હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૧/૦૨/૨૦૧૬ થી તા.૦૭/૦૨/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

(૧) ગુના ડીટેકટ -૦૬

પાવાગઢ પો.સ્‍ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી નં. ૯/૨૦૧૬ તા. ૪/૦૨/૨૦૧૬ ના કામે સામાવાળા (૧) વજેસીંગ ઉર્ફે વરી પાંગળાભાઇ મીનામા રહે. ખજુરીયા મીનામા ફળીયુ તા. ગરબાડા જી. દાહોદ (ર) સુરજભાઇ જોરસીંગભાઇ મીનામા  રહે. ખજુરીયા મીનામા ફળીયુ તા. ગરબાડા જી. દાહોદ (૩) જયેશભાઇ વસનાભાઇ ડામોર રહે. નડેલાવ તા. ગરબાડા જી. દાહોદ નાઓને શંકાસ્‍પદ હાલતમાં  તા. ૪/૦૨/૨૦૧૬ ના ક. ૧૮/૩૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટકાયત કરવામાં આવેલ અને તેઓના અંગ કબજામાંથી સોના ચાંદીના દાગીના તથા બે મોબાઇલ ફોન તથા રોકડા રૂ. ૩૦૦૦/- એસ.ટી. બસની મુસાફરીની ભાડાની ટીકીટ એમ મળી કુલ રૂ. ૧૫,૮૫૦/- નો મુદ્દામાલ શંકાસ્‍પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થ કબજે કરવામાં આવેલ છે.

ઉપરોકત ત્રણેય સઘન પુછપરછ કરતા પાવાગઢ પો.સ્‍ટે. ની હદમાં હાવેલ જુના ઢીંકવા ગામે ૨૦ દિવસ ઉપર તથા મોરવા(હ) પો.સ્‍ટે. ની હદમાં આવેલ સુલીયાત, નવાગામ ગામે પાંચેક દિવસ ઉપર રાત્રીના સમયે પોતે તથા સાથેના સહ આરોપીઓ ભેગા મળી લુંટ કરેલાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા એલ.સી.બી. પોલીસ ધ્‍વારા નીચે મુજબના લુટના અનડીટેકટ ગુના ડીટેકટ કરવામાં આવેલ છે.      

(૧)     પાવાગઢ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૩/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪ વિગેરે મુજબના ગુનાના કામે લુટમાં ગયેલ સોનાચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન  મુદ્દામાલ (૧) ચાંદીની પાયલ જોડ-૧ (ર) છડા જોડ-ર (૩) સોનાની ચુની નંગ-૧ (૪) માઇક્રોમેકસ મોબાઇલ ફોન (૫) સીટીકોલ મોબાઇલ ફોન એમ મળી કુલ.કિ.રૂ. ૧૦,૩૯૦/- મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. 

(ર)     મોરવા(હ) પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૩/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૯૪,૪૫૨,૫૦૬(ર) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે લુટમાં ગયેલ સોનાચાંદીના દાગીના મુદ્દામાલ (૧) ચાંદીની પાયલ જોડ-૧ (૨) સોનાની ચુની નંગ-૧ (૩) રોકડા રૂ. ૩૦૦૦/- એમ મળી કુલ.કિ.રૂ. ૫૪૬૦/- મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. 

 વેજલપુર પો.સ્‍ટે.  સ્‍ટેશન સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૬/૧૬  તા. ૬/૦૨/૨૦૧૬  મુજબના કામે સામાવાળા  સદ્દામ ફારૂક ટપ રહે. વેજલપુર નાના મહોલ્‍લા તા. કાલોલ  નાઓને શંકાસ્‍પદ હાલતમાં આજ રોજ તા. ૬/૦૬/૨૦૧૬ ના ક.૧૯/૩૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટકાયત કરવામાં આવેલ હતો અને સદરી ઇસમના રહેણાંક ઘરમાંથી તથા ઘરના વાડામાંથી જુદા જુદા પ્રકારની કુલ – ૧૨ મોટર સાયકલો તથા મોટર સાયકલોના છુટા પાડેલા સ્‍પેરપાર્ટસ તથા ચેચીસ નંબર એન્‍જીન નંબર બદલવા માટેની લોખંડની ડાયો વિગેરે સાધન સામગ્રી મળી કુલ રૂ.૩,૧૦,૬૮૦/- નો મુદ્દામાલ શંકાસ્‍પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.

