પંચમહાલ જીલ્લામાં તા.૨૬/૧૧/૨૦૧૮ થી તા.૦૨/૧૨/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
વોન્ટેડ પકડયા-૦૪
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૧૪/૨૦૧૮ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબના કામનો વોન્ટેડ આરોપી બીલાલ યાકુબ બક્કર રહે.મહમંદી મહોલ્લા ગોધરા નાને તા.૩૦/૧૧/૨૦૧૮ ના ક.૦૯/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૨) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૩૭/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) ,૧૧૪ મુજબના કામનો વોન્ટેડ આરોપી એહમદ હુસેન ટીલડી રહે. સીંગલ ફળીયા અનાજ ગોડાઉન પાસે ગોધરા નાને તા.૦૧/૧૨/૨૦૧૮ ના ક.૧૦/૦૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૩) વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૮૫/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ,એ ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી મદનભાઇ કાળીયાભાઇ ઉર્ફે કાળુભાઇ માવી રહે.ડુગરા ફળીયુ ઝરી બુર્ઝગ કળશીયા તા.ગરબાડા જી દાહોદ નાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી ગોધરા ચર્ચ સર્કલ ખાતે ઉભો હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૨૮/૧૧/૨૦૧૮ ના ક.૧૩/૧૫ વાગ્યે મોજે.ચર્ચ સર્કલ ગોધરા મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે વેજલપુર પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૪) હાલોલ ટાઉન પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૯૫/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ,ઇ ૯૮(૨), ૮૧, ૮૩ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી વિનેશભાઇ બાબુભાઇ રાવત રહે.મોટા હાથીધરા તા.લીમખેડા જી દાહોદ નાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી હાલોલ બસ સ્ટેશન ખાતે આવવાનો હોવાની પાકી બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૨૯/૧૧/૨૦૧૮ ના ક.૧૮/૧૫ વાગ્યે મોજે.હાલોલ બસ સ્ટેશન મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે હાલોલ ટાઉન પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
આર્મ એકટ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૦૧/૨૦૧૮ ધી આર્મ એક્ટ-૧૯૫૯ અધિનિયમ ની ક.૨૫(૧-બી)(એ) મુજબના કામે તા.૨૮/૧૧/૨૦૧૮ ના ક.૧૬/૪૫ વાગે મોજે.જુના કસાઇવાડા ગોધરામા આરોપીઓ (૧) રઇશ હુશેન મીઠા રહે.દારૂ સલામ મસ્જીદની પાછળ જુના કસાઇવાડા ગોધરા (૨) જુબેર જુમા મેવ રહે.અડબર તા.જી.નુહુ રાજ્ય હરીયાણા નાઓ પૈકી આરોપી રઇશ હુશેન મીઠા રહે.દારૂ સલામ મસ્જીદની પાછળ જુના કસાઇ વાળા ગોધરા નાઓએ તેના ઓળખીતા મિત્ર જુબેર જુમા મેવ રહે.અડબર તા.જી. નુહુ રાજ્ય હરીયાના નાઓ પાસેથી (૧) રીવોલ્વર કિ.રૂ.૫૦૦૦/- (૨)પિસ્ટલ કિ.રૂ.૧૦૦૦૦/- (૩) જીવતા કારતુસ નંગ -૭ કિ.રૂ ૭૦૦/- એમ મળી કુલ રૂ.૧૫૭૦૦/- ના ગેરકાયદેસર રાખી પોતના કબજાના ભોગવટાના રહેણાંક ઘરમા સંતાડી રાખી જડતી તપાસ દરમ્યાન રઇશ હુશેન મીઠા રહે.દારૂ સલામ મસ્જીદની પાછળ જુના કસાઇવાડા ગોધરા મળી આવી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) રાજગઢ પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં.૨૨૯/૧૮ ગુજરાત પ્રોહી એક્ટ (ગુજરાત પ્રોહિબિશન સુધારા અધિનિયમ) ની ૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬-બી મુજબના કામે તા.૨૭/૧૧/૨૦૧૮ ક.૧૩/૩૦ થી ક.૧૯/૧૫ વાગે મોજે.ચેલાવાડા ગામે આરોપીઓ (૧) વિરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ પરમાર (૨) અર્જુનકુમાર વિક્રમભાઇ બારીઆ (૩) રાહુલકુમાર ગોવિંદભાઇ બારીઆ (૪) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક અરવિંદભાઇ ઉર્ફે અશ્વિનકુમાર છત્રર્સિંહ બારીઆ તમામ રહે.ગામ ચેલાવાડા, તા.ઘોઘંબા,જી. પંચમહાલ. (૫) વિક્રમભાઈ જશવંતભાઈ પરમાર રહે.ગામ વરસડા નાઓએ તે એવી રીતે કે ઉપર બતાવેલ તા.અને જગ્યાએ આ કામના આરોપીઓના ઘરમાથી તથા બાબાદેવ મંદિરના પાર્કિંગ નજીકથી તથા ખેતરમાથી પ્રોહી પ્રતિબંધક એરીયામાથી વગર પાસ પરમિટે રોયલ સ્ટેગ ડિલક્ષ વ્હિસ્કિ નંગ ૪૭ કિ.રૂ.૨૩,૫૦૦/-, (૨) દેશીદારૂની શીલબંધ બોટલો નંગ ૧૭૪૫ કિ.રૂ.૮૭,૨૫૦/-(૩) મો.સા. નંગ ૧ કિ.રૂ.૧૦,૦૦૦/- (૪) રોકડ રૂ. ૧૭,૪૧૦/- (૫) મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧,૩૮,૬૬૦/-ના સાથે પકડાઇ જઇ તથા વિક્ર્મભાઇ જશવંતભાઇ પરમાર રહે વરસડા તા.હાલોલનાનો નાશી જઇ ગુન્હો કર્યા વિ બાબતસાથે આરોપી નં.૧ થી ૩ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(એચ.એમ.કણસાગરા)
I/C પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|