હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૭/૦૯/૨૦૧૮ થી તા.૨૩/૦૯/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હો ડીટેકટ-૦૩  

(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૦/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૮૦ મુજબનો ગુનો  તા.૨૦/૦૯/૨૦૧૮ ક.૧/૩૬ થી ક.૧/૫૬ દરમ્યાન મોજે.આનંદનગર સોસાયટી ગોધરા ખાતે  અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીની મકાનની કંમ્પાઉન્ડની દીવાલ કુદી કંમ્પાઉન્ડમાં આવી ફરીયાદીના મકાનના બેડ રૂમની લોખંડની ગ્રીલની ખુલ્લી બારીમાંથી હાથ નાખી બેડ રૂમની અંદર ટેબલ ઉપર પડેલ ઓપો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૮૫૦૦/- ની ચોરી કરી ગુનો કર્યો વિ. બાબતનો ગુનો રજી કરવામા આવેલ છે. આ કામે ગોધરા શહેર એ ડીવીઝન  પો.સ્ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી  નં.૫/૨૦૧૮ તા.૨૨/૦૯/૨૦૧૮ મુજબના કામે સામાવાળા સુરજ ઉર્ફે બોડીયો જશવંતભાઇ ઠાકોર રહે.પાનમ કોલોની પાછળ મેસરી નદીની ધસ પાસે ગોધરા નાઓને   સી.આર.પી.સી. ક.૪૧(૧)એ મુજબ તા.૨૨/૦૯/૨૦૧૮ ક.૧૩/૩૦ વાગે અટક કરી ઉપરોકત ઇસમ પાસેથી ઓપો કંપનીનો મો.ફોન નંગ-૧ કિ.રૂ.૮૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત આરોપીની ઘનિષ્‍ઠ પુછપરછ કરતા ગયા બુધવારના રાતના સમયે પોતે એકલો ચાલતો ચાલતો સાયન્સ કોલેજની પાછળ આવેલ આનંદનગર સોસાયટીમાં ગયેલો અને એક મકાનની કંપાઉન્ડની દીવાલ કુદીને કંપાઉન્ડમાં જઇ તે મકાનની ખુલ્લી બારીમાં હાથ નાખી ટેબલ ઉપર મુકેલ મોબાઇલ ફોનની ચોરી કરવા જતા મારો હાથ નહી પહોચતા મે નીચેથી એક લાકડી લઇ બારીમાં અંદરના ભાગે નાખી લાકડી વડે મોબાઇલ ફોન ખસેડી લાવી તે મોબાઇલ ફોનની ચોરી કરેલી તે ચોરીનો મોબાઇલ ફોન હોવાની કબુલાત કરેલ છે. જે અંગે ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૦/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.  

(ર)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૨/૨૦૧૮ ઇ.પી.કો ક. ૩૪૧, ૩૯૨, ૩૨૩, ૫૦૬(ર), ૧૧૪ મુજબનો ગુનો તા.૭/૦૯/૨૦૧૮ ક.૪/૧૦ વાગે મોજે.વડોદરા ગોધરા હાઇવે રોડ ઉપર કેશરી ઓટો કલ્સન્ટ પાસે ફરીયાદી પોતાની કંપનીમાંથી કંપનીનુ મોટર સાયકલ લઇ પોતાના ઘરે જતા હતા તે વખતે વડોદરા ગોધરા હાઇવે રોડ ઉપર આવેલ કેશરી ઓટો કન્સલ્ટ પાસે આવતા બે મો.સા. ઉપર આવેલ કુલ-૪ અજાણ્યા ઇસમોએ ફરી.ને આતરી ઉભો રાખી ચપ્પુ બતાવી માર મારી સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૨,૦૦૦/- તથા બેગ ડોકયુમેન્ટ સાથેની તથા રોકડા રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૨૭,૦૦૦/- ની લુંટ કરી નાશી જઇ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી  નં.૧૦/૨૦૧૮ તા.ર૩/૦૯/૨૦૧૮ મુજબના કામે (૧) હુજેફા ફારૂક અસલા રહે.રાણી મસ્જીદની સામેની ગલીમાં બજાર મહોલલા ગોધરા (ર) ખાલીદ સફી જભા ઉર્ફે ખાલીદ બીરાદર રહે.