પંચમહાલ જીલ્લામાં તા.૦૧/૦૪/૨૦૧૯ થી તા.૦૭/૦૪/૨૦૧૯ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુન્હા ડીટેકટ-૦૪
(૧) આણંદ જિલ્લાના ઉમરેઠ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૧૫/૦૪/૨૦૧૭ ક. ૨૦/૦૦ વાગે મોજે. થામણા ગામે દુધની ડેરી પાસે આ કામના ફરીયાદીની હીરો હોન્ડા સ્પેલેન્ડર મોટર સાયકલ નંબર જી.જે. ૨૩ એ.એલ. ૫૨૬૮ કિ.રૂ.૧૮,૦૦૦/- ની કોઇ ચોર ઇસમે ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી કરવામા આવેલ. આ કામે ગોધરા તાલુકા પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૩/૨૦૧૯ તા.૦૩/૦૪/૨૦૧૯ મુજબના કામે સામાવાળા (૧) કેતનભાઇ મંગળાભાઇ નાયક રહે.રસુલપુર નાયક ફળીયુ તા.મોરવા (ર) કમલેશ બાબુભાઇ નાયક રહે.રસુલપુર નાયક ફળીયુ તા.મોરવા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૪/૨૦૧૯ ના ક.૧૮/૦૦ વાગે અટક કરી તેઓના કબજામાંથી હીરો હોન્ડા સ્પેલેન્ડર મોટર નંબર GJ23AL5268 જેની આશરે કિ.રૂ.૨૫૦૦૦/- તથા હિરો સ્પેલન્ડર પ્રો કાળા રંગની છે જેનો નંબર GJ02 BF7673 જેની આશરે કિ.રૂ.૨૫૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમોને મોટર સાયકલ સંબધે સઘન પુછપરછ કરતા ઉપરોક્ત મોટર સાયકલ વિષ્ણુભાઇ ઠાકોર રહે.ડાકોર નાઓએ ઉમરેઠ તાલુકાના થામણા ગામેથી આશરે દોઢ એક વર્ષ ઉપર ચોરી કરેલી તે ચોરીની મોટર સાયકલ પોતે વેચાતી રાખેલ હોવાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા ઉમરેઠ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૫/૨૦૧૭ ઇ.પી.કો.૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
(ર) મહેસાણા જિલ્લાના બાવલુ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૨૫/૦૮/૨૦૧૭ ક.૨૨/૩૦ થી તા.૨૬/૦૮/૨૦૧૭ ક.૬/૦૦ દરમ્યાન મોજે ખાવડ મેન બજારમા આ કામના કોઇ ચોર ઇસમે ફરીયાદીની મોટર સાયકલ નંબર જી.જે. ૦૨ બી.એફ. ૭૬૭૩ ની કિ.રૂ. ૨૫,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા તાલુકા પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૩/૨૦૧૯ તા.૦૩/૦૪/૨૦૧૯ મુજબના કામે સામાવાળા (૧) કેતનભાઇ મંગળાભાઇ નાયક રહે.રસુલપુર નાયક ફળીયુ તા.મોરવા (ર) કમલેશ બાબુભાઇ નાયક રહે.રસુલપુર નાયક ફળીયુ તા.મોરવા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૪/૨૦૧૯ ના ક.૧૮/૦૦ વાગે અટક કરી તેઓના કબજામાંથી હીરો હોન્ડા સ્પેલેન્ડર મોટર નંબર GJ23AL5268 જેની આશરે કિ.રૂ.૨૫૦૦૦/- તથા હિરો સ્પેલન્ડર પ્રો કાળા રંગની છે જેનો નંબર GJ02 BF7673 જેની આશરે કિ.રૂ.૨૫૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમોને મોટર સાયકલ સંબધે સઘન પુછપરછ કરતા ઉપરોક્ત મોટર સાયકલ વિષ્ણુભાઇ ઠાકોર રહે.ડાકોર નાઓએ મહેસાણા જીલ્લાના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખાવડ ગામના મેઇમ બજાર માંથી આશરે દોઢ એક વર્ષ ઉપર ચોરી કરેલી તે ચોરીની મોટર સાયકલ પોતે વેચાતી રાખેલ હોવાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા બાવલુ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૪/૨૦૧૭ ઇ.પી.કો.૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
નાસતા ફરતા પકડેલ આરોપીઓ-૦૪
