|
તા.૧૭/૦૩/૨૦૧૪ થી તા.૨૩/૦૩/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
v ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
v વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૭/૦૩/૨૦૧૪ થી તા.૨૩/૦૩/૨૦૧૪ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૦૦૪ એન.સી. ફરીયાદ, ૧૮૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૩,૬૭૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્ધને તેના વાલીવારસને સોપેલ હોય
v તા.૧૭/૦૩/૧૪ થી તા.૨૩/૦૩/૧૪ દરમ્યાન અત્રેના જીલ્લામાં (૧) શહેરા પો.સ્ટે. જાણવાજોગ નં.૦૬/૨૦૧૪ સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૨/૧૪ ના કામે ગુમ થનાર રીઝવાનબીબી W/O સફીદ નીલાર પોચા રહે.શહેરા તા.શહેરા નાની તા.૧૯/૩/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
v કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
v ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૮૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી પરસોત્તમભાઇ માનાભાઇ વણકર રહે.ધોળી ખેડા ફળીયુ તા.ગોધરા નાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૭૯૯૪ કિ.રૂ.૫,૦,૭,૦૦૦/-, ના મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા તા.૧૬/૩/૧૪ ના રોજ ઉપરોકત મુધ્દામાલ કરજે કરી એલ.સી.બી. પોલીસ ગોધરા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૮૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી ૮૧ મુજબના કામે આરોપી વિક્રમભાઇ સોમાભાઇ પરમાર (ર) રમેશભાઇ સરદારભાઇ પરમા રહે.ભુરખલ તા.ગોધરા (૩) બળવંતભાઇ પરમાર જેના બાપના નામની ખબર નથી તેઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજાની મેકસ ગાડી નં.જીજે-ર વાય-૩૬૯૨ માં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૫૦૪ કિ.રૂ.૧,૭૪,૬૦૦/- તથા મેકસ ગાડી ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રુ.૪,૭૪,૬૦૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની વોચ દરમ્યાન તા.૨૦/૩/૧૪ ના રોજ આરોપી નં.૧ નો મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૯/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી (૧) લલીત રાધામલ ખીમાણી રહે.ઝુલેલાલ સોસાયટી ગોધરા નાઓએ પોતાના કબજાની હોન્ડાકાર નં.જીજે-૭ એચ-૯૦૯૫ માં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૪૩૨ કિ.રૂ.૭૯,૨૦૦/- તથા હોન્ડા કાર ગાડી ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રુ.૪,૭૯,૨૦૦/- ના મુધ્દામાલ સાથે પોલીસની રેઇડ દરમ્યાન ઉપરોકત મુધ્દામાલ સ્થળ ઉપર મુકી નાશી જતા એલ.સી.બી. પોલીસ ધ્વારા તા.૨૧/૩/૧૪ ના રોજ ઉપરોકત કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v પશુઓની ગે.કા. હેરાફેરી તથા ગૌવંશની કતલના બનાવો બનતા અટકાવવા માટે કરેલ કામગીરીની વિગત
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૬૯/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫, ૬, ૬(ક), (૧) (ર) (૩) તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૪૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબ ના કામે તા.૨૦/૩/૧૪ ના રોજ પો.ઇન્સ. શ્રી ગોધરા શહેર બી ડીવીઝન નાઓ તથા પોલીસ સ્ટાફના માણસો વાહન પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે, લીલેસરા બાયપાસથી ગોન્દ્રા તરફ એક ટાટ પીકપ ગાડી નં.જીજે-ર૩ વી-૩૭૪૦ માં પશુઓ ભરેલ આવે છે તેવી બાતમી હીકકત મળતા નજીક માંથી બે પંચોના માણસો બોલાવી સદર બાતમી હકીકતથી વાકેફ કરી લીલેસરા રોડ ઉપર વોચ માં હતા દરમ્યાન લીલેસરા તરફથી એક ટાટાપીકપ ગાડી નં.જીજે.