હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૫/૧૦/૨૦૧૮ થી તા.૨૧/૧૦/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હો ડીટેકટ-૪

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૬/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૯૨, ૧૧૪ મુજબનો ગુનો તા.૨૬/૦૬/૨૦૧૮ ક.૧૪/૦૦ વાગે મોજે.ચીખોદ્રા ચોકડી ઉપર આ કામના ફરીયાદી પોતાના મોબાઇલ ફોન ઉપર વાત કરતા તે વખતે બે અજાણ્યા ઇસમો પોતાની મોટર સાયકલ ઉપર બેસી આવી ફરીયાદીના હાથમાંનો વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૨૨,૦૦૦/-ની લુંટ કરી નાસી જઇ ગુનો કર્યો વિ. બાબતે ગુનો રજી. કરવામા આવેલ.  આ કામે ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં.૮/૨૦૧૮ તા.૧૫/૧૦/૨૦૧૮ મુજબના કામે શબ્બીર નુર મોહંમદ શેખ રહે. રેહમત નગર સુલેમાની મસ્જીદ પાસે ગોધરા નાઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)એ મુજબ તા.૧૫/૧૦/૨૦૧૮ ક.૧૩/૩૦ વાગે  અટક કરી ઉપરોકત ઇસમના કબજામાંથી મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૩૧,૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા જણાવેલ છે કે વીવો કંપનીનો મોબાઇલ ફોન આજથી ચારેક મહીના પહેલા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા તેની સાથેનો શબ્બીર હુસેન ઝબા ઉર્ફે તતીયો રહે.કેપ્સુલ ફેકટરી પાસે નવી રોઝી હોટલની પાછળ ગોધરા નાઓ બંને ભેગા મળી શબ્બીર હુસેન ઝબા ઉર્ફે તતીયાની પેશન પ્રો.મોટર સાયકલ ઉપર બેસી તુપ્તી હોટલ થઇ ચીખોદ્રા ચોકડી પાસે બપોરના આશરે બે એક વાગ્યાના સુમારે જતા એક ઇસમ તેની મોટર સાયકલ ઉભી રાખી તેના મોબાઇલ ફોન ઉપરથી વાતો કરતા જોવા મળતા તેની નજીકમાં જઇ ચાલુ મોટર સાયકલ ધીમે પાડી તે ઇસમના હાથમાંનો વીવો કંપનીનો મોબાઇલ ફોનની લુંટ કરી નાસી ગયેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૬/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૯૨, ૧૧૪ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(ર)    ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૩/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૯૨, ૧૧૪ મુજબનો ગુનો તા.૧૩/૦૯/૨૦૧૮ ક.૧૪/૦૦ વાગે મોજે.બગીચા રોડ ઉપર શૌચાલય પાસે આ કામના ફરીયાદી તથા સાહેદ સંગીતાબેન બંને ચાલતા ચાલતા બગીચા રોડ શૌચાલય પાસે જતા આ કામના આરોપીઓ બગીચા શૌચાલય પાસે આવી સાહેદ સંગીતાબેનને કહેલ કે અમો બહારના છીએ બસ સ્ટેન્ડ કયાં છે તેમ પુછી સાહેદના હાથમાંથી કાપડની થેલી એકદમ ખેચતા સાહેદે થેલી નહી છોડતા ધક્કો મારી પાડી દઇ થેલીમાં મુકેલ રેડમી કંપનીનો મોબાઇલ ફોન  કિ.રૂ.૯૫૦૦/- ની લુંટ કરી નાસી જઇ ગુનો કર્યો વિ. બાબતનો ગુનો રજી કરવામા આવેલ.  આ કામે ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી  નં.૮/૨૦૧૮ તા.૧૫/૧૦/૨૦૧૮ મુજબના કામે શબ્બીર નુર મોહંમદ શેખ રહે.  રેહમત નગર સુલેમાની મસ્જીદ પાસે ગોધરા નાઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)એ મુજબ તા.૧૫/૧૦/૨૦૧૮ ક.૧૩/૩૦ વાગે વાગે અટક કરી ઉપરોકત ઇસમના કબજામાંથી મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૩૧,૫૦૦/-નો મુદ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા જણાવેલ છે કે રેડમી કંપનીના મોબાઇલ ફોન સંબધે પુછતા આજથી એક મહીના પહેલા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા તેની સાથેનો શબ્બીર હુસેન ઝબા ઉર્ફે તતીયો રહે. કેપ્સુલ ફેકટરી પાસે નવી રોઝી હોટલની પાછળ ગોધરા નાઓ બંને  ભેગા મળી શબ્બીર હુસેન ઝબા ઉર્ફે તતીયાની પેશન પ્રો.મોટર સાયકલ ઉપર બેસી ગોધરા બગીચા નજીક આવેલ શૌચાલય પાસે બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે આવતા બે બહેનો ચાલતી ચાલતી જતી હતી જેમાં એક બેનના હાથમાં એક થેલી હતી તે બંને બેનો પાસે જઇ મોટર સાયકલ ધીમી પાડી તે બહેનોને કહેલ કે બસ સ્ટેન્ડ કયાં છે તેવી પુછપરછ કરી એક બેનને ધક્કો મારી તેની પાસેની કાપડની થેલી ઝુંટવી તે થેલીમાં મુકેલ રેડમી કંપનીના મોબાઇલ ફોનની લુંટ કરેલાની કબુલાત કરેલ છે.  જે અંગે તપાસ કરતા ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૩/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૯૨,૧૧૪ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(૩)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૮/૨૦૧૮ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો તા.૧૮/૧૦/૨૦૧૮ ના ક.૦૧/૦૦ થી ક.૦૪/૦૦ દરમ્યાન કોઇપણ વખતે મોજે. ખાડી ફળીયા સાંઇબાબા મંદિર આ કામના ફરી.ના ઘરમાંથી રાત્રીના સમયે ઘરના આગળના દરવાજે મારેલ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી બીજા રૂમમાં મુકેલે લોખંડની તિજોરીનુ લોક તોડી અંદર મુકેલ સોના ચાંદીના દાગીના જેની આશરે કિં.રૂ.૪૨,૫૦૦/- તથા રોકડા રૂપિયા.૨૫,૦૦૦/-  મળી કુલ કિ.રૂ.૬૭,૫૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતનો ગુનો રજી કરવામા આવેલ. આ કામે નિશાર ઉર્ફે જંગલીયો અનવર બદામ રહે.રહેમત નગર ગોધરા નાઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ ક.૧૮/૦૦ વાગે અટક કરી સદર મુદ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ તપાસ અર્થે કબજે લઇ પકડાયેલ આરોપીઓની સઘન પુછપરછ કરતા ઉપરોકત ગુનાની કબુલાત કરેલ હોય જે અંગે તપાસ કરતા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૮/૨૦૧૮ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.  

