|
પંચમહાલ જીલ્લામાં તા.૧૭/૦૭/૨૦૧૭ થી તા.૨૩/૦૭/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
- વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ.એ.,૧૧૬બી મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સોહીલ સફુરભાઇ મન્સુરી રહે.વેજલપુર મોટા મહોલલ્લા તા.કાલોલ નાઓને તા.૨૨/૦૭/૨૦૧૭ ના ક.૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી વેજલપુર પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૪/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગીરીશ ઉર્ફે કીરીયો છત્રસિંહ રાઠોડ રહે. દેલોચ વીરીણીયા તા. મોરવા નાઓને તા. ૨૩/૦૭/૨૦૧૭ ના ક. ૧૭/૧૫ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી શહેરા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- ગોધરા તાલુકા સે.ગુ.ર. નં. ૯૧/૨૦૧૭ ગુજરાત પશુ સરક્ષણ અધિનિયમ- ૨૦૧૧ ની કલ ૫(પ)(ખ)(ઘ),૬(ક),૮,૧૦ તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઉમર ફારૂક અબ્દુલ સત્તાર જાડી રહે. ગેની પ્લોટ ગોધરા નાઓને તા. ૨૩/૦૭/૨૦૧૭ ના ક. ૧૩/૪૫ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૭૮/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી બાબુભાઇ ઉર્ફે રાજુભાલ ગોકળભાઇ રાઉલજી રહે. સામલી ઉગમણા મુવાડા તા. ગોધરા નાઓને તા. ૨૩/૦૭/૨૦૧૭ ના ક. ૧૪/૩૦ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- જિલ્લા મેજી.શ્રી પંચમહાલ ગોધરાના હુકમ ક્રમાંક/એમ.એ.જી./પાસા/૧૩/૨૦૧૭ તા.૧૮/૦૭/૨૦૧૭ ના હુકમ આધારે લાખાભાઇ ઝાલાભાઇ પટેલ રહે.બખ્ખર પટેલ ફળીયુ તા.ગોધરા નાને તા.૨૨/૦૭/૨૦૧૭ ના ક.૧૮/૩૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ છે.
- પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૪ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) રાજગઢ પોસ્ટે III ગુ.ર.નં.૯૫/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ મુજબના કામે તા.૧૭/૦૭/૧૭ ક.૨૧/૦૦ વાગ્યે મોજે.દાદવાળુ ફળીયુ લાલપુરી ગામે આરોપી સુરેન્દ્રસિહ જાલમસિહ સોલંકી રહે.દાદવાળુ ફળીયુ લાલપુરી તા.ધોધંબા નાએ પોતાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની કીંગ વ્હીસ્કી પ્લાસ્ટીકની ૭૫૦ મીલીની બોટલો નંગ-૮૦ કિંમત રૂ.૨૪,૦૦૦/- તથા માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ બીયર ૫૦૦ મી.લી.ની ટીન બીયર નંગ-૧૮ કિંમત રૂ.૧૮૦૦/- મળી કુલ કિંમત રૂ. ૨૫,૮૦૦/- નો ઇગ્લીશ દારૂનો જથ્થો પોતાના રહેણાંક મકાનમાં રાખી પોલીસની રેઇડ દરમિયાન પોતાનુ ઘર ખુલ્લુ મુકી ધરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૩/૨૦૧૭ પ્રોહી એક્ટ ક. ૬૫(ઇ), ૬૫(એ), ૯૮,(૨), ૮૧, ૮૨ મુજબ ના કામે તા.૨૩/૭/૨૦૧૭ ક.૯/૩૦ વાગે મોજે.માલુ ત્રણ રસ્તા પાસે આરોપીઓ (૧) ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો વાલજીભાઇ પરમાર રહે.અભરા તા.કરજણ જી.વડોદરા (૨) રાજુભાઇ હરમાનભાઇ વાધેલા રહે.કાનવા તા.જંબુસર જી.