હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૬/૦૬/૨૦૧૬ થી તા.૧૨/૦૬/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

એડવાન્‍સ ઇન્‍ટેલીજન્‍સ આધારે અટકાવેલ ગુનાઃ-

  • ગોધરા તાલુકા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૪૧/૧૬ ઇ.પી.કો.ક. ૩૯૯, ૪૦૦, ૪૦૨ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(એ)(એ) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબના કામે તા.૧૦/૦૬/૧૬ ના ક.૪/૩૦ વાગ્યે મોજે.પોપટપુરા જ્યુશ કંપની સામે આરોપીઓ  (૧) મોહમંદ અરસદ ઉર્ફે શાનુ અલીમહમંદ મેવ (૨) સલ્લાખાન શેરમહમંદ મેવ (મુસલમાન) (૩) શાકીરખાન રેહમુદીન મેવ (મુસલમાન) રહે.નં.૧ થી ૩ દેવરાનગલી તા.નુહુ જી.મેવાત (હરીયાણા) (૪) નફીસ અબ્દુલકરીમ કુરેશી રહે.રાવલી મસ્જીદની સામે તા.ફીરોજપુર જીરકા જી.મેવાત(હરીયાણા) (૫) સમયદીન સમસુદીન મેવ(મુસલમાન) રહે.ઉમરા કલવથુ તા.નગીના જી.મેવાત (હરીયાણા) (૬) ઇલીયાસ રહેમત રઇખાન મેવ (મુસલમાન) રહે.ઉમરા કલવથુ તા.નગીના જી.મેવાત (હરીયાણા) વોંટેડ (૭) મુજફર સબ્બીર દાવ ઉર્ફે ભુરીયો રહે.ગોધરા વેજલપુર રોડ સાતપુલ વચલા ઓઢા (૮) ઇલ્યાસ સતાર કાલુ રહે.સાવલીવાડ ગોધરા ગોધરા તાલુકા પોપટપુરા ગામની સીમમાં ભેગા મળી ટોળકી બનાવી દેશી બનાવટની લોખંડની પિસ્તોલ, ધારીયુ, લોખંડની છરીઓ, વાંસના ડંડા, ગીલોલ તથા લોખંડની હથોડી, મેટલ પથ્થરો જેવા મારક હથિયારો સાથે સજ્જ થઇ ધાડપાડુ ટોડકી બનાવી ધાડ પાડવાના હેતુસર એક્ઠા થઇ પોતાના કબજાના ટાટા ૪૦૭  ટેમ્પો જેનો રજી નં.RJ-29-GA-4006 માં બેસી મારક હથિયારો સાથે ગોધરા શહેર તથા આજુબાજુ ગામડાઓમાં કોઇક જગ્યાએ ધાડ પાડવા માટે તૈયારી કરી આવતા પોપટપુરા જ્યુશ કંપની ત્રણ રસ્તા પાસે તેઓના કબજાના ટેમ્પા રજી નં.RJ 29 GA 4006 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા  ઉપરોક્ત તમામ મારક હથિયારો કિ.રૂ.૪,૨૩૦/- તથા જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૧,૬૨૦/- એમ મળી કુલ રૂ.૨,૦૫,૮૫૦/- સાથે છ ઇસમો પકડાઇ ગયેલ હોય અને બે ઇસમો ભાગી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી ગોધરા નાઓ ધ્‍વારા એડવાન્‍સ ઇનટેલીજન્‍સ આધારે ગુનો અટકાવી સારી કામગીરી કરેલ છે.   
  • ગોધરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૪૧/૨૦૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ વિગેરે (ર) ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૬૧/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી વિજયભાઇ અર્જુનભાઇ ચૌહાણ રહે.બેઢીયા તા.કાલોલ નાઓને તા.૦૭/૦૬/૨૦૧૬ ના ક.૧૭/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૦૭/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૩, ૪૭૪, ૪૭૫, ૨૦૧ વિગેરે મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી આશીફ ફારૂક ટપ રહે.નાન મહોલ્‍લા વેજલપુર તા.કાલોલ નાઓને તા.૧૧/૦૬/૨૦૧૬ ના ક.૦૧/૦૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • મે.મેજી.શ્રી ના હુકમ નં./એમ.એ.જી/પાસા/૦૯/૨૦૧૬ તા.૦૭/૦૬/૨૦૧૬ થી ડાહયાભાઇ નરસીંગભાઇ ચારણ રહે.વડાતળાવ તા.હાલોલ નાઓને ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮૫ ની ક.૩(ર) હેઠળ અટક હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકીકત મેળવી તા.૧૧/૦૬/૧૬ ના રોજ ડીટેઇન કરાવડાવી મધ્‍યસ્‍થ જેલ રાજકોટ ખાતે સોંપવામા આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૬/૦૬/૨૦૧૬ થી તા.૧૨/૦૬/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૮૩૩ એન.સી. ફરીયા, ૬૫ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૨૫,૫૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.  

