|
તા.૧૪/૦૯/૧૫ થી તા.ર૦/૦૯/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૪/૧૫ તા.૧૬/૯/ર૦૧૫ સી.આર.પી.સી ક.૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે જુનેદભાઇ ઇકબાલભાઇ જરગાલ રહે.આશીયાના સોસાયટી શેખ મજાવર રોડ ગોધરા નાઓના ઘરની મળેલ બાતમી હકીકત મુજબ ઝડતી તપાસ કરતા તેના ઘર માંથી એક કાળા કલરની લીલા પટ્ટાવાળી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ મળી આવેલ જે મોટર સાયકલ ને આગળ પાછળ જોતા રજીસ્ટ્રેશન નંબર નથી. તેનો એન્જીન નંબર જોતા HA10EJDHH17770 તથા ચેચીસ નંબર જોતા MHLH10AMDHH03210 નો છે. જે મોટર સાયકલ બાબતે સદરી ઇસમ પાસે ગાડીના કાગળો કે કોઇ આધાર પુરાવો રજુ કરવા જણાવતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર નહી હોવાનું જણાવેલ જેથી સદહું મોટર સાયકલ ની કિ.રૂ.૧૭,૦૦૦/- ગણી શંકાસ્પદ હાલતમા મળી આવેલ હોય સી.આર.પી.સી. ક.૧૦ર મુજબ તપાસ અર્થે કબજે કરવામા આવેલ છે. અને સદરી ઇસમને તા.૧૬/૦૯/ર૦૧૫ ક.૧૬/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ અટકાયત કરી તેની ધનીષ્ઠ પુછપરછ કરતા સદર મોટર સાયકલ સબંધે
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૩/ર૦૧૫ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમા ગયેલ મુધ્દામાલની મોટર સાયકલ હોય અટકાયતીને તથા મુધ્દામાલની મોટર સાયકલને ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.મા સુપ્રત કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.
ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૯/૧૫ તા.૧૬/૦૯/૧૫ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે ઇસમો (૧) દિપકભાઇ ઉર્ફે દીપુ મોહનલાલ આસનાણી રહે.ભુરાવાવ પાવર હાઉસ પાસે ગોધરા (ર) બળવંતસિંહ ઉર્ફે બલીયો ફતેસીંગ બારીયા રહે.ડોળપા ફળીયુ ગોધરા નાઓને તા.૧૬/૦૯/૧૫ ના ક.૧૮/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ અટકાયત કરેલ છે. ઉપરોકત બંને ઇસમોના કબજા માંથી કાળા રંગની રજીસ્ટ્રેશન નંબર વગરની એકટીવા ગાડી તેનો એન્જીન નંબર JC44E1935823 તથા ચેચીસ નં.ME4JC448CC8824864 નો લખેલ છે. આ એકટીવા ગાડીની આશરે કિ.રૂ.૩૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી. ક.૧૦ર મુજબ તપાસ અર્થે કબજે કરવામા આવેલ છે. ઉપરોકત સ્ટેશન ડાયરી એન્ટ્રી સબંધે ધનિષ્ઠ પુછપરછ કરી તપાસ કરતા ઉપરોકત બંને ઇસમોએ શહેરા તાલુકાના ખાંડીયા ગામે રહેતા અન્ના નામના માણસ પાસેથી વેચાતી લીધેલાની કબુલાત કરેલ અને આ એકટીવા ગાડી સબંધે તપાસ કરતા
(ર) વડોદરા શહેર સી.ટી. પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૭૭/ર૦૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના કામે ચોરીમા ગયેલ મુધ્દામાલની મોટર સાયકલ હોય અટકાયતીને તથા મુધ્દામાલની મોટર સાયકલને વડોદરા શહેર સી.ટી. પો.સ્ટે.મા સુપ્રત કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.
