હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૨/૦૮/૨૦૧૯ થી તા.૧૮/૦૮/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

નાસ્તા ફરતા પકડેલ આરોપીઓ- ૦૨

(૧)      દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૫/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૬૬, ૩૩૭, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિનોદભાઇ ગોકળભાઇ બારીઆ રહે.પટેલ ફળીયું ચાઠા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામા નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારોથી બાતમી મળેલ કે સદર આરોપી ચાઠા દુધની ડેરી ઉપર હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૧૬/૦૮/૨૦૧૯ ના ક.૧૮/૩૦ વાગે મોજે.ચાઠા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે સુપ્રત કરવામા આવેલ છે.

(ર)   દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૧/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૧૨ ની ક.૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સુરેશભાઇ ઉર્ફે મગનભાઇ ટેટાભાઇ ઉર્ફે ચંદુભાઇ બારીઆ રહે.કાળી ડુંગરી લેહડી ફળીયુ તા.દેવગઢ બારીઆ જી.દાહોદ નાનો ઉપરોકત ગુન્હામા નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારોથી બાતમી મળેલ કે સદર આરોપી તેના ઘરે હાજર હોવાથી પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૧૭/૦૮/૨૦૧૯ ના ક.૨૦/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે સુપ્રત કરવામા આવેલ છે.

જુગારધારા  હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૫

(૧)  કાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૨/૧૯ જુગારધારા  ક.૧૨ મુજબના કામે તા.૧૪/૦૮/૧૯ ના ક.૧૭/૩૦ વાગે મોજે. સમા ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરોમાં આરોપીઓ (૧) પ્રવીણભાઇ રાયસીગભાઇ સોલકી રહે.સમા ગામ કાલોલ  (૨) હીતેશભાઇ પરવતભાઇ પરમાર  રહે.સમા ગામ તા.કાલોલ (૩) જાબીરશાહ શબ્બીરશાહ દિવાન રહે.નાગરવાડા કાલોલ  તા.કાલોલ.(૪) વિજયકુમાર ગોવીદભાઇ રાવળ રહે.સમાગામ તા.કાલોલ.તથા બીજા નાસી જનાર ઇસમો નામઠામ ખબર નથી નાઓ જાહેરમાં ખુલ્લામાં પત્તા પાનાથી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા પોલીસની રેડ દરમ્યાન આરોપી નં-૧,૨,૩,૪, નાઓ પકડાઇ જતા તેઓની અંગ ઝડતી માથી મળી આવેલ કુલ રૂ.૭૫૭૦ /- તથા દાવ ઉપર ના રૂ.૩૧૪૦ /- તથા પત્તા પાના નંગ ૫૨ કિ.રૂ-૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ રૂ.૧૬,૭૧૦ /- ના  મુદામાલ સાથે આરોપી નં.૧ થી ૪ નાઓ  પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.     

