|
પંચમહાલ જીલ્લામાં તા.૨૮/૦૮/૨૦૧૭ થી તા.૦૩/૦૯/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુન્હા ડીટેકટ –ર
(૧) રાજગઢ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૪/૧૭ ઇ.પી.કો. ક. ૩૯૪, ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના કામે તા.૧૪/૦૮/૧૭ ક.૧/૦૦ વાગ્યાના સુમારે મોજે વાવ ગામે બનેલ છે. આ કામના ફરીયાદી તથા તેઓની પત્ની સાહેદ રાળીબેન ખેતરમાં બનાવેલ છાપરામાં ઉંઘેલ હતા દરમ્યાન રાત્રીના એક વાગ્યના સુમારે ત્રણ જેટલા અજાણ્યા ચોર લુંટારાઓ લાકડીઓ સાથે આવી ફરીયાદી સાહેદને લાકડીઓથી માર મારી ફરીયાદી પાસે પહેરેલ ચાંદીનુ ભોરીયુ નંગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા સોનાની વીંટી નંગ-ર કિ.રૂ.૧૯,૫૦૦/- તથા સોનાની કડીઓ જોડ-૧ કિ.રૂ.૨૨,૦૦૦/- તથા રોકડા રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૧,૫૦૦/- ના મુદ્દામાલની લુંટ કરીનાસી જઇ એકબીજાની મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી વિ મુજબનો ગુનો દાખલ કરવામા આવેલ. આ કામે રાજગઢ પો.સ્ટે.સ્ટે.ડા.એન્ટ્રી નં.૯/૨૦૧૭ તા.૨૮/૦૮/૨૦૧૭ મુજબના કામે સામાવાળા ભુપતભાઇ સાયબાભાઇ નાયક રહે. ગામ દેવીરામપુરા તા. દેવગઢ બારીયા જી. દાહોદ નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૨૮/૦૮/૨૦૧૭ ના ક.૧૮/૦૦ વાગે અટક કરી તેના કબજામાંથી મળી આવેલ રોકડ રૂ.૧૨,૦૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ ઉપરોકત ઇસમને રોકડા રૂપિયા સંબધે સઘન પુછપરછ કરતા ઘોઘંબા તાલુકના વાવ ગામે પોતે તથા પોતાની સાથેના મિત્ર ખુમાનભાઇ પારૂભાઇ સંગોડ રહે.પાવ ડુંગર ફળીયુ તા.ધાનપુર જી. દાહોદ તથા ભુપતભાઇ લીંબુભાઇ ડામોર રહે.પાનમ પાડલીયા ફળીયુ તા.ધાનપુર જી. દાહોદ નાઓ તેમજ બીજા બેથી ત્રણ માણસો ભેગા મળી લુંટ કરેલ તે લુંટના ભાગે પડતા આવેલા રોકડા રૂપિયા હોવાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા રાજગઢ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૪/૨૦૧૭ ઇ.પી.કો. ૩૯૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરેલ છે.
(ર) આણંદ જિલ્લાના ખંભોળજ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૨/૧૭ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબ નો ગુનો તા.૨૫/૦૫/૧૭ ક.૧૨/૦૦ થી ૧૬/૦૦ દરમ્યાન મોજે.સારસા ગામે બનેલ છે. આ કામે ફરીયાદીએ પોતાની હીરો હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ નંબર જી.જે. ૨૩ એઇ ૩૦૧૧ ની પોતાના ઘર આગળ મુકેલ જે કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો વિ. બાબતનો ગુનો દાખલ કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૩/૨૦૧૭ તા.૧/૦૯/૨૦૧૭ મુજબના કામે સામાવાળા યુનુસખાન ઉર્ફે પેન્ટર યુસુફખાન પઠાણ રહે. જી.આઇ.ડી.સી. મેદી ફેકટરીની પાછળ બાલાસીનોર તા. બાલાસીનોર જી મહીસાગર નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧/૦૯/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી તેના કબજાની હોન્ડા કંપનીની કાળા કલરની પેશન પ્રો મોટર સાયકલ નંબર વગરની મોટર જેનો ચેચીસ નંબર MBLHA10EWBHH00455 તથા એન્જીન નંબર HA10EDBHH00413 જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે. ઉપરોકત ઇસમને મોટર સાયકલ સંબધે સઘન પુછપરછ કરતા આણંદ જિલ્લાના સારસા ગામેથી ચોરી કરેલાની કબુલતા કરેલ છે. જે સંબધે તપાસ કરતા ખંભોળજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૨/૨૦૧૭ ઇ.પી.કો.૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
