તા.૨૩/૦૨/૨૦૧૫ થી તા.૦૧/૦૩/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
(૧) કાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩/૧૫ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧, ૪૨૭, ૧૨૦બી, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામે શકવાળા આરોપીએ પોતાના ભાઇ રાજેન્દ્રભાઇના ચેક છાના ઇલ આવેલ તે ચેકના નાણા લેવા માટે બેન્ક ઓફ બરોડા ફતેગંજમાં મરણ જનારને મોકલી આપતા મરણ જનાર અગાઉ ચેકથી રૂ.૨,૧૦,૦૦૦/- નાણા ઉપાડી લઇ આવેલ તે પછી પણ ચેકથી રૂ.૪૫,૦૦૦/- ઉપાડી લઇ આવેલ તે નાણા ખોટી રીતે ઉપાડેલ તે પૈસા બેન્કમાં જમા કરાવી જવા ફરીયાદીને મોબાઇલ ફોનથી જણાવતા તે અંગેની જાણ ફરીયાદીએ મરણ જનારને કરતા મરણજનારને આ પૈસાની બાબતે મરણ જનાર તા.૧૩/૦૨/૨૦૧૫ના રોજ પોતાની ઇકો ગાડી નં.જી.જે.૬ એચ.એસ. ૨૩૪૧ ની લઇને નિકળેલ દરમ્યાન આ કામના શકવાળા આરોપીએ પૂર્વ યોજીત કાવતરૂ રચી કોઇ અજ્ઞાત સ્થળે લઇ જઇ કોઇ કારણસર કોઇ તિક્ષ્ણ હથિયારથી છાતીના તથા પેટની બન્ને બાજુએ ઉપરા ઉપરી ઘા મારી તેનુ ખુન કરી તેની લાશ તથા ઇકો ગાડી સાથે વાઘોડીયા તાલુકાના ખંડીવાળા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલની પાળ ઉપરના રોડ ઉપર લાવી ઇકો ગાડીના પુરાવાનો નાશ કરવા સળગાવી ગાડીને રૂ.૨,૦૦,૦૦૦/-નુ નુકશાન કરી તેમજ મરણ જનારની લાશનો પુરવાનો નાશ કરવા કેનાલના પાણીમાં નાખી લાશના પુરાવાનો નાશ કરી ગુનો કરેલ હોય
આ ગુનાના કામે પો.ઇન્સ. એલ.સી.બી. તથા પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓની સાથે સતત કોન્ટેકમાં રહી ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી, ત્યાર બાદ શકમંદના ઘરે તથા તેના ઓળખીતા મિત્રોને મળી શકમંદ અમદાવાદ અતિથી હોટલ રૂમ.૩૦૩ માં હોવાની બાતમી હકિકત મળતા અમદાવાદ સીટી ક્રાઇમ પોલીસની મદદ લઇ શકમંદની તપાસ કરતા તે મળી આવતા તેને કાલોલ પો.સ્ટે.માં લાવી સદરહુ શકમંદ રાકેશ મુકુન્દરાવ બારોટ ઉવ.૩૩ રહે.રનોલી બારોટ ફળીયુ વડોદરા નાઓની યુક્તિ પ્રયુક્તિથી ઘનીષ્ઠ પુછપરછ કરતા તેણે આ ગુનાની કબુલાત કરેલ અને આ ગુનાના કામે સહ આરોપી તરીકે સલમાન અબ્દુલ સલામ પઠાણ રહે.છાણી જકાતનાકા વડોદરા નાઓની સાથે મળી આ ગુનો કરેલાની કબુલાત કરેલ હોય આ ગુનાના કામે આરોપીઓ (૧) રાકેશ મુકુન્દરાવ બારોટ ઉવ.૩૩ રહે.રનોલી બારોટ ફળીયુ વડોદરા (ર) સલમાન અબ્દુલ સલામ પઠાણ ઉવ.૨૦ રહે.છાણી જકાતનાકા વડોદરા નાઓને તા.૦૧/૦૩/૨૦૧૫ના ક.૨૨/૩૦ વાગે અટક કરી સદર ગુનો અનડીટેકટ હોય ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
(૨) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
