હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૦/૦૩/૨૦૧૪ થી તા.૧૬/૦૩/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

v  હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૮૩/૦૪ ઇ.પી.કો.ક. ૧૮૮ મુજબના કામે આરોપી (૧) ગણપતસિંહ પ્રતાપસિંહ પરમાર (ર) વિજયસિંહ સામંતસિંહ રાઠોડ (૩) વનરાજસિંહ વિજયસિંહ રાઠોડ ત્રણેય રહે.મઘાસર તા.હાલોલ નાઓને તા.૮/૩/૧૪ ના રોજ પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન નાઓ સી.આર.પી.સી. ૪૧(૧)આઇ મુજબ અટક કરી હાલોલ પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.

v  ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

v  વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૦/૦૩/૨૦૧૪ થી તા.૧૬/૦૩/૨૦૧૪દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૭૯૨ એન.સી. ફરીયાદ, ૧૮૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૯૫,૮૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

v  તા.૧૦/૦૩/૧૪ થી તા.૧૬/૦૩/૧૪ દરમ્‍યાન અત્રેના જીલ્‍લામાં ગોધરા શહેર એ ડીવીજન પો.સ્‍ટે. જાણવાજોગ નં.૦૬/૨૦૧૪ સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૧૪ ના કામે ગુમ થનાર અપ્રીતાબેન D/O મનુભાઇ મોતીભાઇ સેવક રહે.પદમાવતી સોસાયટી ગોધરાનાઓ  તા.૧૫/૩/૧૪ ના રોજ પરત મળી આવતા  તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૭૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી  મુજબના કામે આરોપી આરતભાઇ જીવાભાઇ સુથાર રહે.કેલોદ તા.મોરવા(હ) નાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પરપ્રાંતીય ઇગ્‍લીંશ દારૂની બોટલો નંગ-૭૨૦ કિ.રૂ.૩૬,૦૦૦/-, ના મુધ્‍દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન પકડાઇ જતા તા.૧૩/૩/૧૪ ના રોજ ઉપરોકત મુધ્‍દામાલ કરજે કરી પો.સ.ઇ. મોરવા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૭૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી  મુજબના કામે આરોપી (૧) જસંવતભાઇ ધનાભાઇ વણકર (ર) ઇશ્વરભાઇ ગમીરભાઇ બારીયા બંને રામપુર તા.મોરવા નાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પરપ્રાંતીય ઇગ્‍લીંશ દારૂની બોટલો નંગ-૪૪૪ કિ.રૂ.૨૭,૬૦૦/-, નો મુધ્‍દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન ઘરે હાજર નહી મળી આવતા તા.૧૪/૩/૧૪ ના રોજ ઉપરોકત મુધ્‍દામાલ કરજે કરી પો.સ.ઇ. મોરવા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  પશુઓની ગે.કા. હેરાફેરી તથા ગૌવંશની કતલના બનાવો બનતા અટકાવવા માટે કરેલ કામગીરીની વિગત

(૧)    વેજલપુર પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૬૧/૨૦૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫, ૬, ૬(ક), (૧) (ર) (૩) (૧૦) (૧૧) ઇ.એલ.ડી તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબ ના કામે તા.૧૬/૩/૧૪ ના રોજ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમી આધારે એલ.સી.બી. પોલીસના માણસો વેજલપુર હાઇવે કાનોડ જવાના ત્રણ રસ્‍તા ઉપર વાહન ચેીકંગ કરતા હતા તે દરમ્‍યાન ટાટા કંપનીનો એ.સી. મોડલનો ટેમ્‍પા નં.જીજે-૧૭ ટી.ટી-૩૦૨૭ નો દુરથી આવતા જે પોલીસની હાજરી જઇ જતા ટેમ્‍પો દુર ઉભો રાખી દઇ તેમાંથી ડ્રાઇવર તથા તેની સાથેનો ઇસમ ટેમ્‍પા માંથી ઉતરી ભાગતા જણાતા તેઓ ઉપર શંકા જતા આ બંને ઇસમોને પકડવા સારૂ પોલીસ માણસોએ પીછો કરતા તેમાંથી એક ઇસમ પકડાઇ ગયેલ અને બીજો ઇસમ ભાગી ગયેલ હોય જેથી બે પંચના માણસો બોલાવી પકડેલ ઇસમનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ ઇમરાન સીદીક ખડખડ રહે.હોળી ચકલા, મોટા મહોલ્‍લા વેજલપુર નાનો હોવાનું જણાવેલ તે ઇસમની પુછપરછ કરતા ટેમ્‍પામાં ભરેલ ગાયો બાબતે તથા ગયોની માલીકી સબંધે પુછતા ખબર નહી હોવાનું જણાવેલ ટેમ્‍પામાં જોતાં ત્રણ ગાયો ભરેલી હોય અને તે ત્રણેય ગાયોને ટુંકા દોરડાથી બાંધી ત્રાસ દાયક રીતે કોઇ ઘાસચારો કે પાણીી સગવડ નહી રાખી કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ટેમ્‍પાની કિ.રુ.૧,૩૦,૦૦૦/- ગણી મુધ્‍દામાલ તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે અને ટેમ્‍પામાં ભરેલ ત્રણેય ગાયો ગોધરા પરવડી પાંજરાપોળ જીવ દયા ટ્રસ્‍ટમાં સોંપવામાં આવેલ છે. 

