હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૪/૦૨/૨૦૨૦ થી તા.૦૧/૦૩/૨૦૨૦ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હા ડીટેકટ-૦૧

(૧)     પાવાગઢ પો.સ્ટે. એ-પાર્ટ.ગુ.ર.નં. ૧૧૨૦૭૦૫૦૨૦૦૦૬૬/૨૦૨૦  ઇ.પી.કો. ક.૩૭૯ મુજબનો ગુનો તા. ૧૮/૦૨/૨૦૨૦ ક. ૨૨/૦૦ થી ક.૫/૦૦ દરમ્યાન પાવાગઢ  મહાકાળી ધામની બાજુમા ગામ ચાપાનેર તા.હાલોલ જી.પંચમહાલ ખાતે આ કામના ફરીયાદીએ ફ્રીજ ઉપર મુકેલ મોબાઈલ ઓપો કંપનીનો એ-૩૫ મોડલનો ફોન કી.રૂ. ૧૩,૦૦૦ નો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા વિ.બાબતનો ગુનો રજી. કરવામા આવેલ.  આ કામે  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૭/૨૦૨૦ તા. ૨૭/૦૨/૨૦૨૦ કામે સામાવાળા યાકુબ સત્તાર પથીયા ઉર્ફે વેજલીયો રહે.મુસ્લીમ સી. સોસાયટી ગોધરા  નાઓને  સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૨૭/૦૨/૨૦૨૦ ના ક.૧૭/૨૫  વાગે અટક કરી તેના કબજામાંથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૩,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમને ઓપો કંપનીનો મોબાઇલ સંબધે સઘન પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે આજથી દસેક દિવસ પહેલા હુ છોટાઉદેપુર ગયેલો અને સાંજના સમયે બસમાંથી પાવાગઢ ઉતરેલો અને તે સમયે બસ સ્ટેન્ડની બાજુમાં ચા પીવા માટે ગયેલો અને તે વખતે એક ગેરેજની બાજુમાં ઠંડાપીણાની ખુલ્લી દુકાન જોવા મળેલ હતી તે  દુકાનમાં એક ફ્રીઝ ઉપર મોબાઇલ ફોન મુકેલ જોવા મળેલ હતો તે મોબાઇલ ફોનની મે રાતના સમયે ચોરી કરેલ તે ચોરીનો આ ઓપો કંપનીનો મોબાઇલ હોવાની કબુલતા કરેલ છે. જે અંગે તપાસ કરતા તા.૨૬/૦૨/૨૦૨૦ ના રોજ પાવાગઢ પો.સ્ટે. એ-પાર્ટ.ગુ.ર.નં. ૧૧૨૦૭૦૫૦૨૦૦૦૬૬/૨૦૨૦  ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ તે જ મોબાઇલ ફોન હોવાનુ તપાસમાં જણાય આવેલ છે. અને સદરી પાવાગઢ પો.સ્ટે. નો ઉપરોકત મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા  ડીટેકટ કરવામા આવેલ છે.

 

 

પકડેલ નાસતા ફરતા આરોપીઓ-૦૩

(૧) લુણાવાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૭/૨૦૧૯ ઇ.પી.કો. ક.૩૯૨, ૧૧૪  મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી મહેશકુમાર ઉર્ફે પીન્ટુ શનાભાઇ ઉર્ફે શાનતભાઇ બારીઆ રહે-એરંડી ગેગંડી ફળીયુ તા-ગોધરા નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૦૧/૦૩/૨૦૨૦ ના ક.૧૬/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી લુણાવાડા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૨)  દામાવાવ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૯/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોકસો ક.૧૨ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા/વોન્ટેડ આરોપી (૧) મહેશભાઇ બાબુભાઇ પટેલ (૨) બાબુભાઇ રામજીભાઇ ઉર્ફે રામસિહ પટેલ બન્ને રહે.સરસાવ તા.ગોધરા  જી.પંચમહાલ નાઓ ઉપરોકત અપહરણ ના ગુન્હાના કામે નાસતા ફરતા હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૨૭/૦૨/૨૦૨૦ ના ક.૧૩/૩૫  વાગ્‍યે મોજે. ઝાંઝરડા તા.જી. જુનાગઢ   મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીઓને તથા ભોગબનનારને આગળની  વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.    

