તા.0૩/૧૨/૨૦૧૮ થી તા.૦૯/૧૨/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.
વોન્ટેડ પકડયા-૧૪
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં./૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી હરી ઉર્ફે હરીશ ઉર્ફે હકો લક્ષ્મણભાઇ ગઢવી (ચારણ) રહે.બેઢીયા ચારણ ફળીયુ તા.કાલોલ નાને તા.૪/૧૨/૨૦૧૮ ના ક.૧૨/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ગોધરા તાલુકા પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૨) પાવાગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૭/૨૦૧૮ જુગારધારા કલમ ૧૨ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી અનિલુકમાર ખુમાનસિંહ પરમાર રહે. જેપુરાની મુવાડી તા. હાલોલ નાને તા.૪/૧૨/૨૦૧૮ ના ક.૧૬/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે પાવાગઢ પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૩) કચ્છ જિલ્લાના ભચાઉ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૨૦/૨૦૦૮ ઇ.પી.કો. કલમ ૪૦૭,૧૧૪ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી સતીષકુમાર નવનીતલાલ સુથાર રહે. વેગનપુર તા.ગોધરા નાને તા.૭/૧૨/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ભચાઉ પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૪) મહારાષ્ટ્ર રાજયના ધુલીયા જિલ્લાના દોંડાયચા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૭૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મોહસીન હારૂન પાડા રહે. જહુરપુરા મસ્જીદ સામે ગોધરા નાને તા.૦૭/૧૨/૨૦૧૮ ના ક.૧૩/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે દોંડાયચા પોલીસ સ્ટેશન સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૫) વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૭૧/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ,૮૧ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી બળવંતસિંહ અભેસિંહ ચૌહાણ રહે.ગોયાસૂઢળ તરવરીયા ફળીયુ તા. ઘોઘંબા નાને તા.૦૯/૧૨/૨૦૧૮ ના ક.૧૨/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે વેજલપુર પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૬) મોરવા(હ) પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં. ૩૩૪/૨૦૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી રાજુભાઇ વીરકાભાઇ ઉર્ફે વીરસીંગ અડ રહે. મણીબેન હાઇસ્કુલની બાજુમાં ઝાલોદ જી. દાહોદ નાને તા.૦૯/૧૨/૨૦૧૮ ના ક.૧૫/૪૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે મોરવા પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૭) વેજલપુર પો.સ્ટે સે.ગુ.ર.નં ૭૩/૨૦૧૮ જુગારધારા કલમ ૧૨ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી ફારૂક સીકંદર ભોળા રહે.વેજલપુર તાડ ફળીયુ તા.કાલોલ જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૩/૧૨/૨૦૧૮ ના ક.૧૦/૩૦ વાગ્યે મોજે વેજલપુર સુરેલી રોડ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે વેજલપુર પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૮) પાવાગઢ પો.સ્ટે સે.ગુ.ર.નં ૪૨/૨૦૧૮ જુગારધારા કલમ ૧૨ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી કૈલાશ રામચંન્દ્ર બંસારી રહે બાવચાવાડ પાણીની ટાંકી પાસે ગોધરા તા ગોધરા જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૩/૧૨/૨૦૧૮ ના ક.