મહમંદી મહોલ્લા મલા કમ્પાઉન્ડ ગોધરા (૩) હકીબ રફીક કડીયા રહે.નુરાની મસ્જીદ ૩૬ કવાર્ટસ ઇન્દીરા આવાસ ગોધરા (૪) જાફર બીલાલ ડમઠી રહે.મૈત્રી સર્કલ પાસે ગોધરા નાઓને   સી.આર.પી.સી. ક.૪૧(૧)એ મુજબ તા.૨૩/૦૯/૨૦૧૮ ક.૧૪/૧૫ વાગે અટક કરી ઉપરોકત પકડાયેલા ઇસમો પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા. ૧ર,૦૦૦/- તથા નંબર વગરની હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટર સાયકલ નંબર વગરની કિ.રૂા.૩૦,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦ર મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ચારેય ઇસમોની સઘન પુછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી વીસેક દિવસ ઉપર ચારેય ઇસમો બે મોટર સાયકલો ઉપર બેસી વહેલી સવારના ચારેક વાગ્યાના અરશામાં ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપર આવેલ કેશરી ઓટો કન્સલ્ટની નજીકમાં એક મોટર સાયકલ સવારને રોડ ઉપર આંતરી તે મોટર સાયકલ સવાર ને ચપ્પુ બતાવી ચપ્પાથી  મારવાની ધમકી આપી તેમજ પીઠના ભાગે ગબ્બા મારી તે મોટર સાયકલ સવાર પાસેથી એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડા રૂ.૧પ,૦૦૦/- તેમજ એક બેગની લુંટ કરેલી તે લુંટ પૈકીનો ઉપરોકત સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન હોવાનુ કબુલાત કરેલ છે. અને હાલમાં ઉપરોકત હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટર સાયકલ મળી આવેલ છે તે મોટર સાયકલ આ લુંટ કરવામાં ઉપયોગ કરેલ છે. જે સંબધે તપાસ કરતા  ગોધરા શહેર બી.ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૨/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૪૧, ૩૯ર, ૩ર૩, પ૦૬(ર), ૧૧૪ મુજબનો અનડીટેકટ લુંટનો ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા  ડીટેકટ કરવામાં આવેલ છે.

(૩)     અમદાવાદ શહેર શાહીબાગ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૨૪/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૭૯  મુજબનો ગુનો   તા.૫/૦૫/૨૦૧૮ ક.૧૮/૩૦ થી ક.૨૦/૦૦  દરમ્યાન મોજે.અમદાવાદ શહેર સીવીલ હોસ્પીલ કંપાઉન્ડ માંથી ફરીયાદીની સીડી. ડીલક્ષ મો.સા. નંબર જી.જે.૦૧ પી.ઇ.૮૬૮૭ કિ.રૂ.૨૦,૦૦૦/-  ની સીવીલ હોસ્પીટલ અમદાવાદના કંપાઉન્ડમાં પાર્ક કરી મુકેલ હતી તેનો કોઇ ચોર ઇસમે લોક તોડી ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી  નં.૧૦/૨૦૧૮ તા.ર૩/૦૯/૨૦૧૮ મુજબના કામે (૧) હુજેફા ફારૂક અસલા રહે.રાણી મસ્જીદની સામેની ગલીમાં બજાર મહોલલા ગોધરા (ર) ખાલીદ સફી જભા ઉર્ફે ખાલીદ બીરાદર રહે.મહમંદી મહોલ્લા મલા કમ્પાઉન્ડ ગોધરા (૩) હકીબ રફીક કડીયા રહે.નુરાની મસ્જીદ ૩૬ કવાર્ટસ ઇન્દીરા આવાસ ગોધરા (૪) જાફર બીલાલ ડમઠી રહે.મૈત્રી સર્કલ પાસે ગોધરા નાઓને   સી.આર.પી.સી. કલમ ૪૧(૧)એ મુજબ તા.૨૩/૦૯/૨૦૧૮ ક.