(૨)    વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૨/૨૦૧૪ ઇ.પી.કો.ક.૨૭૯, ૪૨૯, તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫, ૬, ૬(ક), (૧) (ર) (૩) (૧૦) (૧૧) ઇ.એલ.ડી તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબ ના કામે તા.૧૬/૩/૧૪ ના રોજ એલ.સી.બી. પોલીસના માણસો એરાલ ગામે તળાવ પાસે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમ્‍યાન રવેરી તરફના રોડેથી એક ૪૦૭ ટેમ્‍પો નં.જીજે-૧૭ એકસ-૩૫૮૨ નો આવતા તેને ઇશારો કરી ઉભો રાખવા પ્રયત્‍ન કરતા ટેમ્‍પાના ચાલકે ટેમ્‍પો ઉભો રાખેલ નહી અને ટેમ્‍પા ચાલકે પોતાના કબજાનો ટેમ્‍પો અતિ પુરઝડપે હંકારી ભાગવા લાગેલો જેથી પોલીસ સ્‍ટાફના માણસો સરકારી ગાડીમાં તાત્‍કાલીક બેસી ટેમ્‍પાનો પીછો કરતા ટેમ્‍પો ચાલક તેનનો ટેમ્‍પો લઇ એરાલ ગામમાં થઇ મલાવ જવાના રસ્‍તા તરફ ટેમ્‍પો હંકારી જતા ટેમ્‍પા ચાલકે પોલીસની ગાડીનો પીછો જોઇ ટેમ્‍પો એકાએક ઉભો કરી ટેમ્‍પા માંથી ઉતરી એરાલ ગામની સીમમાં ભાગવા લાગેલો જેથી સદર ટેમ્‍પા ચાલકનો પીછો કરતા પકડાયેલ નહી અને ભાગી છુટેલ જેથી ટેમ્‍પાની બોડીમાં જોતા ખીંચોખીંચ મુંગા પશુઓ ભરેલા મળી આવેલા જેથી બે પંચોના માણસોને એરાલ ગામની સીમમાં રોડ ઉપર બોલાવી પંચોને ઉપરોકત હકીકતથી વાકેફ કરી પંચો રૂબરૂ ઉપરોકત પકડાયેલ ટેમ્‍પાનું રજીસ્‍ટ્રેશન જોતાં આગળ પાછળ નંબર પ્‍લેટ ઉપર જીજે-૧૭ એકસ-૩૫૮૨ નો ઉલ્‍લેખ કરેલ છે. આ ટેમ્‍પાની બોડીના પાછળના ભાગે પાટીયા લગાડેલ હોય જે પાટીયા ખસેડી જોતાં બળદો નંગ-૭ કિ.રૂ.૩૮,૦૦૦/ - તથા ટેમ્‍પાની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તપાસ અર્થે ઉપરોકત મુધ્‍દામાલ કબજે લેવામાં આવેલ છે. જે બળદો પૈકી એક બળદ મરણ ગયેલ હતો બાકીના પશુઓ જીવતા મળી આવેલા જે પશુઓને સુરક્ષીત સ્‍થળે રાખવા જરૂરી હોય જેથી એરાલ ગામેથી ઉપરોકત પશુઓ લઇ ગોધરા જીવ કલ્‍યાણ પાંજરાપોળ ટ્રસ્‍ટ પરવડી ખાતે મુકવામાં આવેલ છે.   

(૩)    મોરવા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૬૦/૨૦૧૪ ઇ.પી.કો.ક.૨૭૯, તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪ તથા મુંબઇ પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ ની ક.૫, ૬, ૮ તથા પશુ પ્રત્‍યેઘાતકીપણુ અટકાવવાની ૧૯૬૦ ની ક.૧૧(૧), ડી, ઇ, એફ તથા ગુજરાત સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૩(૧૧), ડી, ઇ, એફ મુજબ ના કામે તા.૧૨/૩/૧૪ ના રોજ મોરવા પોલીસને મળેલ બાતમી આધારે રસુલપુર ગામે ખાબડા પાટીયા નજીક આરોપી પ્રભાતસિંહ ચંદ્રસિંહ પટેલ રહે.રામપુર કસનપુર (ર) માનસિંહ સડુભાઇ બારીયા રહે.સંતરોડ નાઓએ પોતાના કબજાના અતુલ રીક્ષા ટેમ્‍પા નં.જીજે-૧૭ ટીટી-૧૮૮૪ મા બળદો નંગ-ર ભરી સદર પશુઓ માટે ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી સદર પશુઓને ઘાતકી રીતે દોરડાવડે ગળામાં તથા પગે બાંધી કતલ કરવાના ઇરાદે કતલખાને લઇ જતા બળદો નંગ-ર કિ.રૂ.૪૦૦૦/- તથા રીક્ષા ટેમ્‍પાની કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ રૂ.૭૯,૦૦૦/- ના મુધ્‍દામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે. 

 

 

 

 

(એસ.કે.ગઢવી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

 

નકલ સવિનય રવાનાઃ-

        (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

        (ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

        (૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 19-03-2014