આ સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રીના કામે પકડાયેલ  સદ્દામ ફારૂક ટપ રહે. વેજલપુર નાના મહોલ્‍લા તા. કાલોલ નાઓની સઘન પુછપરછ કરતા મોટર સાયકલ નંબર જી.જે. ૨૩ એ.બી. ૫૨૯૬ એન્‍જીન નંબર HA11EDB9D06105 નો છે તથા ચેચીસ નંબર MBLHA11ERB9D04042 ની મોટર સાયકલ  ફતેગંજ સર્કલ ઉપરથી પાંચેક મહીના ઉપર ચોરી  કરેલાની કબુલાત કરેલ છે. આ મોટર સાયકલ ચોરી કરવામાં ઉપરોકત પકડાયેલ ઇસમ તથા તેની સાથે (૧) વિજયસિંહ ભગવાનસિંહ ડાભી રહે. સાવલીવાડ ગોધરા તથા (ર) આશીફ ફારૂક ટપ રહે.વેજલપુર નાના મહોલ્‍લા તા. કાલોલ નાઓએ ભેગા મળી આ મોટર સાયકલની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા

(૩)     વડોદરા શહેર ફતેગંજ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૪૬/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯  મુજબનો ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે. આ ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ કિ.રૂ. ૩૦,૦૦૦/- ની રીકવર કરવામાં આવેલ છે.

વધુમાં મોટર સાયકલ નંબર જી.જે. ૧૬ એ.આર. ૬૫૫૩  એન્‍જીન નંબર  HA10EGBHG04609 નો છે તથા ચેચીસ નંબર MBLHA10ABBHG03710 ની મોટર સાયકલ  વડોદરા શહેર ગોત્રી વિસ્‍તારમાંથી  સાતેક  મહીના ઉપર ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આ મોટર સાયકલ ચોરી કરવામાં ઉપરોકત પકડાયેલ ઇસમ તથા ઉપર મુજબના સાગરીતો મોટર  સાયકલની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા

(૪)     વડોદરા શહેર ગોત્રી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૬૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯  મુજબનો ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે. આ ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ કિ.રૂ. ૩૦,૦૦૦/- ની રીકવર કરવામાં આવેલ છે.

 

આ ઉપરાંત અત્રેના જિલ્‍લામાં ત્રણેક મહીના ઉપર ગોધરા શહેરમાં બામરોલી રોડ ઉપરથી સીડી ડીલીક્ષ મોટર સાયકલ નંબર જી.જે. ૧૭ એ.આર. ૯૫૪૬ નો એન્‍જીન નંબર HA11EJE9M18386 તથા ચેચીસ નંબર MBLHA11ALF9A01065  ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આ ચોરીમાં ઉપરોકત પકડાયેલ ઇસમ તથા તેની સાથેનો (૧) સલમાન સત્તાર પઠાણ (ર) મોહસીન મયુદ્દીન પઠાણ બંને રહે. નાના મહોલ્‍લા વેજલપુર તા. કાલોલ નાઓએ ભેગા મળી ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા

(૫)     ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૫૮/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯  મુજબનો ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે. આ ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ કિ.રૂ. ૩૦,૦૦૦/- ની રીકવર કરવામાં આવેલ છે.

ઉપરોકત સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રીના તપાસના કામે આરોપીઓએ અગાઉથી ગુનાહીત કાવતરૂ બનાવી  મોટર સાયકલોને એન્‍જીન નંબર તથા ચેચીસ નંબર ઘસી નાખી તેની ઉપર ખોટા એન્‍જીન તથા ચચીસ નંબરો પાડેલ છે તથા મોટર સાયકલોનુ મુળ સ્‍વરૂપ બદલી નાખી તેની જગ્‍યાએ જુદી જુદી મોટર સાયકલોના સ્‍પેરપાર્ટ ફીટ કરી તેને સાચા તરીકે ઉપરયોગ કરેલાનુ ગુનાહીત કૃત્‍ય જણાય આવતા.