(૧) શહેરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૬૨/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો ક.૧૨ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી પંકજભાઇ ભાવજીભાઇ ભેદી રહે.જુનાખેડા ભેદી ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાનો ઉપરોકત અપહરણના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૧/૦૪/૨૦૧૯ ના ક.૦૬/૫૦ વાગ્યે મોજે.વાવડીખુર્દ મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપી તેમજ ભોગબનનારને આગળની વધુ તપાસ માટે શહેરા પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૨) રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૪/૨૦૧૯ ઇ.પી.કો ક.૩૦૭, ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯ , ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી શૈલેશભાઇ દિલીપભાઇ પરમાર રહે.દુધાપુરા બારીઆ ફળીયુ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાનો ઉપરોકત મારામારી ના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૧/૦૪/૨૦૧૯ ના ક.૧૮/૦૫ વાગ્યે મોજે દુધાપુરા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે રાજગઢ પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૬/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ ,૮૧, ૮૨, ૮૩, ૯૮(૨) મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અલ્તાફ ઉર્ફે દેવો મહમદ અસલા રહે.ઇદગાહ મહોલ્લા ગોધરા તા.ગોધરા જી.પંચમહાલનાનો ઉપરોકત પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૧/૦૪/૨૦૧૯ ના ક.૧૯/૧૫ વાગ્યે મોજે ગોન્દ્રા (ગોધરા) મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૪) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૫૯/૨૦૧૭ ઇ.પી.કો ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એકટ.૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મહેશકુમાર રતનસિહ નાયક રહે.ધોળી નાયક ફળિયુ તા.ગોધરા જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામાં છેલ્લા બે વર્ષ થી નાસતો ફરતો હોય જેથી અંગત બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૬/૦૪/૨૦૧૯ ના ક.૧૬/૧૦ વાગ્યે મોજે.સવગઢ તા.હિમતનગર જી.સાબરકાંઠા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
પ્રોહીબિશન ધારા હેઠળ કુલ-૦૪ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) હાલોલ રૂરલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૩૪/૨૦૧૯ ગુજરાત પ્રોહી એકટ ક.૬૫એ,ઈ, ૧૧૬બી, ૯૮(૨) મુજબના કામે તા.૦૨/૦૪/૧૯, ક:૦૭/૦૦ વાગે, મોજે-ગેટ મુવાડા ગામે આરોપી કાભસિંગભાઇ વેસ્તાભાઇ હઠીલા ઉવ-૩૮ ધંધો-મજુરી રહે.મોજે અભેડવા, હોળી ફળીયા (રીન્ગોલ, વાવ ફળિયું) તા.ભાભરા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ નાઓએ પોતાના કબજાની મો.સા. નં.એમ.પી.૬૯-એમ-૬૬૦૪ ઉપર કંતાનનાં કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીક ની કીંગ વ્હીસ્કી ની બોટલો કુલ નંગ-૧૦૮ કુલ કિ.રૂ.૩૬,૧૮૦/- નો ગે.કા.નો પ્રોહી મુદ્દામાલ તેમજ મો.સા. ની કિં.રૂ.૧૫,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૫૧,૧૮૦/- નો પ્રોહી મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં લઇ ને આવી પોલીસ ની વોચ તપાસ દરમ્યાન પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વવારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૦૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એ, ૬૫ઇ. મુજબ ના કામે તા.૦૨/૦૪/૨૦૧૯ ક.૧૫/૪૫ મોજે.