(ર) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સે.ગુ.ર.ન.૧૩૪/૧૯ જુગારા ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૪/૦૮/૧૯ ક.૦૧/૧૫ મોજે.કાસુડી જાફરાબાદ પાદેડી ફળીયામા આરોપીઓ (૧) જશવંતસિંગ રતનસિંગ બારીયા રહે. કાંસુડી જાફરાબાદ પાદેડી ફળીયુ ગોધરા  (૨) જસવંતસિહ જાલમસિંહ પરમાર રહે.શિવદર્શન ટેનામેન્ટ સાંપા રોડ ગોધરા (૩) નરેન્દ્રભાઇ સરતનભાઇ બારીયા રહે.કાંસુડી જાફરાબાદ કબીર મંદિર ફળીયુ   ગોધરા (૪) પંકજકુમાર સામતસિંહ બારીયા રહે.કાંસુડી જાફરાબાદ પાદેડી ફળીયુ ગોધરા (૫) ઉપેશકુમાર પ્રતાપસિંહ બારીયા રહે. કંકુથાંભલા ગણાવા ફળીયુ ગોધરા (૬) શૈલેશભાઇ કનકસિંહ બારીયા રહે.કંકુથાંભલા ભાભોર ફળીયુ ગોધરા તથા (૭) દિનેશભાઇ રમેશભાઇ બારીયા રહે. કાંસુડી જાફરાબાદ પાદેડી ફળીયુ ગોધરા નાઓએ પોતાના અંગત ફાયદા સારૂ હારજીતનો પૈસા જુગાર રમી રમાડતા અંગ  ઝડતીમાંથી મળેલ જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૭,૯૫૦/- તથા દાવ ઉપરથી મળેલ જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૩,૩૫૦/- તથા મોબાઇલ નંગ-૫ રૂ.૨૦,૫૦૦/- તથા મો.સા. નંગ-૩ કિંમત રૂ.૯૦,૦૦૦/- તથા ગંજી પાના પત્તા નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧,૨૩,૬૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી નં.૧ થી ૫ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) પાવાગઢ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૨૯ /૧૯ જુગાર ધારા કલમ ૧૨ મુજબના કામે તા.૧૭/૦૮/૨૦૧૯ ના ક.૧૮/૩૦ વાગ્યે મોજે.શિવરાજપુર  ગામે આરોપીઓ (૧) રાજેશભાઇ સંજયભાઇ પરમાર રહે.પંડ્યા  બ્રીજ પાસે સર્વોદય સોસાયટી મકાન નં.૧૩ તા.જી.વડોદરા (૨) ભાવેશકુમાર ધુળાભાઇ પરમાર રહે.એ-૫ ગોપાલ ધામ સોસાયટી ન્યુ વીઆઇપી રિંગ રોડ વડોદરા (૩) મહેંન્દ્ભાઇ ગોવિંદભાઇ માંછી રહે.૨૦૨ શ્રીજી પ્લાજા મોતીભાઇ પાર્ક પાસે ન્યુ વીઆઇપી રોડ વડોદરા (૪) નવીનભાઇ રયજીભાઇ નાયક રહે કુવેચિયા તા હાલોલ (૫)મેહુલકુમાર રાજુભાઇ બારીયા રહે શિવરાજ્પુર મંદીર ફળીયુ તા હાલોલ (૬) યોગેશકુમાર ઉર્ફે ભુરો ધર્મુમલ ઠક્કર રહે શિવરાજપુર માઇન્સ રોડ તા હાલોલ (૭) કુલદિપકુમાર ગુલાબભાઇ રાઠવા રહ બાપોટીયા તા હાલોલ (૮) ભુપતભાઇ પરશોતમભાઇ બારીયા રહે શિવરાજપુર તા હાલોલ નાઓએ એકબીજાની મદદગારીથી ખુલ્લામાં પતાપાના વડે રૂપિયાથી હારજીતનો જુગાર રમી પકડાઇ જઇ દાવ ઉપરના અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂ.૩,૬૦૦/- તથા આરોપીઓની અંગ જડતીના અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂ ૪૩,૮૦૦/- તથા પતાપાના નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ મળી કુલ રૂા. ૪૭,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.   

