પંચમહાલ જીલ્લામાં તા.૨૦/૧૧/૨૦૧૭ થી તા.૨૬/૧૧/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
વોન્ટેડ પકડયા-ર
(૧) શહેરા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૪/૨૦૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી રાકેશભાઇ ધુળાભાઇ બામણીયા રહે. માંડલી તા. સંજેલી જી. દાહોદ નાઓને તા.૨૧/૧૧/૨૦૧૭ ના ક.૧૧/૩૦ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી શહેરા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
(ર) ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૨/૨૦૧૧ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ મુજબના કામના આરોપી અરવિંદભાઇ લાલુભાઇ જાલૈયા રહે.જાલૈયા ફળીયુ દયાળ કાંકરા તા.ગોધરા નાઓને તા.૨૨/૧૧/૨૦૧૭ ના રોજ ક.૦૮/૧૦ વાગે મોજે.કંકુ-થાંભલા તા.ગોધરા મુકામે પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપી તેમજ ભોગબનનારને આગળની વધુ તપાસ અર્થે ગોધરા તાલુકા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) શહેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૭૧/૧૭ પ્રોહી એક્ટ ક. ૬૫ઇ, ૬૫એએ મુજબના કામે તા.૨૦/૧૧/૧૭ ના ક.૨૧/૩૦ વાગ્યે મોજે.ભદ્દાલા ગામે સુખીબેન ઉર્ફે કોકીલાબેન તે અમરસિહ ધુળાભાઇ બારીઆની પત્ની રહે.ભોટવા તા.શહેરા હાલ રહે.ભદ્દાલા તા.શહેરા નાઓએ પોતાના રહેણાંક મકાનમા પરપ્રાતિય ઇગ્લીશ દારૂની રીટઝ ગોલ્ડ રીસીવ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલ નં. ૫૭ કિ.રૂ.૨૮,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવતા આરોપી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ શહેરા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) મોરવા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં. ૩૮૫/૧૭ પ્રોહી એક્ટ ૬૫(ઇ) , ૬૫(એ), ૯૮(ર) મુજબ. તા.૨૧/૧૧/૧૭ ક. ૦૭/૩૫ દરમ્યાન મોજે. રસુલપુર ગામે નદી તરફ જતાં રસ્તા ઉપર રોડની બાજુમાં આરોપી સફેદ કલરની સ્કોર્પીયો ગાડી નં.જી.જે.૨૧ એમ.૭૦૬૯ નો ચાલક નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની સફેદ કલરની સ્કોર્પીયો ગાડી નં.જી.જે.૨૧.એમ. ૭૦૬૯ માં ઇગ્લીશ દારુની ખાખી તથા સફેદ પુઠ્ઠાની કુલ પેટીઓ નંગ-૧૯ જેમાં સફેદ પુઠ્ઠાની પેટીઓ નંગ-૧૪ માં ૧૮૦ મી.લી.ના રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી માકાર્ના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ- ૬૭૨, કિં.રુ.૩૩૬૦૦/- ,તથા ખાખી પુઠ્ઠાની બીયરની પેટીઓ નંગ- ૫ જેમા માઉન્ટસ - ૬૦૦૦ માર્કાના ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ- ૧૨૦, કિં.રૂ.૧૨,૦૦૦/- મળી કુલ રુ.૪૫,૬૦૦/-નો પ્રોહી જથ્થો ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન ખાખી તથા સફેદ પુઠ્ઠાની પેટીઓ નંગ- ૧૯ , કિં. રુ.૪૫૬૦૦/- પ્રોહી મુદદામાલનો જથ્થો સ્થળ ઉપર મુકી સફેદ કલરની સ્કોર્પીયો ગાડી લઇ ભાગી જઇ ગુન્હો કર્યો વિ.બાબત.
(૩) હાલોલ ટાઉન પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૪૭૭/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨) મુજબના કામે તા.૨૦/૧૧/૧૭ તા.૨૦/૧૧/૧૭ સુધી ક.૨૨/૧૫ થી ૨૩/૪૫ સુધી મોજે. પાવાગઢ રોડ સિંધવાઇ માતાના મંદીર સામે રોડ ઉપર આરોપી મહીન્દ્રા મેક્સ ગાડી નંબર GJ 06 BL 1772 ના ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામા પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની કુલ બોટલો નંગ-૧૪૨૨ કિં.રૂા.૧,૨૦,૮૭૦/- નો મુધ્દામાલ તથા ગાડીની કિં.રૂા.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા. ૩,૨૦,૮૭૦/- નો મુદ્દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) જાંબુઘોડા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૧૭૮/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૫એ, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૨૫/૧૧/૨૦૧૭ ના ક.૧૩/૩૦ વાગે મોજે. ઝબાણ ગામે પ્રાથમિક શાળાની સામે હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) રાજુભાઇ બાવાભાઇ રાઠવા રહે.ઉખલવાટ પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર (૨) સલુભાઇ શંકરભાઇ રાઠવા રહે.ભીલપુર ઝાયડા ફળીયુ તા.જી.છોટાઉદેપુર પકડાયેલ તથા નાસી જનાર (૩) નવનીતભાઇ ગોવિંદભાઇ રાઠવા રહે.ઘોઘાદેવ સરપંચ ફળીયુ તા.જી.છોટાઉદેપુર તથા (૪) અમદા ઉર્ફે નરેશ ટેલીયાભાઇ રાઠવા રહે.પનીયાલા નિશાળ ફળીયુ તા.જી.છોટાઉદેપુર (૫) સંજયભાઇ લાલસીંગભાઇ રાઠવા રહે.પનીયાલા નિશાળ ફળીયુ તા.જી.છોટાઉદેપુર (૬) ભરતભાઇ ગોવિંદભાઇ રાઠવા રહે.પનીયાલા નવાગામ ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાઓએ પ્રોહી પ્રતિબંધ એરીયામા વગર પાસ પરમીટે પોતાના કબજાના પીયાગો છકડા નં.જીજે-૦૬ એયુ-૪૫૯૮ મા પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૪ ની કિ.રૂ.૨૫,૨૦૦/-, મોબાઇલ નંગ-૧ ની કિ.રૂ.૫૦૦/- તથા પિયાગો છકડો કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮૫,૭૦૦/- સાથે આરોપી નં.૧, ર નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૮૦/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ર૦૧૧ ની કલમ પ(ક), ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો. ક.૨૭૯ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ તા.૨૦/૧૧/૧૭ ક.૧૯/૧૫ વાગે મોજે પરવડી બાયપાસ ચોકડી ઉપર આરોપી કવોલીસ ગાડી નં.જી.જે. ૦૭ એ.જી. ૧૬૧૨ નો ચાલક ડ્રાઇવર તથા તેની સાથેનો બીજો એક ઇસમ નાઓએ પોતાના કબજાની કવોલીસ ગાડીમાં મુંગા પશુઓને કતલ કરવાના ઇરાદે ગાય નંગ-૧ તથા બળદ નંગ-૨ કુલ કિ.રૂ. ૪૦,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે કવોલીસ ગાડીમાં ખીચોખીચ ભરી મુંગા પશુઓને એકબીજાના પગો તથા ગળે દોરડાથી ટુંકા બાંધી કવોલીસ ગાડીમાં ત્રાસદાયક રીતે ભરી, પાણી તથા ઘાસચારો નહી રાખી પોતાની કબજાની પશુઓ ભરેલી કવોલીસ ગાડી હેરાફેરી કરી લઇ આવતા પોલીસની નાકાબંધી દરમ્યાન કવોલીસ ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની ડીવાઇડર સાથે અથડાવી ગાડી છોડી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|