પંચમહાલ જીલ્લામાં તા.૨૮/૧૦/૨૦૧૯ થી તા.૦૩/૧૧/૨૦૧૯ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
નાસ્તા ફરતા પકડેલ આરોપીઓ-૦૩
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૭૨/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એએ, ૮૧ મુજબના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી હસમુખ ઉર્ફે બાબુ સોમાભાઇ બારીયા રહે.નાટાપુરા તા.મોરવા નાઓને તા.૦૧/૧૧/૨૦૧૯ ના ક.૧૪/૨૫ વાગે સી.આર.પી.સી ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.
(૨) વડોદરા મધ્યસ્થ જેલના પાકા કેદી નંબર ૮૫૧૮૨ ફીરોજ ઉર્ફે સીરાજ શાંતીલાલ પઠાણ હાલ રહે. કુભારવાડા પાવાગઢ રોડ હાલોલ જી.પંચમહાલ મુળ રહે.સાંગાડોળ તા.વાઘોડીયા જી.વડોદરા નાનો ફર્લો રજા ઉપર થી તા.૨૩/૮/૨૦૧૯ ના રોજ ફરાર થઇ ગયેલ હતો જેથી તેને પકડવા સારૂ અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૨/૧૧/૨૦૧૯ ના રોજ ક.૦૧/૩૦ વાગ્યે મોજે.ધુણઇ તા.માંડવી જી.કચ્છ પશ્ચિમ મુકામેથી અટક કરી બાકીની સજા ભોગવવા સારૂ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોપવામાં આવેલ છે.
(૩) વેજલપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૬૧/૨૦૧૯ જુગારધારા ક.૧૨ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગોપાલભાઇ જસવંતભાઇ ચૌહાણ રહે.ખરસાલીયા તા.કાલોલ જી.પંચમહાલ મુળ રહે.રામપુરા જોડકા તા.ગોધરા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૪/૧૧/૨૦૧૯ ના ક.૦૨/૫૦ વાગ્યે મોજે. રામપુરા જોડકા તા.ગોધરા મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપી ને આગળની વધુ તપાસ માટે વેજલપુર .પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૨
(૧) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૬૬/૦૧૯ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ) મુજબના કામે તા.૦૩/૧૧/૦૧૯ ક.૦૦/૪૫ વાગ્યે મોજે સુલીયાત થાણા ફળીયામા આરોપી નારણભાઇ બિહારી જાતે વણઝારા હાલ રહે.સુલીયાત થાણા ફળીયા તા.મોરવા(હ) મુળ રહે.ચતરાજી કા ખેડા ભામાખેડા પોસ્ટ સાદડી તા.રેલમગરા જી.રાજસમન્દ રાજસ્થાન નાઓએ પોતાના કબ્જાના રહેણાક ઘરમા પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે એક લોખંડના પીપડામા ૧૮૦ મી.લી ના મેકડોવેલ્સ નં-૧ ડીલક્ષ વ્હીસ્કી માર્કા.ના કાચના ર્કવાટરીયા નંગ-૧૩૨ કિ.રૂ.૧૩,૨૦૦/- તથા ૧૮૦ મી.લી.ના ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કી માર્કાના કાચના ર્કવાટરીયા નંગ-૧૩૯ ની કિમંત રૂ.૧૩,૯૦૦/- મળી કુલ ર્કવાટરીયા નંગ-૨૭૧ કિ.રૂ.૨૭,૧૦૦/- નો પ્રોહી જથ્થો રાખી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) રાજગઢ પો.સ્ટે.III ગુ.ર.નં-૨૪૩/૧૯ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૦૧/૧૧/૨૦૧૯ ના ક.૧૪/૧૫ વાગ્યે મોજે.ખરોડ ગામે રોડ ઉપર આરોપીઓ (૧) બલસીંગભાઈ ભીમસીંગભાઈ રાઠવા રહે.મીઠીબોર, ડોબકીયુ ફળીયુ તા.જી.છોટાઉદેપુર (૨) જયમીનભાઇ કીરીટભાઇ જાદવ રહે.વાવનીમુવાડી તા.ઘોઘંબા (૩) અંકેશભાઇ હમીરભાઇ રાઠવા રહે.નવાનગર તા.ઘોઘંબા નાઓ પૈકી આરોપી નં-૧ નાએ પોતાના કબજાની સફેદ કલરની મારૂતિ સુઝુકી ઝેન કાર નંબર જી.જે.૨૦.એ.૧૦૩૦ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ભરેલ કંપનીશીલ બંધ કિંગ વ્હીસ્કીના ૭૫૦ મીલીના પ્લાસ્ટીકના બોટલો નંગ-૯૬ કિં.રૂ.૩૧,૬૮૦/- નો પ્રોહી મુદામાલ તથા મારૂતિ સુઝુકી કંપનીની ઝેન કારની કિમત રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૭૧,૬૮૦/- નો મુદૃામાલ આરોપી નં-૨, ૩ નાઓએ ભેગા મળી એકબીજાની મદદગારીથી મંગાવી આરોપી નં-૧ નાનો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૧
