પંચમહાલ જીલ્લામાં તા.૧૫/૦૧/૨૦૧૮ થી તા.૨૧/૦૧/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
વોન્ટેડ પકડયા-૦૨
(૧) શહેરા પો.સ્ટે.ફ.૧૨૫/૧૨ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી રંગીતભાઇ રૂમાલભાઇ નાયક (વાદિ) રહે વાંસદેલીયા નાયક ફળીયુ તા. મોરવા (હ) નાને તા.૧૫/૦૧/૧૮ ના ક.૧૪/૩૫ વાગે મોજે ગઢા તા. જી મહેસાણા મુકામેથી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી શહેરા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.૯૦/૧૭ ઇ.પી.કો.ક. ૩૨૩, ૩૩૭, મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી બળવંતસિંહ ઉર્ફે બળો મનસુખભાઇ બામણીયા રહે. આંગળીયા આંબા ફળીયુ તા. ગોધરા નાને તા.૧૬/૦૧/૧૮ ના ક.૧૦/૪૫ વાગે મોજે ગોધરા મુકામેથી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) દામાવાવ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૦૫/૧૮ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૧૮/૦૧/૧૮ ક.૧૩/૩૦ વાગ્યે મોજે. માલુ ત્રણ રસ્તા ઉપરથી આરોપી દિનેશભાઇ આહજીભાઇ રાઠવા રહે દરૂણીયા તા. ગોધરા નાઓએ પોતાના કબજાની ઇન્ડીકા કાર નંGJ06 CN 1698 કિમત રૂ. ૫૦,૦૦૦/- નીમાં ઇગ્લીશ દારૂ ભરેલ કવાટરીયા નંગ- ૨૮૮ કિ રૂ. ૧૪,૪૦૦/-, તથા બીયરના ટીનની બોટલો નંગ- ૧૨૦ કિ. રૂ. ૧૨,૦૦૦/- મળી કુલ રૂ. ૭૬,૪૦૦/- ની મત્તાનો પ્રોહી જથ્થો પાસ પરમીટ વગર ભરી હેરા ફેરી કરી લઇ આવતાં પકડાઇ જઇ તેમજ રમણભાઇ ધનાભાઇ નાયક રહે ગોજીયા તા. ધાનપુર નાઓએ ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી આપી એક બીજાને મદદગારી કરતાં ઉપરોકત મુદામાલ પો.ઇન્સ એલ..સી.બી.ગોધરાનાઓ ધ્વારા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૯/૧૮ પ્રોહી ક.૬૫એ, ૬૫ઇ ૯૮(૨) મુજબના કામે તા.૨૧/૧/૧૮ ક.૧૨/૩૦ વાગ્યે મોજે. ઓરવાડા પીકપ સ્ટેન્ડની સામે ગોધરા હાઇવે રોડ ઉપર આરોપી વિક્રમસિંહ રતનસિંહ રાઠોડ રહે નારપુરા મંદિર ફળીયુ તા. ડેસર જી. વડોદરા ના નાએ પોતાના કબજાની ઇકો ગાડી નંGJ 23M 5434 કિમત રૂ. ૧,,૦૦,૦૦૦/- માં બીયર ભરેલ ટીન નંગ-૪૮ કિ. રૂ. ૪૮૦૦/- તથા ઇગ્લીશ દારૂ ભરેલ પ્લાસ્ટીકની બોટલો નંગ- ૭૨ કિ. રૂ. ૨૧,૬૦૦/- મળી કુલ રૂ. ૧,૨૬,૪૦૦/- નો પ્રોહિનો મુદામાલ પાસ પરમીટ વગર ભરી હેરા ફેરી કરી લઇ આવતાં પકડાઇ જતાં પો. ઇન્સ એલ.સી.બી ગોધરાનાઓ ધ્વારા ઉપરોકત મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.સે.૦૭/૨૦૧૮ ઇ.પીકો કલમ ૨૭૯ તથા એમ.વી એકટ ૧૭૭, ૧૮૪ તથા પ્રાણી કૃર્તા અધિનિયમ-૧૯૬૦ ની કલમ ૩,૧૧,ડી, ઇ, એચ,એફ મુજબના કામે આરોપી સલમાન મુસા જાતે દેસાઇ રહે. અંજુમલ સોસાયટી વેજલપુર રોડ ગોધરા. નાએ પોતાના કબજાની ટાટા એસી. ગાડી નં GJ 9 X 7150 કિમત રૂ. ૧,૫૦,૦૦૦/- માં ભેસોનંગ-૩ કિ. રૂ.૭૫,૦૦૦/- ની ધાસચારા તથા પાણીની સગવડ વગર ખીચો ખીચ ભરી કતલ કરવાના ઇરાદે ગળામાં દોરડાથી બાંધીને વેટનરી ડૅા.ના અભિપ્રાય અંગેનુ કોઇ પ્રમાણ પત્ર વિના પુર ઝડપે હંકારી લઇ આવતા પકડાઇ જતાં ઉપરોકત મુદામાલ કબજે કરી પો. ઇન્સ ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|