|
તા.૧૪/૧૨/૨૦૧૫ થી તા.૨૦/૧૨/૨૦૧૫ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.
- ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૦૦/૨૦૧૪ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટ ક.૪ મુજબના ગુનાના કામે ભોગ બનનાર છોકરી રેવાબેન સોમાભાઇ બજાણીયા ઉ.વ.૧૬ નાનીને તા.૧૧/૧૨/૧૫ ના રોજ (NGO) મહિલા સહાયતા કેન્દ્રમા નિમણુંક પામેલ રૂકશાનાબેન કાલુભાઇ મલેક નાઓએ ભોગ બનનાર છોકરીને આઠ માસનો ગર્ભ હોય જેને સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે તા.૧૧/૧૨/૧૫ ના રોજ લાવેલ જેનો કેસ કઢાવતા ફરજ પરના ડોકટર શ્રી આશીષ જયસ્વાલ નાઓએ સારવાર તપાસ કરવા ના પાડેલ જેથી આ બાબતે (NGO) મહિલા સહાયતા કેન્દ્રમા કામ કરતા રૂકશાનાબેન કાલુભાઇ મલેક નાઓએ અમોને ટેલીફોનથી ડોકટર શ્રી સારવાર નહી કરતા હોય જે બાબતે જણાવતા અમોએ એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી ચાવડા નાઓને તાત્કાલીક સીવીલ હોસ્પીટલ ગોધરા ખાતે જઇ મળવા જણાવતા રૂકશાના બેનને મળી ભોગબનનાર છોકરી ની સારવાર ડોકટર શ્રી દીપક કટારીયા નાઓએ ચેકઅપ કરેલ અને ત્યાંથી તાત્કાલીક લેબોરેટરી મા રસી મુકાવવાની હોય પરંતુ ક.૧૮/૦૦ નો સમય થવા આવેલ હોવાથી બંધ કરેલ પરંતુ ત્યાં જઇ ફરી ટી.ટી.ની રસી તેમજ બ્લડ લેવડાવી પેશાબ રીપોર્ટ કરાવી પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. તથા ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓએ સારી કામગીરી કરેલ હોય.
- કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૮/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ તથા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૫/૧૨ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી ઇશ્વરભાઇ પ્રતાપભાઇ વાખળા રહે.લખણા ગોજીંયા તા.ધાનપુર નાને તા.૧૬/૧૨/૧૫ ના ક.૨૧/૧૫ વાગે એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરવામા આવેલ છે. અને કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૮/૧૪, ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૨૯/૧૧, ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ૧૦૫/૧૨, ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ૧૩૭/૧૫ , ગોધરા તાલુકા પ્રોહી ૧૭૧/૧૫, મોરવા પો.સ્ટે. પ્રોહી ૩૨૯/૧૫, પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાના કામે અટક કરવાની તજવીજ ચાલુ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૪/૧૨/૨૦૧૫ થી તા.૨૦/૧૨/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૦૧૦ એન.સી. ફરીયાદ, ૧૧૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૩૪,૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- તા.૧૪/૧૨/૨૦૧૫ થી તા.૨૦/૧૨/૨૦૧૫ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્ધને તેના વાલીવારસને સોપેલ હોય
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. જા.જોગ નંબર ૨૮/૧૫ તા.૨૫/૧૦/૧૫ ના કામે તા.૨૧/૧૦/૧૫ ના રોજ ગુમથનાર અપ્સાનાબીબી W/O સોએબ ફારૂકભાઇ બુઢા રહે.ગોહયા મહોલ્લા ગોધરા નાને તા.૧૬/૧૨/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(ર) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. જા.જોગ નંબર ૨૮/૧૫ તા.૨૫/૧૦/૧૫ ના કામે તા.૨૧/૧૦/૧૫ ના રોજ ગુમથનાર મહંમદ D/O સોએબ ફારૂકભાઇ બુઢા રહે.ગોહયા મહોલ્લા ગોધરા નાને તા.૨૧/૧૨/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(૩) હાલોલ પો.સ્ટે. જા.જોગ નંબર ૬૮/૧૫ તા.૧૬/૧૦/૧૫ ના કામે તા.