હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૮/૦૬/૨૦૧૮ થી તા.૨૪/૦૬/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૦૪

(૧)     હાલોલ ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૮૩/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી જયેશભાઇ રૂપસીંગભાઇ રાઠવા રહે.જીમીયાપુરા તા.હાલોલ નાને તા.૧૮/૦૬/૨૦૧૮ ના ક.૦૮/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓએ અટક કરી હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.

(ર)     મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૬૧/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી વિનેશભાઇ સુરસીંગભાઇ ઉર્ફે રૂપસીંગ ચારેલ રહે.પ્રતાપપુરા તા.સંજેલી જી.દાહોદ નાને તા.૨૦/૦૬/૨૦૧૮ ના ક.૦૭/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓએ અટક કરી મોરવા(હ) પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.

(૩)     ગોધરા તાલુકા પ્રોહી.ગુ.ર.નં.૧૭૧/૨૦૧૨ પ્રોહી એકટ  ક.૬૫એ, ૬૫બી, ૬૫ એ.ઇ. ૧૧૬ બી, ૮૧ મુજબ ના ગુન્હાના કામના નાસતા ફરતા વોન્ટેડ આરોપી ગંગદાસ ઉર્ફ ગગાભાઇ ઉર્ફ જગાભાઇ નારણભાઇ ચારણ રહે મુળ પોપટપુરા છબનપુર હાલ રહે.ગોલી (ગવાસી)  તા ગોધરા જી.પંચમહાલનાને અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી તા.૨૧/૬/૧૮ ના રોજ  ક.૧૨/૦૫ વાગ્‍યે મોજે.ટુવા ફાટક પાસેથી તા.ગોધરા  મુકામેથી  સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક  કરી આરોપીઓને  આગળની  વધુ તપાસ  માટે  ગોધરા તાલુકા પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ  છે.

(૪)     અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન સેકન્ડ .ગુ.ર.નં.૩૦૦૪/૨૦૧૭ પશુધારા અધિનિયમ ની ક.૫, ૬, (ડ), (૧), (૨), (૩), (ઇ), (એલ) તથા પશુ ધાતકીપણા અધિનીયમ કલમ ૧૧(ઇ), (એલ) તેમજ એમ.વી. એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૯૨ મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી મેહબુબ આલમ ઉર્ફે લાલા બિરીયાની S/O અબ્દુલ સત્તાર ગાજી રહે. હાફીઝ પ્લોટ,મહંમદી સોસાયટીની પાછળ સાતપુલ સોસાયટી,વેજલપુર રોડ, ગોધરા જી.પંચમહાલ નાનો  ઉપરોકત ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષ થી નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી તા.૨૩/૦૬/૨૦૧૮ ના ક.૧૨/૩૦ વાગ્‍યે મોજે  મોજે રબ્બાની મસ્જીદ પાછળ લાકડાના બેન્સામાંથી  પકડી  સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક કરી  આરોપીઓને આગળ ની વધુ તપાસ માટે  શામળાજી  પોલીસ સ્‍ટેશનમાં  સોપવાની તજવીજ  કરવામાં   આવેલ છે. 