- રાજગઢ પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૯૫/૨૦૧૨ ઇ.પી.કો. ક.૪૯૮(ક), ૪૯૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી બહેન લીલાબેન દલસુખભાઇ ગવજીભાઇ બારીયા રહે. ખાનપાટલા તા.ઘોઘંબા નાઓને તા.૧/૦૯/૨૦૧૭ ના ક.૧૨/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી રાજગઢ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- દામાવાવ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૦/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી બળવંતસિંહ અભેસિંહ ચૌહાણ રહે.ગોયાસુંઢળ તા.ઘોઘંબા નાઓને તા.૨/૦૯/૨૦૧૭ ના ક.૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અટક કરી દામાવાવ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- દામાવાવ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૮/૨૦૧૭ ગુજરાત પશુ સરક્ષણ ૨૦૧૧ ની ક.૫(ક)(ખ), ૬(ક), ૮ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી દાદરીભાઇ ઉર્ફે કોલીયાભાઇ એહમદભાઇ મકરાણી રહે.રાજગઢ ટાંકી ફળીયુ તા.ઘોઘંબા નાઓને તા.૩/૦૯/૨૦૧૭ ના ક.૯/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અટક કરી દામાવાવ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- ગોધરા સબ જેલ કાચા કામના કેદી નં.૧૦૭૯/૨૦૧૭ દેવેન્દ્રભાઇ કેવળભાઇ કટારા રહે.રજાયતા તા.મોરવા હકફ જી.પંચમહાલ નાને તા.૦૧/૦૯/૨૦૧૭ ના રોજ ક.૦૦/૧૫ વાગે મોજે.રજાયતા મુકામે થી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ, ગોધરા ધ્વારા અટક કરી સબ જેલ ગોધરા ખાતે સોં૫વામા આવેલ છે.
- દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૯/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોસ્કો એકટ ક.૪ મુજબના કામે નાસતો ફરતો આરોપી સવજીભાઇ જોખનાભાઇ ડામોર રહે.જુના દાઉદ્રા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાને તા.૦૧/૦૯/૨૦૧૭ ના રોજ ક.૦૨/૫૦ વાગે પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા પરોલી મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- વેજલપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં૧૭૩/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામનો નાસતો ફરતો આરોપી અમરસિહ મણીયાભાઇ બારીઆ રહે.ચાડી નિશાળ ફળીયુ તા.ઘોઘંબા નાને તા.૦૧/૦૯/૨૦૧૭ ના રોજ ક.૦૩/૫૫ વાગે પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા ચાઠી મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળનથી વધુ તપાસ માટે વેજલપુર પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- રાજગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૭૦/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામનો નાસતો ફરતો આરોપી વિકાસભાઇ નારસિંગભાઇ રાઠવા રહે.ઝાબ વાવ તા.ઘોઘંબા નાને તા.૦૩/૦૯/૨૦૧૭ ના રોજ ક.૦૦/૩૦ વાગે પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા ઝાબ વાવ મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ માટે રાજગઢ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- દામાવાવ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૮/૨૦૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), (ખ), ૬(ક), ૮ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામનો નાસતો ફરતો આરોપી ગમાભાઇ મોહનભાઇ ઉર્ફે લક્ષ્મણભાઇ ડામોર રહે.જુના દાઉદ્રા તા.ઘોઘંબા નાને તા.૦૩/૦૯/૨૦૧૭ ના રોજ ક.૦૧/૧૫ વાગે પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા જુના દાઉદ્રા મુકામેથી અટક કરી આગળની વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૩ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૮૨/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૧/૯/૧૭ ક.