મોટી ઉભરવાન ગૌચર ફળીયામા આરોપી કૈલાશબેન W/O ગોરધનભાઇ હસીંગભાઇ રાઠવા રહે.ઉભરવાન ગૌચર ફળીયુ તા.હાલોલ જી.પંચમહાલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પેટીઓ નંગ-૬ માં તથા છુટા નંગ-૯ મળી કુલ બોટલો નંગ-૮૧ કિ.રૂા-૨૭૧૩૫/- નો જથ્થો રાખી રેડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) દામાવાવ પો.સ્ટે. પ્રોહી ૭૮/૧૯ પ્રોહી એક્ટ ૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના કામે તા.૦૬/૦૪/૧૯ ક.૧૫/૦૦ વાગે મોજે. શેરપુરા ગામે નદીકાંઠાવાળા ખેતરમાં આવેલ મકાનમાં આરોપીઓ (૧) વનરાજસિંહ ઉર્ફે વનીયો જયમલસિંહ પરમાર રહે.શેરપુરા તા.ઘોઘંબા (ર) વિઠ્ઠલભાઇ દલપતભાઇ પરમાર રહે. શેરપુરા તા.ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયરની નાની બોટલો નંગ-૧૨૯૬ કિ.રૂ.૧,૫૨,૫૨૦/- નો પ્રોહીમુદ્દામાલ લાવી મંગાવી આ.નં.૨ નાઓની માલીકીના નદીકાંઠાવાળા ખેતરમાં આવેલ મકાનમાં સંતાડી રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) રાજગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૮૯/૧૯ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬ (બી), ૯૮ (૨) મુજબના કામે તા.૦૭/૦૪/૨૦૧૯ ના ક.૧૫/૪૫ વાગ્યે મોજે.નાથકુવા તરફ જવાના રોડની બાજુમા આરોપી બોલેરો ફોરવ્હીલ ગાડી નં.જી.જે.૧૮ એ, બી. ૧૯૪૬ નો ચાલક રાજુ ઉર્ફે અભેસીંગ માનસીંગ બારીયા રહે.આંબાખાખર (કાંટુ) નાઓએ પોતાના કબજાની બોલેરો ફોરવ્હીલ ગાડી નં જી.જે.૧૮ એ,બી.૧૯૪૬ માં ભારતીય બનાવટના કિંગ ફીશર એક્સ્ટ્રા સ્ટ્રોગ ટીન બીયરની પેટીઓ નંગ-૨૦ કુલ ટીન બીયર નંગ-૪૮૦ જેની કુલ કિ.રૂ.૪૮,૦૦૦/- તથા બોલેરો ફોરવ્હીલ ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૮,૦૦૦/- મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા.નો લઇ આવતા નાકાબંધી દરમ્યાન તેનો પીછો કરતા પોતાના કબજાની ફોરવ્હીલ ગાડી મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગ;ઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગાર ધારા હેઠળ કુલ-૦૧ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૧/૨૦૧૯ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૦૩/૦૪/૨૦૧૯ ક.૦૦/૩૫ વાગ્યે મોજે.પોપટપુરા ગામની સીમમાં આરોપીઓ (૧) ઇદ્રીશ મોહમંદ પટેલ રહે.પોલન બજાર ગોધરા (ર) આસીફ અહેમદભાઇ જમાલ રહે.મુસ્લીમ એ સોસાયટી વેજલપુર રોડ ગોધરા (૩) સાદીક હુસેન અબ્દુલ સતાર હયાત રહે.મીઠીખાન મહોલ્લા ગોધરા (૪) સીદીક બિલાલ હાજી સુજેલા રહે.વોરા ગ્રાઉન્ડ ગોધરા (૫) કાશીમ સુલેમાન મદારી રહે.હયાતની વાડી મજાવર રોડ ગોધરા (૬) કુતુબ સોકત દાવ રહે.મીઠીખાન મહોલ્લા ગોધરા (૭) ફીરદોસ શોકત દાવ રહે.મીઠીખાન મહોલ્લા ગોધરા (૮) અલ્તાફ અબ્દુલ મજીદ અબ્દુલ રહેમાન દુરવેશ રહે.મીઠીખાન મહોલ્લા ગોધરા (૯) સીરાજ યુસુફ પટેલ રહે. વેજલપુર રોડ મુસ્લીમ એ સોસાયટી ગોધરા નાઓએ ભેગા મળી પોપટપુરા ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં ભેગા મળી પત્તા પાનાનો હાર જીત નો જુગાર રમી રમાડતા પોલીસ રેઇડ દરમ્યાન આ દાવ ઉપર થી તેમજ આરોપીઓની અંગ ઝડતી દરમ્યાન અલગ અલગ દર ની ચલણી નોટો મળી કુલ રૂ.૨૬,૪૦૦/- તથા મો.ફોન નંગ-૭ જે એક ની કિં.રૂ.૫૦૦/- લખે કુલ મો.ફોન ની કિં.રૂ.૩૫૦૦/- તથા મો.સા નંગ-૨ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૫૪,૯૦૦/- નો મુદામાલ સાથે કુલ – ૯ ઇસમો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|