|
પંચમહાલ જીલ્લામાં તા.૧૩/૦૩/૨૦૧૭ થી તા.૧૯/૦૩/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુન્હો ડીટેકટ -૧
- રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૩/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૯૪, ૧૧૪ તથા આમ્સૅ એકટ ક.૨૫(૧)(એ)(એ) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબનો ગુનો તા.૦૧/૦૩/૨૦૧૭ ના ક.૧૯/૧૦ વાગે મોજે.ભાણપુરા થી નવાકુવા જવાના પુલીયા પાસે બેનલ છે. આ કામે ગુન્હાવાળી જગ્યાની વિઝીટ કરી ઇલેકટ્રોનીક સર્વેલન્સ તથા અંગત બાતમીદાર રોકી હકીકત મેળવી આ ગુનાના કામે આરોપી ટીપર (૧) હિતેષકુમાર મહેશભાઇ દરજી રહે.ઘોઘંબા તા.ધોધંબા જી.પંચમહાલ (ર) સુરેશ ઉર્ફે રૂપલો કાળુભાઇ બસી (લબાના) રહે.કતવારા તા.જી.દાહોદ નાઓને આ ગુનામા વાપરેલ મારૂતીવાન તથા બે મોબાઇલ ફોન એમ મળી કુલ રૂ.૧૬,૦૦૦૦/- ના મુધ્દામાલ સાથે તા.૧૬/૦૩/૨૦૧૭ ના રોજ પોલીસ ઇન્સપેકટરશ્રી એલ.સી.બી., ગોધરા નાઓએ સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી તેઓનુ ઇન્ટ્રોગેશન કરતા તેઓ બંને તથા બીજા છ આરોપીઓ મળી આ ગુનો કરેલાની કબુલાત કરેલ છે. આ બંને આરોપીઓને મુધ્દામાલ સાથે રાજગઢ પો.સ્ટે.મા સુપ્રત કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.
- જીલ્લા મેજી.શ્રીના હુકમ નં.એમ.એ.જી.પાસા/૪૬/૧૬ તા.૦૯/૦૩/૧૭ આધારે રમેશભાઇ માનાભાઇ બારીયા રહે.કાંટુ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાને પોલીસ ઇન્સપકેટરશ્રી એલ.સી.બી. ધ્વારા તા.૧૬/૦૩/૨૦૧૭ ના ક.૧૯/૩૫ વાગે અટક કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે સુપ્રત કરવામા આવેલ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે જીલ્લામા કુલ-૭૨૯ એન.સી. ફરીયાદ, ૭૩ વાહન ડીટેઇન તથા કુલ રૂ.૧,૦૩,૬૫૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી
(૧) રાજગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૩૬/૧૭ પ્રોહી ક.૬૫ઇ, ૧૧૬ મુજબના કામે તા.૧૮/૦૩/૧૭ ક.૧૧/૩૦ વાગ્યે મોજે દામણપુરા ગામે રોડ ઉપર આરોપી રાજેશભાઇ સોમાભાઇ પરમાર રહે.રીછા તા.કાલોલ જી.પંચમહાલ નાએ પોતાની મો.સા. નં.જીજે ૧૭ એએ-૧૪૫૯ ઉપર પ્રરપ્રાતીય બનાવટના ઇગ્લીશ દારુ ગોવા સ્પ્રાઇટ ઓફ સ્મુથનેશ ૭૫૦ મીલીની નંગ-૧ પ્લાસ્ટીકની બોટલની કિ.રૂ.૩૦૦/- લેખે ગણતા ૮૫ નંગ પ્લાસ્ટીકની બોટલની કુલ કિ.રૂ.૨૫,૫૦૦/-મુદ્દામાલ ગે.કા.નો પ્રોહી પ્રતિબંધીક એરીયામા પ્રોહી મુદામાલ રોડની સાઇડમા નાખી દઇ પોતાની મો.સા. લઇ નાશી જતા ઉપરોકત મુધદામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) જાંબુધોડા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૧૯/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૪/૦૩/૧૭ ના ક.૧૫/૦૦ વાગ્યે મોજે.ઉઢવટ ગામે આરોપીઓ (૧) પોપટભાઇ ધનસુખભાઇ રાઠવા રહે.મીઠીબોર, ઢોબચીયા ફળીયુ તા.જી. છોટાઉદેપુર (૨) નિકુનભાઇ રાઠવા તથા (૩) વિનોદભાઇ રમલાભાઇ રાઠવા બન્ને રહે.ધુણા તા.જી.છોટાઉદેપુર નાઓએ પીકપ ડાલુ નં.૧૭ઝેડ ૦૨૪૩ મા પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે વિદેશી દારૂ નો જથ્થો કિ.રૂ.૨,૫૪,૪૦૦/- નો તથા પોતાના કબજાના પીકપ ડાલાની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મો.ફોન ની કિ.રૂ.૫૦૦/- ગણી તથા લોખંડની સેન્ટીંગની પ્લેટો તથા લાકડાના ટેકા તથા આડીઓની કિ.રૂ.૨,૮૦૦/- ની મળી કુલ રૂ. ૪,૫૭,૭૦૦/- નો મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૮૨/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫ઇ, ૮૧ મુજબના કામે તા.૧૪/૦૩/૧૭ ના ક.૧૮/૩૦ મોજે.ધરોલા ખુર્દ ગામે પ્રવિણભાઇ ઉર્ફે કિરણભાઇ ગુલાબભાઇ બારીઆ રહે.ધરોલા ખુર્દ તા.શહેરા તથા બીજો ઇસમ એક નામ ઠામ મળેલ નથી તેઓએ એકબીજાના મેળાપણાથી તુફાન ગાડી કુરજર નં.જી.જે.૧૭ એ.એચ.૩૬૦૭ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- તથા એક મો.સા. જી.જે.૧૭ એ.એન. ૨૩૪૦ ની કિ.રૂ.૨૫૦૦૦/- તથા બીયર નો જથ્થો બોટલ નંગ-૨૫૭ કિ.રૂ.૨૫,૭૦૦/- મળી કુલ કિ.રૂ. ૪,૦૦,૭૦૦/- નો મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા.નો રાખી પોલીસની રેઇડ જોઇ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી
(૧) કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૭/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ અધિ.૨૦૧૧ ની ક. ૫(ક), ૬(ખ) (૧) (૨) (૩) (૪), ૮(૪) તથા ઇ.પી.કો.ક.૨૯૫(ક), ૪૨૯, ૧૧૪ મુજબના કામે તા.૧૩/૦૩/૧૭ ક.૭/૩૦ વાગ્યે મોજે.કાલોલ ગઘેડી ફળીયાના નાકા ઉ૫ર આરોપીઓ (૧) સલીમખાન હમીદખાન પઠાણ રહે. ૪-૮૧૨, એ.ગોધરા ગોન્દ્રા ઓઢા સીવીલ લાઇન રોડ સેસન્સ કોટૅની પાછળ (ર) સુગરાબીબી અબ્દુલ રજાક ઉસ્માન પઠાણ રહે.ગોધરા ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા અલીબાબા ડેરીની બાજુમાં ગોધરા (૩) રહેનાબીબી તે મનોવર કાલુભાઇ શેખ રહે. લીમડી ફળીયા સદાવાસનો ટેકરો તા.હાલોલ (૪) મદીનાબીનુ તે રસુલભાઇ છોટુભાઇ પઠાણ રહે. હાલોલ લીમડી ફળીયા સદાવાસનો ટેકરો તા.હાલોલ(૫) આમીન અબ્દુલ રજાક ઉસ્માનભાઇ પઠાણ રહે. ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા અલીબાબા ડેરીની બાજુમાં ગોધરા આ કામના આરોપીઓ એકબીજાની મદદગારીમાં હીન્દુ ધમૅના લોકોની ધામિૅક લાગણી દુર્ભાય તે રીતે આરોપી નં૧ ના કબ્જાની સી.એન.જી. પેસેન્જર રીક્ષા નં- જીજે-૧૭-ટીટી-૩૧૭૭ માં ગૌવંશ માંસ મટન ગોધરા થી આરોપી નં-પ નાઓ કતલ કરાવીને આરોપી નં-૨,૩,૪ નાઓ મારફતે આરોપી નં-૧ ની રીક્ષામાં લઇને હાલોલ પહોચતુ કરવા સારૂ મોકલતા નાકાબંધી દરમ્યાન આરોપી નં-૧,૨,૩,૪ નાઓ ગૌવંશ માંસ (મટન) ૧૬૦ કિલો કિ.રૂ.૧૧,૨૦૦/- તથા રીક્ષાની કિ.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ-૯૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પ.સ.ઇ. કાલોલ નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) વેજલપુર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૨૫/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક. ૫(ક), ૬(ક), ૬(ખ), (૧) (૨) (૩) (૧૦) (૫), ઇ.એલ.ડી તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૮/૦૩/૨૦૧૭ ના ક.૧૩/૩૦ વાગે મોજે.ખરસલીયા ફાટક થી જીતપુરા રોડ ઉપર આરોપીઓ (૧) મહંમદ નાશીર શેખ રહે.ગોમતીપુર કલાઇની ચાલ અમદાવાદ (ર) સુલેમાન અબ્દુલ હકીમ ટીલડી રહે.ગોધરા મીઠીખાન મહોલ્લ દારૂ સલામ મસ્જીદ પાસે (૩) મહંમદ સુભાન કે સીદીક રહે.વટવા અમદાવાદ (૪) એલ.પી. ટ્રક નં.જીજે-૦૧ એ.યુ-૬૬૭૨ નો ડ્રાઇવર નુર આલમ સુફીયાન રહે.વટવા અમદાવાદ (૫) સઉદ હાજીભાઇ રહે.ગેની પ્લોટ ગોધરા (૬) મહેફુઝ ઉર્ફે મન્નો બદામ રહે.ગેની પ્લોટ ગોધરા નાઓએ એલ.પી. ટ્રક નં.જીજે-૦૧ એ.યુ-૬૬૭૨ મા બળદો નંગ-૧૫ કિ.રૂ.૨,૨૫,૦૦૦/- કતલ કરવાના ઇરાદે ખીંચો ખીંચ ભરી બળદોને એકબીજાના પગે તથા ગળે દોરડા બાંધી ટેમ્પામા ત્રાસ દાયક રીતે ભરી ટેમ્પામા પાણીની તથા ઘાસચારાની સુવિઘા નહી રાખી સ્વીફટ ગાડીમા પાયલોટીંગ કરી આરોપી નં.૪ નાએ બળદો ભરેલ એલ.પી. ટ્રક કિ.રૂ.૭,૦૦,૦૦૦/- ની જગ્યા ઉપર છોડી નાશી જઇ બળદો મંગાવનાર આરોપી નં.૫, ૬ નાઓએ એકબીજાની મદદાગારી કરી પકડાયેલ આરોપીઓ પાસેથી મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૮,૦૦૦/- તથા રોકડા રૂ.૨૩૫/- તથા સ્વીફટ ગાડી નંબર વગરની કિ.રૂ.૪,૫૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૧૩,૮૩,૦૦૦/- ના મુધ્દામાલ સાથે આરોપી નં.૧, ર નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિંહ ચુડાસમા) IPS
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|