(૪) હાલોલ ટાઉન પો.સ્ટે.સે.-૮૧ /૨૦૧૯  જુગાર ધારા કલમ  ૪, ૫ મુજબ મુજબ ના કામે  તા.૧૮/૮/૧૯ ના ક.૧૭/૩૦ થી ક.૧૮/૩૦ દરમ્યાન મોજે. કિશોરનગર મહંમદ ઈસ્માઈલ જમાલના ઘરમાં આરોપીઓ (૧) મહમંદભાઇ ઈસ્માઈલભાઇ જમાલ ઉ.વ.૫૨ રહે.કિશોરનગર હાલોલ તા.હાલોલ (૨) મનોજકુમાર ઈન્દ્રવદન સોની ઉ.વ.૫૦ રહે.ચરણદાસનો ખાંચો ગાજીનો ટેકરો હાલોલ તા.હાલોલ (૩) પંકજકુમાર હર્ષદભાઈ પંચાલ ઉ.વ.૩૮ રહે.ગાયત્રીનગર ગેરેજ પાછળ ડેરોલ સ્ટેશન રોડ કાલોલ તા.કાલોલ (૪) દિલીપભાઈ સરતાન નાયક ઉ.વ.માળ ફળીયા ઘોઘંબા તા.ઘોઘંબા (૫) શાહરૂખ અજીત ગરાસીયા ઉ.વ.૨૨ રહે.કસ્બા હુસેની ચોક હાલોલ તા.હાલોલ (૬) અઝરૂદ્દિન ઉર્ફે અજ્જુ મયુદ્દિન વાઘેલા રહે.કસ્બા ટેકરા હાલોલ તા.હાલોલ  પૈકી આરોપી મહંમદ ઈસ્માઈલ જમાલના રહેણાંક ઘરમાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડવા માટે બેસાડી પત્તા પાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમતા આરોપીઓ નં. (૧) થી (૫) નાઓ પકડાઇ જતા તેઓની અંગ ઝડતીમાંથી કુલ રોકડ રૂ.૩૯,૭૫૦/- તથા દાવ ઉપરથી રોકડ રૂ.૧૫,૩૦૦/- તથા પત્તા પાના નંગ-૫૨ કિં.રૂા.૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫) હાલોલ રૂલર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૮/૨૦૧૯  જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૮/૦૮/૨૦૧૯ ક.૦૦/૧૦ વાગે મોજે-કંજરી ગામે આરોપી નંબર એક ના ઘર ની પાછળ આવેલ પતરાનાં શેડ નીચે ખુલ્લામાં જાહેરમાં આરોપીઓ (૦૧) રજનીકાંત ઉર્ફે રજની જયંતીભાઈ પટેલ (ઘડીયાળી) રહે કંજરી તા હાલોલ તથા (૦૨) રણજીતભાઈ લાલજીભાઈ પરમાર રહે રાયપુરા  ઓ.એન.જી.સી.ના કુવા પાસે ખેતરમાં તા જી વડોદરા (૦૩) અર્જુનભાઈ માધુભાઈ બદીયા રહે કંચન પ્લાસ્ટિક કંપની ના કવાટર્સ માં જી.આઈ.ડી.સી. હાલોલ મૂળ રહે હાજીપુર સહનીયેલા પટના બિહાર (૦૪) દિનેશ ભાઈ શનાભાઈ રાઠોડ રહે મુઢેલા બસ સ્ટેન્ડ ફળિયું તા સાવલી જી વડોદરા (૦૫) રોહિતકુમાર તંગપન ત્રિતાણી રહે સી/૧૦ ધવલ પાર્ક સોસાયટી હાલોલ તા હાલોલ (૦૬) અતીત સુરેશભાઈ દરજી રહે ઓમ નગર, આમ્રપાલી સોસાયટી પાછળ હાલોલ તા હાલોલ (૦૭) સુરેશકુમાર કરણસિંહ બારિયા રહે ૦૬/ વ્રજધામ સોસાયટી બેંક ઓફ બરોડા પાસે, હાલોલ તા હાલોલ (૦૮) મહેશ ઉર્ફે જીગો ગણપત પરમાર રહે કંજરી બહાર ફળિયું હાલોલ તથા (૦૯) હેમંતભાઈ ડાહ્યાભાઈ પરમાર રહે કુમેઠા પીર દાદા ફળિયું તા વાઘોડિયા જી વડોદરા તથા (૧૦) સિરાજ અયુબ ઘાંચી રહે રહીમ કોલોની હાલોલ (૧૧) મહેરબાન મહમદ પઠાણ રહે લીમડી ફળિયા હાલોલ તથા (૧૨) વિશાલ ચુનીલાલ પરમાર રહે આમ્રપાલી સોસાયટી હાલોલ તથા (૧૩) વિશાલકુમાર દિનેશભાઈ મિસ્ત્રી રહે પાશ્વનાથ સોસાયટી વડોદરા રોડ હાલોલ તા હાલોલ નાઓ ભેગા મળી મોજે.કંજરી ગામે આરોપી નં.૧ ના ઘર ની પાછળ આવેલ પતરાનાં શેડ નીચે ખુલ્લામાં જાહેરમાં, પત્તાપાનાનો જુગાર રમી રમતા પોલીસ ની રેઇડ દરમ્યાન આરોપીઓ નંબર ૦૧ થી ૧૩ સ્થળ ઉપરથી પકડાઈ જઈ જેઓની અંગ ઝડતી માંથી રૂ.૫૮૦૭૦/- તથા દાવ ઉપરના રૂ.૨૩૦૦૦/- તથા મોબાઈલ નગ-૧૧ કિ.રૂ.૨૫૬૦૦/- તથા પત્તાપાના નંગ-૨૦૮ તથા સીલ બંધ પાનાપત્તા નાં બોક્સ નંગ ૦૩ જેની કિ.રૂ.-૦૦/૦૦  ગણી કુલ રૂ.૧,૦૬,૬૭૦/- સાથે પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૨