૧૪/૦૫ વાગ્યે મોજે ગોધરા સરદારનગર ખંડ હોલ ખાતેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે પાવાગઢ પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૯) રાજગઢ પો.સ્ટે સે.ગુ.ર.નં ૪૯/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪,જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી વિનોદભાઇ ઉર્ફ ભલી પ્રભાતભાઇ સોલંકી રહે આંબાખુટ તા ધોધંબા જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૫/૧૨/૨૦૧૮ ના ક.૧૬/૩૦ વાગ્યે મોજે આંબાખુટ ગામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે રાજગઢ પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૧૦) શહેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૩૩૦/૨૦૧૮ પ્રોહી એકટ .કલમ ૬૫ એ. ,૯૮(૨) મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી જશવંતભાઇ ઉર્ફે જશુભાઇ બીજલભાઇ પગી (તલાર) રહે.ટીમ્બા ફળીયા સાલાવાડા તા લુણાવાડા જી.મહિસાગર નાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૬/૧૨/૨૦૧૮ ના ક.૧૦/૫૫ વાગ્યે મોજે નવાકારવા તા લુણાવાડા ગામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે શહેરા પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૧૧) કાલોલ પો.સ્ટે સે.ગુ.ર.નં ૫૦/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી વિઠ્રલભાઇ ભુરાભાઇ ડામોર રહે.મેદાપુર તા.કાલોલ જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૭/૧૨/૨૦૧૮ ના ક.૧૨/૩૦ વાગ્યે મોજે જેતપુર પાટીયા થી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે કાલોલ પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૧૨) હાલોલ ટાઉન પો.સ્ટે ફ.ગુ.ર.નં ૧૧૭/૧૯૯૯ ઇ.પી.કો કલમ ૩૨૫,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી પ્રભાતભાઇ ઉર્ફે પ્રતાપભાઇ ઉર્ફે પાતરી મંગાભાઇ વાદી મુળ રહે.મારૂવા વાદી ફળીયુ તા.હાલોલ હાલ રહે.જાંબુઘોડા આંબાવાડીયુ તા.જાંબુઘોડા જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામાં છેલ્લા ઓગણીસ વર્ષથી નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૮/૧૨/૨૦૧૮ ના ક.૦૦/૧૫ વાગ્યે મોજે જાંબુઘોડા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે હાલોલ ટાઉન પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૧૩) ગોધરા તાલુકા પો.સ્ટે ફ.ગુ.ર.નં ૧૧૮/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૯૮(ક),૩૦૬,૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી સબુરભાઇ સાવકુણભાઇ બારીયા રહે.તરવડી સુકવા ફળીયુ તા.ગોધરા જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૮/૧૨/૨૦૧૮ ના ક.૧૩/૩૦ વાગ્યે મોજે તરવડી મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૧૪) હાલોલ પો.સ્ટે ફ.ગુ.ર.નં ૪૦/૧૯૯૮ ઇ.પી.કો કલમ ૩૨૪,૫૦૪,૧૧૪ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ (૧) નગીનભાઇ કંચનભાઇ નાયક (૨) અરવિંદભાઇ ગોવિંદભાઇ નાયક બન્ને રહે ડેસર સંરપંચ ફળિયુ તા હાલોલ જી.પંચમહાલ નાઓ ઉપરોકત ગુન્હામાં છેલ્લા વીસ વર્ષથી નાસતા ફરતા હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ આજ રોજ તા.૦૯/૧૨/૨૦૧૮ ના ક.