૧૪/૧૫ વાગે અટક  કરી ઉપરોકત પકડાયેલા ઇસમો પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા. ૧ર,૦૦૦/- તથા નંબર વગરની હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટર સાયકલ કિ.રૂા.૩૦,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. ક.૧૦ર મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ચારેય ઇસમોની સઘન પુછપરછ કરતા હકીકત જણાવેલ કે આરોપી હુજેફા ફારૂક અસલા રહે.રાણી મસ્જીદની સામેની ગલીમાં બજાર મહોલલા ગોધરા નાઓ આજથી ચારથી પાંચ મહીના પહેલા અમદાવાદ સીવીલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાંથી નંબર વગરની હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટર સાયકલ ચોરી કરી લાવેલ હોવાની કબુલાત કરેલ છે. જે બાબતે અમદાવાદ શહેર શાહીબાગ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૨૪/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબનો મોટર સાયકલ ચોરીનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

વોન્ટેડ પકડયા-૩ 

(૧)   ગોધરા શહેર બી ડિવિઝન પો.સ્ટે.ફ.ગુ.ર.ન.૨૨/૧૮ ઇ.પી.કો ક.૩૨૬, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી.એકટ. ક.૧૩૫ મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી રીઝવાન શબ્બર ડમરી રહે નદીપાર ગોન્દ્ર ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ નાઓ ઉપરોકત ગુન્હામાં નાસતો  ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી ગોધરા પટેલવાડા પાસે ઉભો હોવાની પાકી બાતમી આધારે પેરોલ ફર્લો  સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૧૯/૦૯/૨૦૧૮ ના ક.૧૬/૦૫ વાગ્‍યે મોજે ગોધરા પટેલવાડા પાસેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની  વધુ તપાસ માટે  ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનને સોપવાની તજવીજ કરવામાં  આવેલ છે.

(૨)   મોરવા(હ) પો.સ્ટે.ફ.ગુ.રન.૬૫/૧૧ ઇ.પી.કો કલમ ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૩, ૩૩૬, ૧૮૬, ૨૨૪, ૨૨૫ તથા જી.પી.એકટ. ક.૧૩૫ તથા મોરવા (હ) સે.ગુ.ર.નં.૩૩/૧૦ ઇ.પી.કો  ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા મોરવા (હ) પો.સ્ટે. એમ.કેસ. નં.૦૭/૨૦૦૭ ઇ.પી.કો ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબના ગુન્‍હામાં  નાસતા  ફરતા વોન્‍ટેડ આરોપી નં(૧). હસમુખભાઇ  બાબુભાઇ  હરીજન નં(૨). ગીતાબેન ડો/ઓ બાબુભાઇ ભુરાભાઇ  હરીજન બન્ને  રહે.વાડી  માતરીયા  તા.મોરવા (હ)  જી.પંચમહાલ નાઓ ઉપરોકત ગુન્હામાં નાસતા  ફરતા  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપીઓ તેના ઘરે હાજર હોવાની પાકી બાતમી આધારે પેરોલ ફર્લો  સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૨૦/૦૯/૨૦૧૮ ના ક.૧૭/૫૫ વાગ્‍યે મોજે વાડી માતરીયા ગામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની  વધુ તપાસ માટે  મોરવા (હ) પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.

