હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૬/૦૨/૨૦૧૮ થી તા.૦૪/૦૩/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હો ડીટેકટ-૦૧

(૧)       મોરવા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦/૧૮ ઇ.પી.કો.ક.૩૯૫ મુજબનો ગુનો તા.૧૮/૦૨/૧૮ ક.૨૩/૧૫ વાગે મોજે.ભંડોઇ ગામે આશરે છ થી સાત જેટલા ઉ.વ. ૨૫ થી ૪૦ ના આસરાના અજાણ્યા ઇસમોએ રાત્રીના સમયે ફરી. તથા સાહેદોને ધાક ધમકીઓ આપી ગડદા પાટુનો માર મારી ફરીયાદી પાસેથી ચાંદલાવીધીના નાણા રૂ. ૫,૫૪,૧૭૦/-  ભરેલ બેગની ધાડ પાડી નાસી જઇ વિ. મુજબનો ગુનો રજી કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર-૧૭/૨૦૧૮ તા.૨૫/૦૨/૨૦૧૮ મુજબના કામે આરોપી (૧) નાનસિંગભાઇ કાનીયાભાઇ મીનામા રહે.સામલાકુંડ તા.જી.ઝાબુઆ મધ્યપ્રદેશ તથા (ર) ગવલાભાઇ કલસીંગભાઇ મીનામા રહે.પીપલાવ તા.જી.ઝાબુઆ મધ્યપ્રદેશ નાઓને તા.૨૫/૦૨/૨૦૧૮ ના ક.૧૪/૪૫ વાગે અટક કરી તેમજ સહ આરોપી (૩) રમણભાઇ ભાવસીંગભાઇ મકવાણા રહે.ભંડોઇ તા.મોરવા(હ) નાઓને તા.૨૬/૦૨/૨૦૧૮ ના ક.૦૯/૩૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧) એ મુજબ અટક કરી આ ત્રણેય આરોપીઓના કબજામાંથી કુલ-૩ મોબાઇલ ફોન કિ.રૂ.૧૫૦૦/- તથા રોક્ડા રૂ.૧,૦૦,૦૦૦/- સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબજે કરી ઉપરોક્ત આરોપીઓ પૈકી આરોપી નંબર -૧ તથા ૨ નાઓની સઘન પુછપરછ કરતા હકિકત જણાવેલ કે મોરવા (હ) તાલુકાના ભંડોઇ ગામે રહેતા રમણભાઇ ભાવસિંગભાઇ મકવાણા નાઓ તથા ઉપરોક્ત બન્ને પકડાયેલા ઇસમો નાઓ રાજકોટ નજીકના સજનપર ગામે વાડીઓમાં ખેત મજુરી કરતા હોવાથી તેઓને ઓળખાણ થયેલી અને આરોપી નંબર-૩ રમણભાઇ ભાવસિંગભાઇ મકવાણા નાઓએ ઉપરોક્ત આરોપીઓ પૈકી નં.૧ અને ૨ નાઓને જણાવેલ કે ભંડોઇ ગામે મારા કાકાના છોકરાએ તા.૧૮/૦૨/૨૦૧૮ ના રોજ ચાંદલા લેવાનો પ્રસંગ રાખેલ છે. અને આ ચાંદલાના પ્રસંગમાં લાખો રૂપિયાનો ચાંદલો થવાનો છે જેથી આપણે પૈસાની ખાસ જરૂરી હોવાથી આ ચાંદલાના પૈસાની લુટ કરીશુ તો ઘણી મોટી રકમ મળી શકે તેમ છે. તે રીતે અગાઉ થી લુંટ કરવાનુ ગુનાહિત કાવતરૂ ઘડી આરોપી નં.૧ અને ૨ નાઓએ તેઓના સાગરીતો (૧) દિનેશ મસુલ મીનામા (૨) નરેશ મસુલ મીનામા (૩) માનસીંગ ધારકા પલાસ ત્રણેય રહે.ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ તથા (૪) માજુભાઇ નાથીયાભાઇ માવી રહે.સામળકુંડ તા.જી.ઝાબુઆ નાઓએ ભેગા મળી ભંડોઇ ગામના રમણભાઇ ભાવસીંગભાઇ મકવાણા નાઓએ સાથે મળી ચાંદલાવિધીના પ્રસંગની રાત્રે ઉપરોક્ત ધાડપાડુ ઓને ભંડોઇ ગામે બોલાવી રાજુભાઇ સકરમભાઇ મકવાણા રહે.ભંડોઇ નાઓના ઘરે ચાંદલા વિધી ના પ્રંસગમાં ભેગા થયેલા રોકડા રૂ.૫,૫૪,૧૭૦/-ની લુંટ કરાવેલાની કબુલાત કરેલ છે. અને આ ગુનો કરવામાં ટીપર તરીકે ભાગ ભજવેલ આરોપી રમણભાઇ ભાવસીંગભાઇ મકવાણા રહે.ભંડોઇ નાઓની ધરપકડ કરી તેના ઘરેથી લુટમાં ગયેલ રોક્ડા રૂપિયા પૈકીના રૂ.૧,૦૦,૦૦૦/- રીકવર કરી કબજે કરવામાં આવેલ છે. આમ મોરવા (હ) પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૯૫ મુજબનો અનડીટેક ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેક કરવામાં આવેલ છે. 