૧૩/૩૦ વાગ્યે મોજે ડેસર તા હાલોલ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે હાલોલ ટાઉન પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૫ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૩૨/૧૮ પ્રોહી એક્ટ ૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૦૩/૧૨/૧૮ ક.૧૮/૪૫ વાગે મોજે.ખીલોડી ગામે આરોપી દિનેશભાઇ રતનભાઇ પટેલ રહે.ખીલોડી પટેલ ફળીયા તા.ઘોઘંબા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કવાટરીયા નંગ-૫૭ તથા બીયરના ટીન નંગ-૨૩૯ મળી કુલ બોટલો નંગ-૨૯૬ કિ.રૂ.૨૬,૭૫૦/- નો પ્રોહી ગુનાનો જથ્થો ગેરકાયદેરસ રીતે રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૦૩/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨) મુજબના કામે તા.૦૩/૧૨/૧૮ ક.૧૨/૦૦ વાગ્યે મોજે.હરકુંડી ધરમપુરી થી કેનાલ તરફ જતા કાચા રસ્તા ઉપર દિલીપ ઉર્ફે ભોપો શાંતીલાલ માયાવંશી (વણકર) રહે.રામપુર (જોડકા) તા.ગોધરા નાઓએ પોતાના કબજાની ઇન્ડીકા કારમાં ભારતીય બનાવટના પરપ્રાંતીય હેવર્ડસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરની પેટીઓ નંગ-૨૭ બીયરના ટીન નંગ-૬૪૮ માં કુલ બીયર નંગ-૬૪૮ કિ.રૂા.૧,૦૦,૪૪૦/- તથા ઇન્ડીકા કાર નં.GJ-23-H-195 જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૦૦,૪૪૦/- નો મુદામાલ મુકી પોલીસને જોઇ બીયરના ટીન ભરેલ ઇન્ડીકા ગાડી મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૦૪/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨) મુજબના કામે તા.૦૪/૧૨/૧૮ ક.૨૦/૪૫ વાગ્યે મોજે.વેજલપુર ખરસાલીયા ચોકડી ઉપર આરોપીઓ (૧) રાજેશભાઇ રમેશભાઇ વડખીયા (૨) સુનીલભાઇ હમીરભાઇ પણદા (3) દીલીપભાઇ મસુરભાઇ વડખીયા તમામ રહે.વણભોરી ગામ તળાવ ફળીયુ તા.જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજાની મો.સા ઉપર ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇગ્લીશ દારૂના કવૉટર નંગ-૨૯૦ કિ.રૂા.૨૬,૧૦૦/- તથા એક સીલ્વર કલરની સ્પેન્ડર પ્લસ મો.સા ની કિ.રૂા.૩૦,૦૦૦/- તથા બીજી બ્લયુ કલરની એફ.ઝેડ મો.સા ની કિ.રૂા.૭૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/- ગણી કુલ મળી રૂા. ૧,૩૨,૧૦૦/- ના મુદામાલ સાથે મો.સા. ઉપર હેરાફેરી કરતા પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) હાલોલ રૂરલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૬૯/૨૦૧૮ ગુજરાત પ્રોહી એકટ ક.૬૫એ,ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબ તા.૦૫/૧૨/૨૦૧૮ ક.૧૯/૪૫ વાગે મોજે-બીલીયાપુરા ત્રણ રસ્તા પાસે આરોપીઓ (૧)મહેશભાઈ છત્રસિંહ રાઠોડ રહે.કાલિયાવાડ ખોબરા ફળિયું તા.ધાનપુર જી.દાહોદ (૨) રમેશભાઈ સોમલાભાઈ પરમાર રહે.કાલિયાવાડ ખોબરા ફળિયું તા.ધાનપુર જી.દાહોદ (૩) મનુભાઈ ઉદેસિંહ રાઠોડ રહે.કાલિયાવાડ તા.ધાનપુર જી.દાહોદ નાઓ પૈકી આરોપી નં.૧, ર પ્રોહી પ્રતિબંધક એરિયામાં પોતાનાં કબજાની સ્કોર્પિયો ગાડી નં.-GJ-૦૧ HJ-૮૦ માં ગે.કા.ની ૫૦૦ મી.લી.ની ભારતીય બનાવટની ટીન બીયરની પેટીઓ નંગ-૨૫ ભરી લઇ આવી તેમજ આરોપી નં.(૩) નાએ સદરહુ ટીન બીયરની પેટીઓ ભરી આપી એક બીજાને મદદગારી કરી ગાડીનો ચાલક મહેશભાઈ છત્રસિંહ રાઠોડનાનો ટીન બીયર કુલ નંગ-૬૦૦/- મળી કુલ કિ.રૂ.૬૦,૦૦૦/- નો ગે.કા.નો તથા સ્કોર્પિયો ગાડી ની કિ.રૂ.૧,૭૮,૦૦૦/- તથા મોબાઈલ નંગ બે કિ.રૂ.૬૦૦૦/- તેમજ આરોપીની અંગઝડતી માંથી મળેલ અલગ અલગ દરની ચલણી નોટો કુલ રૂ.૪૮૦/- મળી કુલ કિ.રૂ.૨,૪૪,૪૮૦/- નો ગે.કા.