તા.૦૨/૦૩/૨૦૧૫ થી તા.૦૮/૦૩/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૫/૧૫ ઇ.પી.કો.ક. ૪૨૦, ૪૦૬, ૧૧૪ મુજબના કામુ ત્રણ વ્યઢંળ (માસીબા) ખના રૂપમાં આવેલ તે તથ એક ડ્રાઇવર પુરૂષ નાઓ મારૂતી ફન્ટી નં.જીજે-૧૦ એફ.-૬૬૫૨ માં બેસી વિશાલ કોમ્પ્લેક્ષમાં આવી ફરીયાદી બેન દિપ્તીબેન W/O યજ્ઞેશભાઇ નરહરી પ્રસાદ ત્રિવેદી નાઓના ઘરે જઇ મંત્ર તથા પુંજાપાઠની વિધી કરાવી વિશ્વાસમા; લઇ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ રુ.૩૭,૧૦૦/ - ની ચીજ વસ્તુઓની ઠગાઇ કરી લઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિગેરે ની ફરીયાદ આધારે પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા ખંત અને કુનેહ પુર્વક તપાસ કરી બાતમી હકીકત મેળવી આ ગુનાના કામે આરોપી (૧) મહેશનાથ ઉર્ફે ભકો ઝવેરનાથ ઉર્ફે જયેશનાથ પરમાર રહે.તરવડી નર્સરી પાટીયા પાસે તા.પડઘરી જી.રાજકોટ (ર) ભોજાભાઇ ઉર્ફે કિશન પ્રેમાભાઇ પરમાર રહે.પડવલ્લા બાપ સીતારામ મંદીરની બાજુમાં તા.ઉપલેટા જી.રાજકોઠ નાઓને તા.૪/૩/૧૫ ના રોજ ક.૧૬/૩૫ વાગે અટક કરી તેઓની અંગજડતી તપાસ માંથી આ ગુનાના કામે ઠગાઇ કરી લઇ ગયેલ દાગીના રીકવર કરવામાં આવેલ છે.
(ર) મોરવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૨/૧૩ ઇ.પી.કો.ક. ૩૭૬(ડી)(ર) આઇ વિગેરે મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી જગદીશ ઉર્ફે સુગ્રી ગુલાબસિંહ ખાંટ રહે.ધોળી તા.સંતરામપુર જી.મહીસાગર નાને તા.૮/૩/૧૫ ના ક ૧૮/૦૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્વારા સી.આર.પી. ક. ૪૧(૧) આઇ મુજબ અટક કરી મોરવા પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
(૩) પાવાગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૬/૧૫ ઇ.પી.કો.ક. ૩૯૫, ૩૯૭ મુજબના ગુનાના આરોપી ઇન્દ્રવદન ઉર્ફે પીન્ટુ દેવીલાલ સોની રહે.પ્રેમનગર ગોધરા રોડ પરેલ દાહોદ નાને તા.૨/૩/૧૫ ના રોજ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા સી.આર.પી. ક. ૪૧(૧) આઇ મુજબ અટક કરી પાવાગઢ પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
(૪) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૪/૧૫ ના કામે તા.૪/૩/૧૫ ના રોજ સી.આર.પી.સી ક. ૪૧(૧) ડી, ૧૦૨ મુજબના કામે વ્હોરવાડ ગોધરા શહેર માંથી એક ઇસમ નામે મહંમદ યુસુફ અબ્દુલ્લા ઉર્ફે કતુબ નાટી રહે.અબુબક્કર મસ્જીદ પાસે સીંગલ ફળીયા ગોધરા નાને એક સીડી ડીલક્ષ મો.સા. નં.જીજે-૧૭ એ.બી-૩૪૩૨ ની લઇ જતા પકડી પાડી સદર મો.સા. પોતાની માલીકીની નહી હોવાથી સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરી આરોપીને સી.આર.પી.સી. ક.૪૧(૧) ડી મુજબ અટક કરી સદર મો.સા. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૭/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરયેલ હોય જેથી સદર ગુનો અનડીટેકટ હોય જે ગુનો પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.
(૫) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
(૪) વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૨/૦૩/૨૦૧૫ થી તા.૦૮/૦૩/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૨૯૫ એન.સી. ફરીયાદ, ૫૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૬૫,૩૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- તા.૦૨/૦૩/૨૦૧૫ થી તા.૦૮/૦૩/૨૦૧૫ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્ધને તેના વાલીવારસને સોપેલ હોય
(૧) કાલોલ પો.સ્ટે.જાણવાજોગ નં.૨૯/૨૦૧૪ ના કામે તા.૨/૧૨/૧૪ ના રોજ ગુમ થનાર રમેશભાઇ ખાતુભાઇ ઓડ રહે.મલાવ પેટે પાટુવાડા તા.કાલોલ નાને તા.૪/૩/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(આર.એમ.પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરાવતી
|