પંચમહાલ જીલ્લામાં તા.૦૫/૧૧/૨૦૧૮ થી તા.૧૧/૧૧/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
વોન્ટેડ પકડયા-૦૩
(૧) હાલોલ ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૩૬/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એઇ, ૯૮(ર), ૮૧ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અર્જુનભાઇ રતીલાલ રાઠવા રહે.નવી ભાટ તા.હાલોલ નાનો ઉપરોકત ગુન્હામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૯/૧૧/૨૦૧૮ ના ક.૧૦/૦૫ વાગે મોજે.શીવરાજપુર મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે હાલોલ ટાઉન પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.
(૨) હાલોલ ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૭/૨૦૧૮ ઇ.પી.કો.ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૨, ૩૩૭, ૪૨૭, ૩૦૮ તથા જી.પી.એકટ ક.૧૩૫ તથા પ્રિવેન્સન ઓફ ડેમેજ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ ૧૯૮૪ ની ક.૩(ર)(ઇ) મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી યુસુફ ઉર્ફે ચવો રસુલભીખા દેલોલીયા રહે.રહીમ કોલોની હાલોલ તા.હાલોલ જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૧૧/૧૧/૨૦૧૮ ના ક.૧૧/૪૫ વાગે મોજે.હાલોલ જયોતી સર્કલ મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે હાલોલ ટાઉન પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.
(૩) હાલોલ ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૮૪/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એઇ, ૮૧ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી દલસુખ ઉર્ફે દીપક ઉર્ફે દકો કનુભાઇ રાઠવા રહે.બાંધેલી (નવાડ) તા.હાલોલ નાનો ઉપરોકત ગુન્હામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૧૧/૧૧/૨૦૧૮ ના ક.૧૭/૧૫ વાગે મોજે.પાલનપુર મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે હાલોલ ટાઉન પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૩ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૨૩/૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૦૫/૧૧/૨૦૧૮ ના ક.૧૬/૧૫ વાગ્યે મોજે.સંતરોડ સાલીયા ગામે હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) મુકેશભાઇ રામજીભાઇ જાતે અગ્રવાલ રહે.પંજાબી તાળા વાળાની ચાલી હાટકેશ્વર સી.ટી.એમ. અમરાઇવાડી અમદાવાદ (૨) મહેન્દ્રસિહ નટવરસિહ જાતે દરબાર (સોલંકી) રહે.અસારવા સિવિલ વાસુદેવપુરા ભીલવાસ શારદાસ્કુલની બાજુમાં અમદાવાદ નાઓએ સીલ્વર કલરની મારૂતી ઝેન ગાડી.નં. જી.જે. ૦૧ એચ.એફ. ૫૭૨૬ માં વચ્ચેની સીટના ભાગે (૧) બેગ પોઇપર ડીલક્ષ વ્હીસ્કી માર્કાની ૭૫૦ મી.લી.ની કાચની બોટલો નંગ-૬ કિ.રૂા.૩૦૦૦/- તથા (૨) ખાખી પુઠાની પેટીઓ નંગ-૧૦ જેમાં કીગ ફીસર એકસ્ટ્રારા સ્ટ્રોગ પ્રીમીયમ બીયર માર્કાના ટીન બીયર નંગ-૨૪૦ ની કિ.રૂા.૩૭,૨૦૦/- મળી કુલ કિ.રૂા. ૪૦,૨૦૦/- નો પ્રોહી જથ્થો ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા. રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન પકડાય જતા મારૂતી ગાડીની કિં.રુ.૪૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ ,કિં.રુ.પ૦૦/- મળી કુલ રુપિયા. ૮૦,૭૦૦/-ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) દામાવાવ પો.સ્ટે. III ૨૦૮/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ). ૧૧૬ (બી). ૯૮(૨) ૮૧ મુજબના કામે તા.૫/૧૧/૨૦૧૮ ક.૧/૧૫ વાગ્યે મોજે.રાણીપુરા ગામે આરોપીઓ (૧) રમણભાઇ સુરસીંગભાઇ બારીયા રહે.સિમલીયા ખેરીયા ડુંગરી ફળીયુ તા.