પંચમહાલ જીલ્લામાં તા.૦૩/૦૬/૨૦૧૯ થી તા.૦૯/૦૬/૨૦૧૯ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુન્હો ડીટેકટ-૦૧
- હાલોલ રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૮/૨૦૧૯ ઇ.પી.કો. ક.૩૯૨ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના
કામે તા.૩૦/૦૫/૨૦૧૯ ક.૦૦/૧૫ વાગે મોજે.મઘાસર ગામે રોડ ઉપર હાલોલ કાલોલ હાઇવે રોડ ઉપર આ કામના કોઇ ત્રણ ચોર ઇસમો તેમની મોટરસાઇકલ ઉપર આવી સાહેદ મુકેશકુમાર નાઓની મો.સા ને ઉભો રહેવા હાથથી ઇશારો કરી સાહેદ મો.સા ઉભી રાખતા આરોપીઓ તેમની મોટરસાઇકલ ઉપરથી ઉતરી ફરી તથા સાહેદ મુકેશકુમારને ડંડાઓથી માર મારી ફરીને ડાબા હાથે વચલી આંગળીએ ફ્રેકચર કરી તથા સાહેદ મુકેશકુમારને જમણી આંખની નીચે ફ્રેકચર કરી તથા શરીરે ઇજાઓ કરી ફરીનો એમ.આઇ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૭,૦૦૦/- તથા ફરીનુ બેગ ટીફીન સાથે કિ.રૂ.૨૦૦/- તથા સાહેદ મુકેશકુમારના સેમસંગ કંપનીનો મો.ફોન કિ.રૂ.૭,૦૦૦/- તથા પાકીટ તથા પાકીટમા મુકી રાખેલ ૫૦૦/- રૂપિયા તથા HDFC બેંક તથા ICICI બેંકનુ એટી.એમ કાર્ડ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૪,૭૦૦/- ની લુટ કરી નાશી ગયા વિગેરે બાબતનો ગુન્હો રજી કરવામા આવેલ. આ કામે ગોધરા તાલુકા પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૩/૨૦૧૯ તા.૮/૦૬/૨૦૧૯ મુજબના કામે સામાવાળા ચેતનકુમાર ખુમાનસિંહ ગોહીલ રહે.દીપાપુરા બારોટ ફળીયુ તા.સાવલી જી.વડોદરા નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)એ મુજબ તા.૮/૦૬/૨૦૧૯ ના ક.૧૮/૩૦ વાગે અટક કરી તેઓના કબજામાંથી મો.સા. નં.જી.જે.૧૭ બી.બી.૭૩૨૯ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા એમ.આઇ. કંપનીનો મોબાઇલ કિ.રૂ.૭૦૦૦/- એમ કળી કુલ રૂ.૨૨,૦૦૦/- નો મુદ્દામાલ શંકાસ્પદ હાલતમાં કબજે કરવામાં આવેલ છે. ઉપરોકત આરોપીને મો.સા. તથા મો.ફોન સંબધે સઘન પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે આજથી સાત આઠ દિવસ ઉપર ઉપરોકત પકડાયેલ ઇસમ તથા તેના મિત્રો (૧) બળવંતસિંહ દેસાઇભાઇ પરમાર રહે.લટીયાપુરા તા.સાવલી જી.વડોદરા (ર) પંકજભાઇ પરમાર રહે.લટીયાપુરા તા. સાવલી જી.વડોદરા નાઓએ ત્રણે જણાએ ભેગા મળી રાજપુતાના કંપની મઘાસર ગામે રોડ ઉપર એક એકટીવા ઉપર બે સવારીમાં માણસો ઉભી રખાવી ત્રણેય જણાએ ડંડા વડે માર મારી તેઓના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન તથા બેગ ટીફીન તથા પાકીટની લુટ કરેલાનુ જણાવેલ છે તે પૈકી એમ.આઇ. નો મોબાઇલ ફોન લુંટનો હોવાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા હાલોલ રૂરલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૮/૨૦૧૯ ઇ.પી.કો. ક.૩૯૨ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
પકડેલ નાસ્તા ફરતા આરોપીઓ – ૦૪
(૧) છોટાઉદેપુર કદવાલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૩૬/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૯૮(ર), ૮૧ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે લાલો પોપટભાઇ રાઠવા રહે.ઝબાણ તા.જાંબુઘોડા જી.પંચમહાલ નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૪/૦૬/૨૦૧૯ ના ક.૧૨/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી કદવાલ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