પ્રોહીબિશન ધારા  હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૬

(૧)     ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.  સી-પાર્ટ 1120702520014૦/૨૦૨૦ પ્રોહી એકટ ૬૫એ, ૬૫ઇ, ૮૨, ૯૮ (૨) મુજબના કામે આરોપી  સિલ્વર કલરની ઇન્ડીકા વિસ્ટા ગાડી નંબર જીજે-૨૩ એચ-૨૭૬૧ નો ચાલક ડ્રાઇવરે પોતાના કબજાની ઇન્ડીકા વિસ્ટા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બીયરના ટીન નંગ-૪૫૬ કિ.રૂ.૩૮,૭૬૦/- નો પ્રોહી ગુનાનો જથ્થો વહન કરી લાવવા માટે ઉપયોગમા લીધેલ ઇન્ડીકા વિસ્ટા ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા ઇન્ડીકા વિસ્ટા ગાડી માંથી મળી આવેલ એક બ્લ્યુ કલરનો Oppo કંપીનો મોબાઇલ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૧,૯૮,૭૬૦/- ના મુદ્દામાલ સાથે  ગે.કા. રીતે હેરાફેરી કરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં પ્રોહી મુદ્દમાલનો જથ્થો ઘુસાડી વહન કરી લઇ આવતા નાકાબંધી દરમ્યાન પોતાના કબજાની ગાડીમાં ભરેલ ઉપર જણાવ્યા પ્રમાણેના પ્રોહી મુદ્દામાલના જથ્થા સાથે ગાડી છોડી દઇ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)      ગોધરા શહેર બી.ડીવી.  પો.સ્‍ટે. પાર્ટ સી નં.૧૧૨૦૭૦૦૨૨૦૦૧૦૭/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૮૨, ૯૮(ર)  મુજબના કામે તા.૨૫/૦૨/૨૦૨૦ ક.૦૯/૦૦ વાગે ગોધરા લીલેસરા બાયપાસ રોડ ઉપર આરોપી સફેદ કલરની સેન્ટ્રો કાર નંબર જી.જે.૦૬ એ.એચ.૬૬૦૮ નો ચાલક ડ્રાઇવરે પોતાના કબજાની ઉપરોકત સેન્ટ્રો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ કુલ કવાટરીયા નંગ-૯૧૨ કિ.રૂ.૭૭,૫૨૦/- તથા સેન્ટ્રો કાર નંબર જી.જે.૦૬ એ.એચ.૬૬૦૮ જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૨,૨૭,૫૨૦/- ના મુદ્દામાલ સાથે ગે.કા. રીતે હેરાફેરી કરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં પ્રોહી મુદ્દમાલનો જથ્થો ઘુસાડી વહન કરી લઇ આવતા નાકાબંધી દરમ્યાન પોતાના કબજાની ગાડીમાં ભરેલ ઉપર જણાવ્યા પ્રમાણેના પ્રોહી મુદ્દામાલના જથ્થા સાથે ગાડી છોડી દઇ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     દામાવાવ પો.સ્ટે. PART (C) 11207077200057/2020 પ્રોહી એક્ટ કલમ ૬૫એ, ૬૫ઇ,  ૧૧૬(બી) મુજબના કામે તા.૨૬/૦૨/૨૦૨૦ ક:૨૩/૧૫ વાગે મોજે.ખિલોડી ગામે આરોપી રોહીતભાઈ હીરાભાઈ બારીઆ રહે.ખિલોડી તા- ઘોધંબા જી.પંચમહાલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના રહેણાંક ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના ૭૫૦ એમ.એલ.ના હોલ નંગ-૭૨ ની કિંમત રૂા.૨૬,૨૮૦/- નો મુદ્દામાલ પોતાના ઘરમાં બે પ્લાસ્ટીકના મીણીયાના થેલામાં સંતાડી રાખી રેઈડ દરમ્યાન ધરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)      મોરવા  પો.સ્‍ટે. પાર્ટ સી-નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૧૪૦/૨૦૨૦ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૨૮/૦૨/૨૦૨૦ ક.૦૮/૩૦ વાગ્યે મોજે.નવાગામ ચોકડી પાસે આરોપીઓ (૧) મુકુદકુમાર ઉર્ફે ભયલુ ભારતભાઇ જાતે બારીયા ઉ.વ.૨૫ રહેવાસી રણીયાર કોળી ફળીયુ તા.ઝાલોદ જી.દાહોદ (ર) મહેશભાઇ સાલમભાઇ ચૌહાણ રહેવાસી બગીડોળ નાહરપુરા ફળીયુ તા.ગોધરા જી.પંચમહાલ (૩) મનુભાઇ વાલાભાઇ જાતે વણકર ઉ.વ. ૩૮  રહેવાસી એરંડી વણકર ફળીયુ તા.ગોધરા જી.પંચમહાલ તથા (૪) દીપસિહ કશનાભાઇ જાતે વણકર ઉ.વ.૨૭ રહેવાસી  પીપળીયા વણકર ફળીયુ તા.