(૩) મોરવા (હ) પો.સ્ટે.સે.ગુ.ર.નં.૬૦/૨૦૧૭ ઇ.પી.કો ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),  ૧૧૪ જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્‍હામાં નાસતા ફરતા વોન્‍ટેડ આરોપી (૧) મહેશભાઇ પર્વતભાઇ ભુરીયા તથા (ર) વિનાબેન w/o મહેશભાઇ પર્વતભાઇ ભુરીયા બન્ને રહે.થાણા ફળિયા, સુલીયાત તા.મોરવા(હ) જી.પંચમહાલ નાઓ ઉપરોકત ગુન્હામાં નાસતા ફરતા હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત બન્ને આરોપીઓ  તેના ઘરે હાજર હોવાની પાકી બાતમી આધારે પેરોલ  ફર્લો  સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૨૨/૦૯/૨૦૧૮ ના ક.૧પ/૨૦ વાગ્‍યે મોજે સુલીયાત મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે  મોરવા (હ) પોલીસ સ્‍ટેશને સોપવામાં  આવેલ છે.    

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૭ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) કાંકણપુર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૧૧૬/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબ ના કામે તા.૧૭/૦૯/૧૮ ક.૦૦/૪૫ થી ક.૦૧/૩૦ વાગ્યે મોજે.ટીંબા ગામની સીમમાં આરોપીઓ (૧) તખતભાઈ સ્વરૂપભાઈ ડેરોલા રહેવાસી ટીમ્બા ગામે (૨) સોનીબેન સ્વરૂપભાઈ ડેરોલા રહે.ટીમ્બા ગામ નાઓએ એકબીજાના મેળાપીપણાથી પ્રોહી.પ્રતિબંધક એરિયામાં પોતાના ખેતરમાં આવેલ કબ્જા ભોગવટાના છાપરામા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ કવાટરીયાની  પેટી નંગ-૧૨ ૧૮૦ એમ.એલ ની બોટલ કુલ  નંગ-૬૦૦ કુલ કિ.રૂ.૩૦,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ  ગેર કાયદેસર રાખી પોલીસ રેઇડ દરમ્યાન નાસી  જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. કાંકણપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૫૯/૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) તથા  એમ.વી. એકટ ક. ૩, ૧૮૧, ૧૩૦(૩) મુજબ તા.૧૯/૦૯/૦૧૮ ક.૧૬/૧૫ વાગ્યે મોજે.ડાગરીયા ચોકડી રોડ ઉપર આરોપીઓ (૧) મોહમદ નસીફ મોહમદ યાસીન કુરેશી રહે.ગોમતીપુર મરીયમબીબીની ચાલી અમદાવાદ તથા (ર) મહમદ ઇમરાન મહમદ અખ્તર જાતે કુરેશી રહે.બ્રિજ નીચે રેઇન બસેરા અમદાવાદ તથા પ્રોહી જથ્થો ભરી આપનાર (૩) ગોપીભાઇ મડીયાભાઇ ગણાવા રહે.વરમખેડા તા.જી.દાહોદ નાઓએ સિલ્વર કલરની મારુતિ ઝેન ગાડી નંબર જી.જે.૧૭ સી.૯૮૦૮ ના ચાલકે પોતાના કબ્જાની સિલ્વર કલરની મારુતિ ઝેન ગાડી નંબર જી.જે.૧૭ સી.૯૮૦૮ ગાડીની વચ્ચેની સીટના ભાગે તથા પાછળની ડીકીમા કાચ તેમજ પ્લાસ્ટીના કવાટરીયા નંગ-૬૯૦ કિમત રૂ.૭૫,૯૬૦/- નો પ્રોહી જથ્થો આ કામના આરોપી ગોપીભાઇ મડીયાભાઇ ગણાવા રહે વરમખેડા તા.જી.દાહોદ નાઓની પાસેથી ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન પકડાઇ જતા મારુતિ ઝેન ગાડી નંબર જી.જે.૧૭ સી.૯૮૦૮ જેનો એન્જીન નંબર 324044 તથા ચેચીસ નંબર 329412 ની કિં.રુ.૮૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-ર ,કિં.રુ.૧૦૦૦/- મળી કુલ રૂ.૧,૫૬,૯૬૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) હાલોલ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૨૩/૧૮ ગુજરાત પ્રોહી એકટ ક.