(૧) કાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૫૪/૨૦૧૯ ગુજરાત પ્રોહીબીશન સુધારા અધિનિયમ-૨૦૧૬ ની ક.૬૫(એ), ૬૫(ઇ)  મુજબના કામે તા.૧૪/૦૮/૨૦૧૯ ક.૦૧/૧૦  વાગ્યે મોજે.બલેટીયા તા.કાલોલ ગામે આરોપી વિશાલકુમાર માધાભાઇ પરમાર રહે.મોટુ ફળીયું, બલેટીયા તા.કાલોલ નાએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના રહેણાંક ઘરમાં બનાવેલ માળીયા ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાટરીયા નંગ-૨૭૦ તથા ટીન બીયરના નંગ-૩૯૬ મળી કુલ રૂ.૬૯,૦૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)  મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૫૩/૨૦૧૯  પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ,  ૮૧,  ૮૨,  ૯૮(ર) મુજબના કામે તા.૧૮/૦૮/૨૦૧૯   ક.૫/૩૦ વાગે મોજે.આગરવાડા બ્રીજ  પાસે આરોપીઓ (૧) પ્રહલાદભાઇ રમેશભાઇ કલારા રહે.રણીયાર નવીપરી ફળીયુ તા.ઝાલોદ જી.દાહોદ (ર) અતીતભાઇ મંગુભાઇ ગરાસીયા રહે.લીમડી ટાંડી રોડ ફળીયુ તા.ઝાલોદ જી.દાહોદ (૩) રૂપેશભાઇ પ્રવિણભાઇ કોળી રહે.રણીયાર તા.ઝાલોદ જી. દાહોદ (૪) દિનેશભાઇ પ્રભાતભાઇ પગી રહે. મંગલીયાણા ગોપી ફળીયા તા. શહેરા જી.પંચમહાલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે નીશાન ટેરેનો ગાડી નંબર જી.જે. ૦૨ બી.એચ. ૭૯૩૧ માં વિદેશી દારૂ ભરેલ કવાટરીયાઓની પેટીઓ નંગ-૩૦ તથા બીયરની પેટીઓ નંગ-૧૨ મળી કુલ પેટીઓ નંગ-૪૨ માં કવાટરીયાઓ તથા બીયર ટીન મળી કુલ બોટલો નંગ-૧૭૨૮ કિ.રૂ.૧,૪૬,૮૮૦/- તથા ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૪,૪૬,૮૮૦/- ના પ્રોહી મુદ્દામાલ વહન કરી નં. ૩ તથા ૪ ના મેળાપીપણાથી લઇ આવી આરોપી નં. ૧ તથા ર નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ શોધી કાઢવામા આવેલ  કેસો-૦૨