ઘોઘંબા જી.પંચમહાલ (૨) રંગીતભાઇ ઉર્ફે સતીષભાઇ ભારતભાઇ બારીયા રહે.સીમલીયા ખેરીયા ડુંગરી તા.ઘોઘંબા જી.પંચમહાલ. (૩) દિનેશભાઇ રતનસિંહ પટેલ રહે.ખીલોડી તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓએ પ્રોહી પ્રતીબંધક એરીયા મા વગર પાસ પરમીટે આરોપી નં.૧ નાએ પોતાની મો.સા બજાજ પ્લેટીના મોટર સાયકલ નં.જીજે ૧૭ બી.જે ૫૫૮૨ ની ઉપર કંતાનના કોથળા મા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૨૮૮ કી.રૂ.૨૧.૬૦૦/- નો તથા મોટર સાયકલ ની કી.રૂ.૨૫.૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાય જઇ તથા આરોપી નં-૨ નો તેની બજાજ પ્લેટીના મોટર સાયકલ નં.જીજે ૧૭ બી.એફ ૦૧૨૮ ની ઉપર કંતાનના કોથળાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૨૮૮ કી.રૂ.૨૧.૬૦૦/- ના મુદ્દામાલ તથા મોટર સાયકલ ની કી.રૂ.૨૫.૦૦૦/- નો મુદ્દામાલ રસ્તાની બાજુમા નાખી નાસી જઇ તથા મુદ્દામાલ આપનાર આરોપી નં-૩ નાએ દારૂનો જથ્થો કી.રૂ.૪૩.૨૦૦/- નો આપી એક બીજાની મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) કાલોલ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૩૨૮/૧૮ ગુજરાત પ્રોહીબિશન સુધારા અધિનિયમ ૨૦૧૬ ની કલમ ૬૫ઇ, ૬૫એ, ૯૮(૨), ૮૧ મુજબ તા.૦૯/૧૧/૨૦૧૮ ક.૧૪/૧૫ વાગ્યે મોજે.કાલોલ બોરૂ ટર્નીંગ નર્મદા વસાહત પાછળ ખેતરમાં આરોપીઓ (૧) સંદિપકુમાર મોહનસિંહ ચૌહાણ રહે.કાલોલ ટીમ્લી ફળીયા તા.કાલોલ હાલ રહે.બોરૂ ટર્નીગ ખેતરમાં નર્મદા કોલોની પાછળ (૨) વિજયસિંહ ભગવાનસિંહ સોલંકી રહે.કાલોલ ટીમ્લી ફળીયા તા.કાલોલ હાલ રહે.બોરૂ ટર્નીગ ખેતરમાં નર્મદા કોલોની પાછળ (૩) મોહનસિંહ પ્રભાતસિંહ ચૌહાણ રહે.એરાલ તા.કાલોલ (૪) દિપક ઉર્ફે કાળો રમેશભાઇ સોલંકી રહે.બોરૂ તા.કાલોલ (૫) સુર્યાકેશ ઉર્ફે મુન્નો નિતેષભાઇ વસૈયા રહે.મેલણીયા તા.ઝાલોદ જી.દાહોદ નાઓએ એકબીજાની મદદગારીથી નંબર એકના કબ્જાની મારૂતિ ઇક્કો ગાડી નં.જી.જે.૦૬ જે.ઇ.૭૩૬૪ માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇગ્લીશ દારૂનો જથ્થો જેમાં ટીન બિયરની બોટલ નંગ-૪૨૪ તથા ૭૫૦ મીલી.ની કાચની બોટલ નંગ-૦૬, કાચના કવાટરીયા નંગ-૨૫ ૧૮૦ મી.લી.ના તેમજ પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૪૮૦ ૧૮૦ મી.લી. મળી કુલ બોટલ નંગ-૯૩૫ કુલ કિંમત રૂ.૮૫,૭૦૦/- નો મુદામાલ નંબર-૫ નાએ ભરી આપી નં.૧, ૪ નાઓ પોતાની ઇક્કો ગાડીમાં ઇગ્લીશ દારૂનો મુદામાલ હેરાફેરી કરી લઇ આવી નંબર-૩ રેઇડ દરમ્યાન નાસી જઇ નં.૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી આર.આર. સેલ ગોધરા રેંન્જ પંચમહાલ-ગોધરા નાઓ દ્વારા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણ ધારા હેઠળ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) વેજલપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૯૬/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૫(ક)(ખ), ૮(ર), ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૫/૧૧/૨૦૧૮ ના ક.૦૪/૪૦ વાગે મોજે.કાલંત્રા ગામની સીમમા આરોપી (૧) ઇકબાલ મહંમદ જમાલ ઉર્ફે ડોહો રહે.ઘુસર રોડ નાના મહોલ્લા વેજલપુર (ર) અલ્તાફ સીદીક પાડવા રહે.ઉર્દુ સ્કેલ પાસે વેજલપુર (૩) સુફીયાન મહંમદ જમાલ તમામ રહે.મોટી મસ્જીદ વેજલપુર ઘુસર રોડ તા.કાલોલ નાઓએ બે સફેદ બળદો ક્રુરતા પુર્વક દયનીય હાલતમા ગળામા તથા પગમા ટુંકા દોરડા થી બાંધી રાખી ઘાસચારાની કે પાણીની કોલ સગવડ કર્યા વગર કતલ કરવા સારુ બાંધી રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(હિતેશ જોયસર)
I/C પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|