પંચમહાલ જીલ્લામાં તા.૨૨/૧૦/૨૦૧૮ થી તા.૨૮/૧૦/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુન્હો ડીટેકટ-૧
(૧) હાલોલ ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૯/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૯૪, ૧૧૪ મુજબનો ગુનો તા.૦૮/૧૦/૨૦૧૮ ક.૧૨/૩૦ વાગે મોજે.હાલોલ જી.આઇ.ડી.સી. કંપનીના કંપાઉન્ડની સામે રોડ ઉપર આ કામના ફરીયાદી તેની સાયકલ જમી પરત આવતા બે મોટર સાયકલ ઉપર ચાર અજાણ્યા ઇસમો આવી ફરીયાદીને ગુજરાતીમા તું કયાંનો રહેવાસી છુ તેમ કહી ગડદા પાટુનો માર મારી ફરી.નો ઓપો કંપનીનો મોબાઇલ આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- ની કિમંતનો લુંટ કરી નાશી જઇ ગુનો કર્યો વિ. બાબતે ગુનો રજી. કરવામા આવેલ. આ કામે હાલોલ ટાઉન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૩/૨૦૧૮ તા.૨૭/૧૦/૨૦૧૮ મુજબના કામે (૧) આમીરખાન અનવરખાન પઠાણ રહે.હાલોલ લીમડી ફળીયું હાલોલ (ર) સબ્બીર મુરતાજા શેખ રહે.હાલોલ લીમડી ફળીયુ હાલોલ (૩) આફતાબ અબ્દુલ હકીમ મકરાણી રહે.બાસ્કા તા.હાલોલ નાઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)એ મુજબ તા.૧૫/૧૦/૨૦૧૮ ક.૧૮/૩૦ વાગે અટક કરી ઉપરોકત ઇસમના કબજા માંથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા સ્પેલેન્ડર મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમોની સઘન પુછપરછ કરતા જણાવેલ છે કે, ઓપો કંપનીનો મોબાઇલ ફોન આજથી વિસેક દિવસ પહેલા ઉપરોકત પકડાયેલા ત્રણેય ઇસમો તેઓના કબજાની ઉપરોકત નંબરની મોટર સાયકલ ઉપર બેસી હાલોલ જી.આઇ.ડી.સી. વિસ્તારમા નીકળેલા અને તે વખતે બપોરના આરશામા ચંદ્રાપુરા ચોકડી તરફથી એમ.જી. કંપની તરફ જતા હતા તે વખતે એક સાયકલ સવાર સામેથી આવતો દેખાયેલ જેથી અમો ત્રણેય જણાએ અંદર અંદર વાત કરી તે સાયકલ સવારને લુંટી લેવાની વાતચીતો કરેલી. અને ઉપરોકત પકડાયેલ ઇસમો પૈકી આમીરખાન પઠાણ નાઓ મોટર સાયકલ ચલાવતા હતા. તેની પાછળ આફતાબ મકરાણી નાનો બેઠેલ હતો. અને છેલ્લે સબ્બીર શેખ નાનો મોટર સાયકલ ઉપર બેઠેલ હોય જેથી આ છેલ્લે બેઠેલ સબ્બીર શેખ નાનો સાયકલ સવાર નજીક જતા પાછળથી ઉતરી ગયેલ. અને ઉપરોકત મોટર સાયકલ ચલાવનાર તથા તેની પાછળ અલતાફ બંને જણા ભેગા મળી બપોરના આશરે સાડા બારેક વાગ્યાના આશરામા સાયકલ સવારને રોંગ સાઇડમા મોટર સાયકલ લઇને સાયકલ સવારને ઉભો રાખી દઇ કહેલ કે તુ કયાંનો રહેવાસી છુ તેમ કહી સાયકલ સવારને ગડદાપાટુનો માર મારવા લાગેલ. આ વખતે. મોટર સાયકલની પાછળથી ઉતરી ગયેલ શબ્બીર શેખ પણ દોડી આવેલો અને આ ત્રણેય ભેગા સાયકલ સવાર સાથે ખેંચતાણ કરી ગડદાપાટુનો માર મારી સાયકલ સવાર પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન લુંટ કરી ત્રણે ઇસમો મોટર સાયકલ ઉપર બેસી જી.આઇ.ડી.સી. વિસ્તારમા ભાગી ગયેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા હાલોલ ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૯/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૯૪, ૧૧૪ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
વોન્ટેડ પકડયા-૦૨
(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૭૯/૧૯૯૫ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રામાભાઇ નવાભાઇ ઉર્ફે ગવાભાઇ મેડા રહે.ખંગેલા વાંદરીયા ફળીયું તા.જી.દાહોદ નાઓને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામનો વોન્ટેડ આરોપીને તા.૨૨/૧૦/૨૦૧૮ ના ક.૦૭/૩૫ વાગે મોજે.ગોધરા બસસ્ટેન્ડ પાસેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક કરી આરોપીને વધુ તપાસ માટે ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.