૧૨/૧૫ વાગ્યે મોજે.ઓરવાડા ગામે આરોપી પર્વતભાઇ પુનાભાઇ બારીયા રહે.ઓરવાડા બલુપુરા તા.ગોધરા તથા સાથેનો અજાણીયો ગાડીનો ડ્રાયવર નાઓએ પોતાના કબજાની ટાટા સુમો ગાડી નં.જીજે ૬ બીએ ૪૦૦૨ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગાડીમાં કોઇ જગ્યા એથી કોઇ પાસેથી ઇગ્લીંશ દારૂના ૧૮૦ મી.લી ની બોટલો નંગ-૨૨૫૬ તેમજ ૫૦૦મીલી બીયરના ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૧,૨૭,૨૦૦/- નો મુદદામાલ ભરી લઇ આવતા પોલીસને જોઇ ગાડી મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૮૯/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર) મુજબના કામે તા.૦૧/૦૯/૧૭ ક.૦૨/૧૫ વાગે મોજે.સાલીયા સંતરોડ ગામે પસાર થતાં હાઇ-વે રોડ ઉપર આરોપી પરમાર અલ્પેશકુમાર વેસ્તાભાઇ ઉ.વ.૨૫ રહે.વીસલંગા, તા.લીમખેડા. જી.દાહોદ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની ગોલ્ડ કલરની હોન્ડા સીટી નં.જી.જે.૦૬. એ.એચ.૮૨૭૫ માં ડીકીમાં તથા વચ્ચેના સીટના ભાગે બે કાળા સ્પીકરમાં ઇગ્લીશ દારુની જુદી- જુદી કંપનીની કાચ-પ્લાસ્ટીકની નાની-મોટી બોટલો તથા ટીન બીયરની છુટટ્ટી બોટલો કુલ નંગ-૨૦૩, કિં.રૂ.૩૨,૦૦૦/- નો પ્રોહી જથ્થો ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસના ચેકીંગ દરમ્યાન પ્રોહી જથ્થો તથા બે સ્પીકરની કિં.રૂ.૪૦૦૦/- તથા હોન્ડા સીટી નં.જી.જે.૦૬. એ.એચ.૮૨૭૫ ની કિં.રુ.૩,૦૦,૦૦૦/- ગણી કુલ રૂ.૩,૩૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કનાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) હાલોલ પ્રોહી.ગુ.ર.નં.૪૦૬/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૦૨/૦૯/૧૭ ક.૦૨/૦૦ વાગે મોજે.મદાર ગામે આરોપીઓ (૧) નિલેશકુમાર ઉર્ફે નિલીયો કેશરીસિંહ પરમાર રહે વાંસેતી સ્કુલની બાજુમા તા.હાલોલ (૨) પરેશભાઇ ઉર્ફે ભટ્ટી સોમાભાઇ પરમાર રહે.ઘનસરઆંટા ભાથીજીના મંદીર સામે તા.હાલોલ (૩) બાદલકુમાર ઉર્ફે બોડીયો રમેશભાઇ પરમાર રહે ઘનસરઆંટા તા.હાલોલ (૪) સહદેવકુમાર ઉર્ફે શનીયો અર્જુનભાઇ પરમાર રહે.મદાર મોટુ ફળીયુ તા.હાલોલ (૫) પ્રથમભાઇ પ્રતાપભાઇ પરમાર રહે.ઘનસરઆંટા તા.હાલોલ (૬) રાજેન્દ્ર ઉર્ફે અંકિંત ઉર્ફે અંકો વિઠ્ઠલભાઇ પરમાર રહે ઘનસરઆંટા મંદીરફળીયુ તથા (૭) વિજય ઉર્ફે લાલો મોતીભાઇ પરમાર રહે ટીંટોલી તા વાઘોડીયા જી.વડોદરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની મોટર સાયકલો ઉપર તથા પોતાના કબજામાં ૫૦૦ મી.લી.ના કીંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ટીન નંગ-૨૧૬ કિં.રૂા. ૩૦,૨૪૦/- તથા ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની કીંગ વ્હીસ્કીની બોટલો નંગ-૧૪૪ કિં.રૂા.૫૧,૧૨૦/- મળી કુલ કિં.રૂા.૮૧,૩૬૦/- તેમજ ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનોની કિં.રૂા.૯૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૧,૭૧,૩૬૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન આરોપી નં. (૧) થી (૪) નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૮/૨૦૧૭ ગુજરાત પશું સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫૬, ૬(ક)(૧)(૨)(૩) તથા જી.પી.એકટ ૧૧૯ તથા ઇ.પી.કો. ક.૨૯૫(ક), ૨૭૯, ૧૧૪ તથા એમ.વી. એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૨૮/૦૮/૧૭ ક.૧૦/૧૫ વાગ્યે મોજે.અલીન્દ્રા ગામે મલાવ ચોકડીથી બોરૂ ટર્નીંગ પર આરોપીઓ (૧) અલીહૈદર ઇલીયાસ સુરતી રહે.ગોધરા મીઢાખાણ ગોધરા (૨) તાહીર અબ્દુલ સલામ પટેલ રહે.સાતપુલ ઓઢા ગોધરા (૩) વાહનના માલીક મીચલ મોહસીન મોહમદ યુસુફ રહે.ગોધરા નાઓએ એક-બીજાના મેળાપીપણામાં પોતાના કબ્જાની ટ્રક નં.