પંચમહાલ જીલ્લામાં તા.૦૫/૦૩/૨૦૧૮ થી તા.૧૧/૦૩/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુન્હો ડીટેકટ-૦૧
(૧) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૫/૧૮ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબનો ગુનો તા.૦૩/૦૩/૧૮ ક.૨૧/૦૦ થી ૨૩/૦૦ દરમ્યાન મોજે.વેજલપુર ખરસાલીયા ગામે જતા રોડ ઉપર બનેલ છે. આ કામે ફરીયાદીશ્રીની ઇકો ગાડીનો દરવાજો ખોલી અંદર મૂકેલ સોનાનો ચાર તોલાનો સોનાનો સેટ કિ.રૂ.૮૦,૦૦૦/- તથા અડધા તોલાની સોનાની બુટૃી કિ.રૂ.૮૦૦૦/- તથા સોનાની વીટૃી તેમજ સોનાની બુટૃી જેની કિ.રૂ.૧૭,૦૦૦/- તથા સોનાની કાનની હેર નંગ-૧ કિ.રૂ.૭,૦૦૦/- તથા કિ.રૂ.૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૨,૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરી ગુનો કર્યો વિ.બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ ગુનાની તપાસમાં વેજલપુર પો.સ્ટે. તથા એલ.સી.બી. પોલીસ અલગ અલગ ટીમો બનાવી સયુકત રીતે ચોરીમાં ગયેલ મુદદામાલ બાબતની તપાસમાં હતા (૧) અજયકુમાર મનહરભાઇ સોલંકી ઉવ.૨૦ રહે.ખરસાલીયા ગાયત્રી ફળીયુ તા.કાલોલ (ર) કલ્પેશભાઇ મોહનભાઇ સોલંકી ઉવ.૨૦ રહે.ખરસાલીયા નવાઘરા ફળીયુ તા.કાલોલ નાઓેએ આ ગુનો કરેલાની ખાનગી રાહે હકીકત મળતા આ બને ઇસમોની વેજલપુર બસ સ્ટેન્ડ પાસેથી અટક કરી સઘન પુછપરછ કરતા આ ગુનો કરેલાની કબુલતા કરેલ તેમજ આ ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી રોકડા રૂ.૬૦૦૦/- ગાડીમાં લગાવવાની ટેપ રીકવર કરી સદરી અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
વોન્ટેડ પકડયા-૦૪
(૧) પાવાગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૩/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૮૬,૩૩૨,૩૪૧,૩૨૩,૫૦૪,૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી જગદીશભાઇ ઉદેસીંગ બારીયા રહે. પાલનપુર તા. હાલોલ નાઓને તા.૬/૩/૨૦૧૮ ના ક.૧૩/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી પાવાગઢ પો.સ્ટે.ને સુપ્રત કરવામાં આવેલ છે.
(ર) વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૦૭/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના ગુન્હામા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રંગીતભાઇ રમેશભાઇ ઉર્ફે ભીખાભાઇ બારીઆ રહે.મીરાપુરી ફળીયુ તા.કાલોલ જી.પંચમહાલ નાનો જેથી અંગત બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૫/૦૩/૨૦૧૮ ના રોજ ક.૧૩/૫૫ વાગે મોજે.મીરાપુરી મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે વેજલપુર પો.સ્ટે. મા સોંપવામા આવેલ છે.
(૩) હાલોલ ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૦/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો ક.૪, ૭ મુજબના ગુન્હામા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી મુકેશભાઇ ગણપતભાઇ નાયક રહે.ફાટા તળાવ તા.હાલોલ નાઓને અંગત બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૬/૦૩/૨૦૧૮ ના રોજ ક.૧૭/૪૦ વાગે મોજે.માધેપુરા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે હાલોલ ટાઉન પો.સ્ટે. મા સોંપવામા આવેલ છે.