ભરૂચ (૩) તેની સાથેનો બીજો એક માણસ (૪) રીંગોલ મધ્યપ્રદેશ ના સરકારી દારૂ ના ઠેકાના માલીક તથા વહીવટદાર નાઓએ ભેગા મળી એક બીજાના મેળાપીપણા થી પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે વર્ના ગાડી નં.જીજે ૦૬ કેએચ ૦૩૯૦ની મા પરપ્રાંતીય બનાવટના દારૂ તથા બીયરનો જથ્થો ભરેલ નાની મોટી બોટલો નંગ–૬૭૦ ની કિમત રૂ.૧,૮૬,૦૦૦/- તથા વર્ના ગાડીની કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા પકડાયેલ આરોપી નં-૧ ની અંગઝડતી કરતા એક મોબાઇલ ફોન કી.રૂ.૫૦૦/- મળી કુલ કી. રૂ.૧૧,૮૬,૫૦૦/- નો મુદ્દામાલ લઇ આરોપી નંબર-૧ નો વહન કરી લઇ આવી તથા આરોપી નં-૨ તથા ૩ નાએ સ્વીફટ ગાડી લઇ ઉપરોક્ત પકડાયેલ વર્ના ગાડી નું પાયલોટીંગ કરી દારુ તથા બીયરનો જથ્થો લાવી તથા રીંગોલ મધ્યપ્રદેશના સરકારી દારૂના ઠેકાના માલીક તથા વહીવટદાર નાઓએ ઉપરોક્ત દારૂ તથા બીયરનો જથ્થો આપી એક બીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૪૭/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫(ઇ), ૬૫ (એ), ૮૨, ૯૮ (૨) મુજબના કામે તા.૧૯/૦૭/૨૦૧૭ ક.૦૬/૧૫ વાગ્યે મોજે.મોટી ઉભરવાણ ગામે નિશાળના વળાંક આગળ આરોપી પેશન પ્રો મો.સા. નં GJ- 34 A-6412 ના ચાલકે પ્રોહિ પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પોતાના કબજાની મો.સા ઉપર કંતાનના થેલામાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા બીયર ટીન બીયરની કુલ બોટલ નંગ–૧૫૦ કિંમત રૂા.૨૬,૧૦૦/- તથા મો.સા.ની કિંમત રૂા.૨૫,૦૦૦/- મળી કુલ રૂા.૫૧,૧૦૦/- ના મુદામાલની હેરાફેરી કરતા ચાલક નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) હાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૨૪/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના કામે તા.૧૯/૦૭/૨૦૧૭ ક.૦૮/૩૦ વાગે મોજે.આંબાતળાવ ગામે નર્મદા મુખ્ય કેનાલ ઉપર આરોપીઓ (૧) પ્રવિણભાઇ ઉર્ફે પરીયો ચીમનભાઇ સોલંકી રહે.આંબાતળાવ તા.હાલોલ જી.પંચમહાલ (ર) એક્ટીવા ગાડીનો ચાલક જેનુ નામઠામ મળેલ નથી તે નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે આ કામના આરોપી નં-૧ નાએ પોતાના મળતીયા આરોપી નં-૨ મારફતે એક્ટીવા ગાડીમાં પરપ્રાંતીય દારૂની બોટલો રાખી આરોપી નં-૧ ની ગાડીનુ પાયલોટીંગ કરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં મારૂતી ૮૦૦ નંબર: GJ-6-AH-6427 કિં.રૂા. ૮૦,૦૦૦/- માં પરપ્રાંતીય દારૂનો જથ્થો રાખી તથા એક્ટીવા ગાડી કિં.રૂા.૪૦,૦૦૦/- માં પરપ્રાંતીય દારૂની બોટલો મળી કુલ બોટલો નંગ-૧૩૨ જે કિં.રૂા. ૪૬,૮૬૦/- નો રાખી દારૂની હેરાફેરી કરવાનુ કાવતરૂ રચી એકબીજાએ મદદગારી કરી કુલ કિં.રૂા.૧,૬૬,૮૬૦/- નો મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા તાલુકા સે.ગુ.ર.નં.૧૧૧/૧૭ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૧૯/૦૭/૧૭ ક.૦૪/૧૫ વાગે મોજે જુનીધરી ગામે આરોપીઓ (૧) હીરેનકુમાર ખેમચંદનભાઇ બ્રહમખત્રી(સીંધી) રહે- પાલી સેવાલીયા પો.સ્ટે ઓફીસ પાસે તા. ગળતેશ્વર જી.