પંચમહાલ જીલ્લામાં તા.૧૫/૦૫/૨૦૧૭ થી તા.૨૧/૦૫/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુનો ડીટેકટ-૧
- પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ તા.૨૦,૨૧/૦૫/૧૭ ના રાત્રીના કોમ્બીંગ નાઇટમા હોય જે દરમ્યાન વાવ કુંડલી ગામે વાહન ચેકીંગ કરતા બે ઇસમો શંકાસ્પદ હાલતમા આવતા એક ઇસમ મો.સા. મુકી ભાગી ગયેલ અને બીજો ઇસમ નામે રેવલાભાઇ પારસીંગભાઇ નાયક રહે.નાની ભંડોઇ તા.કઠીવાડા તા.અલીરાજપુર મધ્યપ્રદેશ નો પકડાઇ ગયેલ જેના કબજાની હોન્ડાસાઇન મો.સા. નં.જીજે-૧૭ એ.ઝેડ-૯૮૧૬ તથા ભાગી જનાર ઇસમની મો.સા. નં.જીજે-૬ સી.એ-૧૭૩૬ નંબર હોય સદર મો.સા. બાબતે પકડાયેલ ઇસમને પુછતા તેમજ મો.સા. ના કાગળો માંગતા રજુ કરેલ ન હોય જેથી સદરહુ મો.સા. ચોરી થી અથવા છળ કપટથી મેળવેલ હોવાનુ જણાતા સદર મો.સા.ની કિ.ર.૪૦,૦૦૦/- ગણી કબજે કરવામા આવેલ છે. અને સદર ઇસમને સીઆર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ અટક કરવામા આવેલ છે. ઉપરોકત મો.સા. બાબતે ખાત્રી કરતા મો.સા. નં.જીજે-૧૭ એ.ઝેડ- ૯૮૧૬ નો અસલ રજીસ્ટ્રેશન નંબર જીજે-ર૩ બી.જી.-૮૪૯૦ હોવાનુ જણાય આવેલ. આ મો.સા. બાબતે આણંદ જીલ્લાના તારાપુર પો.સ્ટે. વિસ્તાર માથી ચોરી થયા બાબતેનો ગુનો તારાપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૮/૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ તથા મો.સા. નં.જીજે-૬ સીએ-૧૭૩૬ નો અસલ રજીસ્ટ્રેશન ન.જીજે-૧૫ વીસી-૨૩૮ હોવાનુ જણાય આવેલ. આ બાબતે વલસાડ જીલ્લાના પાલડી પો.સ્ટે. વિસ્તાર માથી આ મો.સા. ચોરી થયા બાબતનો ગુનો પાલડી પો.સ્ટે.ફ.૧૮૨/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય આમ પો.સ.ઇ. દામાવાવ નાઓ ધ્વારા ઉપરોકત બંને અનડીટેકટ ગુના ડીટેકટ કરવામા આવેલ છે.
- રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૪/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૮૧ મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજેશ મણીલાલ જયસ્વાલ રહે.ગોલ્લાવ તા.ગોધરા નાઓને તા.૨૦/૦૫/૨૦૧૭ ના ક.૧૨/૧૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી રાજગઢ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી
(૧) વેજલપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૬૫/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૧૧૬બી, ૮૧ મુજબ ના કામે તા.૧૫/૦૫/૨૦૧૭ ક.૧૨/૩૦ વાગે મોજે.રોયણ ગામે નદીના પટામા આરોપી એક ઝાયલો ગાડી નો ચાલક ડ્રાઇવર તથા બીજો એક ઇસમ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના કબજાની ઝાયલો ગાડીમા ઇગ્લીંશ દારૂની ગોવા સ્પીરીટ ઓફ સ્મુતનેશ ૭૫૦ મીલીની પેટીઓ નંગ-૨૬ તથા છુટી બોટલો નંગ-૬૦ મળી કુલ બોટલો નંગ-૩૭૨ કિ.રૂ.૭૪,૪૦૦/- તથા ઝાયલો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૭૪,૦૦૦/- નો મુધ્દામાલ ગે.કા.રીતે વહન કરી લઇ આવતા પોલીસની નાકાબંધી જોઇ જતા પોલીસની નાકાબંધીમા ઝાયલો ગાડી નહી ઉભી રાખી ગાડી લઇ ભાગી જઇ કાલોલ તાલુકાના રોયણ ગામે નદીના પટમા ઝાયલો ગાડી મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૪૪/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૧૧૬બી મુજબ ના કામે તા.૧૫/૦૫/૨૦૧૭ ક.૨૧/૧૫ વાગે મોજે.કાંસુડી જાફરાબાદ પાદરડી ફળીયામા આરોપી જસંવતસિંહ રતનસિંહ બારીઆ રહે.