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા શહેર એ ડીવી પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.ન.રર૫/ર૦૧૮ પ્રોહી એકટ ક.૬પએ ૬૫ઇ ૯૮(૨) મુજબના કામે તા.૧૮/૬/ર૦૧૮ ક.૨૨/૧૫ વાગે મોજે.ભુરાવાવ પાસે વાગડિયાવાસ જવાના રોડ  ઉપર આરોપી રીક્ષા નં જી.જે ૧૭ યુ. ૯૪૯૩ ના ચાલકે પોતાની રીક્ષા માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે કર્વાટરિયા નંગ-૩૩૬  કિં.રૂ.૩૩,૬૦૦/- તથા રીક્ષા કિં.રૂ.૭૦,૦૦૦/- મળી  કુલ  રૂ.૧,૦૩,૬૦૦/- ના  મુદ્રામાલ પોલીસની રેઇડ જોઇ  નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) કાલોલ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૨૦૧/૨૦૧૮ ગુજરાત પ્રોહીબિશન સુધારા અધિનિયમ-૨૦૧૬ ની ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૨૨/૦૬/૨૦૧૮ ક.૦૧/૧૦ વાગ્યે મોજે-અલીન્દ્રા ગામે આરોપીઓ (૧) હાઇડ્રોલીક એસ ટ્રક ડમ્ફર નંબર GJ-16-Y-8568નો ચાલક ડ્રાઇવર (૨) નરેશકુમાર શીવસિંહ ચાવડા રહે.અલીન્દ્રા તા.કાલોલ નાઓએ એકબીજાના મેળાપીપણાથી ડ્રાઇવરે પોતાના કબ્જાની ટ્રક ડમ્ફરમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય ઇગ્લીશ દારૂના મુદામાલ ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૩૬૫ કિંમત રૂ.૧,૦૯,૫૦૦/- તથા ટ્રકની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૬,૦૯,૫૦૦/-નો મુદામાલ ભરી લાવી વહન કરી હેરાફેરી કરતાં પોલીસને જોઇ પોતાની ટ્રક રોડ ઉપર ઉભી રાખી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) હાલોલ રૂરલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૪/૨૦૧૮ જુગારધારા ક.૧૨અ  મુજબના કામે  તા.૨૧/૦૬/૨૦૧૮ ક.૧૭/૩૦ વાગે મોજે.વાસેતી શીવજીપુરા ફળીયામા આરોપીઓ (૧) કાંતીભાઇ અમરસિંહ પરમાર રહે.વાસેતી તા.હાલોલ જી.પંચમહાલ (૨) જીવનભાઇ મોહનભાઇ પરમાર રહે.વાસેતી તા.હાલોલ જી.પંચમહાલ તથા બીજા પાચથી છ ઇસમોએ પોતાના અંગત ફાયદા માટે ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડી પોલીસની રેઇડ દરમ્યાન અંગ ઝડતી પરના રૂ.૨૨૨૦/- તથા દાવ પરના રૂ.૯૮૨૦/- મળી કુલ રૂ.૧૨,૦૪૦/- ના મુદ્દામાલ સાથે  પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) કાકણપુર પો.સ્ટે II ગુ.ર.નં.૨૨/૨૦૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૨૨/૦૬/૨૦૧૮ ક.૧૯/૧૫ વાગ્યે મોજે.જુનીધરી ગામે આરોપીઓ (૧) રાજેન્દ્રભાઇ નાનાભાઇ માછી રહે.જૂનીધરી (૨) રમેશભાઇ ગાંડાભાઇ શેનવા રહે.નવીધરી (૩) વિઠ્ઠલભાઇ પુનાભાઇ માછી રહે.સોનીપુર, તા.ગળતેશ્વર (૪) રાહુલભાઇ વિક્રમભાઇ માછી જૂનીધરી (૫) મહેશભાઇ ઝવરભાઈ પટેલ રહે.વરસડા બી આર ક્વોરીની બાજુમા તા-ડેસર (૬) મથુરભાઈ ડાહ્યાભાઈ માછી રહે.જુનીધરી (૭) ભરતભાઈ ઉર્ફે લલ્લો માછી રહે.જુનીધરી (૮) મચો માછી રહે.જુનીધરી (૯) ડાહ્યાભાઈ કુચી માછી રહે.જુનીધરી (૧૦) અલ્યો પરમાર રહે.ડેસર (૧૧) શનાભાઈ માછી રહે.જુનીધરી (૧૨) બાબુ પરમાર રહે. વરસડા પરમારપુરા  તા-ડેસર તે એવી રીતે કે આ કામના આરોપીઓએ  જુનીધરી નદીના પટમા કાપડ પાથરી પાના પત્તા વડે હાર-જીતનો  જુગાર રમી રમાડતા રોકડ રુપિયા ૧૮,૮૩૦/- તથા મોબાઈલ નંગ ૨ કિંમત રુ ૩૦૦૦- તેમજ બેસવા માટેનુ પાથરણુ તથા કેટ નં.૨ ના મુદ્દામાલ સાથે આરોપી નં.૧ થી પ  ના પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. કાંકણપુર પો.સ્ટે. નાઓએ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 26-06-2018