નો મુદામાલ તેમજ જણાવેલ કિમતનો પ્રોહી મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં લઇ આવી પોલીસ ની વોચ તપાસ દરમ્યાન પકડાઈ જઈ આરોપી નંબર (૨) નાનો નાસી જતા ઉપરોકત મુ્દ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૯૪/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫એ., ૬૫ઇ, ૯૮(૨) મુજબના કામે તા.૦૬/૧૨/૧૮ ક.૨૨/૦૦ વાગ્યે મોજે.મંગલપુર ગામે આરોપી મારૂતી સુઝુકી સિયાઝ કાર નં.-જી.જે.૧૬ બી.એન.૬૬૭૨ ના ચાલક ઉમેદસિહ સર્જનસિહ પરમાર રહે.મંગલપુર તા.શહેરા જી.પંચમહાલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના કબજાની મારૂતી સુઝુકી સિયાઝ કાર નં.જી.જે.૧૬ બી.એન.૬૬૭૨ મા ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના પ્લાસ્ટીકના કર્વાટર નંગ-૧૧૫૨ તેમજ બીયર ટીન નંગ-૪૩૨ મળી કુલ બોટલો નંગ-૧૫૮૪ કિ.રૂા.૧૦૦,૮૦૦/- તથા મારૂતી સુઝુકી સિયાઝ કાર કિ.રૂા.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૬,૦૦,૮૦૦/- નો મુદ્દામાલ પોલીસની નાકાબંધી જોઇ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૦૪/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની સુધારાની ૨૦૧૭ ની ક.૫(ક), (ખ), ૮(ર), ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે આરોપી શોકત એહમદ ચુચલા ઉર્ફે શોકત મકલો (ર) એહમદ હુસેન યાકુબ હયાત ઉર્ફે એહમદ ચદરીયો (૩) ઇલ્યાસ મહંમદ ભોલ રહે.ગોધરા તા.૦૪/૧૨/૨૦૧૮ ના ક.૧૪/૧૫ વાગે મોજે.સાતપુલ મુસ્લીમ સી સોસાયટી ગોધરા ખાતે નદીની ધસ ઉપર આરોપીએ એકબીજાની મદદગારી થી પોતાના બનાવેલ અલગ અલગ શેડોમા બળદો તથા ગયો તથા વાછરડાઓને ઘાસચારો કે પાણીની કોઇ વ્યવસ્થા રાખ્યા વગર દયનીય હાલતમા કતલ કરવાના ઇરાદે પગામા તથા ગળામા ટુંકાટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી રાખી જેમા બળદો નંગ-૪૨ તથા ગાયો નંગ-૧૪ તથા વાછરડા નંગ-ર ના મળી કુલ-૫૮ ગૌવંશ કુલ કિ.રુ.૪,૯૬,૦૦૦/- ના રાખી તેમજ સદર સેડોમા (૧) બે ઇલેકટ્રીક વજનકાંટા મળી આવેલ હોય જેની આશરે કિ.રૂ.૪૦૦૦/- ના તેમજ (ર) ચાર લાકડાના હાથાવાળા કુહાડા તેમજ ચાર છરીઓ પણ મળી આવેલ તેની આશરે કિ.રૂ.૦૦/૦૦ ગણી તેમજ (૩) મટનના કાપવાના ઉપયોગ માટે એક ઇલેકટ્રીક મશીન મોટર સાથે મળી આવેલ જેની આશરે કિ.રૂ.૨૦૦૦/- ગણી શકાય જેથી સદર કુલ મુદ્દામાલ કિ.રૂ.૬૦૦૦/- નો ગણી શકાય જેથી કુલ મુદ્દામાલ ગૌવંશ સાથે કુલ કિ.રૂ.૫,૦૨,૦૦૦/- નો રાખી તેમજ આ આરોપીઓ હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) જાંબુઘોડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૨/૨૦૧૮ પ્રાણી ક્રુરતા અધિનિયમ-૧૯૬૦ ની ક.૧૧(ડી)(ઇ), ૧૧(એચ), ૧૧(એફ), ૩ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૩/૧૨/૨૦૧૮ ના ક.૧૭/૦૦ વાગે મોજે.નિઝરણ ફળીયા ગામે આરોપીઓ (૧) ટેટાભાઇ ભારતભાઇ ડામોર રહે.વાવ બાકરોલ તા.ઘોઘંબા (ર) વિજયભાઇ જેસીંગભા હરીજન રહે.કદવાલ તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર (૩) ભારતભાઇ ગુલ્લુભાઇ હરીજન રહે.વડલી તા.પાવીજેતપુર જી.છોટાઉદેપુર નાઓએ અતુલ શકિત છકડામા પાડા નંગ-ર કિ.રૂ.૪૦૦૦/- ના પશુઓને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર એકબીજાના ગળામા તથા પગોમા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી કતલ કરવાના ઇરાદે અતુલ શકિત છકડા નં.જીજે-૧૭ વીવી-૦૫૨૬ ની કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૪,૦૦૦/- નો મુદ્દામાલ રાખી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|