જી.જે.૦૯ વાય ૬૯૯૭ માં વગર પાસ પરમીટે ગૌવંશ જે દુબળા પાતળા ટ્રકમાં ટુકા દોરડા વડે મુસ્કેટાટ બાંધી ટ્રકમાં ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી તેમજ હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે કતલ કરવા સારૂ કતલખાને લઇ જતાં નાકાબંધી દરમ્યાન આરોપી નં.૨ નો ટ્રકમા ગાય નંગ-૨૦ તથા વાછરડા નંગ-૩ મળી કુલ રૂ.૧,૪૯,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિંમત રૂ.૧૦૦૦/- તથા ટ્રકની કિંમત રૂ.૮,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૯,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ તથા આ પકડાયેલ ગૌવંશ ગાયો તથા વાછરડા આરોપી નં.૧ નો પોતાના કતલખાને કતલ કરવા લઇ જતાં પોલીસને જોઇ ટ્રકમાંથી કુદીને નાશી જઇ તેમજ આ ગૌવંશ આરોપી નં.૩ ટ્રકના માલીકનાએ ગેર કાયદેસર પ્રવૃતિમાં મદદ કરી એકબીજાએ મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) ગોધરા તાલુકા પો.સ્ટે સેંકન્ડ.ગુ.ર.નં.૧૪૦/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.પ(ક), ૬(ક)(ખ)(૧)(ર) (૩)(૧૦)(૧૧) ઇ.એલ.ડી. તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબજના કામે તા.૩૦/૦૮/૧૭ ક.૧૯/૪૫ વાગ્યે મોજે.વેગનપુર જલારામ હાઇસ્કુલ સામે રોડ ઉપર આરોપીઓ (૧) ભગવાનસિહ ઉદેસિહ રાઠોડ રહે.રાયસીંગપુરા (૨) જેસીંગભાઇ વીરાભાઇ મુંડવાડા રહેવાસી નવીવસાહત વાલૈયા (૩) કાળુભાઇ વાલજીભાઇ પારગી રહે.નવીવસાહત વાલૈયા (૪) ગોવીંદભાઇ માનાભાઇ પારગી રહે.નવીવસાહત વાલૈયા તા.ગોધરા (૫) ઇમરાનભાઇ ઉર્ફે ભુરાભાઇ રહે.ગોધરા નાઓએ એકબીજાના મેળાપીપણામા મુંગા પશુઓને કતલ કરવાના ઇરાદે ગાયો નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- ની અતુલ શકિત છકડો જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મા ટુકા દોરડા વડે ત્રાસ દાયક રીતે બાંધી ઘાસચારો પાણીની સગવડ કર્યા વગર આરોપી નં.૫ ને આપવા જતા આરોપી નં.૧ થી ૪ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે સે.ગુ.ર.ન.૧૫૧/૧૭ પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ની ક. ૫(ઘ) (છ) ૮, ૧૦ મુજબના કામે તા.૩૦/૮/૧૭ ક.૧૨/૩૦ વાગે મોજે.લુણાવાડા રોડ ઉપર ધનોલ તરફ જવાના રોડ ઉપર આરોપીઓ (૧) ટીકાભાઇ ભગુભાઇ બારીઆ (૨) મંગુબેન તે ટીકાભાઇ ભગુભાઇ બારીઆની પત્ની બન્ને રહે-ગામ –ભામૈયા તા-ગોધરાનાઓએ બળદો નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- નાઓને ટુકા દોરડાથી બાંધી કતલખાને લઇ જવાના ઇરાદે ચાલતા ચાલતા દોરીને લઇ જતા પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૪૪/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-ર૦૧૧ ની ક.પ(ક), ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો. ક.૨૭૯, ૪૨૭ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામે તા.૧/૯/૧૭ ક.૨૧/૦૫ વાગે મોજે.પરવડી ચોકડી ઉપર આરોપી ટાટા ઇન્ડીકા ગાડી નંબર જી.જે.૭ એ.જી.૭૯૮૦ નો ચાલક ડ્રાઇવરે પોતાના કબજાની ઇન્ડીકા ગાડીમાં મુંગા પશુઓને કતલ કરવાના ઇરાદે ગાયો નંગ-૩ કિ.રૂ.૩૦,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે ઇન્ડીકા ગાડીમાં ખીચોખીચ ભરી મુંગા પશુઓને એકબીજાના પગો તથા ગળે ટુંકા દોરડા થી બાંધી ગાડીમાં ત્રાસદાયક રીતે ભરી, પાણી તથા ઘાસચારો નહી રાખી પોતાની કબજાની પશુઓ ભરેલી ટાટા ઇન્ડીકા ગાડી હેરાફેરી કરી લઇ આવતા પોલીસની નાકાબંધી દરમ્યાન ખાનગી સ્વીફટ ગાડી નંબર જી.જે.૧ આર.એ.૬૭૫૪ ને ટક્કર મારી નુકશાન કરી ટાટા ઇન્ડીકા ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની છોડી ગાડીનો ચાલાક ડ્રાઇવર નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|