(૨) દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૫/૨૦૧૯ ઇ.પી.કો ક.૩૨૪, ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩ ,૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી (૧) પર્વતભાઇ ચંદ્રાભાઇ બારીઆ (૨) અલ્પેશભાઇ ઉર્ફ સંજયભાઇ બાબુભાઇ બારીઆ (૩) રંગીતભાઇ પર્વતભાઇ બારીઆ તમામ રહે.રૂપારેલ સાતળીયા તા.ધોધંબા જી.પંચમહાલ ઉપરોકત ગુન્હામાં નાસતા ફરતા હોય જેથી અંગત બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૪/૦૬/૨૦૧૯ ના ક.૧૦/૫૦ વાગ્યે મોજે.રૂપારેલ તા.ધોધંબા મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
એક્ષ્પ્લોજીવ એકટ હેઠળ શોધી કાઢવામા આવેલ કેસો- ૦૨
(૧) કાંકણપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૨/૨૦૧૯ ધ એક્ષ્પલોજીવ એકટ ૧૮૮૪ ની કલમ ૫, ૯(૧)(બ), ૧૨ મુજબ તા.૦૯/૦૬/૨૦૧૯ કલાકઃ૧૭/૩૦ વાગે મોજે.ચરારી ગામ પાસે મહીસાગર નદીના પટામા આરોપી અફરોજ વહાબ અંન્સારી હાલ રહે.ચરારી ગામની મહીસાગર નદીના પટમાં તા.ગોઘરા મુળ રહે.આનંદપુર તા.રામાનુજગંજ જી.બલરામપુર (છત્તીસગઢ) તથા આરોપી નં.૨ પ્રવિણભાઇ કોયાભાઇ પરમાર રહે.રામપુર, નિશાળ ફળીંયુ તા.ગળતેશ્વર જી.ખેડા તથા નં.૩ એક્ષ્પલોજીવ લાઇસન્સ ધારક જેના નામ સરનામાની ખબર નથી જેઓએ ગ્રેવલની લીઝમાં ઉપયોગમા લેવામા આવતો એક્ષ્પલોજીવ પદાર્થનો જથ્થો એકબીજાની મદદગારી કરી પુરતી સલામતી રાખ્યા વગર લીઝમા ઉપયોગ કરવા સારૂ પોતાના કબજામાં એક્ષ્પલોજીવનો ઉપરોકત જથ્થો કિ.રૂા.૧૬૪૧૦/- નો રાખી આરોપી ગ્રેવલની લીઝમાં ઉપયોગમા લેવામા આવતો એક્ષ્પલોજીવ પદાર્થનો જથ્થો એકબીજાની મદદગારી કરી પુરતી સલામતી રાખ્યા વગર લીઝમા ઉપયોગ કરવા સારૂ પોતાના કબજામાં એક્ષ્પલોજીવનો ઉપરોકત જથ્થો કિ.રૂા.૧૬૪૧૦/- નો રાખી આરોપી નં.૧,૨ નાઓ સ્થળ ઉપર પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) કાંકણપુર પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં.૪૩/૨૦૧૯ ધ એક્ષ્પલોજીવ એકટ ૧૮૮૪ ની કલમ ૫,૯(૧)(બ), ૧૨ મુજબ તા.૦૯/૦૬/૨૦૧૯ ક.૧૭/૩૦ વાગે મોજે.ચરારી ગામ પાસે મહીસાગર નદીના પટમા આરોપીઓ (૧) સ્વરૂપભાઇ ભાથીભાઇ પરમાર ગામ દેગવાડ રતનપુર ફળીંયુ તા.ગોઘરા (ર) શૈલેષકુમાર રતનભાઇ પરમાર રહે.ચરારી, ભાથીજી ફળીંયુ તા.ગોધરા (૩) એક્ષ્પલોજીવ લાઇસન્સ ધારક જેના નામ સરનામાની ખબર નથી જેઓએ ગ્રેવલની લીઝમાં ઉપયોગમા લેવામા આવતો એક્ષ્પલોજીવ પદાર્થનો જથ્થો એકબીજાની મદદગારી કરી પુરતી સલામતી રાખ્યા વગર લીઝમા ઉપયોગ કરવા સારૂ પોતાના કબજામાં એક્ષ્પલોજીવનો ઉપરોકત જથ્થો કિ.રૂા.૨૪૦૦/- નો રાખી આરોપી નં.૧,૨ નાઓ સ્થળ ઉપર પકડાઇ જઇ લાઇસન્સની શરતોનો ભંગ કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો- ૦૪