(૩) વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૩/૨/૨૦૧૫ થી તા.૦૧/૦૩/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૯૪૬ એન.સી. ફરીયાદ, ૧૪૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨,૩૫,૯૭૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
(૧) હાલોલ પો.સ્ટે પ્રોહિ.ગુ.ર.નં.૮૨/૧૫ પ્રોહિ.એક્ટ ક.૬૬બી, ૬૫એ.ઈ મુજબના કામે તા.૨૩/૦૨/૧૫ ક.૧૮/૩૦ વાગે મોજે ઘનસર આટા ગામે આરોપી વિજયભાઈ ઉર્ફે લાલો મોતીભાઈ પરમાર મુળ રહે.ટીટોલી તા.વાઘોડીયા જી.વડોદરા હાલ રહે.ઘનસર આટા તા.હાલોલ નાએ પ્રોહિ પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે ગે.કા.રીતે પોતાના રહેણાક ઘરમાં હેવર્ડઝ ૫૦૦૦ સ્ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ તથા ઓફિસર ચોઈસ વ્હિસ્કી તથા રોયલ સ્ટેગ વ્હિસ્કી તથા લોર્ડઝ વ્હિસ્કીની જુદા-જુદા સાઈઝની બોટલો ભરેલ પેટીઓ નંગ ૫૦ કુલ બોટલ ૧૧૦૪ ની કિ.રૂ.૨,૦૫,૬૦૦ ની રાખી પોલીસની રેઈડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ હાલોલ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(ર) હાલોલ પો.સ્ટે પ્રોહિ.ગુ.ર.નં.૮૭/૧૫ પ્રોહિ.એક્ટ કલમ ૬૬બી,૬૫એઈ મુજબ તા.૦૧/૦૩/૧૫ કલાક ૧૯/૧૫ વાગે મોજે કુમ્પાડીયા ગામે ગોપાલભાઈ અમરસિંહ ગોહીલ રહે.કુમ્પાડીયા તા.હાલોલત્હોમતદાર પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગે.કા.રીતેપોતાના ઘરમાં રાખેલ પર પ્રાતિય ઈંગ્લીશ દારૂ ૭૫૦ મી.લી.ની પેટી નં-૧૭ બોટલો નંગ-૨૦૩ કિ.રૂ.૪૦,૬૦૦/- તથા ૧૮૦ મી.લી. પેટી નંગ-૩ બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/- મળી કુલ બોટલો નંગ-૩૪૭ કિં.રૂ.૫૫,૦૦૦/- નો રાખી મુકી પોલીસની રેઇડ જોઈ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૩) શહેરા પો.સ્ટે પ્રોહિ.ગુ.ર.નં.૬૭/૧૫ પ્રોહિ.એક્ટ ક.૬૬બી, ૬૫એઈ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૧/૦૩/૧૫ ક.૦૦/૩૦ વાગે મોજે ગોપી મંગલીયાણા ગામે આરોપીઓ (૧) પ્રવિણભાઇ ઉર્ફે અંકેશ રતનભાઇ પગી (ર) જનકભાઇ ઉર્ફે પીન્ટું કાભસિંહ પગી (૩) નટુભાઇ વીરાભાઇ પગી તમામ રહે મંગલીયાણા (ગોપી) તા. શહેરા નાઓએ એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. નો પરપ્રાંતિય ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવી આરોપી નટુભાઇ વીરાભાઇ પગીની દુકાનમાં ઇગ્લીશ દારૂના કવાટરીયા ૧૮૦ મી.લી.ના અલગ અલગ- માર્કાના નંગ- ૪૭૩ કિ.રૂ. ૨૩,૬૫૦/- તથા બીયરની કાચની બોટલો ૬૫૦ એમ.એલ.ની ૩૬ કિ.રૂ. ૩૬૦૦/- મળી કુલ રૂ. ૨૭,૨૫૦/- નો રાખી પોલીસની રેઇડ જોઇ આરોપી નં- ૩ નો નાશી જતા તથા આરોપી નં- ૧,ર નાઓ હાજર મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૪) રાજગઢ પો.સ્ટે પ્રોહિ.ગુ.ર.નં.૫૨/૧૫ પ્રોહિ. એક્ટ ક.૬૬બી, ૬૫એઈ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૧/૦૩/૧૫ ક.