હું શોધું છું

હોમ  |

નાગરિક અધિકારપત્ર
Rating :  Star Star Star Star Star   

પોલીસ ખાતાનો નાગરિક અધિકાર પત્ર

પંચમહાલ જિલ્લાના નાગરિકો જોગઃ

  • પોલીસ અધીક્ષકશ્રી, નાયબ પોલીસ અધીક્ષકશ્રી, ગોધરા, હાલોલ, લુણાવાડા વિભાગનાઓને કોઈપણ વ્યક્તિ કામકાજના દિવસો દરમિયાન ૧ર.૦૦ થી ૧૩.૩૦ દરમિયાન અગાઉથી સમય મેળવ્યા સિવાય મળી શકે છે.

  • કચેરીના કામકાજના સમય દરમિયાન નાગરિકો તેઓની ફરિયાદો, રજૂઆતો માટે નાગરિક સુવિધા કેન્દ્વ મારફતે પોલીસ અધીક્ષક અગર નાયબ પોલીસ અધીક્ષક, મુખ્ય મથકને મળી શકશે અને તેઓની લેખિત રજૂઆતો સાંભળી તે બાબતે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવા લાગતા વળગતા અધિકારીઓને લેખિત સૂચના આપી તેઓની આવી ફરિયાદોને નાગરિક અધિકાર પત્ર હેઠળ આવરી લઈ રજૂઆત કરનાર ફરિયાદી - અરજદાર ફરિયાદ રજૂઆત બાબતે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરાય તે હેતુસર જરૂરી સહકાર આપી અરજદાર મારફતે સબંધીત અધિકારીને પહોંચાડી અરજદારને સંતોષ થાય તે રીતે અસરકારક અને ઉત્તરદાયી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  • નાગરિકો તેઓની નામી, અનામી ફરિયાદો, બાતમીઓ દરરોજ સવારે ૧૧.૦૦ થી૧૪.૦૦ સુધી પોલીસ અધીક્ષકશ્રીને તેઓના ટેલિફોન નંબર ર૬૭ર - ૪રર૦૦ ઉપર કરી શકશે અને તે બાબતે પોલીસ અધીક્ષકશ્રી જાતે ટેલિફોન ફરિયાદ અન્વયે અંગત ઘ્યાન આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવશે. આવી અસામાજિક પ્રવૃત્તિઓની, ગુનાખોરી, ગુનેગારો વગેરે અંગેની માહિતી આપવામાં આવશે તે બાતમી આપનાર વ્યક્તિની અપેક્ષાએ તેમનું નામ ગુપ્ત રાખવામાં આવશે, (૪) નાગરિકોને તેઓની ફરિયાદો- અરજી બાબતે જરૂરી પ્રગતિ જાણવાનો હકક છે અને તે માટે તેઓ દરરોજ સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ દરમિયાન સબંધીત પો.સ્ટે.ના અધિકારીને મળી શકશે અને તેઓની ફરિયાદ - રજૂઆત - અરજી બાબતેની પ્રગતિ જાણી શકશે.

  • અન્ય મુલકી સેવાઓના જાહેર સેવકોની અપેક્ષાએ દરેક પોલીસ અમલદાર ર૪ કલાક ફરજ ઉપર મુંબઈ પોલીસ અધિનિયમની કલમ - ર૮ મુજબ રહેવા બંધાયેલ છે,જેથી એમ કહી શકાય કે પોલીસ આપની સેવામાં રાત દિવસ કાર્યરત છે.

  • તમામ પો.સ્ટે. પ્રજાજનો માટે ર૪ કલાક અને બારે માસ ખુલ્લા રહે છે, અર્ત પો.સ્ટે.માં કદાપી તાળુ મારેલ હોતુ નથી, પોલીસ સ્ટેશનોના પોલીસ ઈન્સપેકટરશ્રીઓ, પોલીસ સબ ઈન્સપેકટરશ્રીઓ તેમ જ આઉટપોસ્ટના એ.એસ.આઈ. હે.કો. તેમ જ તેઓની દેખરેખ રાખનાર વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત લેવાનો અને પોતાની મુશ્કેલીઓ વર્ણવવાનો અધિકાર છે.