(૧) શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૪૧/૧૯ પ્રોહી.એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એે), ૮૧ મુજબ તા.૦૩/૦૬/૧૯ ના ક.૧૩/૪૫ વાગ્યે મોજે.વાઘજીપુર ગામે મતીયા ફળીયામા આરોપીઓ (૧) મહેશભાઇ રમણભાઇ બારીઆ રહે.મતીયા ફળીયું વાઘજીપુર તા.શહેરા (૨) દિનેશભાઇ શાન્તીલાલ બારીઆ રહે.મતીયા ફળીયું વાઘજીપુર તા.શહેરા નાઓએ પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાન માંથી ઇગ્લીશ દારૂના કવૉટરીયા નંગ-૨૪૦ તથા બીયર ના ટીન કૂલ નંગ-૧૦૯ મળી કૂલ કિ.રૂ.૩૦,૬૨૫/- નો ગેરકાયદેસર નો પ્રોહી મુદ્દામાલ રાખી એકબીજાની મદદગારી કરી પોલીસની રેઇડ દરમ્યાન બંને આરોપીઓ હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) હાલોલ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૨૯/૧૯ ગુજરાત પ્રોહી એકટ ક.૬૫(એ),(ઈ), ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૫/૬/૨૦૧૯ ક.૯/૦૦ વાગે મોજે.બળીયાદેવ ગામે તળાવ માં આરોપીઓ (૧) વિશાલ મંગળભાઈ ચૌહાણ (૨) ગૌરાંગ ગણપતભાઈ ચૌહાણ બંને રહે.બળીયાદેવ તા.હાલોલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના અંગ કબજામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની છુટી બોટલ નંગ-૩૬ તથા ખાખી પૂઠા ની પેટીઓ નંગ-૫ જે એક પેટી માં ૧૨ નંગ લેખે કુલ નંગ-૬૦ મળી કુલ બોટલ નંગ-૯૬ જે એક નંગ ની કિ.રૂ.૩૩૫/- લેખે કુલ રૂ.૩૨,૧૬૦/- નો પ્રોહી મુદામાલ ગે.કા.નો રાખી પોલીસ ની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૩૭/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર), ૮૧મુજબના કામે તા.૦૮/૦૬/૨૦૧૯ ક.૧૭/૦૦ વાગે મોજે.પરવડી, પાજરાપોળની સામે રોડ ઉપર આરોપીઓ (૧) કનુભાઇ નબળાભાઇ માવી રહે.ભરસડા, જેલા ફળીયુ, તા.ગરબાડા, જી.દાહોદ (ર) સંતોષભાઇ પોપટભાઇ માળી રહે.ડેસર જી.વડોદરા નાઓએ પોતાના અંગત ફાયદા સારૂ વગર પાસપરમીટે ગેરકાયદેસર રીતે ઉપરોકત વિદેશી દારૂનો જથ્થો મંગાવી એકબીજાની મદદગારી કરી હેરાફેરી કરતા હતા દરમ્યાન આરોપી નં.૧ નાઓ પોતાના કબજાની સી.એન.જી. રીક્ષા નં.જી.જે. ૬ ઝેડઝેડ ૪૧૩૫ માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટીકના બોટલ નંગ-૧૨ કિ.રૂા.૪૩૮૦/- તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૧૯૨ કિ.રૂા.૧૬૩૨૦/- તથા બિયર ટીન નંગ-૭૨ કિ.રૂા.૯૭૨૦/- મળી કુલ કિ.રૂા.૩૦,૪૨૦/- તથા સી.એન.જી. રીક્ષાની કિ.રૂા.૮૦,૦૦૦/- મળી કુલ રૂા.૧,૧૦,૪૨૦/- નો મુધ્દામાલ સાથે વહન કરતા પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) જાંબુઘોડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૦૯/૨૦૧૯ પ્રોહી ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨) મુજબના કામે તા.૦૯/૦૬/૨૦૧૯ ક.૦૯/૧૫ મોજે.નાથપુરી ગામે રોડ ઉપર આરોપી પીયગો છકડા નં-GJ-23-T-1683 ના ચાલકે પ્રોહી પ્રતિબંધક એરિયામાં પોતાના કબજાના પીયગો છકડામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલબાર કિંગ વ્હીસ્કી માર્કાની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૩૬ કિ.રૂ.૧૦,૮૦૦/- નો તથા ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ માર્કાની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની છુટી બોટલો નંગ-૧૦૮ કિ.રૂ.૩૨,૪૦૦/- મળી કુલ નંગ-૧૪૪ કુલ કિ.રૂ.૪૩,૨૦૦/- નો ગે.કા. પ્રોહી મુદ્દામાલ તથા એક પીયાગો છ્કડો GJ-23-T-1683 જે છકડાની કિ.રૂ.૮૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂ.૧,૨૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે વહન કરી લઇ આવતા પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|