૧૯/૩૦ વાગે મોજે વાગરવા ગામે પગી ફળીયામાં આરોપી (૧) રમણભાઇ કાનાભાઇ વણકર નાએ ઇગ્લીશ દારૂનો જથ્થો બીયરની પેટીઓ નંગ-૧૦૦ જેમાં બોટલો નંગ-૧૨૦૦/- જેની કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- નો ગે.કા. રીતે લાવી આરોપી નં- (ર) મડાભાઇ રતનાભાઇ પગી બંન્ને રહે વાગરવા પગી ફળીયું તા. ઘોઘંબા ના રહેણાંક ધરમાં ઉતારી સંતાડી રાખી એક બીજાને મદદગારી કરી ગુન્હો કરી રેઇડ દરમ્યાન બંન્ને ઘરે હાજર મળી નહી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૫) રાજગઢ પો.સ્ટે પ્રોહિ.ગુ.ર.નં.૫૩/૧૫ પ્રોહિ.એક્ટ કલમ ૬૬બી,૬૫એઈ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૧/૦૩/૧૫ ક.૧૯/૪૫ વાગે મોજે વાગરવા ગામે પગી ફળીયામાં આરોપી નં. (૧) રમણભાઇ કાનાભાઇ વણકર નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતેનો ઇગ્લીશદારૂનો જથ્થો જેમાં પ્લાસ્ટીકના કવાટરીયાની પેટીઓ નંગ-૩૮ જેમાં કવાટરીયા નંગ-૧૮૨૪ જેની કિ.રૂ.૯૧,૨૦૦/- નો પ્રોહી મુધ્દામાલ આરોપી નં-(ર) ભારતભાઇ કાળુભાઇ ચૌહાણ રહે. સામીધસ ફળીયું તા. ઘોઘંબા નાએ મંગાવી પોતાની માલીકીના ઘરમાં સંતાડી રાખી રેઇડ દરમ્યાન બંન્ને તેના ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પ્રાણી સંરક્ષણ અધિનિયમના ગુન્હાઓ
(૧) હાલોલ સે.ગુ.ર.નં.૨૯/૧૫ પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫, ખ, ૬ક, (૧), (૨-ક) (૩), ૮(૪) તથા ઈ.પી.કો.ક.૧૧૪ તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે તા.૨૮/૦૨/૧૫ ક.૨૦/૨૫ વાગે આરોપીઓ (૧) અસલમખાન હમીદખાન પઠાન રહે,સેંધવા ટે.ગોરબેડી જી. બડવાની (ર) અજ્જુ (૩) ભેરુભાઇ (૪) રજ્જબ (૫) ઇબ્રાહીમ તમામ રહે,મનસોર શહેર નીમરા રોડ બોતલગંજ (૬) સલીમખાન સગીરખાન પઠાણ રહે,રામકટોરા સેંધવા જી. બડવાની મધ્યપ્રદેશ નાઓએ ગાડી નં. MH-18-M-5405 માં ગેરકાયદેસર વાછરડા નંગ-૫૬ ભરી હેરાફેરી કરી કતલ કરવાના ઇરાદે એકબીજાના ગળામા પગમા ટુંકા દોરડા ક્રુરતાપુર્વક બાંધી કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહી રાખી તેમજ રેઇડ દરમ્યાન આરોપી ન.૨ થી ૪ નાઓ ભાગી જઈ તેમજ આરોપી નં.૫ નાનો ઇન્ડિકા ગાડીમા ટ્રકનુ પાયલોટીંગ કરી તેમજ આરોપી નં.૬ નાનો જે પશુધન ભરી આપી એકબીજાને મદદગારી કરી વાછરડા નંગ-૫૦ જીવતા કિ.રુ.૬,૦૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ -૨ કિ.રુ.૨૦૦૦ તેમજ ટ્રક કિ.૫,૦૦,૦૦૦ મળી કુલ રુ. ૧૨,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ સાથે મળી આવી આરોપી નં.૧ ને તા-૨૮/૨/૧૫ ક.૧૮/૧૫ વાગે અટક કરી પો.ઇન્સ. હાલોલ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(આર.એમ.પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરાવતી
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|