|
મહીસાગર જીલ્લામાં તા.૨૮/૧૧/૨૦૧૬ થી તા.૫/૧૨/૨૦૧૬ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
- તા.૧/૧૨/૧૬ ના રોજ દારૂની હેરફેર કરનાર ઇસમો મહીસાગર જીલ્લાની હદમાંથી દારૂની હેરાફેરી કરે કરાવે નહિ અને આવી પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર અંકુશ લાવવા સારૂ મે.પોલીસ અધિક્ષક સાહેબે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી/એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો લીમડીયા ચોકડી ખાતે હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા દરમ્યાન એક મારૂતી સ્વીફટ ગાડી નં. જીજે ૦૬ એચડી ૫૪૭૯ ની આવતાં કોર્ડન કરી રોડની સાઇડમાં ઉભી રખાવતાં ચાલક ઇસમ ગાડી મુકી નાશી ગયેલ અને ગાડીમાં બેઠેલ આરોપી (૧) વજનસિંહ ચંદનસિંહ રાઠોડ રહે.ડાલસામસોદ ફળીયુ તા.સલુમ્બર જી.ઉદેપુર (રાજસ્થાન) નાને પકડી પાડવામાં આવેલ તથા ઉપરોકત ગાડીમાં જોતાં પર પ્રાન્તિય દારૂ ભરેલ બોટલો નંગ.૧૭૮ કી.રૂ.૭૧૨૦૦/- તથા કવાટરીયા નં.૨૮૮ કી.રૂ.૪૩૨૦૦/- તથા બીયર ટીન નં.૨૩૪ કુલ. કી.રૂ.૨૩૪૦૦/- મળી કુલ રૂ. ૧,૩૭,૮૦૦/- તથા સ્વીફટ ગાડીની કી.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-૧ કી.રૂ.૧૦૦૦/- મળી કુલ્લે રૂ. ૫,૩૮,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કરી બાકોર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૭૧/૨૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૮૧ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસ અધિક્ષક
મહીસાગર-લુણાવાડા વતી
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|
|