તા.૨૪/૦૩/૨૦૧૪ થી તા.૩૦/૦૩/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
v ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૭/૧૩ ઇ.પી.કો.ક.૩૩૩, ૩૦૭, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મજબના ગુનાનો નાસતો ફરતો આરોપી રમેશભાઇ જીવાભાઇ વણકર રહે.વાવડી ખુર્દ નાને ના.પો.અધિ.શ્રી, ગોધરા નાઓ ધ્વારા તા.૨૯/૩/૧૪ ના ક.૧૩/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.
v ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
v વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૪/૦૩/૨૦૧૪ થી તા.૩૦/૦૩/૨૦૧૪ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૧૨૬ એન.સી. ફરીયાદ, ૧૬૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૨૭,૧૫૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્ધને તેના વાલીવારસને સોપેલ હોય
v તા.૨૪/૦૩/૧૪ થી તા.૩૦/૦૩/૧૪ દરમ્યાન અત્રેના જીલ્લામાં (૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. જાણવાજોગ નં.૦૯/૨૦૧૪ સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૮/૧૪ તા.૮/૩/૧૪ ના કામે ગુમ થનાર સોનલબેન તે નરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર રહે.ખાંડીયા બસસ્ટેન્ડ તા.શહેરા નાની તા.૨૫/૩/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
v કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
v ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૦૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી ૮૧, ૮૨, ૮૩ મુજબના કામે આરોપી કાળુભાઇ દેસીંગભાઇ રાઠવા સુરેશભાઇ કાળુભાઇ રાઠવા બંને રહે.મીઠીબોર તા.જી.છોટા ઉદેપુર નાઓએ પોતાના કબજાની પીકપ ગાડી નં.જીજે-૧૭ વાય-૮૫૫૯ મા પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૧૨૭૮ કિ.રૂ.૧,૭૨,૮૦૦/- ના મુધ્દામાલ ભરાવી શહેરા તરફ ઓરવાડા ગામે ઉપરોકત આરોપીઓ મુધ્દમાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ તથા ટેમ્પો-૧ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૭૨,૮૦૦/- નો મુધ્દામાલ તા.૨૯/૩/૧૪ ના રોજ કબજે કરી એલ.સી.બી. પોલીસ ગોધરા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v પશુઓની ગે.કા. હેરાફેરી તથા ગૌવંશની કતલના બનાવો બનતા અટકાવવા માટે કરેલ કામગીરીની વિગત
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૨/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫, ૬, ૬(ક), (૧) (ર) (૩) (૧૦) (૧૧) તથા ઇ, એલ, ડી તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબ ના કામે તા.૨૪/૩/૧૪ ના રોજ પો.સ.ઇશ્રી એલ.સી.બી. તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પરવડી ચોકડી ઉપર નાકાબંધીમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે, આર.જે-૧૯ જીએ-૩૩૪૯ નંબરની ટ્રક ઢોર ભરી દાહોદ તરફથી ગોધરા તરફ આવી રહેલ છે તેવી બાતમી આધારે બે પંચોના માણસો બોલાવી સદર ગાડીની વોચ કરતા હતા દરમ્યાન સદર ગાડી આવતા સરકારી વાહનો આડા કરી તે ગાડીની રોકતા ડ્રાઇવરે ટ્રક ઉભી કરી દઇ તેમાંથી ડ્રાઇવર તથા તેની સાથેના બે ઇસમો ટ્રક માંથી ઉતરી નાસતા ભાગતા જણાતા તેઓ ઉપર શંકા જતા આ ઇસમોને પકડવા સારૂ પીછો કરતા ડ્રાઇવર પકડાઇ ગયેલ અને બે ઇસમો ભાગી ગયેલ પકડાયેલ ઇસમનુ પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતાનું નામ જાબીર મહંમદ હુસેન મુલ્લા રહે.સુલતાનપુરા તા.જી.મનસોર એમ.પી. હોવાનું જણાવેલ અને ટ્રકમાં જોતાં વાછરડા તથા બળદ નંગ-૫૫ કિ.રૂ.૨,૭૫,૦૦૦/- ના ટ્રકમા ખીંચોખીચ ભરી એકબીજાના પગે તથા ગળાના ભાગે દોરડા વડે બાંધી લાકડાનું પાટીયાનું પાર્ટેશન બનાવી ડબલ પાટેશનમાં ત્રાસદાયક રીતે ટ્રકમાં પાણી તથા ઘાસચારાની સગવડ નહી રાખી કતલ કરવાના ઇરાદાથી ટ્રકમાં ભરી લાવતા આરોપી ડ્રાઇવર પકડાઇ જતા ઉપરોકત ઢોરો તથા ટ્રક ગુનાના કામે તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે. અને પકડાયેલ પશુઓને જીવદયા ધામ ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