- ગોધરા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૪/૦૯/૨૦૧૫ થી તા.૨૦/૦૯/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૭૨૮ એન.સી. ફરીયાદ, ૮૫ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૫,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
- પ્રોહીબિશનની કરેલ સારી કામગીરી
(૧) ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં-૨૮૭/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૧૪/૯/૨૦૧૫ ક.૩/૩૦ વાગ્યાના સુમારે મોજે કાકણપુર રોડ ઉપર આરોપી જશવંતભાઇ કનકસિહ સોલંકી તથા બીજો એક ટીમ્બાની મુવાડી ગામે કાકણપુર રોડ ઉપર જંગલની ઝાડીઓમા દારૂનો જથ્થો કોઇક વાહન મારફતે મંગાવી ઇગ્લીશ દારૂના કવોટરીયા ની પેટી નંગ-૩૩ કુલ કવોટરીયા નંગ-૧૫૮૪ કિ.રૂ. ૭૯,૨૦૦/- નો ઉતારી પોલીસની રેઇડ દરમ્યાન તેના માણસો સાથે નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૮/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૧૫/૦૯/૧૫ ક.૧૫/૩૦ મોજે અડાદરા ગામ પીકઅપ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે આરોપી વેગનઆર ગાડી નં.GJ 17 AH 0073 નો ચાલક ડ્રાઇવર પોતાની વેગન આર મા પરપ્રાંતીય મહારાષ્ટ્ર બનાવટના ઓરીજનલ હેવર્ડસ્ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરના ટીન ૫૦૦ મી.લી.ની બીયરની પેટી નંગ-૧૯, બીયરના ટીન નંગ-૪૫૬, કિ.રૂ.૪૫,૬૦૦/- પ્રોહિ પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે લઇ જતા તથા વેગનઆર ગાડી ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પોલીસની રેઇડ દરમ્યાન ગાડી મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી
(૧) રાજગઢ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૯૦/૧૫ I.P.C ક.૨૭૯, ૪૨૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ તથા ગુજરાત પશુ સુધારણા અધિનયમ ૨૦૧૧ ની ક.૫(ક) (ખ) (ધ) ૬(ક) ૮, ૧૦ તથા જી.પી.એકટ ૧૧૯ મુજબ ના કામે તા.૨૦/૯/૧૫ ક.૧૮/૦૦ મોજે ભાણપુરા જવાના વળાંક ઉપર આરોપી ટાટા સુપર એસી મીન્ટ જીજે ૧૭ ટીટી ૯૬૮૬ નો ચાલક ડ્રાઇવરે પોતાના કબજાની ટાટા સુપર એસી મીન્ટમા વગર પાસ પરમીટે ગાયો નંગ-૧ જેની કીમત રૂ.૯,૦૦૦/- તથા બળદ નંગ-૪ જે એકની કીમત રૂ.૧૦,૦૦૦/- લેખે કુલ કીમત રૂ.૪૦,૦૦૦/- તે પૈકી એક બળદ પાંજરાપોળ ઉતારતા મરણ ગયેલ જે તમામની કીમત રૂ.૪૯,૦૦૦/- નો મુદામાલ તથા ટાટા સુપર એસી મીન્ટ ની કીમત રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ ૧,૯૯,૦૦૦/- નો મુદામાલ ગણી ટાટા સુપર એસી મીન્ટમાં ટુકા દોરડા વડે ગાયો તથા બળદોને ગળાના ભાગે તથા પગના ભાગે કુરતા પુર્વક બાધી ધાસચારો કે પાણીની સગવડ નહી રાખી કતલખાને લઇ જવાના ઇરાદે પોતાની ટાટા સુપર એસી મીન્ટ બેફીકરાઇ અને ગફલતભરી રીતે હંકારી લાવી બાવળના ઝાડ સાથે અથડાવી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાઘવેન્દ્ર વત્સ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગોધરા વિભાગ, ગોધરા. (કેમ્પ વડોદરા)
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|