તા.૧૨/૦૫/૨૦૧૪ થી તા.૧૮/૦૫/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
v ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
v વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૨/૦૫/૨૦૧૪ થી તા.૧૮/૦૫/૨૦૧૪ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૯૧૭ એન.સી. ફરીયાદ, ૧૩૨ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૯૧,૪૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
v કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
v શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી અખમભાઇ ઉર્ફે ડાહયાભાઇ અર્જુનભાઇ તલાર રહે.સગરાડા તા.શહેરા નાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૧૬૨૦ કિ.રૂ.૯૦,૦૦૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા પો.સ.ઇ. શહેરા ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v મોરવા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૬/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી વિજયભાઇ થોભણભાઇ ખાંટ રહે.રતનપુર તા.મોરવા નાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૪૫૬ કિ.રૂ.૨૬,૪૦૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૬/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી રણજીતભાઇ બેચરભાઇ ગોહીલ રહે.બાકરોલ તા.કાલોલ નાઓને પોતાના કબજા બાજરીના વાવેતરવાળા ખેતરમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૧૯૮ કિ.રૂ.૪૦,૧૫૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી સી.પી.આઇ. હાલોલ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૦/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬(૧ખ) મુજબના કામે આરોપી ભરતભાઇ કનુભાઇ ગોહીલ રહે.રામદેવ ફળીયું કુંપાડીયા તા.હાલોલ નાઓએ પોતાના કબજાની ઇન્ડીકા કાર નં.જીજે-૬ એફ. કયુ-૪૪૬૯ માં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૧૧૨૮ કિ.રૂ.૧,૧૨,૮૦૦/- તથા ઇન્ડીકા ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૧૨,૮૦૦/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
|