  • નાગરિકોના સૂચનો હંમેશા આવકાર્ય રહેશે, સર્વે નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, અન્ય ખાતાના જાહેર સેવકો અધિકાર પત્રની બાબતોમાં તેનાં અમલ માટે સહકાર આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

અમારા ઉદ્દેશો

  • દરેક વ્યક્તિની રજૂઆતની અને ફરિયાદોનો ઝડપી અને ન્યાયપૂર્ણ નિકાલ.

  • દરેક વ્યક્તિ સાથે મિત્રતા પૂર્ણ વ્યવહાર.

  • નિષ્પક્ષ પારદર્શકતા અને પ્રમાણિકતાની ખાતરી.

  • જાહેર સુલેહ શાંતિની જાળવણી લોકોની સુરક્ષા સુખસગવડની જાળવણી, ટૂંકમાં નાગરિકોના જાનમાલની સલામત અને નિર્ભયતાની ખાતરી.

કાર્યપદ્ધતિ

  • દરેક ફરિયાદ, અરજદારને , ફરિયાદ, અરજીની નકલ પહોંચ આપવામાં આવશે. ફરિયાદની નકલ ફરિયાદીને રજિસ્ટર્ડ પોષ્ટ એ.ડી.થી પણ પહોચાડવામાં આવશે.

  • ફરિયાદી કે અરજદારને તેની ફરિયાદ કે અરજીની તપાસ કયા તબ્બકે છે અને નિકાલ નકકી કરેલા સમયમાં થશે, અને તેની સમયમર્દા જાળવવવામાં આવશે.

  • હથિયાર પરવાના, હોટલ લાઇસન્સ, પરફોર્મન્સ લાઇસન્સ, અપ્ર.ઓ.સી. ચારિત્રય વેરિિકેશન, પાસપોર્ટ ઈન્કવાયરી વગેરે બાબતોના પ્રકરણોની તપાસોની નિકાલ અંગેનો તબકકો તથા સમયમર્દા જાળવવામાં આવશે.

  • ગુનાહીત ફરિયાદની તપાસનો તબકકો અને નિકાલની જાણકારી પોલીસ અધીક્ષકની કચેરીમાં રીડર શાખામાંથી ઉપલબ્ધ થઈ શકે. ફરિયાદ અરજી આપ્યા પછી તે અંગેની જાણકારી પો.સ્ટેમાંથી પી.એસ.ઓ.થી પણ મળી રહેશે.

  • અરજીઓ સબંધની તપાસનો તબકકો અને નિકાલની જાળવણી પોલીસ અધીક્ષકની કચેરીમાં અરજી શાખામાંથી ઉપલબ્ધ થશે.

  • ફરિયાદ, અરજી અને બાતમી અંગેની ત્વરિત પોલીસ મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમનો સંર્પક કરવાથી ર૪ કલાક સેવા ઉપલબ્ધ રહેશે.

  • જિલ્લા સ્તર પ્રા પોલીસ સ્ટેશનો કે જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરીએથી સંતોષકારક પ્રતિસાદ ન સાંપડે તેવા કિસ્સામાં પોલીસ અધીક્ષક, નાયબ પોલીસ અધીક્ષક, મુખ્ય મથક તથા કચેરી અધીક્ષકનો સંપર્ક કચેરી સમય માં કરી શકાશે. અને આ માટે તેઓ જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરી ખાતેનાં નાગરિક સુવિધા કેન્દ્વનો સંપર્ક સાધી જરૂરી માર્ગદર્શન અને મદદ મેળવી શકશે.

Page 1 [2] [3] [4] [5]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 07-06-2006