૬૫એ, ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮ (૨) મુજબના કામે તા.૧૯/૦૯/૨૦૧૮, ક.૧૬/૦૦ વાગે આરોપીઓ (૧) રાજેશભાઈ ઠાકોરભાઈ માળી રહે. સાવલી, ભાદરવા ચોકડી તા.સાવલી જી.વડોદરા (ર) નિસારઅલી સલીમઅલી સૈયદ રહે.પરીજાપાર્ક સોસાયટી, ગોઠડા તા.સાવલી જી.વડોદરા નાઓએ આર્થિક લાભ મેળવવા માટે મારૂતિ ઇકો ગાડી નં.GJ-૦૭ DA-૦૩૩૯ માં પાછળ ના ભાગે આવેલ સીટો નીચે પ્લાસ્ટીક ના બે મીણીયા થેલાઓ માં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ૭૫૦ મી.લી.ની કાચની રોયલ સ્ટેગ તથા રોયલ ચેલેન્જ તથા એન્ટીકયુંટી ની વ્હીસ્કી ની બોટલો કુલ નંગ-૪૨ કુલ કિ.રૂ.૨૫,૮૦૦/- નો ગે.કા.નો પ્રોહી મુદામાલ તેમજ ઇકો ગાડી નં.GJ-૦૭, DA-૦૩૩૯ કિ.રૂ.૧,૮૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૨,૦૫,૮૦૦/- નો પ્રોહી મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં લઇ આવી પોલીસ ની વોચ તપાસ દરમ્યાન પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) જાંબુઘોડા પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૪૫/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨) મુજબ તા.૧૯/૦૯/૨૦૧૮ ના ક.૨૨/૦૦ મોજે.કરા ગામની સીમમા પુર્વે આરોપી જગદિશભાઇ અભેસીંગભાઇ રાઠવા રહે.રાયપુર મંદિર ફ્ળીયુ તા-કવાંટ જી.છોટાઉદેપુર નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની  બજાજ પલ્સર મો.સા. નં.GJ-34-A-3640 ઉપર ભારતીય બનાવટના દારૂની પ્લાસ્ટીકની ૭૫૦MLની બોટલો નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા કાળા કલરની બજાજ પલ્સર મો.સા.નંબર GJ-34-A-3640 ની કિ. રૂા.૪૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૩,૮૦૦/- નો મુદ્દામાલ સાથે પડી જતા પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન મળી આવી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫) વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૨૨/૨૦૧૮  પ્રોહી.એકટ ક.૬૫એ, ૬૫, ઇ, ૯૮(૨) મુજબના કામે  તા.૨૧/૦૯/૨૦૧૮ ક.૧૬/૧૫ વાગ્યે  મોજે.અડાદરા ગામે ત્રણ રસ્તા ઉપર આરોપી ઇન્ડીકા ગાડી નંબર  GJ-16-K-6750 નો ચાલક પોકેટ કોપનો ઉપયોગ કરતા વાહન માલીકનુ નામ અમરસીગ સમસુભાઇ માવી રહે.૨૬૬ માવી ફળીયુ નાની ખરજ તા.જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરિયામાં પોતાના કબજાની ઇન્ડીકા ઇન્ડીકા ગાડીની ડેકીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂની રોયલ વ્હીસ્કીની ૧૮૦ મીલીની બોટલ નંગ- ૧૯૨ કિં.રૂ.૧૭૨૮૦/- તથા ટીન બીયર નંગ-૬૦ ની કિ.રૂ.૮૧૦૦/- તથા ઇન્ડીકા ગાડીની  કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી  કુલ રૂ.૧,૨૫,૩૮૦/- નો મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા પોલીસને  જોઇ પોતાની ઇન્ડીકા ગાડી મુકી  નાશી જતા ઉપરોકત મુ્દ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬) દામાવાવ પો.સ્ટે. III ૧૭૪/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૧૧૬(બી), ૮૧, ૮૩ મુજબના કામે તા.૨૧/૯/૨૦૧૮ ક.૨૩/૪૫  મોજે.