(ર) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૩/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫, ૬(ક), (૧) (ર) (૩) (૧૦) (૧૧) તથા ઇ, એલ, ડી તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબ ના કામે તા.૨૪/૩/૧૪ ના રોજ પો.સ.ઇશ્રી ગોધરા તાલુકા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પરવડી બાયપાસ નેશનલ હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક મેકસ પીકપ વાહન નં.જીજે-ર૪ યુ-૩૨૩૯ નું દાહોદથી વડોદરા તરફ જતું હતું તેના ઉપર શંકા જતા તેને ઉભું રાખવા માટે ઇશારો કરતા તેને પોતાનું પીકપ વાહન ઉભું રાખેલ નહી અને પરવડીથી વડોદરા હાઇવે રોડ તરફ પુરઝડપે હંકારી ભાગવા લાગેલ જેથી સદર વાહનનો પીછો કરતા વડોદરા હાઇવે રોડ ઉપરથી અછાલા રોડ તરફના રસ્તા ઉપર પોતાની ગાડી વાળી દઇ ભાગવા લાગેલ જેથી સદર ગાડીની ઓવરટેક કરી પકડતા સદર ગાડીનો ડ્રાઇવર ગાડી ઉભી રાખી જંગલમાં ભાગી ગયેલ અને તેની સાથે પીકપ ગાડીમાં એક બીજો ઇસમ પણ બેઠેલ હોય જે પકડાઇ ગયેલ જેથી બે પંચોના માણસો બોલાવી સદર પીકપ વાહન જોતાં જે બંધ બોડીનું છે. અને સદર વાહનની પાછળના ભાગે જોતા ત્રણ પાટીયા મારેલ જે પાટીયા ખોલી જોતાં પીકપ ગાડીમાં એક ભેંસ તથા બે પાડીઓ મળી કુલ કિ.રૂ.૨૧,૦૦૦/- તથા મેકસ પીકપ ગાડી ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૨૧,૦૦૦/- નો મુધ્દામાલ વગર પાસપરમીટે વહન કરી પશુઓને પાણી કે ઘાસચારાની સગવડ વગર ટુંકા દોરડાથી બાંધી કતલખાને લઇ જતા પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ ગુનાના કામે તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે. અને પકડાયેલ પશુઓને જીવદયા ધામ ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
(૩) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૪/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫, ૬(ક), (૧) (ર) (૩), ૮ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબ ના કામે તા.૨૭/૩/૧૪ ના રોજ પો.સ.ઇશ્રી ગોધરા શહેર બી ડીવીઝન તથા પોલીસ સ્ટાફના માણસો લીલેસરા બાયપાસ ચોકડી ઉપર વાહન ચેકીંગમાં હતા દરમ્યાન એક ટાટા ૪૦૭ ટેમ્પો નં.જીજે-૬ વાય-૭૫૬૩ નો આવતા જેને રોકતા સદર ટેમ્પામા ઢોરો ભરેલ હોય જેથી બે પંચના માણસો બોલાવી સદર ટેમ્પામાં જોતાં ભેસો નંગ-૪ કિ.રૂ.૮૦,૦૦૦/- તથા ટેમ્પાની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૮૦,૦૦૦/- નો મુધ્દામાલ ગુનાના કામે તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે. અને પકડાયેલ પશુઓને જીવદયા ધામ ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
(૪) કાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૫/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫ (ઘ), ૬(ક), (૧) (ર)ક (૩) તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૨૬/૩/૧૪ ના રોજ પો.સ.ઇશ્રી કાલોલ નાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે ટેમ્પા નં.જીજે-૧૭ ટીટી-૯૩૮ માં ઢોરો ભરી આવતા હોય તેવી બાતમી મળતા હિમંતપુરા પાટીયા પાસે જઇ વાહન ચેકિંગ કરતા સદર નંબરવાળો ટેમ્પો આવતા જેને ઉભો રાખવા ઇશારો કરતા ઉભો રાખેલ નહી અને પુરઝડપે ટેમ્પો ભગાડવા લાગેલ સદર ટેમ્પાનો પીછો કરી રોકતા ટેમ્પાનો ડ્રાઇવર ટેમ્પો મુકી ભાગી ગયેલ અને કંડકટર પકડાઇ જતા સદર ટેમ્પાને પો.સ્ટે. ખાતે લાવી બે પંચના માણસો બોલાવી પંચો રૂબરૂ ટેમ્પામાં તપાસ કરતા ભેસો નંગ-ર તથા પાડો નંગ-૧ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા ટેમ્પાની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૪૦,૦૦૦/- નો મુધ્દામાલ ગુનાના કામે તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે. અને પકડાયેલ પશુઓને જીવદયા ધામ ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
સુરક્ષાસેતુ અંતર્ગત કરેલ કામગીરીઃ-
(૧) તા.૨૭/૩/૧૪ ના રોજ પો.ઇન્સ. શ્રી હાલોલ તથા આનંદી સંસ્થા પ્રેરીત દેવગઢબારીયા મહિલા સંગઠનની બહેનો ધ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ હાલોલ બસસ્ટેન્ડ ખાતે શરૂ કરવામાં આવેલ અને નાટક રૂપે મતદાન જાગૃતિ કાર્યક્રમ કરેલ જેમા અંદાજે ૯૦૦ થી ૧૦૦૦ જેટલી જન સંખ્યા એકત્રીત થયેલ.
(એસ.કે.ગઢવી)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
|