 

  • તા.૦૬/૦૬/૨૦૧૬ થી તા.૧૨/૦૬/૨૦૧૬ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

 

(૧)    ગોધરા તાલુકા પો.સ્ટે. જા.જોગ નંબર ૬૫/૧૫ તા.૧૯/૧૦/૧૫ ના કામે તા.૧૭/૧૦/૧૫ ના રોજ ગુમ થનાર મનીષાબેન નાનાભાઇ સોમાભાઇ વણકર રહે.કરસાણા તા.ગોધરા જી.પંચમહાલ નાની તા.૧૨/૦૬/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(ર)    ગોધરા તાલુકા પો.સ્ટે. જા.જોગ નંબર ૦૭/૧૬ તા.૧૯/૦૨/૧૬ ના કામે તા.૧૫/૦૨/૧૬ ના રોજ ગુમ થનાર ભુપતભાઇ હિમંતભાઇ બારીઆ રહે.ગદુકપુર તા.ગોધરા જી.પંચમહાલ નાનો તા.૧૨/૦૬/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(૩)    ગોધરા તાલુકા પો.સ્ટે. જા.જોગ નંબર ૦૭/૨૦૧૬ તા.૧૯/૦૨/૧૬ ના કામે તા.૧૫/૦૨/૧૬ ના રોજ ગુમ થનાર ગીતાબેન ભુપતભાઇ હિમંતભાઇ બારીઆ રહે.ગદુકપુર તા.ગોધરા જી.પંચમહાલ નાની તા.૧૨/૦૬/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૮૫/ર૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૮૧, ૮૨, ૮૩ મુજબના કામે તા.૦૬/૦૬/૧૬ ક.૧૮/૧૫ વાગ્યે મોજે.સંતરોડ ગામે હાઇ-વે રોડ પર આરોપીઓ (૧) પિયુષભાઇ કૃષ્ણકાન્ત ઉપાધ્યાય મુળ રહે.સંતરામપુર જી.મહીસાગર હાલ રહે.નડીયાદ કમળા ચોકડી ફીરોજભાઇના ફાર્મ હાઉસ તા.નડીયાદ જી.ખેડા (૨) નટુભાઇ શનાભાઇ ચૌહાણ રહે.વાટવાડી તા.મહેમદાબાદ જી.ખેડા (૩) શનુભાઇ મડીયાભાઇ પલાસ જી.દાહોદ નાઓ પૈકી આરોપી નં.૧, ૨, ૩ નાઓએ એકબીજાની મદદગારી થી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે આરોપી નં.૩  નાએ ઇનોવા ગાડી નં.જી.જે.૨ એસી-૭૨૦૬ માં આરોપી નં.૩ નાએ પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨૭૨ કિ.રૂ.૨,૪૨,૪૦૦/- ભરાવી આપી આરોપી નં.૧, ર નાઓ હેરાફેરી કરી તેમની પાસેથી મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ,૧,૦૦૦/-, રોકડ રૂ.૧૪,૮૦૦/- તેમજ ઇનોવા ગાડીની કિ.રૂ.૮,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૦,૫૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પોલીસના વાહન ચેકીંગ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)  ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૫૮/ર૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૭/૬/૧૬ ક.૧૯/૩૦ વાગ્યે મોજે છાવડ ગામે બારીઆ ફળીયામાં મહાદેવના મંદિર પાસે આરોપીઓ (૧) માનાભાઇ દુધાભાઇ વણકર રહે.બખ્ખર તા.ગોધરા (૨) બોલેરો ગાડી નં.જીજે ૧૭ એએચ ૭૩૫૧ નો ચાલક નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં કોઇ જગ્યાએથી બોલેરો ગાડી નં.જીજે ૧૭ એએચ ૭૩૫૧ માં વાહન ચાલક મારફતે પર પ્રાન્તિય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૩૪૪ કિમત રૂા.૯૬,૦૦૦/- નો મુદૃામાલ મંગાવી પોલીસની રેઇડ દરમ્યાન વાહન ચાલક દારૂનો જથ્થો ભરેલ વાહન મુકી નાસી ગયેલ હોય બોલેરો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કીમત રૂા.