તા.૨૩/૧૧/૨૦૧૫ થી તા.૨૯/૧૧/૨૦૧૫ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી મા આયોજનબધ્ધ બંદોબસ્ત ગોઠવી સતત તેનું સુપરવિઝન કરી પંચમહાલ જીલ્લામા નગરપાલીક, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની ચૂંટણીમા મતદાનના દિવસે કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી અને સંપુર્ણ શાંતીમય વાતાવરણમા ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થયેલ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૩/૧૧/૨૦૧૫ થી તા.૨૯/૧૧/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૪૦૯ એન.સી. ફરીયાદ, ૫૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૫૭,૧૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
(૧) જાંબુઘોડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૪૭/૧૫ પ્રોહી એકટ ક.૬૬B, ૬૫AE મુજબના કામે તા.૨૫/૧૧/૨૦૧૫ ના ક.૧૩/૩૦ વાગે મોજે ખાખરીયા ગામે માલસીગભાઇ ઉર્ફે વાંદરી રાયસીગભાઇ રાઠવા રહે.બેડવી તા.જી.છોટાઉદેપુર નાએ પોતાના કબજાની મો.સા. નં.જીજે-૬ ટીપી-૮૧૧૧ ની ઉપર કવાટરીયા નંગ-૪૯૦ જેની કી.રૂ.૨૯,૪૦૦/- તથા મો.સા.ની કી.રૂ.૨૫,૦૦૦/- મળીને કુલ રૂ.૫૪,૪૦૦/- નો મુદ્દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) હાલોલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૪૦/૧૫ પ્રોહી એક્ટ ક.૬૬ બી, ૬૫,એ,ઇ, ૮૧ મુજબના કામે તા.૨૮/૧૧/૧૫ ક.૧૫/૧૫ મોજે.કંજરી ગામની સીમમાં આરોપીઓ (૧) નયનકુમાર મંગળભાઈ પરમાર રહે.કંજરી સુરજી ફળિયા તા.હાલોલ તથા (૨) વિષ્ણુભાઇ મો.નં.૯૯૦૯૮૩૨૧૭૬ નાઓએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે પોતાના મોચીયો વાળા ખેતરમાં ડાંગર નાં ઘાસમાં પરપ્રાંતીય બનાવટનો દારૂની બોટલો કુલ નંગ-૧૦૮ કિ.રૂ.૨૭૦૦૦/- નો સહ આરોપી વિષ્ણુભાઇ મો.નં.૯૯૦૯૮૩૨૧૭૬ ઉપર સંર્પક કરી મંગાવી રાખી પોલીસની રેઇડ દરમ્યાન આરોપી નં-૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ હાલોલ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.