(ર) મોરવા(હ) પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૦/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અરવિંદભાઇ ગેમાભાઇ મુનિયા રહે.દેલોચ સીમાડા ફળીયુ તા.મોરવા(હ) નાઓને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામનો વોન્ટેડ આરોપીને તા.૨૭/૧૦/૨૦૧૮ ના ક.૦૦/૧૫ વાગે મોજે.સાગવાડા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક કરી આરોપીને વધુ તપાસ માટે મોરવા(હ) પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૧૦ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) હાલોલ રૂરલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૩૧/૧૮ ગુજરાત પ્રોહી એકટ ક.૬૫(એ)(એ), ૧૧૬બી મુજબ ના કામે તા.૨૨/૧૦/૨૦૧૮, ક.૧૧/૪૫ વાગે મોજે.આંબાતળાવ ઉજેતી રોડ ઉપર રોડની બાજુમાં ખુલ્લામાં આરોપી પ્રવિણ ઉર્ફે પરીયો ચિમનભાઈ સોલંકી રહે.આંબા તળાવ તા.હાલોલ નાએ આર્થિકલાભ મેળવવા માટે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીક ની બોટલો કુલ નંગ-૧૪૪ કુલ કિ.રૂ.૪૩,૨૦૦/- નો ગે.કા.નો પ્રોહી મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના રહેણાક મકાનમાં વેચાણ કરવા સારુ રાખી મૂકી પોલીસ ની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) દામાવાવ.પો.સ્ટે III ૧૯૭/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૨૪/૧૦/૧૮ ક.૧૩/૩૦ વાગે મોજે.દામાવાવ ઘોઘંબા રોડ કોઠાયડી ગામના પુલ પાસે આરોપીઓ (૧) દિલીપભાઇ મનાભાઇ ડામોર રહે.ભીટોડી બારીયા ફળીયું .જી.દાહોદ (૨) રાકેશભાઇ બાબુભાઇ ડામોર રહે.સીમલીયા ખુર્દ તા.જી.દાહોદ બંન્ને પકડાયેલ છે. (૩) જોરસીંગભાઇ ઠેકાવાળા રહે.પીટોલ તા.ઝાબુંઆ મધ્યપ્રદેશ (૪) રાહુલકુમાર લક્ષ્મણસિહ જાદવ રહે.દાતોલ પેટે ચાંદાપુરી તા.ઘોઘંબા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજાની ફોર્ડ ફિયેસ્ટા સીલ્વર કલરની ગાડી નં-જી.જે.૧૫. પી.પી. ૭૮૬૯ નાની માં ભારતીય બનાવટના વિદેશી દારૂના કર્વાટરીયા ભરેલ પેટીઓ કુલ નંગ-૨૪ જેમા કવાટરીયા નંગ-૧૧૫૨ કુલ કિ.રૂ.૯૨,૧૬૦/- નો મુદ્દામાલ ગામ પીટોલના તા.જી.ઝાંબુઆ મધ્યપ્રદેશના ઠેકાવાળા નાઓ પાસેથી ભરાવી લઇ ઘોઘંબા તાલુકાના દાતોલ પેટે ચાંદાપુરી ગામે રહેતા રાહુલકુમાર લક્ષ્મણસિહ જાદવ નાઓને પહોચડવા જતા નાકાબંધી દરમ્યાન ગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- ની સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) જાંબુઘોડા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૧૬૨/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨) મુજબના કામે તા.૨૪/૧૦/૨૦૧૮ ના ક.૦૨/૦૦ મોજે.