(૪)     ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી ન;.૦૬/૨૦૧૮ સી.આર.પી.સી ક.૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે સામાવાળા (૧) શૈલેષભાઇ નાનુભાઇ પટેલ રહે.નવાગામ ધરોલા તા.શહેરા (ર) પપ્પુકુમાર મહંચરાઉત જાતે-બારી રહે.મુળ ગામ-લક્ષમીનગર તા.ધમઉરા જી.બેટીયા (બિહાર) હાલ રહે.કોઠી સ્ટીલ વેજલપુર રોડ ગોધરા નાઓ પાસેથી જુની વપરાયેલ ટ્રક ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા ગેસ કટર પાઇપ સાથે જે જુની વપરાયેલ જેની કિ.રૂ.૧૦૦૦/- ગણી શકાય તથા ઓકસીજન ગેસ સીલીન્ડર નંગ-ર જુના વપરાયેલ કિ.રૂ.૬૦૦૦/- તથા એક એચ.પી. કંપનીની ગેસની બોટલ જુની વપરાયેલ મળી આવેલ કિ.રૂ.૧૫૦૦/- મળી કુલ રૂ.૫,૦૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે શંકાસ્પદ હાલતમા મળી આવી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ સબંધે પુછપરછ કરતા હિમંતનગર પો.સ્ટે.ફ.ગુ.ર. નં.૧૦૪/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના કામે ચોરીમા ગયેલ મુદ્દામાલ હોય જે અનડીટેકટ ગુનો પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

 