(૪) રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૭૨/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એઇ, ૧૧૬, ૯૮(ર), ૮૧ મુજબના ગુન્હામા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી જગુભાઇ બલીયાભાઇ રાઠવા રહે.મસવાડ ખારી ફળીયુ તા.હાલોલ નાને અંગત બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૯/૦૩/૨૦૧૮ ના રોજ ક.૧૦/૫૦ વાગે મોજે.ઘોઘંબા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે રાજગઢ પો.સ્ટે. મા સોંપવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૫ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) હાલોલ ટાઉન પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૮૨/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એઇ, ૯૮(૨) મુજબના કામે તા.૦૫/૦૩/૧૮ ના ક.૧૮/૧૫ થી ક.૧૯/૧૫ વાગે આરોપી નાયક ગોવિંદભાઇ ભારતભાઇ રહે.ભરોણા ફળીયા યોગીનગર પાસે હાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના કબ્જાની તવેરા ગાડી નંબર જી.જે.૧૨ ઝેડ-૬૧૭૭ માં પરપ્રાંતીય બનાવટનો ઇગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૨૭૮ કિં.રૂ.૨૩,૬૩૦/- તથા ૭૫૦ મીલી.ની પ્લાસ્ટિકની રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી નંગ-૦૫ કિં.રૂ.૧૮૦૦/ તથા તવેરા ગાડીની કિં.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૨૫,૪૩૦/- નો પ્રોહી મુદામાલ લઇ આવી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૭૨/૧૮ પ્રોહી ક.૬પ(ઇ), ૬૫એ, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૦૮/૦૩/૧૮ ક.૧૬/૦૦ વાગ્યે મોજે.અડાદરા ગામે આરોપીઓ (૧) જેન્તાભાઇ કંન્દુડીયાભાઇ જાતે ધાણુક રહે.કોલચા તા.કઠીવાડા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ (૨) નાસીજનાર- ચીમાભાઇ થાવરીયાભાઇ જાતે ધાણુક રહે.ખામણકા તા.કઠીવાડા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ નાઓએ એકબીજાની મદદગારી થી પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના કબજાની હીરો હોન્ડા મો.સા નંબર વગરની તથા હીરો હોન્ડા સી.ડી. ડીલક્સ નંબર વગરની ઉપર વગર પાસ પરમીટે પર પ્રાંતીય બનાવટના ઇગ્લીશ દારૂની ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ ડીસ્ટલેડ બ્લેન્ડેડ એન્ડ બોટલ્ડ બાય ગ્રેટ ગેલોન વેન્ટરર્સ લીમી. ૭૫૦ એમ.એલ.સેજવાયા ડી.ધાર-૪૫૪૭૭૩ MP બનાવટની ઇગ્લીશ દારૂની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૩૪ કુલ કિ.રૂ.૪૮,૨૪૦/- તથા હીરો હોન્ડા મો.સા નંબર વગરની કિ.રૂ.૨૦,૦૦૦/- તથા હીરો હોન્ડા સી.ડી. ડીલક્સ નંબર વગરની કિ.રૂ.૨૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૮૮,૨૪૦/- ના પ્રોહી ગુન્હાના મદ્દામાલ સાથે આરોપી નં-૧, નાનો પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૩૫/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬પએ,૬૫ઇ મુજબ. તા.