-ર૩ વી-૩૭૪૦ આવતી હોય જે ગાડીને ઉભી રાખવા ઇશારો કરતા ગાડી ઉભી નહી રાખતા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઇ ભાગવા લાગેલ જેથી આ ગાડીનો પીછો કરી સલમાત સોસાયટી પાસે સદર પીકપ ચાલકને પકડી પાડેલ અને તેનું નામ પુછતા અહેમદ હુસેન ટીલડી રહે.મેદા પ્લોટ, સીંગલફળીયા ગોધરા નાનો હોવાનું જણાવેલ ઉપરોકત ગાડીમાં તપાસ કરતા બે ગાય અને એક ભેસ અને એક વર્ષના પાડાને ક્રુરતા પુર્વક એકબીજાના ગળામાં ટુંકા દોરડા વડે બાંધી ખીંચોખીંચ ભરી ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા નહી રાખી કતલ કરવાના ઇરાદે બાંધેલ હતા. જેમાં બે ગાયોની કિ.રૂ.૨૦,૦૦૦/- તથા એક ભેસની કિ.રૂ.૨૦,૦૦૦/- તથા એક પાડની કિ.રૂ.૫,૦૦૦/- તથા ટાટા પીકપ ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૯૫,૦૦૦/- નો મુધ્દામાલ પંચો રૂબરૂ કબજે કરી પશુઓને જીવદયા ધામ ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
(ર) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૦/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક. ૬ખ, (૧) (ર) (૩), ૮(૪) તથા ઇ.પી.કો.ક.૪૨૯ મુજબના કામે તા.૨૧/૩/૧૪ ના રોજ પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓને બાતમી મળેલ કે, સી.એન.જી રીક્ષા નં.જીજે-૭ વીવી-૮૨૦૮ માં ગૌમાંસ લઇને વ્હોરવાડ ઢાળ પાસેથી નીકળી ઇદગાહ મહોલ્લામાં જવાના છે તે બાતમી આધારે બે પંચોના માણસો બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી વોચ માં હતા દરમ્યાન સામેથી ઉપરોકત રીક્ષા નં.જીજે-૭ વીવ-૮૨૦૮ નાની આવતા સદર રીક્ષા ચાલકે પોલીસ માણસોને જોઇ રીક્ષા મેસરી નદીના પુલ પર મુકીને નાશી ગયેલ સદરહું રીક્ષમાં પંચો રૂબરૂ ખાત્રી કરતા આશરે ૪૫૦ કિલો ગ્રામ જેટલું ગૌમાંસ મળી આવેલ હોય જે એક કિલોગ્રામની કિ.રૂ.૭૦/- લેખે આશરે ગૌમાંસની કિ.રૂ.૨૯,૭૫૦/- તેમજ રીક્ષાની કિ.રૂ.૭૦,૦૦૦/- ની મળી આવતા ઉપરોકત ગૌમાંસ અંગે સ્થાનિક વેટરનરી ડોકટરશ્રીને યાદી લખી સ્થળ ઉપર બોલાવી ગૌમાંસના ટુકડા સેમ્પલ માટે લઇ ગૌમાંસના જથ્થાનો નાશ કરવા માટે નગરપાલીકા ગોધરાના માણસોને જાણ કરતા સદર ગૌમાંસનો જથ્થો એસ.આરપી. પાસે આવેલ કચરાના ઢગલા પાસે ઉંડો ખાડો ખોદાવી નાશ કરવામાં આવેલ છે.
(૩) શહેરા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૬/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક. ૫, ૬(ક), (ર) (૩), (૮), ૧૦, ૧૧ તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકવવાની ક.ડી, ઇ,એચ એફ મુજબ ના કામે પો.સ.ઇ. શહેરા નાઓને બાતમી મળેલ કે, કન્ટેનર નં.એચ.આર.૫૫ ઇ-૨૦૧૬ માં પશુઓ ભરી આવે છે તેવી બાતમી મળતા બે પંચોના માણસોને બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી તાડવા ચોકડી ઉપર સદર ગાડીની વોચ હતા દરમ્યાન ઉપરોકત નંબરવાળા કન્ટેનર નં.એચ.આર.-૫૫ ઇ-૨૦૧૬ નાની આવતા સદર કન્ટેનરને ઉભું રાખતા જેમાં ગાય, વાછરડા, વાછરડી તથા બળદો મળી કુલ-૪૮ પશુઓ કિ.રૂ.૨,૬૦,૦૦૦/- તથા કન્ટેનરની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તથા આરોપીઓની અંગજડતી માંથી રોકડા રૂ.૫૬૦૦/- તથા મો.ફોન-૪ કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ રુ.૧૦,૬૭,૬૦૦/- ના મુધ્દામાલ સાથે આરોપીઓ એ સદર પશુઓને ટ્રકમાં ધાસ ચારોકે પાણીની સગવડ નહી રાખી ટુકા દોરડાથી ક્રુર રીતે બાંધી લઇ જતા આરોપી (૧) સાકીર યાસીન મુસલમાન (ર) સાકીલ ઇસ્માઇલ મુસલમાન (૩) ફારૂક હાજીમ મુસલમાન (૫) યુસુફભાઇ મુસલમાન નાઓ ઉપરોકત મુધ્દમાલ સાથે પકડાઇ જતા પો.સ.ઇ. શહેરા ધ્વારા ઉપરોકત મુધ્દામાલ તા.૨૧/૩/૧૪ ના રોજ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
(એસ.કે.ગઢવી)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|