વોન્ટેડ પકડયા-૦૨

(૧)    ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૮૫/૨૦૦૦ તથા ફ.ગુ.ર.નં.૧૧૦/૨૦૦૧ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હામા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રમેશભાઇ મડાભાઇ નાયક રહે.મલવણ ટેકરા ફળીયું તા.કાલોલ જી.પંચમહાલ નાનો ચોરીના અલગ-અલગ ગુન્હામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૩/૦૩/૨૦૧૮ ના રોજ ક.૧૯/૦૦ વાગે મોજે.મલવણ મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે. મા સોંપવામા આવેલ છે.

(ર)    વેજલપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૭૫/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ મુજબના ગુન્હામા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી વિનોદભાઇ પ્રવિણભાઇ બારીઆ રહે.રૂપારેલ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ આજરોજ તા.૦૪/૦૩/૨૦૧૮ ના રોજ ક.૧૮/૦૫ વાગે મોજે.રૂપારેલ મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે વેજલપુર પો.સ્ટે. સોપવામા આવેલ છે.  

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી  કુલ-૦૭ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) દામાવાવ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૬/૧૮ ગુજરાત પ્રોહીબીશન એકટ કલમ ૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૧/૦૩/૨૦૧૮  ક.૧૨/૩૦ વાગે  મોજે.સીમલીયા ગામ પેટે પાલ્લી તા.ઘોઘંબા ગામે આરોપી ચંન્દ્રસિંહ જીતસિંહ બારીયા રહે. સીમલીયા ગામ પેટે પાલ્લી તા.ઘોઘંબા નાઓએ પ્રોહી પ્રતીબંઘક એરીયામા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં પરપ્રાન્તીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો જેમાં ઇગ્લીશ દારૂ ભરેલ પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૨૪૦ કિ.રૂ. ૧૨૦૦૦/- તથા બીયર ભરેલ ટીન નંગ- ૧૬૮  કિ.રૂ. ૧૬૮૦૦/- એમ મળી કુલ રૂ. ૨૮૮૦૦/-  નો પ્રોહી ગુનાનો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૨/૧૮ પ્રોહી એકટ ક.૬પઇ, ૬૫એ મુજબના કામે તા.૦૧/૦૩/૧૮ ક.૧૨/૩૦ વાગે મોજે.રેલીયા ગામે આરોપી રમેશભાઇ ડાહયાભાઇ સોલંકી રહે.રેલીયા તા.ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા (૧) કિંગ વ્હિસ્કી ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નં-૪૩૨, કિ.રૂ. ૩૨.૪૦૦/- (૨) રોયલ બ્લ્યુ પ્રીમીયમ વ્હિસ્કી ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નં-૯૬, કિ.રૂ. ૪.૮૦૦/- (૩) રોયલ ક્રાઉન વ્હિસ્કી ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નં-૧૪૪, કિ.રૂ. ૭.૨૦૦/- મળી કુલ બોટલ નં-૬૭૨, કિ.રૂ. ૪૪.૪૦૦/- નો મુધ્દામાલ રાખી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૨૪/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬પઇ, ૬૫એ, ૯૮(ર) મુજબના કામે તા.