૦૮/૩/૨૦૧૮ કલાક.૧૪/૧૫ વાગ્યે મોજે.ડોકટરનામુવાડા ગામે આરોપી રંગીતભાઇ ઉર્ફે રંગો છોટુભાઇ ચૌહાણ ઉર્ફે રાઠોડ રહે.બગીડોળ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના કબજાના પાકા ધાબાવાળા મકાનમા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ- ૧૨૦૦ કિ.રૂ. ૬૦,૦૦૦/- નો મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) રાજગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૨/૧૮ પ્રોહી ક.૫૬એ, ૬૫ઇ મુજબના કામે તા.૧૦/૦૩/૧૮ ક.૧૬/૩૦ વાગે મોજે.પાંચપથરા ગામે આરોપી તેરસીંગભાઇ કાંતીભાઇ ઉર્ફે કાનસીંગભાઇ રાઠવા રહે.પાંચપથરા નિશાળ ફળીયુ તા.ધોધંબા ઇગ્લીશ દારુનો જથ્થો કિંગ વ્હીસ્કીના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ- ૩૩૩ કી.રૂ.૧૬,૬૫૦/- તથા રોયલ સીલેકટ ડીલ્ક્ષ વ્હીસ્કીની બોટલો નંગ-૧૦૮ કી.રૂ.૩૨,૪૦૦/- તથા કીગ વ્હીસ્કી બોટલો નંગ-૨૩ કી.રૂ.૬,૯૦૦/- મળી કુલ બોટલો નંગ-૪૬૪ રૂ.૫૫,૯૫૦/- નો મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૩૯/૧૮ પ્રોહી એકટ ક.૬પઇ, ૬૫એ, ૯૮(ર) મુજબના કામે તા.૧૦/૩/૧૮ ક.૧૮/૧૫ મોજે.ગોલ્લાવ ચોકડી પાસે આરોપી મનુભાઇ ગલાભાઇ બારીયા રહે.વાકોટા પટેલ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ નાઓએ અતુલ છકડા નં.જીજે ૬ ઝેડઝેડ પ૮ર૬ કી.રૂ.પ૦,૦૦૦/-ની મા પરપ્રાંતીય બનાવટના ઇગ્લીશ દારૂની ૭પ૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૪૪ કી.રૂ.૫૦,૪૦૦/- નો તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.પ૦૦/- મળી કુલ કી.રૂ.૧,૦૦,૯૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) રાજગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૦/૧૮ જુગાર ધારા ૧૨ મુજબના કામે તા.૫/૦૩/૧૮ ક.૧૮/૦૦ વાગે મોજે.પાંચપથરા ગામે આરોપી (૧) દિલીપભાઇ સોમાભાઇ ડામોર (ર) ભુપતસિહ સોમાભાઇ ડામોર (૩) મુકેશભાઇ રાજુભાઇ ડામોર (૪) મહેન્દ્રભાઇ કૈલાશભાઇ મોચી (૫) મણીલાલ કોદરભાઇ ડીડોડ તમામ રહે.રાણીવાવ ફળીયુ દે.બારીયા તથા (૬) રવીકુમાર છોટાલાલ ઉર્ફે બીહારીભાઇ રાજપુત રહે.પંચવટી સોસા ગોધરા (૭) ખલીલ અકીલ શેખ રહે.વલ્લભ વસાહત સુરત (૮) રાજેન્દ્રભાઇ બાબુભાઇ મેકવાન રહે.સેવાલીયા તા ગળતેશ્વર જી.ખેડા (૯) મહોસીન સહાબુદીન મલેક રહે.ઝંડા બજાર પેટલાદ જી.આણંદ નાઓએ જાહેરમાં પ્લાસ્ટીકના કેરમના સ્કઇકર વડે હારજીતનો જુગાર રમી રામડતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમોની અંગ ઝડતી રૂ.૨૨,૩૩૦/- તથા દાવ ઉપર ના કિ.રૂ.૨૪૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કી રૂ.૧૫૦૦/ તથા પ્લાસ્ટીકના સ્ટાઇકર નંગ-૧૫ કી રૂ.૦૦.૦૦ મળી કુલ રૂ.