(૬)     વેજલપુર  પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૭/૧૬  ઇ.પી.કો. કલમ ૧૨૦(બી), ૪૬૫,૪૬૭, ૪૬૮, ૪૭૧,૪૭૨, ૪૭૩, ૪૭૪, ૪૭૫, ૨૦૧ તથા જી.પી.એકટ કલમ ૧૨૪ મુજબનો ગુનો તા. ૭/૦૨/૨૦૧૬ ના રોજ રજીસ્‍ટર કરવામાં આવેલ છે.

  • મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૪/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૨ વિગેરે મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ઇરસાદ ઇશાક નાગોદી રહે.કોલીવાડ તા.ઝાલોદ નાને તા.૦૨/૦૨/૧૬ ના રોજ ક.૧૯/૧૫ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી મોરવા પો.સ્‍ટે. સોપવામા આવેલ છે.
  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૭/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ વિગેરે મુજબના ગુનાનો નાસતો ફરતો  આરોપી ઇશ્વરભાઇ સાલમભાઇ બારીયા રહે.લક્ષ્‍મણપુરા તા.ગોધરા નાને તા.૦૩/૦૨/૧૬ ના ક.૧૭/૧૫ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સોપવામા આવેલ છે.
  • વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૦૨/૧૫ ઇ.પી.કો.ક. ૪૨૯, તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ડ, (ક)(ખ) (૧) (ર) (૩) (૧૦) (૧૧) તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી હુસેન અબ્‍દુલ્‍લા ભાઇ જમાલ રહે.મુસ્‍લીમ સી. સોસાયટી વેજલપુર રોડ ગોધરા નાને તા.૦૫/૦૨/૧૬ ના ક.૧૬/૧૫ વાગે  પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોપવામા આવેલ છે.
  • નવસારી રૂરલ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૩૫/૧૫ ઢોર અતિક્રમણધારા ૨૦૧૧ ની ક.૬(ખ), ર વિ. મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી સીરાજ સુલેમાન સુજેલા રહે.મુસ્‍લીમ સોસાયટી સાતપુલ ગોધરા નાને તા.૦૪/૦૨/૧૬ ના રોજ ક.૨૧/૩૦ વાગે પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી નવસારી રૂરલ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.  

 

  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૧/૦૨/૨૦૧૬ થી તા.૦૭/૦૨/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૨૩૫ એન.સી. ફરીયાદ, ૨૨૮વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૫૭,૩૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે

 

  • તા.૦૧/૦૨/૨૦૧૬ થી તા.૦૭/૦૨/૨૦૧૬ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

 

(૧)    ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. જા.જોગ નંબર ૦૨/૧૬ તા.૩૧/૦૧/૧૬ ના કામે તા.૦૩/૧/૧૬ ના રોજ ગુમથનાર સુનીતાબેન ઉમંગકુમાર સોમાભાઇની પત્‍ની રહે.ભાઠવાડા રણછોડજી મંદીર પાસે જી.પંચમહાલ નાની તા.૦૧/૦૨/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(ર)    ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. જા.જોગ નંબર ૦૬/૧૬ તા.૨૪/૦૧/૧૬ ના કામે તા.૨૩/૧/૧૬ ના રોજ ગુમથનાર અણમોલ ઉમેશશાહ રહે.પરમહંસ સોસા. બામરોલી રોડ ગોધરા નાને તા.૦૧/૦૨/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(૩)    હાલોલ પો.સ્ટે.જા.જોગ નંબર ૦૧/૧૬ તા.૦૨/૦૧/૧૬ ના કામે તા.૦૨/૧/૧૬ ના રોજ ગુમથનાર ધ્રુવીબેન દિલીપભાઇ કાળુભાઇ ગેહલોટ રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ ના મકાન નં.૩૦ હાલોલ તા.હાલોલ નાને તા.૦૪/૦૨/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(૪)    હાલોલ પો.સ્ટે.જા.જોગ નંબર ૪૫/૧૬ તા.૧૩/૦૭/૧૬ ના કામે તા.૦૯/૭/૧૫ ના રોજ ગુમથનાર કિંજલબેન અંબાલાલ હીરાભાઇ વણકર રહે.પ્રેમ એસ્‍ટેટ ગોધરા રોડ હાલોલ તા.હાલોલ જી.પંચમહાલ નાને તા.૦૪/૦૨/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન અંગે કરેલ સારી કામગીરી