ઉચાબેડા ગામે ટેકરા ઉપર આરોપીઓ (૧) ટીનાભાઇ કાદવાભાઇ રાઠવા રહે.મોટા અમાદરા તા.પાવી-જેતપુર જી.છોટાઉદેપુર (૨) પોપટભાઇ ધનસુખભાઇ રાઠવા રહે.મીઠીબોર તા.જી.છોટાઉદેપુર (૩) પંકજભાઇ પ્રભાતભાઇ  બારીઆ રહે.વાવ તા.ઘોઘંબા નાઓએ પીકપ બોલેરો ડાલા નં.જી.જે.૦૬ એકસ.એકસ.૬૨૫૩ જેનો ચેચીસ નં.MA1ZF2GHKF1B28392 તથા એન્જીન નં.GHF1B20005 ની મા દારૂ ની પેટીઓ નંગ-૯૬ જેમાં એક પેટીમાં ૧૨ નંગ લેખે કુલ-૯૬ પેટીઓમાં કુલ બોટલો નંગ-૧૧૫૨ ની કિ.રૂ.૩.૪૫.૬૦૦/- તથા ખાખી કલરના પુઠ્ઠાની પેટીઓ નંગ-૯૭ જે એક પેટીમાં ૨૪ નંગ પતરાના ટીન બીયર લેખે કુલ-૯૭ પેટીઓમાં ટીન બીયર નંગ-૨૩૨૮ ની કિ.રૂ.૨.૩૨.૮૦૦/- તથા બોલેરો પીકપ ડાલાની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૭૮,૪૦૦/- નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વહન કરી લઇ આવી  આરોપી નં.૧ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૬૦/૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૯૮(૨)  મુજબ ના કામે તા.૨૨/૦૯/૦૧૮ ક.૧૬/૪૫ વાગ્યે મોજે.સાલીયા ગામે આરોપી મો.સા નંબર જી.જે.૨૦-એમ-૩૧૧૧ ના વાહન માલીક વીનોદભાઇ મહેશભાઇ બારીઆ રહે.ગોદીરોડ ઘાચીવાડ દાહોદ નાઓએ પોતાના કબજાની બજાજ અપચી ગાડી નં-જી.જે.૨૦-એમ-૩૧૧૧ ની ઉપર આ કામના આરોપીએ મરૂણ કલર નો થેલો વચ્ચે મુકી તથા પાછળ બેઠેલા આરોપી એ કાળા કલરનો થેલો ખભે ભીડવી થેલામા ૧૮૦ મીલીના રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૩૩૮ કિ.રૂ.૩૦,૪૨૦/- નો પ્રોહી જથ્થો તથા પોતાના કબજાની મો.સા કિ.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ રૂ.૬૫,૪૨૦/- ના પ્રોહી જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરતા પોલીસની નાકાબધી દરમ્યાન પ્રોહી જથ્થો તથા પોતાના કબજાની મો.સા મુકી નાસી  જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

પશુ સંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) દામાવાવ પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં.૩૭/૨૦૧૮ પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની ક.૧૧(૧) ડી-ઇ-એફ-એચ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૭(૨૦૧૭) ના સુધારા સહિતની કલમ ૫(૧), ૮(૧), ૧૦ તથા ઇ.પી.કો.ક.૨૭૯ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૩, ૧૮૧ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૦/૦૯/૨૦૧૮ ક.૧૬/૦૦ વાગે મોજે.વાવકુંડલી ત્રણ રસ્તા પાસે આરોપી મહેફુઝઅલી મહંમદસાદતઅલી મકરાણી રહે.રાજગઢ મસ્જીદ ફળીયું તા.ઘોઘંબા  નાઓએ પોતાના કબજાની અતુલ શકિત લોડીંગ છકડા મા પાડા નંગ-૪ તથા પાડી ન;ગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/- ને એકબીજાના ગળામા પગોમા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી ઘાસચારો તથા પાણીની સગવડ વગર ભરી કતલ કરવાના ઇરાદે ભરી પુરઝડપે હંકારી લઇ આવી પાડા તથા પાડી નંગ-૫ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા અતુલ શકિત લોડીંગ છકડા કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે.  નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 01-10-2018