તા.૦૯/૦૩/૨૦૧૫ થી તા.૧૫/૦૩/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
(૧) ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૮/૧૫ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે સલીમ અહેમદ સઇદ મેંદા ઉર્ફે.ચકલી ઉવ.૨૦ ધંધો-મજુરી રહે.સીગ્નલ ફળીયા, ગોધરા નાની પાસેથી અંગ ઝડતી એક સેમસંગ કંપનીનો કાળા કલરનો મોબાઇલ ફોન જેનો મોડલ નં.GTS8530 તથા IMEI નં.૩૫૫૦૮૨/૦૪/૬૮૮૩૮૭/૧ જેની કિ.રૂ.૫,૦૦૦/- તથા ઓનીડા કંપનીઓ લાલ કાળા કલરનો મોબાઇલ જેનો IMEI નં.૯૧૧૩૫૩૭૦૦૩૨૬૩૩૪ તથા ૯૧૧૩૫૩૭૦૦૪૨૮૩૩૮ જેની કિ.રૂ.૫૦૦/- તથા હિરો કંપનીની કાળા કલરની લાલ તથા સીલ્વર કલરના પટ્ટાવાળી મોટર સાયકલ જેનો ચેચીસ નં.MBLHA11ALF9D17816 તથા એન્જીન નં.HA11EJF9B08309 જેની કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૫૦૦/- ના મુદ્ધામાલ સાથે તા.૧૧/૦૩/૨૦૧૫ના ક-૧૬/૧૫ વાગે અટક કરવામાં આવેલ છે.
સદરહુ ઇસમની યુક્તિ પ્રયુક્તિથી ઉડાણપુર્વક પુરછપરછ કરતા તેણે જણાવેલ કે ગયા આઠેક દિવસ ઉપર રાત્રીના સમયે પોતાના મિત્ર ઇશાક બીલાલ બદામ રહે.ગોધરા એમ બન્ને જણા ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર ગયેલ અને જબલપુર સોમનાથ ટ્રેનના કોચમાંથી એક બેન સુતેલા હતા તેઓનુ પર્સ ચોરી કરી લઇ લીધેલ પર્સમાં સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન હોય જે લઇ લીધેલ જે ચોરી પૈકીનો પકડાયેલ મોબાઇલ ફોન મોડલ નં.GTS8530 જેની કિ.રૂ.૫,૦૦૦/- નો હોવાનુ કબુલાત કરેલ તેમજ કબજે કરેલ મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦/- ની ઉપરોક્ત પર્શની ચોરીમાં સોનાચાંદીના દાગીના મળેલ જે દાગીના સાથીદાર ઇશાક બીલાલ બદામ નાઓએ કોઇક જગ્યાએ વેચી દિધેલ તેના રૂ.૭૫,૦૦૦/- રોક્ડા મળેલા તે રોક્ડા રૂપિયામાંથી તે જ દિવસે આ મો.સા. ગોધરા શો રૂમ માંથી નવી ખરીદ કરેલાનુ કબુલાત કરેલ. જે સબંધે તપાસ કરતા વડોદરા રેલ્વે પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૨/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોય વડોદરા રેલ્વે પો.સ્ટે.ને આરોપી તથા મુદ્દામાલ સુપ્રત કરવાની કાર્યવાહી કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા ઉપરોકત અનડીટેક ગુનો ડીટેક કરવામાં આવેલ છે.
(ર) ગોધરા ટાઉન બી. ડીવિ. પોલીસ સ્ટેશન સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૦/૧૫ સી.આર.પી.સી. ૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે અસ્ફાક અબ્દુલ્લા ઝભા રહે.મુન્ના વે-બ્રીજની પાછળ ધંત્યા પ્લોટ વેજલપુર રોડ, ગોધરા નાનો ગોધરા જી.ઇ.બી. સામે રોડ ઉપરથી મોટર સાયકલ કાળા કલરની હિરો એક્સટ્રીમ રજીસ્ટ્રેશન નંબર વગરની જેનો ચેચીસ નંબર MBLKC12EGCGL00279 તથા એન્જીન નંબર KC12EECGl01516 જેની કિમંત રૂ.૨૫,૦૦૦/- ની શંકસ્પદ હાલતમાં મળી આવતા સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ અને સદરહુ ઇસમ તા.૧૧/૦૩/૨૦૧૫ના કલાલ-૧૬/૧૫ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)(ડી) મુજબ અટક કરવામાં આવેલ છે.
સદરહુ ઇસમની યુક્તિ પ્રયુક્તિથી ઉડાણપુર્વક પુરછપરછ કરતા આ મો.સા. કાદરભાઇ ગુલામભાઇ કચ્છી રહે.નારોલ અમદાવાદનાઓની પાસેથી વેચાતી લીધેલાનુ જણાવેલ જે સબંધે તપાસ કરતા આ મો.સા. અમદાવાદ ગ્રામ્ય કોઠ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૫/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મો.સા. હોય અમદાવાદ ગ્રામ્ય કોઠ પો.સ્ટે.માં આરોપી તથા મુદ્દામાલની મો.સા. સુપ્રત કરવાની કાર્યવાહી કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા ઉપરોકત અનડીટેક ગુનો ડીટેક કરવામાં આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૫૧/૧૦ ઇપીકો કલમ ૪૯૮(ક), ૫૦૬(ર), ૧૧૪ મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી રાકેશભાઇ લક્ષ્મણભાઇ નાઇ રહે.બખ્ખર તા.ગોધરા હાલ રહે.મકાલીનગર દંતેશ્વર, વડોદરા નાને તા.૧૦/૦૩/૨૦૧૫ના ક.૧૨/૧૫ વાગે વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ અટકાયત કરી ગોધરા તાલુકા પો.સ્ટે.ના ઉપરોક્ત ગુનાના કામે સુપ્રત કરવામાં આવેલ છે.
(૪) મોરવા(હ) પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૫૨/૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એઇ., ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી પ્રવિણભાઇ મુળાભાઇ પટેલ રહે.ભુતીયા, તા.દે.બારીયા નાને તા.૧૩/૦૩/૨૦૧૫ના ક.૦૯/૧૫ વાગે વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ અટકાયત કરી મોરવા(હ) પો.સ્ટે.ના ઉપરોક્ત ગુનાના કામે સુપ્રત કરવામાં આવેલ છે.
(૫) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
(૪) વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૯/૦૩/૨૦૧૫ થી તા.૧૫/૦૩/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૫૮૮ એન.સી. ફરીયાદ, ૯૨ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨,૦૦,૩૭૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
|