(૧)   ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં.૧૩૬/૨૦૧૮  ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ -ર૦૧૭ ની ક.૬(એ)(૪)(૩), ૮(ર) મુજબના કામે  તા.૧૨/૦૮/૨૦૧૯   ક.૧૪/૩૦ મોજે.ઇદગાહ મોહોલ્લા ના નાકા પાસે  રસ્તા ઉપર આરોપીઓ (૧) સુલતાન ઇલીયાસ ગાજી રહે.મદિના સોસાયટી ગોધરા (૨) સબ્બીર યાસીન મલેક રહે.રહેમત નગર ગોધરા (૩) અસ્ફાક ઇરફાન મફત રહે.રહેમત નગર ગોધરા પૈકી આ કામના મંગાવનાર આરોપી  સુલતાન ઇલીયાસ ગાજી રહે.મદિના સોસાયટી ગોધરા તથા નાકાબંધી દરમ્યાન કારમાંથી નાસી જનાર ગોધરા રહેમત નગર માં રહેતો સબ્બીર યાસીન મલેક તથા મો.સા. ઉપર આવેલ અસ્ફાક ઇરફાન મફત રહે.રહેમત નગર ગોધરા તથા મુંગા પશુઓ ભરેલી ઉપરોકત કારનુ પાઇલોટીંગ કરનાર નાઓએ ભેગા મળી એકબીજાની મદદગારીથી  ઇન્ડીકા કાર નં જી જી.જે.૨૩ એચ ૯૬૩૪ કિ.રૂ.૫૦,૦૦૦/- માં મુંગા પશુઓ કુલ નંગ-૨  કિ.રૂ.૨૫,૦૦૦/- ના ખીચોખીચ ભરી મુંગા પશુઓને  એકબીજાના પગો તથા ગળે ટુંકા દોરડાથી બાંધી ગાડીમાં ત્રાસદાયક રીતે ભરી, પાણી તથા ઘાસચારો નહી રાખી કતલ કરવના ઇરાદે હેરાફેરી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૮૧/૨૦૧૯ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-ર૦૧૭ ની ક.૬(એ)(૪)(૩), ૮(ર) તથા એમ.વી.એકટ ક.૧૯૨ તથા ઇ.પી.કો.ક.૧૧૪  મુજબના કામે તા.૧૨/૦૮/૨૦૧૯ ક.૧૭/૩૦ વાગે મોજે.પરવડી ચાર રસ્તા ઉપર આરોપીઓ  (૧) સબ્બીર ઉર્ફે તત્યા s/o હુસેન ઝભ્ભા ઉવ.૨૩ રહે.કેપ્સુલ સોસાયટી, નવી રોજી હોટલ પાછળ ગોધરા (૨) હુસેન ઉર્ફે લાભડા ફારુક અસલા રહે. અકસા મસ્જીદની બાજુમાં સાતપુલ ગોધરા  (૩) સાજીદ ઉર્ફે સાજન અહેમદ ભુરા રહે. મોટા મોહલ્લા ,વેજલપુર તા.કાલોલ  (૪) હકીમ ઉર્ફે લંગડો s/o અબ્દુલ રહે. કાપડી મોહલ્લા બીલાલ મસ્જીદ પાસે દેવગઢ બારીયા જી.દાહોદ નાઓએ એકબીજાની મદદગારી કરી આરોપી નં. ૧ તથા ૨ નાએ પોતાના કબજા ભોગવટાની નિશાન એવીલ્યા કાર નંબર જી.જે.૦૧ ડીટી ૨૮૪૪ કિ.રૂા.૩,૦૦,૦૦૦/- મા વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ગૌવંશ નંગ-૪ કિ.રૂા.૬૦,૦૦૦/- ના ખીચોખીચ ભરી મુંગા ગૌવંશ પશુઓને  એકબીજાના પગો તથા ગળે ટુંકા દોરડાથી બાંધી ગાડીમાં ત્રાસદાયક રીતે ભરી, પાણી તથા ઘાસચારો નહી રાખી કતલ કરવના ઇરાદે હેરાફેરી કરતા આરોપી નં.૧ અને ૨ નાઓ સ્થળ ઉપરથી મોબાઇલ નંગ.૧ કિ.રૂા ૨૦૦૦/- મળી કુલ રૂા.૩,૬૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 (એસ.ડી.રાઠોડ)

I/C પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 21-08-2019