૪/૩/૨૦૧૮ ક.૧૮/૧૫ વાગ્યે મોજે.નંદાપુરા રેલ્‍વે ઓવરબ્રીજ નીચે બલુપુરા તરફથી આવતા રસ્‍તે આરોપી રાજેશભાઇ મનજીભાઇ ટોકરીયા (રાઠવા) રહે. ખામળકા તા.અલીરાજપુર જી.અલીરાજપુર એમ.પી. નાઓએ બજાજ ડીસ્કવર મોટર સાયકલ નં.જીજે-૬ ઇએમ-૯૦૦૨ કી.રૂ.ર૦,૦૦૦/- ની ઉપર પરપ્રાંતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલો નંગ-૭૨ કી.રૂ.૨૫,૨૦૦/- મળી કુલ કી.રૂ.૪૫,૨૦૦/- નો પ્રોહી મુદામાલ વગર પાસ પરમીટે વહન કરી લઇ આવતાં પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇનસ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૮૦/૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ મુજબના કામે તા.૨૬/૦૨/૧૮ ક.૮/૦૦ વાગ્યે મોજે.બખ્ખર(ધોળી) ગામે આરોપી મહેન્દ્રભાઇ ઉર્ફે ટીના રમણભાઇ બારીઆ રહે.ધોળી લીમડી ફળીયા નાઓએ ટાટા એ.સી. નં.જીજે ૧૭ ઝેડ ૦૨૯૭ મા ઇંગ્લીશ દારૂની રોયલ બ્લ્યુ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ના ક્વાટરીયાની પેટી- ૧૫ જે એક પેટીમાં કુલ- ૪૮ નંગ જે એક ક્વાટરીયાની કિ.રૂ.૫૦ લેખે રૂ.૩૬,૦૦૦/- તથા હેવડ્ર્સ- ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર જે ૫૦૦ મી.લી.ની પેટી નંગ- ૯ જે એક પેટીમાં કુલ- ૨૪ નંગ જે એક બીયરની કિં.રૂ.૧૦૦/- લેખે કુલ પેટી નંગ- ૨૧૬ ની કિં.રૂ.૨૧,૬૦૦/- મળી કુલ કિં.રૂ.૫૭,૬૦૦/- તથા ટાટા એ.સી. ગાડી નં.જીજે ૧૭ ઝેડ ૦૨૯૭ ની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૧,૫૭,૬૦૦/- નો મુધ્દામાલ મુકી આરોપીઓ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫) હાલોલ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૯/૧૮ પ્રોહી ક.૬૫ઇ મુજબના કામે તા.૨૬/૨/૧૮ ક.૮/૦૦ વાગે મોજે.રવાલીયા ગામે આરોપી અનિલ ઉર્ફે પિન્ટુ પર્વતસિંહ પરમાર રહે.રવાલીયા તા.હાલોલ નાઓએ પરપ્રાંતીય બનાવટના ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલો નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/- તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૧૯૨ કિ.રૂ.૧૫,૩૬૦/- તથા બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ.૭,૨૦૦/- મળી કુલ રૂ.૪૭,૭૬૦/- પ્રોહી મુદ્દામાલ  મુકી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇનસ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬) મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૬૮/૧૮ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર) મુજબના કામે તા.૨૬/૦૨/૧૮ ક.૦૯/૧૫ મોજે.ખાબડા ગામે આવેલ ટેકરી નજીક રોડની બાજુમાં આરોપી ગોલ્ડ કલરની તુફાન ગાડી નં.જીજે ૩ એટી ૯૯૯૫ ના ચાલકે તુફાન ગાડીમા પરપ્રાંતીય બનાવટના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કર્વાટરીયા ભરેલ પેટીઓ નંગ-૪૫ કુલ કર્વાટરીયા નંગ-૨૧૬૦ કિં.રૂ.