૪,૯૬,૦૦૦/- નો મુદૃામાલ મળી આવી આરોપીઓ નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૮૮/ર૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ મુજબના કામે તા.૦૮/૬/૧૬ ક.૧૮/૩૫ વાગ્યે મોજે.વેજમા ગામે આરોપી કનુભાઇ અમરસિહ વણઝારા રહે.વેજમા વણકર ફળીયું તા.મોરવા(હ) આરોપીએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના રહેણાક મકાનમાં ઇગ્લીશ દારૂ ભરેલ પ્લાસ્ટીકના ૭૫૦ મી.લીના પ્લાસ્ટીકના બોટલો નંગ-૪૨૦ કિ.રૂ.૧,૦૫,૦૦૦/- તથા ૫૦૦ મી.લી.ના ટીન બીયરની બોટલો નંગ-૭૨ કિ.રૂ.૭,૨૦૦/- તથા ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૩૮ કિ.રૂ.૧,૯૦૦/- મળી કુલ રૂ.૧,૧૪,૧૦૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન ધરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્‍ટે ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) રાજગઢ પો.સ્‍ટે. III ગુ.ર.નં.૭૮/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૮/૬/૧૬ ક.૧૩/૪૫ વાગ્યે મોજે રીછીયા ચોકડી થી તરીયાવેરી ડુંગરો તરફ આરોપી મનોજભાઇ ભુરસીંગભાઇ રાઠવા રહે.લાબડાધરા તા.ધોધંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે વિદેશી બનાવટનો કીંગ વ્હીસકી બ્લેન્ડેડ પેટીઓ નંગ-૮ મા કુલ નંગ-૯૬ એક નંગ ની કિ.રૂ.૩૦૦ લેખે કુલ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા કાચની બીયર માઉન્ટસ ૬૦૦૦ ના માર્કાની પેટીઓ નંગ-૪ તથા છુટા બીયર નંગ-૯ કુલ મળી બોટલ નંગ-૫૭ એક બોટલની કિ.રૂ.૧૦૦/- લેખે કુલ કિ.રૂ.૫,૭૦૦/- મળી કુલ રૂ.૩૪,૫૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસને જોઇ નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫) મોરવા(હ) પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૮/ર૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૮૧, ૮૨, ૮૩ મુજબના કામે તા.૧૨/૦૬/૧૬ ક.૧૧/૩૫ વાગ્યે મોજે સાલીયા ગામે આરોપીઓ (૧) ભાનુભાઇ માવાભાઇ વણકર (૨) અમરતબેન માવાભાઇ વણકર બન્ને રહે.વાધજીપુર તા.શહેરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની ઇન્ડીકા ગાડી નં.જીજે ૨૨ ટી-૭૦૧૨ કી.રૂ.૧,૦૦,૦૦૦/- માં ઇગ્લીશ દારૂ બીયરની પેટીઓ નંગ-૧૪ જેમાં ૬૫૦ મી.લી.ની બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૧૨,૦૦૦/- તથા રોયલ સ્ટેજ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૬,૦૦૦/- તથા ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૧૪૪ કિ.રૂ.૭,૨૦૦/- મળી કુલ રૂ.૨૫,૨૦૦/- નો ભરી એકબીજાની મદદગારી થી એક જગ્યા એથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતા પોલીસના ચેકીંગ દરમ્યાન કુલ રૂ.૧,૨૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 14-06-2016