પંચમહાલ જીલ્લામાં તા.૨૫/૦૬/૨૦૧૮ થી તા.૦૧/૦૭/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
વોન્ટેડ પકડયા-૦૩
(૧) કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૮/૨૦૧૭ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(૧), ૬(ક) (૧) (૨) (૩) ની ૨૦૧૭ સુધારા અન્વયે તથા ઇ.પી.કો. ક.૨૯૫(ક), ૨૭૯, ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા એમ.વી. એક્ટ ક.૧૭૭, ૧૮૪ મુજબના ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મોહસીન મહમદ યુસુફ મીચલ રહે.સાતપુલ વેજલપુર રોડ ગોધરા નાને તા.૨૫/૦૬/૨૦૧૮ ના ક.૯/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી કાલોલ પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.
(ર) હાલોલ ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૯૬/૨૦૦૦ ઇ.પી.કો. ક.૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી નવીનભાઇ છગનભાઇ માંજરેકર (ભાગેકર) રહે. છારાનગર અમદાવાદ નાને તા.૨૮/૦૬/૨૦૧૮ ના ક.૨૦/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.
(૩) દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૮/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(ર), ૮૧ મુજબના ગુનાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રમેશભાઇ કોહયાભાઇ બારીઆ રહે.ચાઠા કણબીફળીયુ તા.ઘોઘંબા નાને તા.૦૧/૦૭/૨૦૧૮ ના રોજ ક.૧૨/૩૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી દામાવાવ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
આમ્સૅ એકટ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) મોરવા(હ) પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં.૫૧/૨૦૧૮ ધી આર્મ્સ એકટ,૧૯૫૯ અધિનીયમ ની ક.૨૫ (૧-બી)(એ) મુજબના કામે તા.૩૦/૬/૨૦૧૮ ક.૧૪/૦૦ વાગે મોજે.સંતરોડ ગામે આવેલ સિનેમા ટોકીઝ પાસે ખુલ્લી જગ્યામા આરોપી દિપાભાઇ નાનીયાભાઇ પલાસ રહે.ગામ આમલી ખજુરીયા બામણીયા ફળીયા તા.ગરબાડા જી.દાહોદ નાએ કોઇપણ જાતના લાયસન્સ કે આધાર વિના પોતાના કબજામાં એક દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂા.૫૦૦૦/- તથા જીવતો કારતુસ નંગ-૧ કિ.રૂા.૧૦૦/- મળી કૂલ મુદ્દામાસલ કિ.રૂા.૫૧૦૦/- સાથે મોરવા(હ) તાલુકાના સંતરોડ ગામે આવેલ સિનેમા ટોકીઝ પાસે ખુલ્લી જગ્યામાથી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૬૬/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૨૬/૦૬/૧૮ ક.૮/૩૦ વાગ્યે મોજે.સંતરોડ સાલીયા ગામે હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) મુકેશભાઇ ભારતસિંહ બળદવાળ (૨) વિજયકુમાર બાબુભાઇ જાતે બોરા (લબાના) (૩) અનીતાબેન W/O મુકેશભાઇ ભારતસિંહ બળદવાળ (૪) વર્ષાબેન વિજયકુમાર બાબુભાઇ બોરા (લબાના) ચારેય રહે.ટાંડા ચોરા ફળીયા તા.જી.દાહોદ (૫) અર્જુનભાઇ નરવતસિહ જાદવ રહે-ભુખી તા-કાલોલ (૬) ઇનેશકુમાર દેવીસીંગ વહોનીયા રહે.૨૫ શામળનગર સોસાયટી અલવાનાકા જી.આઇ.ડી.સી રોડ માંજલપુર વડોદરા નાઓએ પોતાના કબજાની લાલ કલરની ઇન્ડીકા ગાડી નં જી.જે.૧૭ સી.૩૪૪૦ મા ગાડીની ડીકીમા ૫૦૦ મી.લી.ના માઉન્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ માર્કાના ટીન બીયર નંગ-૧૨૦ કિ.રૂ.૧૨૦૦૦/- તથા ૭૫૦ મી.લી.ના રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકની બોટલ નંગ-૪૮ કિ.રૂ.૧૪૪૦૦/- તથા ૧૮૦ મી.લી.ના રોયલ નાઇટ મલ્ટ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ- ૫૨૮ કિ.રૂ.૨૬૪૦૦/- મળી કુલ રૂ. ૫૨૮૦૦/- નો પ્રોહી જથ્થો ભરી આરોપી નં.૫ તથા ૬ ને આપવા જતા આરોપી નં.૧ થી ૪ નાઓ પકડાઇ જઇ તેમજ પ્રોહી જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા ઉપયોગમા લીધેલ ઇન્ડકા ગાડી નંબર જી.જે.૧૭ સી.૩૪૪૦ ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા આરોપી નં.૧ તથા ૨ નાઓની અંગ ઝડતી માથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૨,૦૭,૮૦૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્વાહી કરવામા આવેલ છે.
(ર) રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૨૫/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૨૯/૦૬/૧૮ ક.૦૩/૩૦ વાગે મોજે મોલ ડામોર ફળીયામા આરોપી અંકેશભાઇ વદેસીંગભાઇ રાઠવા રહે.મોલ ડામોર ફળીયા તા.ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબધંક એરીયામાં પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમીટે પરપ્રાંતીય ઇગ્લીશ દારૂના કીંગ વ્હીસકીની ૭૫૦ મીલીની પ્લાસ્ટીકની બોટલ નંગ-૧૫૨ જે એક પ્લાસ્ટીકની ૭૫૦ મીલીની બોટલની કિ.રૂ.૩૦૦/- લેખે કુલ કિ.રૂ.૪૫,૬૦૦/- તથા કીંગ વ્હીસ્કીના ૧૮૦ મી.લીના પ્લાસ્ટીકના કવાર્ટરીયા નંગ–૯૬ જે એક ક્વાર્ટરની કિ.રૂ.૫૦/- લેખે કુલ કિ.રૂ.૪૮૦૦/- મળી કુલ કિ.રૂ.૫૦,૪૦૦/- નો મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધીત એરીયામાં રાખી પોલીસની રેડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૪૧/૧૮ પ્રોહી એકટ ક.૬પએ, ૬૫ઈ મુજબના કામે તા.૨૯/૦૬/૨૦૧૮ ના ક.૨૩/૦૫ વાગ્યે મોજે.ગોલ્લાવ બસ સટેન્ડ પાસે આરોપી સુધીરકુમાર મણીલાલ જયસ્વાલ પટેલ રહે.ગોલ્લાવ બસ સટેન્ડ પાસે તા.ગોધરા જી.પંચમહાલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં વગર પાસ પરમીટે ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ-૧૦ જેમા એક પેટી મા ૪૮ નંગ લેખે કુલ કવાટરીયા નંગ-૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦/- નો રાખી પોલીસ ની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) જાંબુઘોડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૧૫/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨) મુજબ ના કામે તા.૦૧/૦૭/૨૦૧૮ ના ક.૧૮/૩૦ વાગે મોજે.ખાખરીયા ગામે સાદડા ગામ તરફ જવાના પગદંડી રસ્તે આરોપી ગોવિંદભાઇ ભદુભાઇ રાઠવા રહે.સીસાડીયા પુજારી ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નં.GJ.6.CE.9657 ઉપર બે વિમલના થેલામાં પરપ્રાન્તીય બનાવટનો ઇંગ્લીશ દારૂના ૭૫૦ મીલીના બોટલો નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|