ગોધરા (૫) અલ્કેશભાઇ છત્રસિહ બાકલીયા રહેવાસી વઠા એમ.પી (૬) લાખાભાઇ ઝાલાભાઇ પટેલ રહેવાસી બખ્ખર તા.ગોધરા તથા (૭) યોગેશભાઇ નટવરભાઇ ચૌહાણ રહે બેઢીયા ધુળાખાતુની મુવાડી તા.કાલોલ જી.પંચમહાલ (૮) જીગરભાઇ ગણપતભાઇ રહેવાસી ધારા હોટલવાળો પેટ્રોલપંપ સામે વેજલપુર તા.કાલોલ નાઓએ  પોતાના કબ્જાની કવોલીસ ગાડી નંબર- જી.જે.૭ આર ૯૬૪૪ માં વચ્ચેની સીટના ભાગે માઉન્ટ ૬૦૦૦ માર્કાની લાલ કલરની ખાખી પુઠાની પેટીઓ નંગ-૧૦ માં ભરેલ ૫૦૦ મી.લી.ના માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ માર્કાના ટીન બીયર નંગ- ૨૪૦ ની કુલ કિમંત રૂ. ૨૪,૦૦૦/-  તથા કવોલીસ ગાડીની પાછળના ભાગેથી મળી આવેલ જે.કે.માર્કાની ખાખી પુઠાની પેટીઓ ૭૦ માં ભરેલ પ્લાસ્ટીકના કવાટરીયા નંગ - ૩,૩૬૦ ની કિમંત રૂ. ૩,૩૬,૦૦૦/- મળી કુલ ઇગ્લીશ દારુ ભરેલ ટીન બીયર તથા પ્લાસ્ટીકના કવાટરીયાની પેટીઓ નંગ- ૮૦ માં ભરેલ ટીન બીયર તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ- ૩૬૦૦ ની કુલ કિમંત રૂ.૩,૬૦,૦૦૦/- નો પ્રોહી જથ્થો પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરા ફેરી કરવા જતા પોલીસ ની નાકાબંધી દરમ્યાન પકડાઇ જતા કવોલીસ ગાડી નંબર- નંબર- જી.જે.૭ આર ૯૬૪૪ ચેચીસ નંબર- L6301028214 તથા એન્જીન નંબર- 9670983 ની કિમંત રૂ.૨,૦૦,૦૦૦/- તથા બોલેરો ગાડી નંબર- જી.જે.૧૭ બી.એચ.૦૫૭૪ નો ચેચીસ નંબર જોતા –MA1XE2GRKH5L19047  -એન્જીન  નંબર- GRH4K90592 ની કિમંત રૂ. ૪,૦૦,૦૦૦/- તથા આરોપીનઓ અંગ ઝડતીમાંથી કબ્જે લીધેલ મોબાઇલફોન નંગ-૬ ની કિમંત ૧૬,૫૦૦/- મળી કુલ ૯,૭૬,૫૦૦/- ના મુદદામાલ સાથે આરોપી નંબર ૧ થી ૪ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)      કાંકણપુર પો.સ્ટે. પાર્ટ-C-ગુ.ર.નં.૧૧૨૦૭૦૭૮૨૦૦૦૭૧/૨૦૨૦ ધી ગુજરાત પ્રોહી એકટ ક. ૬૫(એ), ૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨)  મુજબના કામે તા.૦૧/૦૩/૨૦૨૦૨૦  ક.૧૯/૩૦ વાગે  મોજે.મોર્યો ચોકડી ગામે આરોપી શશીકાંત નાનજીભાઈ બારીયા રહે.કુણી બારીયા ફળિયું તા.ઝાલોદ જી.દાહોદ નાઓએ પોતાના કબજાના છકડો રીક્ષા નંબર GJ-06-AV-8432 માં  પ્રોહી પ્રતીબંધક વિસ્તારમાં ભારતીય બનાવટના કંપની શીલબંધ ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટરિયા  કુલ–૪૮૦ નંગ ની કુલ  કિ.રૂ.૪૦,૮૦૦/- તથા છકડો રીક્ષા નંબર GJ-06-AV-8432 ની કિં.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૧૫,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. કાંકણપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૬)      મોરવા(હ) પો.સ્ટે. પાર્ટ સી-૧૧૨૦૭૦૪૮૨૦૦૧૪૭/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર) મુજબના કામે તા.૨૯/૦૨/૨૦૨૦ ક.૧૦/૦૦ વાગે મોજે.રામપુર આંબાવાડી ચોકડી નજીક આરોપી રાજેશકુમાર નટવરભાઇ માલીવાડ રહે.ચલાલી માલીવાડ ફળીયા નાઓએ એક સફેદ કલરની મારૂતી અલ્ટો ગાડી નં.જીજે-૧૭ એ.એચ.-૬૭૫૭ ના ચાલક નાઓએ પોતાના કબજાની મારૂતી અલ્ટો ગાડીમા રોયલ સિલેકટ ડીલેક્ષ વ્હીસ્કી માર્કાના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૪૨૮ કિ.રૂ.૪૨,૮૦૦/- નો પ્રોહી જથ્થો પ્રોહી પ્રતિબંધક એરીયામા એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતા અલ્ટો ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલની કિ.રૂ.૩,૪૨,૮૦૦/-  સાથે આરોપી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૦૧