(૧) જાંબુઘોડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૦/૨૦૧૯ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૦૧/૧૧/૨૦૧૯ ના ક.૧૫/૩૦ વાગ્યે મોજે.લફણી ગામે આરોપીઓ (૧) શરીફ સિદીકભાઇ મેમન રહે.એસ.ટી.ડેપોની પાછળ ગાયત્રી નગર સોસાયટી તા.બોડેલી જી. છોટાઉદેપુર (૨) ધર્મેન્દ્રભાઇ ભીમસિંહ બારીઆ રહે.ઉઢવણ પટેલ ફળીયુ તા.જાંબુધોડા જી.પંચમહાલ (૩) મહમંદ તસ્લીમ સલીમભાઇ પઠાણ રહે.સંખેડા કસ્બામાં તા.સંખેડા જી.છોટાઉદેપુર (૪) ભાગ્યેશભાઇ પ્રતાપભાઇ બારીયા રહે.ઉઢવણ તા.જાંબુધોડા જી.પંચમહાલ (૫) રાજેશકુમાર પ્રવિણભાઇ જયસ્વાલ રહે.જાંબુધોડા મસ્જીદની બાજુમાં જાંબુધોડા તા.જાંબુધોડા જી.પંચમહાલ (૬) ઇનાયત સઇદભાઇ બેલી રહે.સંખેડા કસ્બા ફળીયુ તા.સંખેડા જી. છોટાઉદેપુર નાઓએ જાહેરમાં પાના પત્તાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડતા પોલીસ રેડ દરમ્યાન પકડાઇ જઇ તેઓની અંગ જડતીમાંથી રૂ.૧૩,૦૦૦/- તથા દાવ ઉપરના રૂ.૩,૫૦૦/- તથા પકડાયેલ ઇસમોની અંગ ઝડતીમાથી મળી આવેલ મોબાઇલની કિ.રૂ.૯,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૫૦૦/- તથા પાના પત્તા નંગ-૫૨ અને નવી કેટના સેટ બે સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણ ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ કેલ-૦૨
(૧) દામાવાવ પો.સ્ટે.સે.૭૩/૦૧૯ ઇ.પી.કો ક.૨૭૯ તથા ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૭ ની સુધારા ક.૬(એ)(૪)(૩), ૮(૨) તથા જી.પી.એકટ ૧૧૯ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામે તા.૩૧/૧૦/૧૯ ના ક.૦૧/૪૫ ના સુમારે મોજે.શનીયાડા થી થોડે આગળ ગામડી જવાના રસ્તે સાઇડ માં રોડ ઉપર આરોપી લાલ કલરની આઇસર ગાડી નં. MH18BG4085 નો ચાલક તથા તેની સાથેનો બીજો એક ઇસમ નાએ પોતાના કબજાની આઇસર ગાડીમા ટુકા દોરડાથી ક્રુરતા પુર્વક ત્રાસદાયક રીતે ઘાસ ચારા તથા પાણીની વ્યવસ્થા વગર બાંધી ભરીને કતલ કરવાના ઇરાદે કુલ ગૌવંશ નંગ-૨૦ કિ.રૂા.૩,૮૦,૦૦૦/- ના ભરી તથા લાલ કલરની આઇસર ગાડી કિ.રૂા.૭,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂા.૧૦,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ સાથે પુરઝડપે ગાડી હંકારી લઇને જતા તેનો પીછો કરતા તેઓ ગૌવંશ ભરેલ આઇસર ગાડી મુકી આઇસર નો ચાલક તથા તેની સાથેનો ઇસમ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) હાલોલ ટાઉન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૯ ઇ.પી.કો. ક.૪૨૯, ૧૧૪ તથા ગુજરાત પશુસંરક્ષણ સુધારણા અધિનીયમ-૨૦૧૭ ની ક.૬(એ)(૧), ૬(એ)(૩), ૮(૨), ૧૦ તથા પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવાના અધિનીયમ-૧૯૬૦ ની ક.૧૧(૧)(એ), ૧૧(૧)(ડી), ૧૧(૧)(એફ), ૧૧(૧)(ઈ) મુજબના કામે તા.૩/૧૧/૧૯ ક.૧૪/૦૦ થી ક.૧૬/૦૦ વાગે મોજે.હાલોલ ટોલનાકા પાસે જ્યોતી સર્કલ ઉપર આરોપીઓ (૧) અજય સંતોષ યાદવ ઉ.વ.૨૫ રહે.અશલાલી જગન્નાથ પાર્કીંગ અશલાલી હાઇવે અમદાવાદ મુળ રહે.ગામ નીમાયાદવપુર તા.ચમાલ જીલ્લો.ઇલાહાબાદ થાના ધુમનગંજ યુ.પી. (૨) સુફીયાન એહમદ મલેક રહેવાસી વટવા અમદાવાદ નાઓએ એકબીજાની મદદગારીથી ટ્રક નંબર GJ-1-AU-6672 માં કુલ-૧૪ બળદો કતલ કરવા સારૂ ટુકા દોરડાથી પગે તથા ગળાના ભાગે એકબીજા ઉપર બળદોને ક્રુરતા પુર્વક દયનીય હાલતમાં બાંધી પાણી તથા ખોરાકની વ્યવસ્થા રાખ્યા વગર કતલ કરવા સારૂ હેરાફેરી કરતા જ્યોતીસર્કલ પાસે રોડ ઉપરથી બળદ નંગ-૧૪ જેમાં એક બળદની કિ.રૂ.૧૦,૦૦૦/- લેખે કુલ બળદ નંગ-૧૪ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- તથા ટ્રક નં. GJ-1-AU-6672 ની કિં.રૂા.૭,૦૦,૦૦૦/-, આરોપી નં. (૧) ની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૨ કિં.રૂા.૧૦૦૦/- સાથે આરોપી નં. (૧) નો પકડાઈ જઈ તથા આરોપી નં. (૨) સુફીયાન અહેમદ મલેક નો રસ્તા માં ટ્રકમાંથી ઉતરી જતો રહી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.
|