૧૨/૧૦/૧૫ ના રોજ ગુમથનાર સોમાભાઇ દેવાભાઇ નટ રહે.૧૨૫, જી.આઇ.ડી.સી., મકરપુરા વડોદરા નાને તા.૧૬/૧૨/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(૪) હાલોલ પો.સ્ટે. જા.જોગ નંબર ૫૧/૧૫ તા.૦૨/૦૮/૧૫ ના કામે તા.૧૮/૦૭/૧૫ ના રોજ ગુમથનાર દક્ષાબેન D/O પ્રવિણસિંહ ફતેસિંહ રાઠોડ રહે.પાશ્વનાથ સોસાયટી હાલોલ મકાનન નં.૧૨૦ નાને તા.૧૬/૧૨/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(૫) હાલોલ પો.સ્ટે. જા.જોગ નંબર ૪૩/૧૫ તા.૦૭/૦૭/૧૫ ના કામે તા.૦૪/૦૭/૧૫ ના રોજ ગુમથનાર રવિન્દ્ર કુમાર રમેશભાઇ દરજી રહે.વાલમ પાર્ક સોસાયટી હાલોલ નાને તા.૧૬/૧૨/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(૬) રાજગઢ પો.સ્ટે. જા.જોગ નંબર ૩૨/૧૫ તા.૨૦/૧૧/૧૫ ના કામે આજથી ૩૦ દિવસ પહેલા ગુમથનાર જયશ્રીબેન W/O બળવંતસિંહ સલાટ રહે.રીંછવાણી તા.ઘોઘંબા નાને તા.૧૮/૧૨/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
(૧) વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૨/૧૫ પ્રોહી એકટ ક. ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૪/૧૨/૧૫ ના ક.૧૪/૩૦ વાગે મોજે બેઢીયા ધુળાખાતુ ની મુવાડી ગામે આરોપી (૧) નરવતભાઇ ઉર્ફે નટુભાઇ મોહનભાઇ ચૌહાણ (૨) યોગેશ નરવત ઉર્ફે નટુભાઇ ચૌહાણ બન્ને રહે.બેઢીયા ધુળાખાતુની મુવાડી તા.કાલોલ (૩) કમલેશ ઉર્ફે નટુ બળવંતસિહ સોલંકી રહે.વેજલપુર તા.કાલોલ નાઓએ પ્રોહી પ્રતીબંધક એરીયામાં વગર પાસ પરમીટે એકબીજાના મેળાપી પણામાંથી નરવતભાઇ ઉર્ફે નટુભાઇ મોહનભાઇ ચૌહાણના મકાનથી થોડે દુર ખેતરમાં આવેલ ઓરડીમાં પ્રોહી ગુન્હાને લગતા મુદ્દામાલમાં ઇગ્લીંશ દારૂ તથા બીયરની કુલ પેટીઓ નંગ-૧૭૦ જેમાં ભરેલ નાની મોટી બોટલો તથા ટીન નંગ-૫૩૪૬ કુલ કિ.રૂ.૬,૦૦,૧૦૦/- નો રાખી પોલીસની રેઇડ જોઇ ત્રણેય ઇસમો નાસી જતા ઉપરોકત મુધ્દૃામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૪૫૪/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૧) બી મુજબના કામે તા.૧૪/૧૨/૧૫ ના ક.૧૩/૩૦ વાગે મોજે સાંજીવાવ છાયણ ફળીયા ગામે આરોપી પ્રભાતભાઇ બાબુભાઇ ખાંટ રહે.સાંજીવાવ છાયણ ફળીયું તા.શહેરા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના મકાનમાં ઇગ્લીંશ દારૂની વી-જોન સ્પેશીયલ વ્હીસ્કી અરૂણાચંલ બનાવટની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૫૦ કિ.રૂ.૪૫,૦૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ જોઇ નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૫/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૮/૧૨/૧૫ ના ક.૦૧/૩૦ વાગે મોજે ધુસર ગામે મહાદેવ મંદિર પાસે આરોપીઓ (૧) દિનેશકુમાર સામતસિંહ પરમાર રહે.સુરેલી વિજય ભગતની મુવાડી તા.કાલોલ (૨) અર્જુનકુમાર નરવતભાઇ ચૌહાણ રહે.સુરેલી ડેરીવાળુ ફળીયું તા.કાલોલ. નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની મારૂતીવાન ગાડી નં.જીજે ૬ એફસી ૫૫૭૮ માં બીગ પીપલ કલાસીક વ્હીસ્કી ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયાની પેટીઓ નંગ-૧૧, જેમાં કુલ કવાટરીયા નંગ-૫૨૮, કિ.રૂ.૨૬,૪૦૦/- તથા મારૂતીવાન ગાડી ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ગણી તથા બન્ને આરોપીઓ પાસેથી નોકીયા કંપનીના ફોન જે બન્ને ફોનની કિ.રૂ.૧,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૧,૭૭,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાઘવેન્દ્ર વત્સ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગોધરા વિભાગ, ગોધરા. (કેમ્પ વડોદરા)
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|