વોન્ટેડ પકડયા-૦૧ 

(૧)    વડોદરા મધ્યસ્થ જેલના પાકા કેદી નં.૮૩૫૮૮ જીવણભાઇ અભેસિંહ બાવરી રહે.મુળ ગોધરા પથ્થર તલાવડી બાવરીવાસ ગોધરા હાલ રહે.મદારીવાસ હાલોલ નાનો  તા.૨૫/૦૮/૨૦૧૮ ના રોજ દિન-૧૪ ની ફર્લો રજા ઉપર પોતાના વતન આવેલ હતો અને સદર આરોપીને  તા.૦૯/૦૯/૨૦૧૮ ના રોજ પુર્ણ થતા પરત જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ હાજર થયેલ નહી અને ફર્લો જમ્પ કરેલ હોય જેથી સદર આરોપીની તપાસ કરતા અંગત બાતમીદારથી બાતમી મળેલ કે સદર આરોપી વડોદરા શહેર વાધોડીયા ચોકડી બાયપાસ હાઇવે નેશનલ હાઇવે નં.૮ ઉપર આવેલ  બ્રીજ નીચે રહે છે જે બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૧૯/૧૦/૨૦૧૮ ના રોજ  ક.૨૩/૩૦ વાગ્યે મોજે.વાધોડીયા ચોકડી પાસેથી અટક  કરી બાકીની સજા ભોગવવા સારૂ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોપવામાં આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી.ગુ..નં.૪૮૩/૧૮ ગુજરાત પ્રોહીબીશન એકટની .૬૫એ, ૬૫ઇ, ૮૧, ૮૨, ૮૩, ૯૮() મુજબના કામે તા.૧૭/૧૦/૨૦૧૮  ક.૪/૩૦ મોજે.સાલીમાર હોટલ કંમ્પાઉન્ડ પોપટપુરા ખાતે આરોપીઓ () દીલબાગસિંહ દોલતસિંહ જાટ મુળ રહે. બાનીયા તા.ખડુરશાહેબ થાણા ગોઇન્ડવાલસાહબ જી.તરનતારન પંજાબ હાલ રહે.પતિ સોહનસીંગદી વેરકા થાણા વેરકા જી. અમૃતસર પંજાબ () આઇસર ટ્રક નંબર એમ.એચ.૪૩ વાય ૩૮૫૨ નો માલીક () પવન જેના મોબાઇલ નંબર (૧) ૯૦૪૯૯૨૬૬૬૦ (ર) ૮૭૬૯૦૧૬૯૮૮ છે તે  () ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ તથા પોલીસ તપાસમાં નીકળે તે તમામ ઇસમોએ ભેગા મળી એકબીજાની મદદગારીથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પ્રોહી પ્રતિબધંક એરીયામાં ઘુસાડવાનુ ષડયંત્ર રચી કાવતરૂ ઘડી આઇસર ટ્રક  નંબર એમ.એચ.૪૩ વાય ૩૮૫૨ માં જુદાજુદા માર્કાવાળી ભારતીય બનાવટનો વિદેશી  દારૂ ભરેલ પેટીઓ કુલ- ૫૮૫ જેમાં ભારતીય બનાવટનો વિદેશી  દારૂ ભરેલ બોટલો  કુલ – ૭૦૨૦ જેની કુલ કિ.રૂ. ૩૫,૧૦,૦૦૦/- તેમજ આઇસર ટ્રક નંબર એમ.એચ.૪૩ વાય ૩૮૫૨ કિ.રૂ. ૧૨,૦૦,૦૦૦/- તથા તાટપત્રી નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦/- તથા અંગ જડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૩  કિ.રૂ. ૩૦૦૦/- તથા રોકડા રૂ.૮૦૦૦/- તથા બીલ્ટી નંગ-૪ કિ.રૂ. ૦૦/- એમ મળી કુલ રૂ. ૪૭,૨૨,૦૦૦/- ના પ્રોહી ગુનાના મુદ્દામાલ પાસ પરમીટ વગર  આઇસર ટ્રકમાં ભરી હેરાફેરી કરી વહન કરી લઇ આવતા ઉપરોકત આઇસર ટ્રકના ચાલક દીલબાગસિંહ દોલતસિંહ જાટ પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) દામાવાવ.પો.સ્ટે III ૧૯૫/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૧૧૬(બી), ૮૧, મુજબના કામે  તા.૧૬/૧૦/૨૦૧૮ ક.૨૨/૧૫ મોજે.ચાઠા ગામે રોડ ઉપર આરોપીઓ અરવીંદભાઇ ચંદુભાઇ રાઠોડ રહે.ગોવિંદપુરી તા.હાલોલ જી.પંચમહાલ તથા તેની સાથેનો નાસીજનાર બીજો એક ઇસમ નાઓએ ભેગા મળી એક બીજાના મેળાપીપણાથી ઇન્ડીકા વિસ્ટા ગાડી નં.જીજે ૦૬ ઇએચ ૦૭૨૫ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ-૫૪૦ ની કિ.રૂ.૧,૬૨,૦૦૦/- તથા ઇન્ડીકા વિસ્ટા ગાડીની કિમત રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૧૨,૦૦૦/- નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયા મા દારૂ નો જથ્થો વહન કરી લઇ આવતા પોલીસે પીછો કરતા પોતાના કબજાની ગાડી રોડની સાઇડ મા મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 30-10-2018