ખરેડીવાવ ગામે હાઇવે રોડ પાસે આરોપી રમણભાઇ તળશીભાઇ રાઠોડ રહે.ઝઘડીયાપુરા હાડગુડ રોડ તા.જી.આણંદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની હાઇવા ડમ્પર ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બીયરની પેટીઓ નંગ-૧૩૨ જેમાં બીયર ટીન નંગ.૩૧૬૮ કિ.રૂ.૩,૬૪૮૦૦/- તથા હાઇવા ડમ્પર ટ્રક કિ.રૂ.૧૦,૦૦૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કી.રૂ.૧૩,૬૫,3૦૦/- ના મુદૃદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૪૩૩/૧૮ પ્રોહી એકટ ક.૬૫(ઈ), ૬૫(એ), ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૨૪/૧૦/૨૦૧૮ ક.૧૮/૩૦ વાગે મોજે.શહેરા માર્કેટ યાર્ડ સામે હાઈવે રોડ ઉપર આરોપીઓ (૧) ભૂપેન્દ્રકુમાર રમણભાઈ જાતે મુનિયા રહે.ગરાડું તા.ઝાલોદ જી.દાહોદ (૨) સંજયકુમાર વીરસિંગભાઈ જાતે રાવત રહે.ડેઢીયાના નળા પટેલ ફળિયા તા.સંજેલી જી.દાહોદ (૩) કાન્તીભાઈ ભરવાડ મો.ન.૯૯૧૩૯૦૫૦૫૪ રહે.ભેસાલ તા.શહેરા (૪) કમલેશભાઈ કલાલ રહે.પાચમહુડા ગાગડ તલાઈ રાજસ્થાન નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં એકબીજાના મેળાપણા થી અલ્ટો ગાડી નંબર જી.જે.૨ બીડી ૫૪૩૧ માં બીયર ટીન નગ-૬૭૨ કિ.રૂ.૬૭,૨૦૦/- તથા ગાડી કિ.રૂ.૫૦,૦૦૦ મળી કુલ .કિ.રૂ.૧,૧૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પોલીસ ની નાકાબંદી દરમિયાન આરોપી નં.૧,૨ નો પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) હાલોલ ટાઉન પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૩૫/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૭૦(ક), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના કામે તા.૨૫/૧૦/૧૮ ના ક.૧૬/૪૫ થી ક.૧૮/૪૫ વાગે મોજે.નવરંગ કોલોનીના નાકા પાસે પાવાગઢ રોડ ઉપર આરોપીઓ (૧) ફરમાન અમીરઆઝમ ગાડે રહે.મવાના તા.મવાના જી.મેરઠ રાજ્ય ઉત્તરપ્રદેશ (૨) આફતાબ ઇરફાન અંસારી રહે.કાસમપુરા કસ્બા. મેરાનપુરા તા.જાનસટ જી.મુઝફ્ફરનગર રાજ્ય ઉત્તરપ્રદેશ (૩) મંગારામ ઉર્ફે કાલુભાઇ તુલસીદાસ સુખવાણી રહે.શ્રીજી કૃપા સોસાયટી હાલોલ તા.હાલોલ (૪) હરીશ મંગારામ તુલસીદાસ સુખવાણી રહે.શ્રીજી કૃપા સોસાયટી હાલોલ તા.હાલોલ (૫) તથા તપાસમાં નીકળી આવે તે તમામ નાઓએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં પોતાના કબજાની ટ્રક નંબર HR-55-X-3352 કિં.રૂા.૧૫,૦૦,૦૦૦/- માં ગેરકાયદેસર રીતે અખાદ્ય સડેલા ગોળની બોરીઓ નંગ-૫૪૬ જેનુ કુલ વજન ૨૦,૦૦૦/- કિ.ગ્રા. જેની કુલ કિં.રૂા.૪,૧૦,૦૦૦/- તથા આ અખાદ્ય સડેલ ગોળ આરોપી નં. (૩) તથા (૪) નાઓએ મંગાવી એકબીજાએ ભેગા મળી ગુનો કરવાનુ કાવતરૂ રચી એકબીજાએ મદદગારી કરી આરોપી નં. ૧, ૨, ૪ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૬) કાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.