૧,૦૮,૦૦૦/- નો પ્રોહી જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા. રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન તુફાન ગાડીની કિં.રૂ. ૩,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૫૮,૦૦૦/- મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭) રાજગઢ પો.સ્ટે  પ્રોહી ગુ.ર.નં.૩૧/૧૮ પ્રોહી ક.૬૫એ, ૬૫ઈ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૨૭/૨/૧૭ ક.૧૬.૦૦ વાગે મોજે.વાવ ગામે બીલી ફળીયામા આરોપીઓ (૧) ડીસકવર મો.સા નં જીજે.૬.ઇએફ.૧૯૩૧ (ર) પલસર મો.સા જીજે.૬.બીવાય.૯૧૩૭ (૩) ડીસકવર મો.સા નં. જીજે.૦૬.ડી.એ.૩૮૧ ના ચાલકોએ ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૫૭૬ કી રૂ ૩૭૨૦૦/- (ર) પલસર મો.સા જીજે.૬.બીવાય.૯૧૩૭  ની ઉપર બીયરની બોટલો  નંગ-૨૮૮ કી રૂ ૨૮૦૦૦/- (૩)  ડીસકવર મો.સા નં જીજે.૦૬.ડી.એ. ૩૮૧ ની ઉપર બોટલ નંગ-૧૬૮ કી રૂ ૫૦,૪૦૦/- મળી કુલ ઇગ્લીશ  દારુ નાની મોટી બોટલો  તથા ટીન બીયર  નંગ-૧૦૨૦ કી રૂ ૧,૧૬,૪૦૦/- ત્રણ મો.સા કીમત રૂ ૪૫૦૦૦/ મળી કુલ  રૂ ૧,૬૧,૪૦૦/-નો મુધ્દામલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી  કુલ-૦૧ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા શહેર બી.ડીવી.પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૨૨/૨૦૧૮ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૨૭/૦૨/૨૦૧૮ ના ક.૧/૩૫ વાગ્‍યે માજે.હમીરપુર રોડ એમ.એ.ટી. સ્‍કુલ થી આગળ ઇબાદતગાહની સામે ખુલ્‍લી જગ્‍યામાં આરોપીઓ (૧) સુલેમાન યુસુફમુસા ભાઇજમાલ રહે.નદીપાર ગોન્‍દ્રા ઇદગાહ મહોલ્‍લા ગોધરા (૨) પ્રકાશકુમાર ભીખાભાઇ દેવડા રહે.બસ સ્‍ટેન્‍ડ રોડ શહેરા  (૩) મણીલાલ સામંતભાઇ પરમાર રહે.વસુપડાલ અમુલ ડેરીની પાછળ સેવાલીયા (૪) નિશાર સુલેમાન મીઠા રહે.મીઠીખાન મહોલ્‍લા ખંધોક પાસે ગોધરા (૫) જીગ્‍નેશભાઇ શ્રીચંદભાઇ જૈન રહે.રણછોડજી મંદિર સામે બેઠક ફળીયા ગોધરા (૬) અશોકભાઇ દયાલદાસ કટારીયા રહે.બામરોલી રોડ ઉસ્‍તવ સોસાયટી મકાન નં.૭૧ ગોધરા (૭) ઇદ્રીશભાઇ ઇબ્રાહીમ હુરી રહે.હમીરપુર તા.ગોધરા (૮) ઇકબાલભાઇ નાનાભાઇ ગીતેલી રહે.સાતપુલ સી.સોસા. ગોધરા અને રેઇડ દરમ્યાન નાસી જનાર (૯) સફી અબ્દુલ સલામ બદામ રહે.ભીલોડીયા પ્લોટ ગોધરા (૧૦) ઇસ્માઇલ ઇશાક વસ્કા રહે.દારુ સલામ મસ્જીદની પાછળ ગોધરા (૧૧) ઇબ્રાહીમ મહંમદ સઇદ દરગાઇ રહે.પોલન બજાર કિકેરી ચોકડી પોલીસ ચોકી નં.૩ સામે ગોધરા (૧૨) ફારૂક હુશેન ગાજી રહે.મહંમદી મહોલ્લા ગોધરા નાઓએ ભેગામળી રોકડા રૂ.૧૭૮૧૦/- તથા જુગાર રમવા માટે મુકેલ બેટરી તથા એલ.ઇ.ડી.લાઇટ ની કિ.રૂ.૨૫૦૦/ તથા કેટ નં.૪ કિ.રૂ.૪૦/ની ગણી તથા શેતરંજી નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦ ની મળી કુલ્‍લે રૂ.૨૦,૩૫૦/- ના મુધ્દામાલ સાથે કુલ-૮ આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા  

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 06-03-2018