(૧) શહેરા  પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૩૯/૧૬ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૩/૦૨/૧૬ ક.૩/૩૦ વાગ્યે મોજે.તાડવા ચોકડી  હાઇવે  રોડ ઉપર હુન્ડાઇ ગાડી નં.જીજે-૫ સી.એચ.૧૦૬૬ નો ચાલક  ડ્રાઇવર  તથા બીજો  એક ઇસમ નાઓએ પરપ્રાતિય ઇગ્લીશ દારૂની  અલગ-અલગ બ્રાન્ડની બોટલો  નંગ-૧૫૧ કિ.રૂ. ૮૯૭૦૦/-  નો જથ્થો ગેરકાયદેસરનો લઇ આવતાં  પોલીસની નાકાબંધી દરમ્યાન ગાડી મુકી નાશી જઇ ઇગ્લીશ દારૂ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૩૦૦/-  તથા ગાડી  કિ.રૂ.૪,૦૦,૦૦૦/-  મળી કુલ  કિ.રૂ. ૪,૯૫,૦૦૦/-  નો મુધ્દામાલ  મળી આવી  બંન્ને ઇસમો નાશી  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

  • પશુસંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી

(૧)  ગોધરા તાલુકા પો.સ્‍ટે. સેકન્‍ડ ગુ.ર.નં.૨૨/૧૬  ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ-ર૦૧૧ ની ક. પ(ક), ૬(ક)(ખ) (૧)(ર)(૩)(૧૦)(૧૧) ઇ.એલ.ડી. તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબ ના કામે તા.૧/૦૨/૧૬ ક. ૧૮/૩૦ મોજે ગઢ ગામે રોડ ઉપર કવોલીસ ગાડી નંબર- જી.જે. ૬ એ.બી. ૯૬૩ નો ચાલક ડ્રાઇવર તથા બીજો એક ઇસમ નાઓએ પોતાના કબજાની કવોલીસ ગાડી નંબર- જી.જે. ૬ એ.બી. ૯૬૩ ની પાછળની બોડીમાં બળદ નંગ-૩ કિ.રૂ.૨૪,૦૦૦/- ના કતલ  કરવાના ઇરાદે મુંગા પશુઓ (બળદો) કોઇક જગ્‍યાએથી લઇ ઉપરોકત કવોલીસ ગાડીમાં ખીચોખીચ ભરી બળદોને એકબીજાના પગો તથા ગળે દોરડા વડે બાંધી ત્રાસદાયક રીતે ભરી, ગાડીમાં પાણી તથા ઘાસચારો નહી રાખી કવોલીસ ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૨,૨૪,૦૦૦/- મુદ્દામાલ પોલીસની નાકાબંધી જોઇ નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યાહી કરવામા આવેલ છે.  

(ર)  ગોધરા તાલુકા પો.સ્‍ટે. સેકન્‍ડ ગુ.ર.નં.૨૬/૧૬  ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ-૧૯૫૪ ની ક.પ, ૬, ૮ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૬(ક), ૬(ખ) તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૭/૦૨/૧૬ ના ક.૭/૩૦ વાગે આરોપી (૧) મહંમદ આસીફ મહંમદ રફીક મકરાણી રહે.પાલ્‍લા મસ્‍જીદ ફળીયું તા.ઘોઘંબા (ર) નટુભાઇ જેસીંગભાઇ હરીજન રહે.ખરોડ મંદીર ફળીયુ તા.ઘોઘંબા (૩) ટેમ્‍પા નં.જીજે-૧૭ યુયુ-૦૨૫૪ ના માલીક કમરૂદીન અબુબકકર મકરાણી રહે.પાલ્‍લા તા.ઘોઘંબા નાઓએ ટેમ્‍પામા પશુના પગ ટુંકા દોરડા વડે બાંધ ઘાસચારાની સગવડ વગર કોઇ પાસ પરમીટ વગર કતલખાને લઇ જતા વાછરડું નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/- તથા ટેમ્‍પાની કિ.રુ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૨,૦૦૦/- નો મુધ્‍દામાલ રાખી આરોપી નં.૧, ર નાઓ મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.    

 

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગોધરા વિભાગ, ગોધરા. (કેમ્‍પ વડોદરા)

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 19-02-2016