૨૬,૬૦૦/ નો મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા તથા રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) હાલોલ ટાઉન સે.ગુ.ર.નં.૨૬/૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૦/૩/૧૮ ક.૧૫/૩૦ થી ક.૧૬/૩૦ મોજે.હાલોલ ૧૦૧ કોલોની પાછળ જાહેરમા બાવળની ઝાંડીયોમાં આરોપીઓ (૧) મયુદ્દીન મહેબુબભાઇ મલેક રહે.કસ્બા ટેકરા ફળીયુ (૨) જાઉદ્દીન મહેબુબભાઇ શેખ રહે.કસ્બા ટેકરા ફળીયુ (૩) ઇમરાનભાઇ મહમદભાઇ ઘાંચી રહે.કરીમ કોલોની (૪) અશરફ અનવર સૈયદ રહે.લીમડી ફળીયા (૫) નિઝામભાઇ હાજી મહમદ અરબ રહે.રહીમ કોલોની હાલોલ નાઓ રૂા.૧૦,૪૦૦/- તથા દાવ પરથી રૂા.૧૬,૯૪૦/- મળી કુલ રૂ.૨૭,૩૪૦/- તથા ગંજી પાના નંગ- ૫૨ કિં.રૂા.૦૦/૦૦ સાથે આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) હાલોલ ટાઉન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૭/૧૮ જુગાર ધારાની ક.૧૨(અ) મુજબના કામે તા.૧૦/૩/૧૮ ના ક.૧૬/૩૦ થી ક.૧૯/૦૦ દરમ્યાન મોજે.હાલોલ બસ સ્ટેન્ડ પ્લેટ ફોર્મ નં.૩ ની પાછળ જાહેરમાં ખુલ્લી જગ્યામાં આરોપીઓ (૧) કદીરબેગ સિકન્દર મિર્ઝા રહે.કાનાવાઘા ફળીયુ કાલોલ (૨) મહેન્દ્રભાઇ જંયતીલાલ મહેતા રહે.હનુમાન ફળીયુ કાલોલ (૩) કાળુભાઇ કાનજીભાઇ ગઢવી રહે.૨૧ ઉલ્લાસનગર સોસાયટી, હાલોલ (૪) હિતેષ રણછોડભાઇ તાવીયાડ રહે.ઘર નં.૬ સતી તલાવડી સોસા., હાલોલ (૫) મનોવરખાન અનવરખાન પઠાણ રહે.કુંભારવાડા પાવાગઢ રોડ હાલોલ (૬) કાંન્તીભાઇ માણીકલાલ પંચાલ રહે.ગામ સટા કામ્બલી તા.હાલોલ (૭) વોન્ટેડ આરોપી ઇમ્તીયાઝ નાશીરખાન પઠાણ રહે.હાલોલ તથા નાસી જનાર ત્રણેક ઇસમો રોકડ રકમ રૂ.(અંગ જડતી તથા જુગારના નાણા) રૂ.૩૬,૨૫૦/- સટ્ટાના આંક લખેલ સટ્ટા બુક નંગ- ૨, સટ્ટાના આંક લખેલ વલણની સ્લીપો નંગ- ૩, સટ્ટાના આંક લખેલ સટ્ટા સ્લીપો નંગ- ૪૯, પેડ નંગ- ૨, બોલપેન નંગ- ૪ રૂ.૦૦ મો.ફોન નંગ- ૭ કિ.રૂ.૨,૬૦૦/- મુદ્દામાલની કુલ કિં.રૂ.૩૮,૮૫૦/- નો મુધ્દામાલ સાથે આરોપી નં.૧ થી ૬ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગર નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) રાજગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૧/૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૧/૦૩/૧૮ ના રોજ ક.૧૫/૦૫ વાગે મોજે.રાજગઢ ગામે કરાડની નદીની ધસમા આરોપીઓ (૧) દિલીપભાઇ સરતાનભાઇ નાયક રહે.માળ ફળીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ (૨) યોગેશકુમાર શંકરલાલ જાતે કનોજીયા રહે.ગુજરાતી સ્કુલની પાછળ ઘોઘંબા તા.ઘોઘંબા (૩) કિરણભાઇ દિનેશભાઇ જાતે બારીયા રહે.મલાવ ફળીયા તા.ઘોઘંબા નાઓ જાહેરમા પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રમાડતા આરોપીની અંગ ઝડતી માથી તથા દાવ ઉપરથી તથા જુગારના સાધનો કુલ મળી રૂ.૨૯,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|