ન.૩૧૫/૨૦૧૮ ગુજરાત પ્રેહીબિશન સુધારા અધિનિયમ-૨૦૧૬ ની ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(૨) મુજબના કામેકામે તા.૨૬/૧૦/૨૦૧૮ ક.૧૮/૦૦ વાગ્યે મોજે.દેલોલ પટેલ ફળીયામાં આરોપી સંજય ઉર્ફે લાલો વનરાજસિંહ જાતે રાઠોડ રહે. દેલોલ પટેલ ફળીયા તા.કાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં તથા પોતાના કબજાની મારૂતિ સુઝુકી ૮૦૦ ગાડી નં. જી.જે.૦૫ એ.જી. ૩૫૮૨ માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇગ્લીશ દારૂનો જથ્થો જેમાં પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૦, ૧૮૦ મીલી.ના કવાટરીયા નંગ-૨૭૩ તેમજ ટીન બિયર નંગ-૩૨ કુલ બોટલ નંગ- ૩૧૫ કુલ કિં.રૂ.૩૦૪૧૦/- નો મુદામાલ રાખી રેડ દરમયાન પોતાના ધરે હાજર નહી મળી આવી તેમજ પોતાના કબજાની મારૂતિ સુઝુકી ૮૦૦ ની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં ઉપયોગ કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૭) પાવાગઢ પો.સ્ટે III ગુ.ર.નં.૨૫૦/૨૦૧૮ ગુજરાત પ્રોહી. એકટ ક.૬૫-ઇ, ૮૧ મુજબના કામે તા.૨૬/૧૦/૨૦૧૮ ના ક.૧૯/૦૦ થી તા.૨૭/૧૦/૨૦૧૮ ના ક.૦૦/૧૫ વાગ્યા દરમ્યાન મોજે શીવરાજપુર ગામે મેઇનબજારમાં આરોપીઓ (૧) ગોપાલસિહ ભોલુસિહ રાઠોડ (ર) અંકીત ગોપાલસિહ રાઠોડ રહે.શિવરાજપુર તા.હાલોલ (૩) દિનેશ તડવી રહે.મધ્યપ્રદેશ (જેનુ પુરુ નામ સરનામુ મળેલ નથી) નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મંગાવી પોતાના કબ્જા-માલીકીના ઉપરોકત બંને મકાનમા વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની કુલ પેટી નંગ-૬૮ કુલ બોટલ નંગ-૨૨૮૦ કુલ રૂ.૨,૬૩,૦૦૦/- નો પ્રોહિ મુદામાલ રાખી તેઓની અંગ ઝડતીમાંથી રોકડ રૂ.૧૧,૫૦૦/ તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૮૦૦૦/ મળી કુલ કિ.રૂ.૨,૮૨,૫૦૦/- નો મુદ્દામાલ સાથે પ્રોહી. રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરી;ગ સેલ ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૮) દામાવાવ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૧૯૯/૨૦૧૮ પ્રોહી એક્ટ ૬૫એ, ૬૫ઇ મુજબ.ના કામે તા.૨૭/૧૦/૨૦૧૮ ક.૧૧/૩૦ વાગે મોજે.રાણીપુરા પટેલ ફળીયામા આરોપી અભેસીંગ રયજીભાઇ બારીયા રહે.રાણીપુરા પટેલ ફળીયુ તા.ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વીદેશી દારૂ ભરેલ કવાટરીયાઓ તથા બીયરના ટીનની નાની મોટી બોટલો મળી કુલ નંગ-૬૮૬ કિ.રૂ.૫૪,૮૮૦/- નો પ્રોહી ગુનાનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. .