કાસુંડી જાફરાબાદ પાદરડી ફળીયુ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના રહણાંક મકાનમા ઇગ્લી;શ દારૂની નાની મોટી કુલ બોટલો નંગ-૩૩૦ કિ.રૂ.૨૮,૨૦૦/- નો ઇગ્લીંશ દારૂ તથા બીયરનો જથ્થો રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) હાલોલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૬૩/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮ મુજબ ના કામે તા.૧૫/૦૫/૨૦૧૭ ક.૨૧/૦૦ વાગે મોજે.રવાલીયા ગામે આવેલ કોતર પાસે આરોપીઓ (૧) અનિલ ઉર્ફે પિન્ટુ અરવિંદભાઇ પરમાર (ર) કમલેશભાઇ વીરીયાભાઇ રાઠવા રહે.વીરપુર નિશાળ ફળીયુ તા.જી.છોટાઉદેપુર (૩) વિજય ઉર્ફે માકો ચતીયા રાઠવા રહે.ભીલપુર નાઓએ પોતાના કબજાની ઇન્ડિકા ગાડીમા દારૂનો જથ્થો લઇ આવતા પરપ્રાંતીય દારૂની બોટલો નંગ-૧૮૦ કિ.રૂ.૩૬,૦૦૦/- તથા ઇન્ડિકા ગાડી નં.જીજે-ર૩ એચ-૪૭૮૮ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૮૬,૦૦૦/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) દામાવાવ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૭૯/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૮૧ મુજબ ના કામે તા.૧૮/૦૫/૨૦૧૭ ક.૦૯/૩૦ વાગે મોજે.માલુ ફાટક પાસે રોડ ઉપર આરોપી નરવતભાઇ બુધાભાઇ બારીયા રહે.ખાનપાટલા તા.ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા બીયર ભરેલ જુદા જુદા માર્કાની કાચની બોટલો નંગ-૪ તથા પતરાના ટીન નંગ-૬ મળી કુલ બોટલ તથા ટીન નંગ-૧૦ કિ.રૂ.૧૦૦૦/- નો મુધ્દામાલ સંતાડી રાખી રેઇડ દરમ્યાન તેના ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) વેજલપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૭૦/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૮૧ મુજબ ના કામે તા.૧૯/૦૫/૨૦૧૭ ક.૦૬/૫૫ વાગે મોજે.ખડકી ટોલનાકા ખડકી ગામ પાસે આરોપીઓ (૧) દિપક મથુરભાઇ સંગાડા રહે.કલાલી ફળીયુ અગાસવાણી તા.ધાનપુર જિ.દાહોદ (ર) ન.જીજે૦૬ બી.કયુ-૩૧૮૨ મહેશ વજેસીંગ કલાલી ફળીયુ મોટી ઝોક અગાસવાણી તા.ધાનપુર જિ.દાહોદ કમુ સીન્ધી જેના પુરા નામ સરનામાની ખબર નથી તથા નંબર વગરની હયુન્ડાઇ કારમા આવેલા ૪ થી પ ઇસમો નાઓએ હયુન્ડાઇ કારમા વગર પાસ પરમીટે ઇગ્લીંશ દારૂનો જથ્થો બોટલ નં.૨૧૭ કિ.રૂ.૪૦,૨૪૦/- મળી કુલ કિ.રૂ.૩,૪૨,૩૫૦/- મુધ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગર નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રેતી ખનન હેઠળ કરેલ સારી કામગીરી
(૧) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૪/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯ તથા ગુજરાત મીનરલ્સ પ્રિવેન્સન એકટ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન સ્ટોરેજ રૂલ્સ ૨૦૦૫ ના નિયમ-૩, ૫, ૬, ૧૩ તથા એમ.વી.એકટ ક.૧૩૦, ૫૬(૧) મુજબ ના કામે તા.૨૧/૦૫/૨૦૧૭ ક.૧૧/૪૫ વાગે મોજે.નાંદરખા ગામે હાઇવે રોડ ઉપર આરોપી રાજુભાઇ જસવંતભાઇ ડામોર રહે.પોપટપુરા તા.ગોધરા નાઓએ આર.ટી.ઓ પાર્સીગ નંબર વગરનું ટ્રોલી સાથેના ટ્રેકટર ના ચાલક રાજુભાઇ જસવંતભાઇ ડામોર નાએ ડ્રાઇવીંગ લાયસન્સ વગર તેમજ ટ્રેકટરના રજીસ્ટ્રેશન કાગળો સાથે નહી રાખી ચલાવી લાવી વગર પાસ પરમીટે ચલાલી ગામની હદમાથી પસાર થતી ગોમા નદીના ખુલ્લા પટ માથી ગેરકાયદેસર રીતે ટ્રેકટરમા આશરે ૪ ટન રેતી કિ.રૂ.૧૫૦૦/- ની ચોરી કરી ડ્રાઇવીંગ લાયસન્સ વગર ચલાવી ટ્રેકટર ટ્રોલી સહિત કિ.રૂ.૩,૦૧,૫૦૦/- ની લઇ જઇ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|