ખેડા (૨) પ્રતાપભાઇ પુનાભાઇ માછી રહે- જુનીધરી ચામુંડા ચોક તા. ગોધરા (૩) શૈલેષભાઇ શંકરભાઇ માછી રહે- જુનીધરી ચામુંડા ચોક તા. ગોધરા (૪) વિષ્ણુભાઇ રમેશભાઇ રાઠોડ રહે- મહેલોલ દરબારગઢ તા.ગોધરા (૫) ગોર્ધનભાઇ શંકરભાઇ રાઠોડ રહે- ડેસર ભાથીજી ફળીયુ તા.ડેસર જી.વડોદરા (૬) ગબ્બસિંહ અમરસિંહ પરમાર રહે.ડેસર નવાપુરા તા.ડેસર જી.વડોદરા નાઓએ જુનિધરી ગામમાં લીમડાના ઝાડ નીચે ખેતરમાં ગોળ કુંડાળુ વળી પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડી અલગ-અલગ દરની ચલણી નોટો કુલ રૂ.૪૭,૩૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૨૧,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૦૨ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા મીણીયુ પાથરણુ નંગ-૧ કિ.રૂ.૧૦૦/- તથા પત્તા પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા હાથમાં બેટરી નંગ-૦૨ કિ.રૂા ૨૦૦/-આમ મળી કુલ રૂ.૧,૨૮,૬૪૦/- ના મુદામાલ સાથે કુલ-૦૬ આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રેતીખનન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૩/૧૭ ઇ.પી.કો ક.૩૭૯, ૧૧૪ તથા ગુજરાત મીનરલ્સ પ્રીવેન્સન એક્ટ ઇ લીગલ માઇનીંગ ટ્રાન્સ્પોટેશન સ્ટોરેજ રુલ્સ ૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬, ૧૩ તથા એમ.વી.એક્ટ ક.૩, ૧૭૭ મુજબ ના કામે તા.૨૦/૭/૨૦૧૭ ક.૧૪/૪૫ મોજે.દામાવાવ ચાર રસ્તા આરોપીઓ (૧) દીનેશભાઇ સુકાભાઇ વડખીયા રહે.બીલડી તા.કુશલગઢ જી.બાંસવાડા (રાજસ્થાન) (૨) રેતી ભરાવી આપનાર દીનેશભાઇ (૩) રેતી મંગાવનાર નાનજીભાઇ નાઓએ પાસપરમીટ વગર ગે.કા રીતે છોટાઉદેપુર ના ઝોઝ ગામેથી રેતી ચોરી કરી ઝાલોદ ખાતે ટ્રકમા લઇ જતા પકડાઇ જઇ રેતી આશરે બારેક ટન કી.રૂ.૩૦,૦૦૦/- તથા ટ્રક મળી કુલ કી.રૂ.૧૦,૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેમજ લાયસન્સ વગર ટ્રક હંકારી લાવી તેમજ રેતી ભરાવી આપનાર દીનેશભાઇ તથા રેતી મંગાવનાર નાનજીભાઇ નાઓએ એકબીજાને મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓએ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) રાજગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૦/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૧૯૫૪ ની ક. ૫, ૮, ૯ તથા જી.પી.એકટ ૧૧૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામે તા.૨૩/૭/૧૭ ના ક.૧૭/૪૫ વાગ્યે મોજે.બાકરોલ પીપળીયા ફળીયા મા આરોપી આઇસર ટેમ્પો નં. જી.જે૦૬-એ.ટી. ૧૦૦૪ નાનો ચાલક પોતાના કબજાના આઇસર ટેમ્પા વગર પાસ પરમીટે પાડા નંગ-૧૩ તથા પાડી નંગ-૨ આમ કુલ-૧૫ પશુઓની કુલ કિ.રૂ.૪૭,૦૦૦/- તથા આઇસર ટેમ્પની કિ.રૂ.૩,૦૦,૦૦૦/ મળી કુલ રૂ.૩,૪૭,૦૦૦/- નો મુદામાલ લઇ આવતા ટેમ્પામાં ભરેલ પાડી તથા પાડાને ગળાના ભાગે તથા પગના ભાગે ટુકા દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધી ધાસચારો કે પાણી વગર કતલ ખાને લઇ જવાના ઇરાદે લઇ જતાં આઇસર ટેમ્પો અકસ્માત કરી પોતાનો ટેમ્પો સ્થળ ઉપર મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|