(૧)     ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. બી-પાર્ટ-11207025200147/૨૦૨૦ જુગારા ધારા ક.૧૨ મુજબના કામે તા.૨૭/૦૨/૨૨૦૨૦ ક.૧૪/૧૫ વાગે મોજે.ગોવિદી હરિજામ્બા નિશાળ ફળીયામા  ખુલ્લી જગ્યામાં આરોપીઓ (૧) યોગેશકુમાર મુકશેભાઇ બારીયા રહે-ટપલાવાવ પાવાગઢ પાસે તા.હાલોલ જી.પંચમહાલ (૨) સમરસીહ જયંતિભાઇ ગુજજર રહે-હરીજાબ્મા ફળીયુ ગોવિદી તા.ગોધરા (૩) અરવિદભાઇ રયજીભાઇ ભાભોર રહે- ભાભોર ફળીયુ કંકુ થાભલા તા.ગોધરા (૪) વિનોદભાઇ ગુરજીભાઇ ભાભોર રહે-ભાભોર ફળીયુ કંકુ થાભલા તા.ગોધરા નાઓ જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો હારજીતનો જુગાર પૈસા વડે રમી રમાડી કુલ-૪ આરોપીઓ દાવ પરથી તથા અંગઝડતીમાંથી રોકડા રૂ.૧૦,૩૨૫/- તથા અ.નં.૧ પાસેથી સેમસંગકંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- તથા પાના પતા નં.૫૨ કી.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૫,૩૨૫/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવી પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

પશુસંરક્ષણ ધારા  હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૧

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. પાર્ટ બી-નં.૧૧૨૦૭૦૦૨૨૦૦૧૧૩/૨૦૨૦ ઇ.પી.કો.ક.૨૭૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૧૮૭ તથા ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૭ ની ક.૬(એ), (૪)(૩), ૮(૨) તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે તા.૦૧/૦૩/૨૦૨૦  ના ક.૦૮/૧૫ વાગે મોજે.ગોધરા દરૂણીયા ચોકડીથી આગળ હોલીડે ફાર્મ હાઉસની પાસે હાઇવે રોડ ઉપર આરોપી એક બોલેરો પીકપ ડાલુ રજી.નં.જી.જે.૦૯.એવી.૬૫૧૬ માં ગૌવંશ(બળદ)ને કતલ કરવાના ઇરાદે પગ તથા ગળામાં ટુકા-ટુકા દોરડાઓ વડે બાંધી ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી બોલેરો પીકપ ડાલાનું ટાયર ફાટી જતાં બળદ નંગ-૨ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા બોલેરો પીકપ ડાલાની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૧,૮૦,૦૦૦/-નો મુદામાલ સાથે પશુઓને કતલ કરવાના ઇરાદે ભરી લાવી તેમજ પશુઓને રાખવાની જરૂરી વ્‍યવસ્‍થા નહી રાખી ગાડી મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવી પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 (ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 05-03-2020