(૯) હાલોલ રૂલર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૩૪/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫એ,ઇ, ૧૧૬બી મુજબના કામે તા.૨૭/૧૦/૨૦૧૮ ક.૧૮/૪૫ વાગે મોજે-વિટોજ ગામે તુવેર વાળા ખેતરમાં આરોપી ભાઈલાલભાઈ થાવરભાઈ રાઠવા રહે.વીટોજ, મંદિર ફળિયા તા.હાલોલ નાએ આર્થિકલાભ મેળવવા માટે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીક ની બોટલો કુલ નંગ-૧૪૪ કુલ કિ. રૂ.૪૩,૨૦૦/- નો ગે.કા.નો પ્રોહી મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના તુવેર વાળા ખેતરમાં, સુકા ઘાસ નીચે વેચાણ કરવા સારું રાખી મૂકી પોલીસ ની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૧૦) કાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૨૧/૨૦૧૮ ગુજરાત પ્રોહીબિશન સુધારા અધિનિયમ-૨૦૧૬ ની ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨), ૮૧, મુજબ તા.૨૮/૧૦/૨૦૧૮ ક.૨૨/૩૦ વાગ્યે મોજે.દેવપુરા ગામે ચોકડી નજીક આરોપી (૧) રવેસિંહ વિક્રમસિંહ જાદવ મૂળ રહે.ગુણેલી (ધારાપુર) તા.શહેરા જી.પંચમહાલ હાલ રહે.પીપરસઠ રબારી ફળીયુ ટેકરાવાસ (પાડું) તા.ડેસર જી.વડોદરા (૨) કીરણસિંહ જેના બાપના નામની ખબર નથી તે (૩) હીરો એક્સટ્રીમ મોટર સાયકલ નં.જી.જે.૧૭-બી.ડી. ૪૭૪૯ (૪) સેન્ટ્રો ગાડી નંબર-જી.જે.૦૫-સી.બી ૨૧૭૪ નો માલીક જેના નામ સરનામાની ખબર નથી તે. નાઓએ એકબીજાની મેળાપીપણાથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે આરોપી.૧ નાએ સેન્ટ્રો ગાડી નંબર-જી.જે.૦૫-સી.બી ૨૧૭૪ મા ઇગ્લીશ દારૂ આરોપી નં.૨ નાએ ભરાવી આરોપી નં.-૩ નાએ પાયલોટીંગ કરી આરોપી નં-૪ નાએ પોતાની સેન્ટ્રો ગાડી દારૂ ભરવા આપી હેરાફેરી કરી લઇ જતા ઇગ્લીશ દારૂની કાચની તથા પ્લાસ્ટીકની ૧૮૦ મી.લીના કવોટરીયા નંગ-૫૨૮ કુલ કિમત રૂ.૩૮,૪૦૦/-તથા સેન્ટ્રો ગાડીની કિમત રૂ.૭૦,૦૦૦/- તથા મોટર સાયકલની કિમત રૂપીયા.૫૦,૦૦૦/- મળી કુલ રૂપીયા.-૧,૫૮,૪૦૦/-ના મુદામાલ સાથે આરોપી નં.૧, નો પકડાઇ જઇ તેમજ આરોપી નં.૨,૩,૪ નાએ ઇગ્લીશ દારૂના મુદામાલની હેરાફેરી કરવામાં એકબીજાને મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) હાલોલ ટાઉન પો.સ્ટે. II ગુ.ર.નં.૧૧૧/૧૮ જુગાર ધારા ક.૧૨(અ) મુજબના કામે તા.૨૨/૧૦/૨૦૧૮ ક.૧૨/૪૫ થી ક.૧૪/૦૦ વાગે મોજે.બાબુખા દરગાહ પાસે ખુલ્લી જગ્યામા આરોપીઓ ૧. ફીરોજભાઇ ઉર્ફે ટ્રેક્ટર યુસુફ મકરાણી રહે.રહીમ કોલોની હાલોલ તા.હાલોલ ૨. ઇમ્તીયાઝખાન નાસીરખાન પઠાણ રહે.૧૦૧, કોલોની હાલોલ તા.હાલોલ નાઓએ પોતાના અંગત ફાયદા સારું આંક ફરકનો પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડતાં ડાયરીના છુટા પાન તથા બોલપેન-૨ તથા આંક ફરકના જુગારના વકરાના તથા પકડાયેલ આરોપની અંગઝડતીમાંથી તથા એક્ટિવા ગાડીની ડીકીમાંથી મળી આવેલ અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂા.૧૯,૬૩૦/- તથા એક્ટિવા ગાડી નંબર GJ-17-BF-9385 કિં.રૂા.૨૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂા.૫૦૦/- ના મુદ્દામાલ મળી કુલે રૂ.૪૦,૧૩૦/- સાથે આરોપી નં. (૧) નાનો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|