમ ૫(૧એ) (ઘ), ૮ મુજબના કામે તા.૨૬/૦૮/૨૦૨૦ ના ક.૧૨/૦૦ ના સુમારે મોજે.ગુણેશીયા ગામે ચોકડી ઉપર આરોપી દલપતભાઇ ઉર્ફે જીગાભાઇ મનુભાઇ નાયક ઉ.વ.૨૧ રહે.ગુણેશીયા આશ્રમ ફળીયુ તા.ઘોઘંબા નાએ બળદો નંગ-૨ જે એક બળદ ની કિમત રૂ ૧૦,૦૦૦/- લેખે બે બળદોની કીમત રૂ ૨૦,૦૦૦/- ની ગણી કતલ કરવાના ઇરાદે બળદોને ગળામાં તેમજ મોઢે તેમજ પગોએ ટુંકા દોરડાથી બાંધી ઘાસ ચારો કે પાણીની સગવડ ન આપી બળદો કતલખાને કતલ કરવાના ઇરાદે ચાલતા લઇ જતા પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.